Man to Ironman - 5 books and stories free download online pdf in Gujarati

પુરુષ થી લોખંડી પુરુષ - 5

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

સાયકલની તૈયારી

ભાગ - 5

જીવનમાં વેરાયટી ઘણી જરૂરી છે. તો મારી કાર્ડીઓ ની સફરમાં કાયમ સ્વિમિંગ દોડવા ઉપરાંત સાયકલ પણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારથી અમદાવાદ માં મેરાથોન શરુ થઇ તે પછી 2-3 વર્ષમાં સાઇકલ્થોન પણ શરુ થવા માંડી. તે માટે મને થયું કે આમાં પણ મજા આવે તેવું છે. માટે સાઇકલ્થોનની તૈયારી શરુ કરવા માંડી. સાઇકલ્થોનમાં અંદાજીત 50 કિલોમીટર - 100 કિલોમીટરની રેસ થતી હતી. પહેલા તો ખબર જ ન પડે કે તેટલો સ્ટેમિના છે કે નહિ માટે તૈયારી કરવા માંડી મેરાથોન દોડ્યો હતો તો 2 કલાક કાર્ડીઓ ની પ્રેકટીશ થઇ ગઈ હતી. મારી પહેલી સાઇકલ્થોન મેં 2013 માં કરી હતી. 50 કિલોમીટર કાપતા લગભગ 2 કલાક 40 મિનીટ થઇ હતી. સાઈકલ મારી અમેરિકાથી લાવેલા Mountain Bike હતી. ખરેખર રેસ મારે Road Bike જોઈએ. તે ખબર પણ ન હતી. એક વર્ષ મારા મિત્ર ભાવિને Road Bike સાઈકલ ખરીદીને મને આપી અને જણાવ્યું કે તું આમાં રેસ કરજે અને મેં કરી. સમય પણ 2 કલાક 30 મિનીટ લઇ આવ્યો. આમ સાઇકલ્થોનની શરૂઆત થઇ.

Overall Athelete તરીકે નંદીશ મારો નેનો દીકરો મારી સાથે આવવા લાગ્યો. ઘણી સ્પર્ધા માં અમે પિતાપુત્રે સાથે ભાગ લીધો હતો માટે આવી મેરાથોન, સાઇકલ્થોન અને સ્વિમિંગ માં એ પણ સેટ થઇ ગયો હતો . આનંદ આવતો કે દીકરો બાપના પગલે જઈ રહ્યો છે. બાપ જેવા બેટા ને વડ એવા ટેટા કહેવત પુરવાર થઇ. સાઇકલ્થોન માં એકવાર 100 કિલોમીટર કરવા નંદીશ હતો અને એની સાઈકલ માં પંચર પડવાથી લગભગ 85-90 કિલોમીટર પતાવ્યા છતાં તેને સર્ટીફીકેટ ન મળ્યું કેમ કે આપેલ સમય મુજબ તે ના પત્યું. ઘણું દુખ મને થયું. એના નસીબમાં ઘણીવાર એવું થતું કે કોઈક અસામાન્ય સંજોગોના લીધે તેને સર્ટીફીકેટ ન મળ્યું. બાપ તરીકે મને ઘણું દુખ થતું. એથ્લીટ ની બધી સ્પર્ધા પતાવી ધીરે ધીરે સાચા Gear નું મહત્વ સમજાવવા લાગ્યું. ચડ્ડી બરોબર ટાઈટ હોય તો સમય માં 5-10% નો ફરક પડે. આમ બે કલાકની સ્પર્ધા માં 10 મિનીટ બચી જતી. ધીરે ધીરે અમે તૈયાર થવા લાગ્યા. વસ્તુઓ પણ વસાવવા લાગ્યા. કેમકે હવે અમારા માટે કોમ્પિટિશન નો સમય મહત્વનો થવા લાગ્યો.

સાઇકલ્થોન 50 કિલોમીટર થી શરુ કરી મેં 100 કિલોમીટર સુધી પતાવી. સાઇકલ્થોન લગભગ 2012 - 2013 માં શરુ કરી અને 2015 માં મેં 100 કિલોમીટર પૂરી કરી. 100 કિલોમીટર પતાવતા મને 4:30 મિનીટ થઇ જતો ઓવરઓલ ફિટનેસ વધવા માંડી. મારું વજન જે 92 કિલોગ્રામ હતું તે ધીરે ધીરે ઘટવા લાગ્યું. દરેક વસ્તુ નો Tipping પોઈન્ટ હોય છે જ્યાં સુધી અમુક કાર્ડીઓ કરો ત્યાં સુધી વજન ઘટતું ન હતું અમુક થી વધારે કરવા માંડ્યું તો વજન ઘટ્યું. 2015 સુધીમાં મારું વજન લગભગ 78 Kg સુધી આવી ગયું હતું. સારું પણ લાગતું હવે તો રૂટીન સેટ થઇ ગયું હતું. જુદી જુદી કસરત રોજ કરવા લાગ્યો કાર્ડીઓ ના ત્રણેય પ્રકાર પર બરોબર મહેનત કરવા લાગ્યો. મારું ટાઈમ ટેબલ ફિક્સ કરી દીધું. આર્યમાન માં રહેતો માટે સોમવારે અને મંગળવારે જીમ, બુધવારે સ્વિમિંગ કરવું, ગુરુવારે ગોપીનાથજી ચાલવા જવું, શુક્રવારે જીમ અને શનિવારે સ્વિમિંગ કરવા જતો. રવિવારે સાઈકલ ચલાવતો. આમ સાત દિવસ કસરત કરી રોજ જુદા જુદા કાર્ડીઓ ના પ્રકાર બદલતો. રોજ મીનીમમ 1 કલાક કાર્ડીઓ રેગ્યુલર કરતો થયો. ફોન Appleની અંદર સ્ટેપ્સ ગણાતા જે રોજના 12,000 થઇ જતા.

*****