Pret Yonini Prit... - 58 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-58

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-58
વૈદેહીની લાશ જોઇનેજ એની માં ઇન્દીરાબહેને હૈયાફાટ રુદન કર્યું. એ સાચુંજ નહોતાં માની રહ્યાં. મહેશભાઇને કહ્યું જોયું એ નરાધમોએ મારી વૈદેહીને મારી ફૂલ જેવી દીકરીને પીંખીને મારી નાંખી. મારાં શું ભોગ લાગેલાં એ લોકોનાં દેખાડામાં હું આવી ગઇ ? સાલા સંસ્કાર વિનાનાં ભેડીયાઓએ મારી વૈદેહીનો જીવ લીધો.
પોલીસે જણાવ્યુ કે એની સાથે એનાં મિત્ર વિધુનું પણ અવસાન થયુ છે.. ઇન્દીરાબહેને ક્હયું એ છોકરાને મૂકીને હું બીજાનાં સુખ શોધવા ગઇ મારી દીકરીનું પણ છોકરાએ મારી વૈદેહીનો સાથ ના જ છોડ્યો. હે ભગવાન ! મારી કેમ ભૂલ થઇ ? બે સાચ્ચા પ્રેમ કરનારનો મેં જ જીવ લીધો છે.
સિધ્ધાર્થ એમને આશ્વાસન આપી વિધુનાં ઘરે જવાં નીકળી ગયાં. ત્યાં વિધુનાં ઘરે અજયભાઇ રડતાં ચહેરે રાહ જ જોઇ રહેલાં. નિરંજનભાઇને જોઇને એમને વળગીને ખૂબ રડ્યાં. તરુબહેનની આંખમાં અત્યારે એક આંસુ નહોતું એમનો ચહેરો સાવ ભાવવિહીન સપાટ હતો.
પોલીસનાં માણસો વિધુનો નશ્વરદેહ ઘરમાં લાવ્યાં ત્યાં સુધી બસ જોયા કર્યુ. ના એક આંસુ ના ઉદગાર સાવ જડવત થઇ ગયેલાં.
પોલીસ કાયદાકીય વિધી કરીને નીકળી ગઇ. નિરંજનભાઇ એમનાં ઘરેજ રોકાયાં. વિધુંનો મૃતદેહ વચ્ચે ચોકમાં હતો નિરંજનભાઇ, અજયભાઇ અને પાડોશીઓ દુખી ચહેરે બેઠાં હતાં.
તરુબહેન બોલ્યાં "મારાં દીકરાંને એની માંની કેટલી ફીકર એનાં બાપને છેલ્લે જોવા આવ્યો... પ્રેત બનીને પણ મળી ગયો.. અમારી પાસે આવી.. છેલ્લે મારાં હાથની ચા.. અને બોલતાં બોલતાં ખૂબ રડયાં...
વિધુનાં પાપા મારાં દીકરાની એવી વિધી કરાવો કે મહાદેવ સાક્ષાત આવીને એનું તર્પણ કરે એનો જીવ મુક્ત થાય.. સાથે સાથે પેલી... ભલે કોઇકની છોકરી છે પણ મારાં વિધુની તો સાથી હતી.. એનો પણ જીવ મુક્ત થાય એવી પ્રખર વિધી કરાવજો.. અને રડી રહ્યાં....
**********
વિધુનો જીવ ઘરે માં પાપાને મળીને અદશ્ય થાય છે ત્યાંજ પ્રેતથી પ્રેતનું મિલન થયું વૈદેહીનો આત્મા વિધુનાં આત્માને ખેંચીને દૂર લઇ ગયો બંન્ને આત્મા જ્યાં વૈદેહી વિધુનું મૃત્યુ થયું હતું ત્યાં આવી ગયાં. ભેંકાર સૂમસામ બંગલામાં બંન્ને આત્મા આવી ગયાં.
વિધુએ કહ્યું "હું પ્રેતયોનીમાં છું.. તું પણ છે. હું તો તારી પાસે જવાબ લેવા પ્રેત થયો તું કેમ થઇ ? વૈદેંહીનાં પ્રેતે કહ્યું "વિધુ મારી પાસે જવાબ ? હાં મને ખબર છે હવે ના તારાથી કે મારાથી કઇ ખાનગી કે છૂપાવેલું છે કે રહેવાનું છે. તને એહસાસ કે આભાસ છે ?
વિધુએ કહ્યું "તારાં જીવતાં તેં શરીર સોંપી દીધુ તેં કેમ જીવ ના છોડયો ? નરાધમોને શરણ કેમ થઇ ? તારાં શરીર સાથે તારો જીવ કેમ અભડાવ્યો ? બોલ ? પાત્રતા ગુમાવી હજી મારો પીછો નથી છોડતી ? તને ચાહીને શું મળ્યું ? દુઃખ પીડા અને દગો ?
વૈદેહીએ કહ્યું મારાં વિધુ તું આ શું બોલે છે ? તારી વહીદુ કોઇને વશ થાય નહીં શરીર અભડાવે નહીં મારી પાત્રતા આટલી કઠિન અને વિવશ પરીસ્થિતિમાં ગુમાવી નથી અને મને મારાં મહાદેવે બચાવી લીધી પીશાચ મને પકડી લાજ લૂંટે પહેલાંજ વીજળીનાં ઝટકે એનાં વીજ પ્રવાહથી મારું શરીર અંદરથી બળી ગયું મારો જીવ જ નીકળી ગયો. એક જોરથી ઝટકો આવ્યો અને જીવ નીકળી ગયો...
વિધુ આ ગુરુદેવ અઘોરનાથજીની સાક્ષીમાં કહું છું પછી મેં મારી જાતને મારાં શરીરને ફેંકી દીધુ એમાંથી મુક્ત થઇને મારોજ તમાશો જોયો.
એ શિવરાજ ગિધડાની જેમ મારાં તનને ચૂંથી રહેલો મારાં શરીરને ફેંદી રહેલો એ નશાબાજને ભાનજ નહોતું કે એ મારું નિર્જીવ શરીર હતું.
પરંતુ મને એની પણ અસહ્ય પીડા હતી મારું તન મૃત્યુ પછી અભડાયું હતું મારે બદલો લેવો હતો એ પિશાચોનો અને હું જીવથી પ્રેતયોનીમાં આવી ગઇ.
ગુરુદેવ આપની અને માં માયાદેવીની સાક્ષીમાં કહુ છું મેં ક્યારેય મારાં વિધુને દગો નથી દીધો. દગાની વાત તો દૂર રહી.. મારાં વિધુ સિવાય મારાં મનમાં કોઇ પરપુરુષનો વિચાર સુધ્ધાં નથી આવ્યો. આમાં એક શબ્દ કે ભાવ ખોટો હોય તો માં માયા જે શિક્ષા આપે સ્વીકરવા તૈયાર છું નર્કની અનેક યાતના ભોગવવા તૈયાર છું.
અઘોરનાથ વિધુનાં શરીરમાં પરકાયા પ્રવેશથી હાજર હતાં. વિધુ પણ દરેક ઘટનાનો સાક્ષી હતો. ત્યાં માનસનો દેહ હતો જે નવા જન્મનો હતો હવે અઘોરનાથે કહ્યું "હું મારાં શરીરમાં પાછો જઊં છું માનસનો દેહ ત્યાગ કરુ છું તમારાં બન્નેની કબૂલાત ચોખવટ થઇ ગઇ છે અને મને ખાસ કૂતૂહૂલ કે ઉત્સુકતા એ છે કે તમે લોકો પ્રેતયોનીમાં સાથે રહ્યાં પછી તમે બદલો કેવી રીતે લીધો એ બધુ જ જણાવો... એ પહેલાં માનસને હું મુક્ત કરું અને હું મારી કાયામાં પાછો જઊં છું.
પરકાયા પ્રવેશ કરવાનો મારો ઉદ્દેશ્ય શું છે એ પણ હું પછી તમને જણાવીશ જેથી એનું જ્ઞાન થાય. અઘોરનાથ માનસનાં શરીરમાંથી મુક્ત થયાં અને માનસ પાછો જાગ્રત થયો. જાણે વરસોની નીંદરમાંથી ઉભો થયો હોય એમ એકદમ તાજો તરાર લાગી રહેલો.
મનસાએ કહ્યું "પ્રભુ પ્રેતયોનીમાં અમે જેટલો સમય રહ્યાં એ પણ સાથે સાથે જ રહ્યાં શરૂઆતમાં અમારે ઘણો તાપ-કંકાસ થયો પણ.. વિધુને હવે બધીજ સાચી વાત સમજાઇ ગઇ છે. એટલે આ જન્મનાં પાછા મળ્યાં છીએ તમારી અને માં મહાદેવની કૃપા છે.
માનસે કહ્યું "પ્રેત યોનીમાં કરેલી એની ચોખવટો મને ભ્રમ કરાવતી હતી અમારાં બંન્ને માટે અમારાં બદલો લેવાની વ્યક્તિઓ તો એકજ હતી એક સરખી હતી અને અમે બંન્નેને એ પીશાચોને એવાં માર્યા કે એ પણ અવગતે થયાં હતાં અરે અમે એમની વિધી સુધ્ધાં ના થવા દીધી. પ્રેતયોનીમાં અમે રહ્યાં માંડ 10 જ દિવસ પણ યુગો જેવા લાગેલાં અને બાકીની ભ્રમણાંઓનું સત્ય અહીં આપની સમક્ષ જાણ્યું.
અમે બંન્ને જણાં પ્રેતયોનીમાં આવી ગયેલાં સીધાંજ એ બંગલામાં આવેલાં જ્યાં અમારાં બંન્નેનો જીવ ગયેલો વૈદેહીની અતૃપ્ત આત્મા અને મારો બદલો લેવા માટે અતૃપ્ત રહેલો જીવ બંન્ને જણાં પાછાં ત્યાંજ આવ્યાં.
વૈદેહીનો આત્મા મને બધોજ ઘટનાક્રમ સમજાવી રહેલો પણ મને વિશ્વાસ જ નહોતો પડતો. પિશાચોને હાથે ચૂંથાયેલો એનો દેહજ મારી આંખ સામે આવતો હતો. મેં એને ના કહેવાનાં વેણ કીધાં હતાં. મેં એને ત્યાં સુધી કહી દીધુ કે તેં મારો ભવ બગાડ્યો હવે આ યોનીમાં પણ તુ મને કુપાત્ર લાગે છે.
વૈદેહીએ ઘણો સમજાવેલો પણ મારાં મનમાં કોઇ સમાધાન જ નહોતું થતું બસ મેં નજરે જોયેલું એજ સત્ય હું માની રહેલો.
પણ.. અમારી વચ્ચે એક સમજૂતિ પાકી હતી કે જે લોકોએ આપણને હેરાન કર્યા આપણુ જીવન -પ્રેમ બરબાદ કર્યું એમને તો નહીંજ છોડીએ. અને અમારો સંયુક્ત સંકલ્પ રંગ લાવ્યો.
પહેલાં બે દિવસ અને એ લોકોને હોસ્પીટલમાં જ મારી નાંખવા કે અહીં લાવીને મારવા એ વિચારતો રહ્યાં બે દિવસ એ ભેંકાર ફાર્મ હાઉસમાં એટલી ચીસા ચીસ કરેલી એનું દીલ જાણે હળવું કરેલુ કે આખો એ ફાર્મહાઉસ વિસ્તાર ખાલી થઇ ગયેલો. એ પિશાચનો બંગલો - ફાર્મહાઉસ ભૂતીયા ફાર્મહાઉસ તરીકે બદનામ થઇ ગયેલું.
ત્યાંથી નીકળીને અને શિવરાજનાં બંગલે જતાં પહેલાં ત્યાં ગેસની પાઇપ લાઇન ખૂલ્લી કરી નાંખી હતી જેટલો ગેસ ભરાઇ ગયો બધાં જ બારી બારણાં ચૂસ્ત બંધ હતાં અને મેં ત્યાં દિવાસળી ચાંપી એટલો મોટો પ્રચંડ ભડાકો થયો આખો બંગલો સળગીને ખાક થઇ ગયો હતો.
અને શિવરાજનાં ઘરે આવ્યાં... એ ગભરાઇને મીંદડી મ્યાંઉ થઇ ગયેલો... પોલીસ તપાસ ચાલુ હતી હવે સાજા થઇ એરેસ્ટ થવાનો હતો પૂછતાછ થવાની હતી અને અમે.....
વધુ આવતા અંકે -- પ્રકરણ-59