hiku sangrah books and stories free download online pdf in Gujarati

હાઈકુ સંગ્રહ

નમસ્કાર મિત્રો.અહી થોડા હાઈકુ લખવાની કોશિશ કરી છે. આશા રાખું આપ સૌ ને ગમશે.. આપનો પ્રતિભાવ જરૂરથી જાળવશો.અને હા કોઈ સૂચન કે સલાહ હોય તો અવશ્ય જણાવશો .આપનો મિત્ર મુકેશ રાઠોડ.

હાઈકુ સંગ્રહ.
#########

મુકેશ રાઠોડ.
"""""""""""""""""

૧. મનમોજીલો,
તટસ્થ ને‌ સ્વમાની,
માણસ છું હું .


૨. આંખો માં આશું,
મુખ ની ઉદાસી એ,
. પ્રેમ દિવાની.


૩. તું, હું ને શામ,
સાગર કિનારો ને,
આંખો નો જામ.

૪ મૌત માંગું છું,
જિંદગી શું કામની,
એકલા ભલા.

૫. સાથ જોય છે,
આપી શકે તો આપ,
ના તડપાવ.


૬. કુમળી કળી,
વાત થી વાત મળી,
પીંખી સૌ મળી.


૭. ઘોર અંધારું,
કંઇ પણ ના ભાળું,
લાગે બૌ કાળું.


૮. માટી ની કાયા,
ભળશે માટી માં જ,
ભળવા દેવ.


૯. મરી ને જીવો,
જીવતા મારી જાવ,
કર્મ તમારા.


૧૦. ઘર માં છો ?તો,
સલામત રહેશો,
વાઇરસ થી..


૧૧. કોને કહું હું,??
મારું ક્યાં છે કોઈ,!!
આ જગત માં.


૧૨. મન નિર્મળ,
દિલ દરિયા જેવું,
ને તન ચોખ્ખુ.


૧૩. રહેવાય ના !!,
કશું કહેવાય નાં, !!
સહેવાય ના.

૧૪. મળે જો જીવ ?,
ઈચ્છા એકજ મારી,
તું મળે મને.

૧૫. જીવી ગયો હું,
તારા વગર પણ,
બિન્દાસ થઈ.
૧૬. આભ માં ઊગ્યો,
ચાંદ પૂનમ કૅરો,
જીવ બાળવા.



૧૭. ગુમનામ છું,
બદનામ પણ છું,
શાયર નથી.


૧૮. પરિવર્તન છે,
સંસાર નો નિયમ,
રોકી શકો ના.


૧૯. ખોવાયેલો છું.
હુ મારા પોતાના માં,
મસ્ત બની ને.




૨૦. પડે સંકટ,
તો આપણા કેટલા,?
ખબર પડે.



૨૧. ગામ મજાનું,
સુંદર , સુશોભિત,
રાખવું જોઈ .


૨૨. દિલ નું દર્દ,
અને તન ની પીડા,
કૈ, સહાય ના.


૨૩. નદી, સાગર,
પાણી બન્ને માં એક,
સ્વભાવ જુદાં .



૨૪. હુ ને મારી ઈ,
હુ અધૂરો ઈ વિના,
ઈ, હું,વગર.


૨૫. મોજ માં રેવું,
સમય વયો જાસે,
સુખ, દુઃખ નો .




૨૬. રહો ઘરમાં,
ભાગી જસે કોરોના,
મુઠ્ઠી વાળી ને.


૨૭. મેહુલો વર્ષે,
બાદલ ગરજે ને,
માટી મહેકે.


૨૮. કોયલ બોલે,
મોર, પપિહા બોલે,
યાદ તું આવે.


૨૯. સુખ દુઃખ તો,
આવે જીવતર માં,
મોજ માં રેવું.



૩૦.
રાખો દિલમાં,
યાદોના શમણાંને.
જીવંત રૂપે.

૩૧. આભાર માનો,
એ તમામ લોકો નો ,
જે તમારા છે.



૩૨. કોઈ તો પુછો?
મારામાં કોણ વસે,
વગર ભાડે .



૩૩. માંગું ને આપે?
આપવું જ હોય તો,
દો માગ્યા વિના.


૩૪. ઘાયલ બનું,
તમારા જ પ્રેમ માં,
રજા હોય તો?.


૩૫. નશામાં છું હું,
કોઈ જગાડો નહિ.
,. એ મળ્યા પછી.


૩૬. ધરતી, આભ,
ઉપર અને નીચે,
બસ તું હી તું.

૩૮. મોર તો બનું!!!
ટહુકો કેમ પાડું ?
થનગનાટ નાચી.


૩૯. વાંસળી બનું,
શુર મધુરો ગાઉં,
તું જો આવે તો.!!


૪૦. નિહાળું એને,
અંતર ની આંખો થી,
મન મૂકીને.

૪૧. કોરોના કાળ,
જીવલેણ જીવાણુ,
બચો રોગ થી.

૪૨. મહામારી છે!
વૈશ્વિક ફલક પર.
બચે ના કોઈ.

૪૩.

જીવતા શીખો,
મરવું સહેલું છે,
આ જગત માં.


૪૪. દુઃખી સૌ કોઈ,
સુખ ની તલાશ માં,
જિંદગી ગઈ.


૪૫. લખ્યા હાઈકુ,
મને આવડે એવા,
તમારા માટે.

###############################
નમસ્કાર મિત્રો અહી થોડા હાઈકુ લખવાની કોશિશ કરી છે. આશા રાખું આપણે પસંદ આવશે. આપનો પ્રતિભાવ જરૂરથી આપશોજી. સૂચન આવકાર્ય. આપનો કિમતી સમય ફાળવો એ બદલ આપનો આભાર. ગમે તો લાઈક, શેર, જરૂર થી કરજો. રેટિંગ આપવાનુ ભૂલતા નહિ .

આપનો મિત્ર.
મુકેશ રાઠોડ.
૦૪/૦૭/૨૦૨૦.