mama nu ghar ketle ? books and stories free download online pdf in Gujarati

મામા નું ઘર કેટલે?.



મામા નું ઘર કેટલે?.
############

મુકેશ રાઠોડ .
"""""""""""""""'''"""

ગીતા આજે બહુ ખૂશ છે. ‌આજે એના દીકરા
મયંક ને નિશાળે ભણવા મૂકવા નો છે. સવારમાં વહેલા ઊઠી ને મયંક ને નવળાવી ને તૈયાર કરી રાખ્યો છે. ગુલાબી કલર નું ફૂલડાં વાળું સર્ટ અને કાળા કલર ની મસ્ત મજાની હાફ પેન્ટ એટલે ચડ્ડી પહેરાવી, ને કોઈ ની પણ નજર ના લાગે એટલે કપાળ માં જમણી બાજુ મેશ નું કાળું ટપકું પણ કર્યું.પગમાં મોજા ને નવા જ લીધેલા બૂટ પણ પહેરાવ્યા.
મયંક રુપાળો ને દેખાવડો એવો કે સગી માં ની પણ નજર લગી જાય.પહેલેથી જ દફતર માં એક પાટી, માટી ની સફેદ પેન ને આંક ની ચોપડી તૈયાર કરી ને રાખ્યા છે.ગીતા વાટ જોતી હતી એના દીકરા ને નિશાળે બેસાડવા લેવા આવતી છોકરીયું ની.
ત્યાજ પાંચ,સાત છોકરીયું બાલગીત ને ધુંન ગાતી ગાતી ફરિયા માં આવ્યું . ગીતા તરજ જ ઘર માંથી કંકુ ચોખા ની થાળી લઈને આવી . મયંક ના હાથ માં સાકાર નો પાડો, નાળિયેર ને સવા રૂપિયો મૂકી કપાળે કંકુ નો ચાદલો કરી માથે થી ઓવારણાં લીધાં. છોકરીયું ગાતી ગાતી મયંક ને લઇને નિશાળે ભણવા બેસાડવા લાઈગયા.
મયંક નિશાળે હોંશે હોંશે રોજ ભણવા જાય છે ભણતા ભણતા ક્યારે વર્ષ પૂરું થઈ ગયું ખબર પણ ના પડી. વેકેશન પાડવાનું હતું ,બધા છોકરા મામા ના ઘરે જવાની વાતો કરતા.નીરજ, ભોલો, કાળું, ગોવિંદ બધા મયંક ને પણ પૂછવા લાગ્યા તું મામા ના ઘરે જવાનો કે નહિ?. મયંક કઈ જવાબ આપ્યો નહી.
વેકેશન પડી ગયા હતા ,તેથી મયંક ઘરે પોચિને સીધો માં ને પૂછે છે હે માં આ વખતે તો મને મામા ના ઘરે લઈ જઈશ ને?. મારા ક્લાસ ના બધા છોકરા એના મામા ના ઘરે વેકેશન કરવા જવાના છે.આપડે ક્યારે જસુ હે માં? ગીતા ઘડીક તો કઈ જ જવાબ દેતી નથી.મયંક તેનો હાથ પકડી ને હલાવે છે, માં કેમ કઈ બોલતી નથી? .બોલ ને માં .તું દર વખતે મામા નું નામ પડે એટલે ચૂપ કેમ થઈ જાય છે.ક્યારે લઇજૈશ મને મામા ના ઘરે?.
આજે ફરી મયંકે મને મામા ના ઘરે લઇજવાની વાત કરી. ગીતા એ નરેશ ને કીધું.હુ સુ કહું કઈ સમજાતુ નથી .આમ ક્યાં સુધી મયંક ને બહાના બતાવ્યા કરશું?. તો એક આંટો મારિયાવ ને? નરેશે ગીતા ને કીધું.
મન તો મારું પણ બહુ થયું છે ,ઘણા વરહ થઈ ગયા ગામ મૂક્યાં એને. પણ પગ ઉપાડતો નથી ,ગીતા બોલી.પણ હવે તો છ, સાત વરહ થઈ ગયા,બધું શાંત થઈ ગયું હશે.તું તારે એકાદી રાત રોકાઈ આવ. વધારે નો રોકાતી. નરેશ બોલ્યો.
આમ પણ મયંક ત્રણ ,ચાર વરસ થી મામા ના ઘર નું કહે છે તો ક્યાં સુધી ખોટો દિલાસો આપશું આપણે.
તું કહેતી હોય તો પરમ દાડો તમને માં, દીકરા ને બસ માં બેસાડી દવ.પણ જાજુ રોકાતી નહિ હો?. મને તારી ને મયંક ની ચિંતા થયાં કરશે.અને આમ પણ મને તમારા વગર એકલું લાગે આ ઘર માં.એટલે એક દાડો રોકાઈને જ આવતી રેજે વેલી બસ માં.
બીજા દિવસે ગીતા એ એના દીકરા ને કીધું બેટા આપડે કાલ જશું મામા ના ઘરે.તારે જવું છે ને? મયંક તો રજીનો રેડ થઈ ગયો.કૂદવા લાગ્યો. એના ચહેરા ઉપર અલગ જ ચમક આવી ગઈ.ઘણા વરહ પછી મામા ના ઘરે પેલી વાર જવાનો હતો એટલે મનમાં આનંદ નો પાર ના રહ્યો. તરત જ એના બધા દોસ્તારો ને દોડી ને કેવા ગયો ,હુ પણ કાલ મારા મામા ના ઘરે જવાનો છું.મને પણ મારા મામા બહુ લાડ કરશે.મને પણ મોટા રમકડાં લાવી દેશે.જોજે ને તમારા બધા કરતાં પણ મોટું રમકડું લાવીશ મામા ના ઘરે થી.
સવાર થતાં જ નાહી, ધોઈને માં,દીકરો બન્ને બસ માં જવા તૈયાર થયા.નરેશ બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવ્યો.જાજા વરસે મામા ના ઘરે જવાનું થવાથી સમયસર ની બસ પણ જાણે બહુ મોડી આવતી હોય એમ લાગી.માં,ને દીકરો બન્ને બસ માં બેઠાં.ટિકિટ લીધી. હજી થોડીક આગળ બસ ચાલી કે તરત જ મયંકે પૂછું હે માં મામા નું ઘર કેટલે છે?. હજી તો બહુ આઘું છે બેટા હજી ઘણી વાર લાગશે. ગીતા બોલી. મયંક બહુ ખૂશ હતો આજે.પેલી વાર મામા ના ઘરે જવાનો હતો. થોડી થોડીવારે એ માં ને પૂછતો રહેતો હવે કેટલું દૂર છે મામા નું ઘર?. ક્યારે આવશે?. બસ હવે થોડીજ વારમાં આવશે, હવે જે પેલું ગામ આવે એજ મામા નું ગામ.ગીતા ને મયંક ને કીધું.
થોડી વારમાં બસ ગામ પાદર માં આવી પહોંચી. બસ માંથી ઉતરી તરત ગીતા ની આંખ સામે એના નાનપણ ના દિવસો ના દ્શ્યો ફરવા લાગ્યા. ગામ પાદર માં બસ સ્ટેન્ડ.બાજુ માં તળાવ.તળાવના કાંઠે આબલી, પીપળો,લીમડો,ને પીલુડી ના ઝાડ.તળાવ ની સામે જ નિશાળ.અને ગામ ના ઝાંપા ની થોડુક જ અંદર એનું ઘર. નાનપણ માં એની બધી બહેનપણીઓ તળાવ પાળે જ રમવા આવતી.રમલી, ચંપલી, વર્ષાડી,પૂરી બધિયું ભેગી મળીને ઓળ કરમડો, આંબલી,પીપળી, મોય - દાંડીએ ને પૈતે રમતી.
નિશાળે થી છૂટી ને સીધી જ દફતર મૂકીને તળાવ ની પાળે રમવા આવી જતી.
નિશાળ સામે જોતા જ એને બાલ સભા ની વાતો,
નિશાળ ની ગમ્મત ને તે જ્યાં બેસતી હતી એ નિશાળ ની રૂમ નો ઓરડો યાદ આવવા લાગ્યો .કેવી મજા આવતી એ વખતે ભણવાની! ને રમવાની.બહુ મસ્તી કરતા. રમતા રમતા ક્યારે મોટી થઈ ગઈ એની ખબર જ ના પડી.બધા દ્શ્યો એક પછી એક એની આંખો સામે આવવા લાગ્યા.આંખો ભીની થઈ ગઈ.
ચાલી ને થોડે જ દૂર એના ઘર ના ફેરિયા નજીક આવી.જ્યાં એના ભાઇ,ભાભી રહેતો હતા.માં - બાપ તો એ દસ,બાર વરસ ની હતી ત્યારેજ ગુજરી ગયાતા.ભાઈ ,ભાભી પાસે જ મોટી થઈ હતી.જેવી એ ઘર નજીક પોચી ત્યાં આજુ બાજુ વારા બધા એને જોવા લાગ્યા .ને અંદરો અંદર કઈક વાતું કરવા લાગ્યા.
હજી તો ફરીયા માં પગ મૂકવા જ જાય છે ત્યારે અંદરથી જ દેકારો થવા લાગ્યો .ભાભી બોલતી બોલતી બહાર આવી .ખબર દાર જો ઘર માં પગ મુક્યો છે તો અભાગણી, લાજ શરમ વગર ની,ના લાયક, આવી છે બાપ ની આબરૂ અડાણે મૂકીને. તારી હિંમત કેમ હલી અહી આવવાની.તને આડો એરૂ પણ ના ઊતરો?.તને કોઈ ગામ ના કુવાયે પણ કેમ ના હંઘરી.? અમારી આબરૂ ના ધજાગરા કરવા આવી છે તો.મારી કેમ ના ગઈ?. ભાઈ ને ભાભી બન્ને જેમ આવે તેમ બોલવા લાગ્યા.
આ બધું જોઈને મયંક તો બિચારો રોવા લાગ્યો.એ નાનો બાળ ને તો એ પણ ખબર નોતી પડતી કે મારી માં ને કેમ બધા બોલે છે .અને બિચારા ને સુ ખબર હોય કે એના મમ્મી પપ્પા એ પ્રેમ લગન કર્યા છે.ગીતા એ એનાજ ગામ ના છોકરા સાથે મન મેળ થતાં ભાગી ને લગન કરિયા હતા.ભાઈ ભાભી એટલે જ ગીતા સાથે ઝગડો કરતા હતા.વાઇજા આયા થી કપાતર.કોઈ દી તારું મોઢું દેખાડતી નહિ.માં ની આવી દશા જોઈ મયંક રોવા લાગ્યો.ઘડીક એની માં સામુ ને ઘડીક મામા મામી સામુ જોવા લાગ્યો એની માં નો પાલવ પકડી ને જોર જોર થી રોવા લાગ્યો.ને બોલ્યો.
માં, માં ચાલ આપડે અહી નથી રેવું.માં ચાલ ને હવે હું કોઈ દિવસ મામા ના ઘરે જવાનું નહિ કવ.કોઈ દિ' તને હેરાન નહિ કરું.તારી બધી વાત માનીશ.માં , ચાલ ને આપડે આપડા ઘરે જવું છે.મારે અહી નથી રેવું.હવે કોઈ દિવસ તને મામા ના ઘર નું નહિ કવ બસ.માં ? માં ચાલ ને. રોતો જાય ને બોલતો જાય.

સમાપ્ત.
################################# તો મિત્રો કેવી લાગી તમને મારી આ વાર્તા?. તમારા પ્રતિભાવો જરૂર થી જણાવશો.
આપનો કિમતી સમય ફાળવીને વાર્તા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.

મુકેશ.