Rakt yagn - 4 books and stories free download online pdf in Gujarati

રકત યજ્ઞ - 4

ભાગ મોડા મૂકવા માટે માફ કરશો પણ ભાગ જમા કરાવ્યા બાદ અપ્રૂવલ માં મોડી તારીખ મળે છે તો પ્લીઝ થોડો સહકાર આપજો..






રોહિ ગુસ્સામાં,પલળેલા કપડા સાથે હોસટેલ તરફ લગભગ દોડતી જતી હતી અને પાછળ પાછળ રીના અને જૈના પણ એના નામ ની બૂમો પાડતી આવતી હતી.. તેને આવી રીતે આવતી જોઈ વૉર્ડન તેની તરફ દોડી ગયા અને પૂછવા જાય છે ત્યાં તો રોહિ તેમને વળગી ને રડવા લાગે છે રીના અને જૈના તો આ જોઈ ચોકી ગઇ એમને લાગ્યું કે હવે વૉર્ડન ના ગુસ્સા નો સામનો કરવો પડશે પણ એમના આશ્ચર્ય વચ્ચે વૉર્ડન પ્રેમ થી રોહિ ની પીઠ પસવારતા એને છાની રહી ને શું થયું તે જણાવવા રીના ને કહયુ.. રીના એ વૉર્ડન ને જણાવ્યું કે આજે કોલેજ નો પહેલો દિવસ હતો ત્રણેય સહેલીઓ આજે ખૂબ ખુશ હતી ત્રણેય પોતાના વર્ગ તરફ આગળ વધી જ રહી હતી કે એક છોકરો રોહિ સાથે અથડાયો

"અરે,ભાઇ જરા જોઈ ને ચાલો ને!"અકળાઈ ને રીના એ કહ્યું
"સોરી, સોરી હુ અહીં નવો છું અને મને મ્યુઝિક હોલ નથી મળી રહ્યો પ્લીઝ મારી હેલ્પ કરો પ્લિઝ!!"આમ એ છોકરા ની વાત સાંભળી ને રોહિ એ તેની હેલ્પ કરવા મ્યુઝિક ક્લાસ સુધી પહોચાડ્યો જેવા અમે ક્લાસ માં એન્ટર થયા ત્યાં તો પેલો છોકરો રોહિ ને આગળ ધકેલી દૂર ખસી ગયો તો સામે થી બીજા છોકરાઓ એ પાણી ની બાલ્દી રોહિ પર નાખી દિધી એટલે રોહિ આ બાજુ આવી ગઇ!!

"બેટા, તુ મૂબંઇ ની કોલેજમાં છે અહીં તો રેગિંગ જેવી વસ્તુ નોર્મલ છે આમ ઢીલી પડી ને તુ અહીં કેવી રીતે રહીશ?જા રૂમ માં જઇ કપડાં બદલી કોલેજ જા હજી કોલેજ શરૂ થવા માં સમય છે જા"વૉર્ડન રોહિ ને હિંમત આપતા બોલ્યા..

કપડાં બદલી ને ત્રણેય પાછા કોલેજ ગયા.જોયુ તો ત્યાં મોટું ટોળું વળ્યું હતું ઉત્સુકતા વશ આ સહેલીઓ પણ આગળ જવા લાગી જોયું તો એ સવાર વાળા બધા છોકરાઓ ઉઠક બેઠક કરી રહ્યા હતા અને એક છોકરો એમની સામે ઊભો હતો

"આ કોલેજ માં ભણવા આવો છો કે રેગિંગ કરવા?છોકરી પર આમ પાણી ફેકતા શરમ ન આવી?જ્યારે તમારી બહેન જોડે કોઇ આવુ કરશે તો ચાલશે ?"આવુ બોલતા બોલતા એ છોકરા ની નજર રોહિ પર પડતા તેણે રોહિ ને આગળ આવી તેને પાણી ભરેલી બાલ્દી આપી એ લોકો પર ઢોળવા કહ્યું પણ રોહી એ એમ કરવા ની ના પાડતા આટલી સજા કાફી છે એમ કહી બધા ને જવા કહ્યું ટોળું વિખરાતા પેલા છોકરા એ હાથ આગળ કરતા કહ્યું"હાય,આઇ એમ રાજ ,આ લોકો એ જે તમારી સાથે કર્યું એ મે નજરોનજર જોયું એટલે સજા આપવી જ પડે"

"હાય,આઇ એમ રોહિ,ન્યૂ ઈન કોલેજ એન્ડ મૂંબઇ ઓલ્સો"
"હવે ઈન્ટ્રો પત્યો હોય તો ક્લાસ મા જઇએ જૈના બોલી અને બધા ક્લાસ તરફ જવા લાગ્યા રસ્તા માં રીના અને જૈના એ પણ પોતાની ઓળખાણ આપી અને રાજ પણ ન્યૂ એડમિશન જ હતો પણ ક્યારેય અન્યાય સહન ન કરતો ચારેય ની ફીલ્ડ સરખી જ હતી ચારેય પુરાતત્વ વિદ બનવા માગતા હતા અને એટલે જ તેમણે આર્કિઓલોજી માં એડમીશન લીધુ હતું..
રોહિ એ રાજ પ્રત્યે કઇ અજીબ અનુભવ્યુ એમ તો રાજ ૬ફીટ હાઈટ,મજબૂત બાંધા નો અને સ્હેજ ઘઉવર્ણો પણ ખૂબ હેન્ડસમ દેખાતો પણ રોહિ જાણે એને પહેલે થી ઓળખતી હોય એમ રોહિ ને લાગ્યું.. પણ આ માત્ર ભ્રમ હશે એમ આ બધા વિચર મન માં થી દૂર કરી દિધા કેમકે મા એ એને સામાન્ય માણસો થી થોડું દુર રહેવા કહ્યું હતું પણ નિયતી માં જે લખાયેલું હોય એ થઈ ને જ રહે છે એમ રાજ પણ રોહી માટે પહેલી મૂલાકાત માં જ જાણે રોહિ ને દિલ દઇ બેઠો..

મયાંગ, આસામ
"લાવણ્યા દી આમ કરવા થી શું થશે?" ઊર્જા જમીન પર ચક્ર બનાવતા બોલી
એને જવાબ ન આપતા લાવણ્યા એ રેહા ને નક્ષત્ર ની ચાલ જોવા કહ્યુ અને બધા ને પોતાના પહેરવેશ જે ચૂડેલો નો ખાનદાની પોશાક છે તે પહેરવા કહયું અને પોતાના કમરા માં જઈ કબાટ માં એક પોશાક કાઢી આંખ માં આંસુ સાથે તેના પર હાથ પસવારવા લાગી"દીદી,તમને તો ખોઇ બેઠી છું પણ તમારી છેલ્લી નિશાની ને કશું જ નહીં થવા દઉ મને મારુ વચન યાદ છે દી,યાદ છે"

રેહા એ ગ્રહો ની ચાલ જોઈ લાવણ્યા ને કહ્યું"દી,રોહિ ની ગ્રહ દશા મુજબ અત્યારે એની પૂર્ણ શક્તિ જાગૃત થાય તેમ નથી, તમે સમજો આ બિલકુલ ખોટું અને નિયમ વિરુદ્ધ છે"


"મારી દિકરી પર ખતરો છે રેહા હુ તેની શક્તિ જાગૃત કરવા નો એક પ્રયત્ન તો કરી જ શકુ ને?"લાવણ્યા ચક્ર મા બેસતા બઘલી

"પણ આમા તમારો જીવ પણ જઇ શકે છે દી,આપણે માયા મહેલ ની નજીક છીએ તે આ વિધિ પૂરી નહીં થવાદે"રજની બોલી
"ભલે આજે તો મુકાબલો થઈ જ જાય "એમ બોલી લાવણ્યા બે હાથ ખોળામાં રાખી આંખો બંધ કરી મંત્રજાપ શરુ કરે છે અને બાકી ની બહેનો સુરક્ષા ચક્ર નિર્માણ કરે છે


વિધિ અડધી પણ થઈ ન્હોતી ને જોરદાર અવાજ સાથે દરવાજો તુટી પડ્યો અને પવન અંદર ધસી આવ્યો "જલ્દી બધા દિ ની આસપાસ ઊભા રહીને ચૂડેલ સુરક્ષા ચક્ર બનાવો"સોના ની વાત સાભળી બધી બહેનો એકબીજા નો હાથ પકડીને લાવણ્યા ને ઘેરી મંત્ર બોલવા લાગી એ સાથે તેમના શરીર માં થી વાદળી પ્રકાશ નીકળવા લાગ્યો... અચાનક જોર જોર થી ભયાનક હસી નો અવાજ આવવા લાગ્યોઅને એ સાથે જ તારા ઊચી થઈ ને હવા માં ખેચાઇ દિવાલ માં અથડાઈ.. આ સાથે જ ચૂડેલ ચક્ર તુટી ગયું અને લાવણ્યા નુ જાણે કોઈ એ ગળું પકડ્યું હોય તેમ હવા માં લટકવા લાગી


"આટલા વર્ષો બાદ પણ તારી અકડ નથી તુટી લવુ,તને શું લાગ્યું હુ ત્યાં કેદ છું તો કઇ જ નહીં કરી શકુ?હીર ની દીકરી ની શક્તિ જાગૃત કરે છે મારી લવુ, હઃ,હા,હાકોઈ નહીં બચાવી શકે એને સમજી કોઈ નહીં"જોર થી લાવણ્યા દિવાલ બાજુ ફેકાઇ ને લોહીલુહાણ થઈ ગઈ, એ સાથે જ પવન ફુકાવા નો બંધ થયો
"માયા એ દી ને બહુ ઈજા પહોચાડી છે જલ્દી એમને ગુરૂજી પાસે લઈ જવા પડશે"મહામહેનતે ઊભા થતા તારા બોલી
અને લાવણ્યા ને ઉઠાવી શંકર નાથ ના આશ્રમ માં પહોંચી અને લાવણ્યા ની સારવાર શરૂ કરી એ વખતે મલ્લિ ગુરૂજી પાસે પહોંચી અને પૂછવા લાગી "એ બહાર કેવી રીતે આવી ગુરૂજી, માયા બહાર કેવી રીતે આવી શકે?એને તો કેદ કરી હતી ને તો પછી આમ કેમ થયું એને કેદ કરવા રોમિલ જીજુ એ પોતાનો જીવ સુદ્ધા આપી દિધો તો પણ એ બહાર આવી ગઇ છે ગુરૂજી"
ગુરૂ શંકર નાથ મંદ હાસ્ય સહ તેની સામે જોઈ રહ્યા...



(ક્રમશઃ)