Rakt yagn - 5 books and stories free download online pdf in Gujarati

રકત યજ્ઞ - 5

"એ બહાર નથી આવી, પણ એની શક્તિઓ એ એના વિસ્તારમાં જરૂર થી કામ કરે છે, મારી ના હોવા છતાં સમય પહેલા તમે ત્યાં ગયા એ ભૂલ ને કારણે લાવણ્યા ની આ હાલત થઈ એના ઘા ઘણા ઊંડા છે, ભરાતા સમય લાગશે ત્યા સુધી તમે લોકો આશ્રમ માં રહી શકો છો"આંખો બંધ કરતા પહેલા ગુરૂજી એ મલ્લિ ને જવાબ આપતા કહ્યુ.

શંકર નાથ આંખો બંધ કરી ને રોહિ ની શક્તિઓ જોવા લાગ્યા.. અને એ કયારે એને જાગૃત કરી શકાય એ જોવા લાગ્યા "હમમ,તો આ છે જે રોહિ ની શક્તિ ને જાગૃત કરી શકશે, અને કેવી રીતે રોહિ ની શક્તિ જાગૃત થશે એનો ભેદ પણ મને ખબર પડી ગઇ છે હવે માયા નો અંત નિશ્ચિત છે,નિશ્ચિત છે એનો અંત"આમ મનોમંથન કરી ને ગુરૂજી ધ્યાન મગ્ન થઈ ગયા.

આ બાજુ લાવણ્યા ની હાલત ગંભીર હતી...તે હજી બેહોશ જ હતી અને એના ઘા પણ ભરાતા ન હતા...ગુરૂજી ના કહ્યા મૂજબ હમણાં લાવણ્યા ના ઠીક થવા ના કોઈ આસાર ન હતા..બીજી તરફ રોહિ ફોન પર લાવણ્યા મા સાથે વાત કરવા ની વારંવાર જીદ કરી રહી હતી જેને દરેક વખતે કોઈ ને કોઈ બહાના હેઠળ ટાળી દેવામાં આવતી


કેન્ટીનમાં રોહિ ને આમ ઉદાસ બેઠેલી જોઈ રાજે એને પૂછી જ લીધું કે શું આજે પણ લાવણ્યા મા સાથે વાત ન થઈ?

"ના જો ને રાજ, એક મહિના થી વાત જ નથી થઈ મને કઇ ખોટું થયા નો આભાસ થાય છે મે એમને કહ્યું પણ ખરુ કે હુ થોડા દિવસ આસામ આવુ પણ મા એ ના પાડી દિધી"ઉદાસ સ્વરે રોહિ એ કહ્યું..

"રોહિ તને યાદ છે આપણી કોલેજ માં નેક્સ્ટ સેમેસ્ટર માં પ્રોજેક્ટ સ્ટાર્ટ થવાના છે એ પણ ભારત ના અલગ અલગ પ્રાચીન જગ્યાઓ માં"રાજ ખૂબ ઉત્સાહ થી બોલ્યો

"તો તેનું શું રાજ?એના થી હુ મારી માતા ઓ ને કેવી રીતે મળી શકીશ?"રાજ ની વાત ન સમજાતા રોહિ એ રાજ ને પુછ્યું

"અરે તુ ભૂલી ગઇ?સર શું બોલ્યા હતા ક્લાસ માં? "રાજે રોહિ ના માથા માં ટપલી મારતા કહ્યું

"સરે એમ કહ્યું હતુ કે બધા સ્ટુડન્ટસ પોતાની રીતે જગ્યાઓ શોધે અને જેની બતાવેલ જગ્યા યોગ્ય લાગશે ત્યા પ્રોજેક્ટ માટે જવામાં આવશે"રાજ ને જવાબ આપતા રોહિ બોલી "તો એનુ શું રાજ"

"મતલબ આપણે આસામ ની કોઈ પ્રાચીન જગ્યા વિશે જાણકારી ભેગી કરી ને સબમીટ કરીએ તો આપણે આસામ જઇ શકીશું અને તારા મમ્મી તને ના પણ ન કહી શકે"રાજ ઉત્સાહ થી બોલ્યો
"હા તો ચાલ ને આપણે લાયબ્રેરીમાં જઇ ને આસામ નો ઇતિહાસ જોઈએ"રોહિ ઉભી થતા બોલી

"યાર,કમાલ છે તુ આસામ ની છે ને તને આસામ ના ઈતિહાસ વિશે બૂક જોઈએ છે?"રાજ આશ્ચર્ય થી બોલ્યો

"એક્ચ્યુઅલી, મે અહીં આવતા પહેલાં બહાર ની દુનિયા જોઈ જ નથી મે બસ રંગસાપાડા નો જંગલ વિસ્તાર,જ્યાં મારુ ઘર છે બસ એટલું જ જોયુ છે મારી લાવણ્યા મા ને બહાર નુ દુનિયા પસંદ નથી હુ સ્કૂલ પણ બસ પરિક્ષા આપવા જતી એમાં પણ સાત માં થી કોઇ એક મા હમેશા મારી સાથે આવતી.."ઉદાસ સ્વરે રોહિ બોલી

"અરે, બધી મા એવી જ હોય મારી જ મા જોને હુ આવડો મઘટો છુ તોપણ ફોન કરી કરી ને જમવા નુ યાદ અપાવશે, મા હમેશા પોતાના બાળકો નુ ભલુ જ ઈચ્છે"રોહિ નો મૂડ ઠીક કરવા રાજ બોલ્યો

"ચાલ ત્યારે ફટાફટ લાયબ્રેરી માં જઇ આસામ નો ઈતિહાસ શોધીએ"આમ કહેતી રોહિ બેગ હાથ માં લે છે

"કોઇ જરૂર નથી લાયબ્રેરી માં જવાની આ રહી આસામ ની સૌથી પ્રચીન હવેલી,જ્યા કોઈ સંશોધન નથી થયા"રાજ અને રોહિ ને અટકાવતા રીના બોલી અને તેણે પેપર્સ રોહિ ના હાથ માં આપ્યા અને રોહિ એ ઉપર નામ વાચ્યું" માયા મહેલ"




"મારો શિકાર આવી રહ્યો છે, હા...હા...હા્...હવે મને તાકતવર થતા કોઈ નહી રોકી શકે ,કોઇ નહી"અને આસામ ના વાતાવરણ માં એકાએક પલટો આવી ગયો.આકાશ માં કાળા વાદળો અને તેજી થી ફૂકાતો પવન જોઈ આશ્રમ માં ગુરૂજી મન માં બોલ્યા"ખોટું છે માયા,તારો શિકાર નહી એક શિકારી આવે છે તને ખતમ કરવા,..."