prem mate pratykshikaran books and stories free download online pdf in Gujarati

પ્રેમ માટે પ્રત્યક્ષીકરણ

આ ખ્યાલ મને 'ઘ સિક્રેટ 'માંથી પ્રેરણા લઇને વાચક મિત્રોને સમક્ષ રજૂઆત કરવામાં મને આનંદ થયો છે. મારો ખ્યાલ મુજબ મારા જીવનનાં થયેલ સારા ફેરફાર ને વાચકો સમક્ષ રજૂ કરી લોકોને મદદરૂપ થવા માંગુ છું. હું લોકોને પોતાની અંદર રહેલી શક્તિને સાચી રીતે સમજે અને એનો અનુભવ કરે.

જ્યારે હું તાણમુક્ત થતી હોઉં છું ત્યારે હું મારા મનને મારા બાળપણમાં જવા દઉં છું અને તે સમયે હું પ્રેમને જે રીતે અનુભવતી તે વિશે વિચારું છું - કદાચ મારા માટે, કુટુંબ માટે, મારા પાળેલા પ્રાણી માટે, અરે! મારી ઢીંગલી માટે કે ટેડીબીઅર માટે હું જે પ્રેમ અનુભવતી હતી તે પ્રેમ. પછી મને એ બાબત ની જરા પણ ચિંતા નથી કે મને આ પ્રેમનો પ્રતિભાવ મળે છે કે નહીં. હું બિનશરતી ચાહું છું. હું આ પ્રેમની હૂફાળી અને સુંવાળી લાગણીને મારા સમગ્ર અસ્તિત્વમાં વ્યાપવા દઉં છું. લોકો ને આપવા માટે મારી પાસે પુષ્કળ પ્રેમ હશે.

મને પણ મારા જીવનમાં પ્રેમ મળ્યો છે ; મારા માતા-પિતા ની પ્રેમ, પરિવારનો પ્રેમ, મારા મિત્રોનો કે પછી રોમાંચક સંબંધમાંથી મળેલો પ્રેમ. ભલે આજે સૌ લોકો મારી બાજુમાં ન હોય, મારો પ્રેમ બદલાતો નથી, તે મારી આસપાસ જ રહ્યા કરે છે. તેમના પ્રેમની યાદવે હું જાળવી રાખું છું કે જે આ માયાળુપણાની લાગણીને જાળવી રાખે છે. મારાથી દૂર રહેતા લોકો માટે, માત્ર મને જોઇ શકતા ન હોવાને કારણે મને ન ચાહી શકવાનું કોઈ કારણ રહેતું નથી.

કોઈને ચાહવામાં આવે તે જ્ઞાનનું મહત્વ હું સમજતી હોવાથી, હું એ પાકું કરું છું કે હું જેમને ચાહું છું તેમના સુધી તે મારી લાગણીઓ હંમેશા પહોંચે. હું તેમને શબ્દો વડે કે હાવભાવ વડે હું તેમના પ્રત્યેની લાગણી છતી કરીશ, હું હંમેશા મારા સમય અને ઘ્યાન તેમને આપતી રહીશ. હું એ સમજુ છું કે જેટલો વધારે પ્રેમ હું આપીશ, બદલામાં મને તેટલો વધારે અને વધારે મળતો રહેશે.

હું મારી જાતને ચાહવાનું કદી નહીં ભૂલું. પ્રેમ એ એક એવું સ્વરૂપ છે કે જે મહત્વનું હોવા છતાં અવારનવાર ભુલાઈ જતું હોય છે. હું જાણું છું કે અન્ય કોઈ પ્રાણી માફક હું પણ કેટલીક ઊણપો ધરાવું છું. પરંતુ આપણે કંઈ માત્ર પૂર્ણને જ નથી ચાહતા હોતા. ઊણપો અને ખામીઓ ને બાજુ પર રાખીને જ ખરો પ્રેમ તો થતો હોય છે.

આમ, બધી જ ઊણપો હોવા છતાં હું મારી જાતને ચાહું છું, કારણ કે આ પ્રેમને આભારી જ હું મારા ખ્યાલ પ્રમાણે મને નુકસાન કરતા મારા વ્યક્તિત્વના કોઈ પાસાને બદલવા કામે લાગવા સમર્થ બનીશ.

"ભલેને મને કંઈ પણ થઈ જાય, હું પ્રેમનો એક અંશ મારા અને બીજાઓ માટે જરૂર પડ્યે તેનો આશરો લેવા માટે અનામત રાખીશ. તે મને નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવામાં અને ટાળવામાં મદદ કરશે.

ઉર્સુલા માર્ખમ નામના અંગ્રેજી ચિકિત્સક અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે :
એ નિશંક છે કે પ્રેમ એ સૌથી હકારાત્મક ઊર્મિઓમાંની એક છે કે જે આપણને શારીરિક તેમ જ ઊર્મિકીય રીતે સારું લગાડી શકે છે. પ્રેમ વિવિધ પ્રકારના હોય છે અને તે બધા જ મહત્વના છે. ભલે આપણે તેને એક જ સમયે અનુભવવાને ખૂબ નસીબદાર ન હોઈએ, પરંતુ તે આપણી આસપાસ અવશ્ય અસ્તિત્વ ધરાવે છે.

હું મારા જીવનનાં દરેક પાસા પ્રત્યે સો ટકા પ્રતિબદ્ધ છું. હું જાણું છું કે હું મહત્વની છું અને હું જવાબદારીપૂર્વક વર્તું છું.

ટુંકમાં કહીએ તો...
તમે જેટલો વધારે પ્રેમ આપી શકશો તેટલો વધારે પ્રેમ તમને મળશે.