Sky Has No Limit - 40 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-40

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-40
મોહીતનો ફોન બીઝી આવી રહેલો એટલે મલ્લિકાએ પછી ફોન કરવા વિચાર્યું પછી સ્વીચ ઓફ આવ્યો. પછીથી હિમાંશુને ફોન કરી સમાચાર આપ્યાં. મલ્લિકાને મોહીતનાં પાપા ગૂજરી ગયાં નાં સમાચાર મળી ગયાં. મલ્લિકાએ પછી મોહીતને ફોન કરવા પ્રયત્ન કર્યો પણ એને ફોન બીઝી આવ્યો.
મલ્લિકા મોહીતને ફરી ફોન કરવા જાય છે તો એનાં ફોન પર કોઇ ફોન આવે છે એ હુંકારમાં જવાબ આપી પતાવે છે. છેલ્લે ઓકે કહી ફોન મૂકે છે ઘણાં પ્રયત્ન પછી મોહીતને ફોન લાગે છે અને મોહીતે ફોન ઉપાડી એટલુંજ બોલે છે. આર યુ હેપી નાઉ ? યુ કિલ્ડ માય ફાધર... એટલુંજ બોલીને ફોન કાપી નાંખે છે.
મલ્લિકાને સમજાતું નથી કે હાઉ કેન આઈ એમ રીસ્પોન્સીબલ ? મોહીત મને આવું કેવી રીતે કહી શકે ? હું તો એનાં ફાધરનાં આવાં સમાચાર જાણીને દૂઃખી થયેલી મોહીતને આશ્વાસન આપવાંજ મેં ફોન કરેલો અને એ મને....
મલ્લિકા મનોમન ખૂબજ ડીસ્ટર્બ થઇ ગઇ એને અત્યારે હિમાંશુ અને શિલ્પાની હાજરી ખૂબજ ખટકી રહેલી એને થયું હું સતત કોઇની નજર હેઠળ છું. જાણે સૂક્ષ્મ નજર કેદ છું એને ત્રાસ થઇ રહેલો. એ ફોન લઇને ઉઠીને એનાં બેડરૂમમાં જતી રહી. મલ્લિકા જેવી બેડરૂમમાં ગઇ અને શિલ્પા બોલી....
હિમાંશુ મને લાગે છે કે આપણે આપણાં ઘરે જઇએ અહીં હવે રહેવામાં મજા નથી. મલ્લિકાને આપણી હાજરી અહીં ગમી નથી રહી. એનુ વર્તન સાવ સ્પષ્ટ છે કે એને આપણે નડી રહ્યાં છે આપણે શું જરૂર છે રહેવાની ? ચલ જતા રહીએ.
હિમાંશુએ કહ્યું શિલ્પા તું જે બોલે છે હું એજ ફીલ કરી રહ્યો છું પણ મેં મોહીતને પ્રોમીસ કરેલું છે કે એ પાછો આવે ત્યાં સુધી આપણે અહીં રહીશું... આમ કેવી રીતે જવાય ? મલ્લિકા એકલી છે અને...
શિલ્પા એ કહ્યું "હવે કોઇ મતલબ નથી મોહીતનાં ફાધર એક્ષ્પાયર થઇ ગયાં છે બધું હોય.. વળી એકનો એક દિકરો છે એ એણે રોકાવુ જ પડશે. આપણે અહીં કેટલાં દિવસ અહીં રહેવાનાં ? અને પહેલાં બિમાર હતાં એટલે મોહીત પાછો આવવાનો હતો હવે શું ?
શિલ્પાએ આગળ કહ્યું "હવે તો કદાચ મલ્લિકાને પણ બોલાવી લેશે આટલાં દિવસ... અને વિધીમાં જરૂર નહીં પડે ?
હિમાંશુએ કહ્યું "તારી વાત સાચી છે શિલ્પા હવે મતલબ નથી રોકાવાનો હમણાં મલ્લિકા બહાર આવે એટલે એને કહી દઇએ ત્યાં સુધી તું આપણી બેગ તૈયાર કરી દઇએ. ચાલ અને તેઓએ સામાન પેક કરી દીધો.
શિલ્પાએ કહ્યું "બધુ તૈયાર છે મલ્લિકા તો હજી બહાર ના આવી અહીં. જોસેફ, મેરી, મીતાબેન બધાં છે જ હું જ મલ્લિકાને બોલાવી આવુ છુ એમ કહી શિલ્પા મલ્લિકા પાસે ગઇ.
મલ્લિકાનાં બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો "મલ્લિકા કોઈની સાથે વાત કરતી હોય એવુ લાગ્યુ પણ દરવાજો નોક કર્યો લાગ્યું એટલે એણે વાત બંધ કરીને દરવાજો ખોલ્યો અને શિલ્પાની સામે આશ્ચર્યથી જોયું.
શિલ્પાએ કહ્યું "મલ્લિકા અને લોકો જઇએ છીએ તું તારો ખ્યાલ રાખજે . મોહીતનાં ફાધર એક્ષ્પાયર થઇ ગયાં છે કદાચ તારે પણ જવાનું થાય. અમેં લોકો જઇએ છીએ.
મલ્લિકાને જે જોઇતું હતુ એ સામેથી મળ્યું એણે થોડી ખોટી ખોટી ઔપચારીકતા બતાવતાં કહ્યું "અરે કેમ જાવ છે ? પણ કંઇ નહીં હું મારું મેનેજ કરી લઇશ અને હિમાંશુ ને પણ કામ હોય તે અને મારે સુરત જવાનું થશે તો હું જણાવીશ. એમ કહી બહાર આવી.
હિમાંશું અને શિલ્પા બેગ લઇને પોતાની કારમાં પાછાં જવા માટે નીકળી ગયાં. અને મલ્લિકાને હાંશ થઇ.
મલ્લિકાએ સીક્યુરીટીને સૂચના આપી કે કોઇપણ આવે સર નથી કહીને વિદાય કરવા મને ડીસ્ટર્બ ના કરવી. અંદર આવીને જોસેફ-મેરીને કહ્યું તમે તમારાં કવાર્ટરમાં જાવ જરૂર હશે તો બોલાવીશ.
મીતાબેનને ફોન કર્યો કે તમે હમણાં આવશો નહીં હું ફોન કરું ત્યારે આવજો તમારો સેલેરી કટ નહીં થાય પૂરો જ આપીશ નિશ્ચિંત રહેજો. ફોન કટ કરીને બબડી એનો પાછા મોહીતનાં ફેવરીટ છે... ચટાકેદાર મને ભાવતી રસોઇ બનાવીને જમાડે છે. પછી ઉંહ કરીને મેઇન દરવાજો બંધ કરી અંદરથી લોક કરીને બેડરૂમમાં આવી.
***************
મોહીતનાં પાપાનો અગ્નિ સંસ્કાર થઇ ગયો પછી બધાં સંગાવ્હાલાં આઘા પાછાં થયાં... કાલિન્દીબહેન અને વિજયભાઇ એમની સાથેજ બેઠાં હતાં. મોહીતે હાથ જોડીને કહ્યું અંકલ આંટી તમારે જવુ હોય તો જઇ શકો છો હવે અગીયારમાં -બારમાં-તેરમાંની વિધી વખતે હું ફોન કરીને જણાવીશ.
મોહીતનું આવું સખ્ત, સપાટ વર્તન જોઇને વિક્રમભાઇ આશ્ચર્ય થયેલું કાલીન્દીબહેનથી ના રહેવાયું "અરે મોહીત બેટા ત્યાં મલ્લિકા એકલી છે અને અહીતો બધુ આમ તો પતી ગયું છે. બાકીનું અમે સંભાળી લઇશું તો...
મોહીતે વાત કાપતાં કહ્યું "અમારાં બ્રાહ્મણમાં બધાં વિધી વિધાન છોકારાં નાં હાથેજ થાય હું ખૂબ માનુ છું અને હું ભારતીય સનાતન સંસ્કૃતિને ફોલો કરુ છું મને સલાહ ની જરૂર નથી.
મોહીતનો માથામાં વાગે એવો સ્પષ્ટ જવાબ સાંભળીને કાલીન્દી બહેને ચતુરાઇ બતાવતાં વાત ફેરવી તોળી અરે બેટાં હું એજ કહેવા માંગુ છું કે હવે સાચી વિધી આવશે કરવાની બધાની જરૂર પડશે તો મલ્લિકાને બોલાવી લો એને ક્યાં કામ કરવાનું છે ? એની હાજરી અગત્યની છે. શું કહો છો મોનીકાબેન ?
ચાલાકીથી મોહીતની મંમીને વાતમાં સંડોવ્યા અને મોહીતે કહ્યું આંટી એ બધુ હું વિચારીશ હે ને ? તમે ક્યારનાં આવ્યાં છો થાકી ગયાં હશો ઘરે જાવ આરામ કરો અને હું તમને કહેવડાવીશ.
વિજયભાઇ વચ્ચે બોલ્યાં દિકરા ઘરે એટલે મુંબઇ જવું પડે.. આ ઘરજ છે ને આમ શુભ પ્રસંગે હાજર ના રહીએ તો ચાલે આવા પ્રસંગે તો હાજર રહેવુજ પડે હું તમારાં પિતાની જગ્યાએ છું હું એ સ્થાન શોભાવીશ..
મોહીતને મનમાં થયું આટલું સ્પષ્ટ કહુ છું તોય આ લોકો સમજતાં નથી એટલે કહ્યું "હાં તમે એ જગ્યાએ જરૂર છો પણ એ જગ્યાએ શોભાવા માટે સાચી લાગણી જરૂરી છે સ્વાર્થ નહીં ચાલે કેમ આંટી ? સાચું ને ?
કાલીન્દી બહેન બધુ સમજીને પણ બે ખબર બની રહેલાં એમણે કહ્યું "ઠીક છે એમ ઘરેજ જઇએ છીએ. દસમાંનાં દિવસે આવી જઇશું અમારું સ્થાન શોભાવવા અને વિજયભાઇને ઇશારો કર્યો. અને ત્યાં સુધીમાં તો મલ્લિકા પણ અહીં આવી જશે.
ક્યારનાં શાંતિથી સાંભળી રહેલાં મોનિકાબહેને કહ્યું મલ્લિકા કેવી રીતે આવી શકશે ? એની તબીયત નથી જોવાની ? આવી સ્થિતિમાં મારે વિમાનની મુસાફરી નથી કરાવવી. એવો વ્હેમવાળુ કંઇ નથી કરવુ મોહીત કરશે બધુ મારાં માટે એની તબીયત અગત્યની છે.
કાલીન્દીબહેન મનમાં ને મનમાં પિશાચી આનંદ લઇ રહ્યાં અને બોલ્યાં "તમારી લાગણીને માન આપું છું બાકી હું તો એને બોલાવવા જ માંગતી હતી પણ તમારી વાત સાચી છે હમણાં સચવાઇ જાય તો કોઇ પ્રોબ્લેમ જ નહીં.
મોહીત શાંતિથી સાંભળ્યા કરતો હતો એણે કહ્યું ઓકે અંકલ સાચવીને જજો. ટેઇક કેર અને રીતસર ધક્કો મારીને કાઢ્યા હોય એવુંજ લાગ્યું.
વેવાઇનાં ગયાં પછી મોનીકાબહેન બોલ્યાં દીકરા મોહીત તું આવુ કેમ વર્તે ? એમાં એમનો શું વાંક ! થવા કાળ થઇ ગયું ? પણ એમનાંથી સહેવાયુ નહોતું એ પણ વાત સાચીજ એમ કહીને એ ફોનનો વાર્તાલાપ યાદ કરીને ડુસ્કુ નંખાઇ ગયું.
મોહીતે માં પાસે બેસીને વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું "માં કેમ આમ કરો ? શાંત થાવ એવી આપણને ખોટ પડી છે કે ક્યારેય નહીં પુરાય.
મોહીતે કહ્યું "બધુ શાંત થાય વિધી પુરી થાય પછી મને બધીજ વાત જણાવજો શું પ્રોબ્લેમ થયેલો પાપાને ? સાચુજ કહેજો આમ અચાનક નહીંતર પાપા આપણને છોડીને ના જ જાય.
મોનીકાબહેન આંસુ લૂછતાં બોલ્યાં. દીકરા તું આ બધામાથી પરવાર તને માંડીને વાત કરીશ બધીજ ખાલી કહી રાખુ નવી જમીન લીધી હતી આપણે તને કહેલુ ને ? એમાં કાગળીયા કરવામાં થોડી અડચણ આવી હતી એ થોડાં ટેન્શનમાં તો હતાંજ બધાંજ પૈસા ચૂકવી દીધાં હતાં ઘરે પાછાં આવ્યાં એ સાંજે અને...
વધુ આવતા અંકે ---પ્રકરણ-41