paheli mukalat - jindagi khubsurat chhe - 3 books and stories free download online pdf in Gujarati

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 3

હવે તો તારી આદત પડી ગઈ છે મને .
હુ તને મેસેજ ના કરું તો તું સામેથી મેસેજ કરે છે .
જે દર્શાવે છે કે તું નિખાલસ છે.
તારામાં ઘમંડના નામે કઈ વસ્તુ નથી તે મને ગમ્યું અને મારા પ્રત્યે તને પણ લાગણીઓ છે.
એવું લખીને હું ઊંઘી ગયો.
જેનું ડી.પી જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી જતું હતું.
થોડા દિવસ પહેલાં જ મારી મુલાકાત નવરાત્રિમાં થઈ હતી અને હવે તો જાણે કે એની આદત પડી ગઈ છે.
બસ મારી ચાની જેમ તેની પણ આદત થતી જાય છે ..
સાલુ જબરુ કહેવાય સોશિયલ સાઈટ પણ કેવી છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડી દે છે .
બંનેને એકબીજા જોડે કેટલા નજીક લાવી દે છે.
જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ

"તારી તબિયતતો સારી છે ને "
"હા સારી છે ને"
"બરાબર ઊંઘ તો આવી હતી ને"
"પગ તો બહુ દુખતા નથી ને"
"કેમ એવું પૂછ્યું ?"
મને શું થવાનું હતું.?
" અને તે પણ પગ દુખવા ને શુ લેવા દેવા"
".
હવે તો સોશિયલ મીડિયા પર નંબરની આપ-લે થઈ ગઈ હવે whatsapp પર પણ વાતો થવા લાગી હતી.
એનું વ્યક્તિત્વ મને આકર્ષવા લાગ્યું હતું.
પ્રેમ માગે છે એકબીજાનો ઉમળકો,
પ્રેમ માંગે છે વાચા.
પ્રેમ માગે છે ભાષા યુદ્ધ પહેલા ની ભાષા
પછી જે કઈ ભાષા છે તે છે પ્રેમ ની.

હવે તો હિંમત નહોતી કે એક ફ્રેન્ડ રહીને વાત કરી શકું એટલે મેં નક્કી કરેલું કે આ લાગણીઓ જણાવી દઈશ.
બસ હવે તો એક જ ટકો કાફી હતો મહોબતમાં બાકી 99 પર્સન હિંમત એકઠી કરવામાં ખર્ચવાની હતી.
આજ રાત્રે તો વિચાર્યું કે કહી જ દવ પણ પછી વિચાર્યું ના રૂબરૂમાં મળીને જ કહીશ.
"હલો "
"ક્યાં સુધી આવી રીતના મોબાઇલ પર વાત કરીશું કોકવાર રૂબરૂમાં મળીએ તો ખરા."
"મારે તને એક વાત કહેવી છે."
"સારુ રવિવારે હું ફ્રી હોઇસ"
"સારુ તો ડન"
લો ગાર્ડન સામે ચાની કાફે છે મારી ફેવરીટ જગ્યા.
"આ તો પહેલી વાર સાંભળ્યું, કોફીના cafe હોય છે પણ આ ચા ની કાફે હોય! 😀"
"હા હોય ને ,આ તો અમદાવાદ છે .
"અમદાવાદી એટલે અડધી ચાના શોખીન"
ચાની કાફે પણ હોય ને"
"મને તો કોફી ભાવે.
"હા જનાબ તમારી કોફી પણ મળશે"
"ઓકે કાલે મળીએ"
મારા માટે તો સરપ્રાઇસ હતી મળવાની ઉત્સુકતામા આજે તો કઈક અલગ અને નવું નવું લાગી રહ્યું છે.
એક નવો જ અહેસાસ ક્યાં કોઈ ઉત્તર આપી શકે! !
પ્રેમ ના પ્રશ્નો ક્યાં સહેલા હોય છે.
પ્રેમ તો કોરો રહીને પોતાનો ઉમંગ ઉત્સવ ઉજવવામાં માને છે.
પ્રેમ જયારે જીવંત થશે ત્યારે ભેગા નહિ થવું પડે આપણે આપણી પોતાની મહેફિલમાં હોઈશું.!
અમારો પ્રેમ તો મોબાઈલ ના આંકડા સાથે મિસકોલ સાથે કેટલાય આપ-લે કરી ખુશીઓ નો સબંધ ઉડયા હતા જાણે કે... પહેલી પ્રીતનો છાંટો જાણે.
ચારેકોર ઝાહોઝલાલી થઈ ગઈ.
હું સવારે 11 વાગ્યે રેસ્ટોરન્ટમાં પોહોચી ચૂક્યો હતો. આજે તો તેને મળવાનો દિવસ હતો.
કેવી રીતે વાત કરીશ તે વિચારીને મન તો ચકડોળે ચડયું હતું.
વંટોળ થઈને વિચારો ચકરાવે ચડયા પંથના લીરા થઈ રહ્યા હતા ..
એટલામાં અવાજ આવ્યો.
"હાઈ મિસ્ટર "મેં એની સામે જોયું.
"તમારું નામ?"
"શું કહ્યું?"
"ના ના આ તો એમ જ"
હું તો એની સામે જોઈ જ રહ્યો અને અમે બેઉ હસ્યા.
"ઓહ! હો.... તારી ચાની cafe તો ખૂબ જ સરસ છે ને"તે ખુરશી પર બેસતા બેસતા બોલી.
"હમમ.
હું તો બે વખત ચા પી ચૂક્યો છું મારી ફેવરીટ જો રહી"
"ઓકે શું લઇશ તું કોફી."
"ઓર્ડર આપતા એક ચા અને એક coffee"
તને ખબર છે આપની રૂબરૂમાં બીજી મુલાકાત છે પહેલી નવરાત્રિમાં અને હવે અત્યારે.
"હા ખબર છે."
" તુ કંઈક કહેવા માગતો હતો ને"
હમમ.
શ્રદ્ધા નો હાથ હાથમાં લઈને..

*"ચાહું છું હું તને ...ચાહતો રહીશ સદા તને..!!.
તારા સિવાય ચાહના નથી મને ...!!
એકૈય જગતની મને ...કેમ કે ..‌‌!!
પ્રથમ પ્રેમ છે...તુ મારો.!!
આશા છે એક "હા" ની તારી પાસેથી..!!
એટલે આપ જે પ્રતિભાવ જરા સારો ...!!
બાકી "ના "કહીશ એનો વાંધો નથી મને...!!
હું તો બસ છું તારો
'શું મળશે ?મને જીવનમાં સાથ તારો..!!
જિંદગી આખી પૂરી થઈ જશે આનંદ થી મારી ..!!
જો મળશે જીવનમા સાથ તારો...!!
બોલ શું છે?? જવાબ તારો...!!!

"સાચું કહું તો જે દિવસથી મેં તને જોયો છે તે દિવસથી તું મને ગમે છે.
હા મને તારો પ્રેમ કબૂલ છે."

રૂપ કૈફી હતું ,આંખો ઘેલી હતી ને હથેળીમાં એની હથેળી હતી...!!!
મન મહેકતું હતું ,ભીના કંપન હતા અને પહેલા પ્રેમ ની પહેલી કબૂલાત હતી...!!!

આજે તો જિંદગીની એક હસીન પળ જીવીને આવ્યો છુ.
આજે તેને મહોબત કરીને આવ્યો છુ.
આમજ હવે મળવાનો સિલસિલો ચાલતો રહ્યો.
મમ્મી ને આશ્ચર્ય થયું "કેમ બેટા ,આજે પણ?
હજી તો ગઈકાલે એને મળવા ગયો હતો"
"આજની મુલાકાત ખાસ છે, ઘરે આવીને બધી વાત કરીશ."
આમ તો હું શ્રદ્ધા ને મળવા માટે અઠવાડિયામાં બે કે ત્રણ વખત જતો હતો.
ગર્લ્સ હોસ્ટેલના વિઝિટર્સ રૂમમાં બેસીને બંને જણ એકાદ કલાક જેટલો સમય અમે સુગંધિત બનાવી લેતા હતા.
રજાના દિવસે બહાર મળવાનું અમારી એ જ જગ્યા ચાની ટપરી ને એમા મારી ચા હોય શ્રદ્ધા નો સાથ હોય હું અને તું બસ અમારી અગણિત વાતો.
આજે ફરી એજ જગ્યા અને અમારી વાતો .
હું ગાડી લઈને પહોંચી ગયો શ્રદ્ધાને લેવા હોસ્ટેલ.
પાછળથી શ્રદ્ધા આવીને મને વળગી જ પડી.
વાઉ ..આજે તો ખૂબ જ હેન્ડસમ લાગે છે ને you look like અ હીરો.
આજે તો એને કહેવા માટે કેટલું બધું હતું?
આજે તો કંઈ પણ બોલ્યા વગર જરા પણ ખોટી વિનમ્રતા દાખવ્યા વગર કહી જ દીધુ યસ જાનુ ,આઇ એમ લુકિંગ ગ્રેટ..
ok ગાડીમાં બેસ આપણે આપણી જગ્યાએ પહોંચીએ.
બંને પ્રેમ પૂર્વક ગુપ્ફતગુમા પરોવાઈ ગયા.
તને યાદ છે આપણે ગયા રવિવારે ચાલ જીવી લઈએ ફિલ્મ જોવા ગયા હતા ત્યારે શું બન્યું હતુ .
શ્રદ્ધાજવા દેને યાર ...તે દિવસે તુ કાર લીધા વગર આવ્યો હતો મને ખબર નહીં કે ત્યાં પહોંચતા મોડું થશે.
રિક્ષામાં ગયા અને ટ્રાફિક માં મોડું થઈ ગયું હાઉસ ફુલ શો હોવાથી ટિકિટ પણ ન મળી.
ફિલ્મ જોવાનું બાજુ પર મૂકીને રિવરફ્રન્ટ પર બેસી રહ્યા હતા એ જોઈને એક કોન્સ્ટેબલે કડક અવાજમાં તને ધમકાવ્યો હતો ને.
"કોને લઈને ભટકો છો ??"તારા મોઢમાથી તો
"આ કોઈ નથી ....આ મારી.... બોલતાં બોલતાં અટકી ગયો હતો.
કેમ અટકી ગયા બધા મવાલીઓ ની જેમ કહી દો આ મારી વાઈફ છે... પણ મારી પાસે આવું જુઠાણું નહીં ચાલે.
એવું બધું સાંભળીને ત્યાંથી કેમ ને ઊભા થઈને જવાનું વિચારી લીધું ..
અટકી ગયો કે ચલ છોડ આ બધી ઝંઝટ ના જવાબ આપવા કરતા આપને મેરેજ કરી લેવા જોઈએ.
"હાસ્તો ક્યાંય જઈએ તો આવું સાંભળવુ તો ન પડે."
હું પણ એવું ઈચ્છું છું બસ એટલું જ કહી ને હસીને તેણે બંને હાથ મારા ગળામાં લઈને બાંધી દીધા.
થોડી નજીક આવીને મારા ચેહરાને તેને પોતાના બન્ને હાથોમાં થામી લઈને મારા માથાને ચુમી લીધો.
ચાની કાફે પણ આવી ગઈ.
બસ રાત દિવસ એને મારી બનાવવાનો સપના જોવા લાગ્યો ટેબલ પર ફરી પ્રેમ છવાયો છે.
આજે તો એની આદતોને જીવવી છે.
"તને આ ગીત નુ નામ યાદ આવે છે ."
"મને કંઈ ખ્યાલ નથી"
"એટલે જ સારું લાગે છે, અને જો યાદ આવી પણ જાય તો મજા મરી જાય"
"મને લાગે છે હવે જવું જોઈએ નહીં તો હોસ્ટેલમાં એન્ટ્રી નહીં મળે."
"હમમ્"
"ઠીક છે"
ગરબાની રમઝટ ની સાથે સાથે મારુ દિલ ગિરફતાર થઈ ગયું આંખોમાંથી ઉતરીને સનમ દિલમાં વસી ગયા સાસો ની આ ધડકન સાથે વેર થઈ ગયું.
"ગુડ મોર્નિંગ ચલ આજે ફરી ચા પીવા જઇએ."
"નહીં યાર આજે મૂળ નથી થોડું કામ છે."
"ઓકે જાનુ"
"આજે મેં તને ખૂબ મિસ કરી"
"બસ થોડું કામ હતું"
"એક સવાલ છે તું મને કેટલો પ્રેમ કરે છે?"
"દુનિયામાં સૌથી વધારે તને પ્રેમ કરું છું પણ તું આવો સવાલ કેમ પૂછે છે?"
કઈ થયું છે કે શું,?
"ના કશું નહીં બસ એ બતાવ તું મારા માટે શું કરી શકે છે??"
"તારા માટે તો હું કંઈ પણ કરીશ તું ખાલી બોલ શું જોઈએ તારે."
"સાચે જ હું કહીશ એ કરીશ"
"બતાવને શું પ્રોબ્લેમ છે.
બધું બરાબર તો છે ને"
"બધું જ બરાબર છે"
"મને તારી વાતો આજે અજીબ લાગે છે"
"એવું કશું નથી થોડી તબિયત ઠીક નહોતી, સારું ચલ ઊંઘી જવું છે જાનુ ...‌ગુડ નાઈટ"
"હાય...વૈભવ... તું તો ફ્રેન્ડ ને ભૂલી જ ગયો ને ક્યાં ખોવાઈ ગયો"
"ના યાર એવું હોતું હશે"
"હમણાંથી તો મળતો જ નથી ને"
"સારું ચલ આવું હમણાં જ મળવા"
"કેવી ચાલે છે તારી લવ સ્ટોરી"
"શ્રદ્ધા શું કરે છે? મજામાં છે ને?"
"ખબર નહીં કેમ? કાલે તો એ અજીબ અજીબ વાતો કરતી હતી"
"છોકરીઓ થોડી અજીબ હોય છે ચિંતા ન કર"
"હા યાર પણ શ્રદ્ધા એવી નથી કોઈક તો વાત છે, જે છુપાવી રહી છે."
"don't worry એનો મૂડ નહિ હોય, બવ નહિ વિચારવાનું"
"સારું ચલ હવે જઈશું ફરી મળીશું."
રાતના અગિયાર વાગી ચૂક્યા છે શ્રદ્ધા નું મૂળ આજે હતો નહીં ખબર નહીં શું થયું હશે?
આજે તો મન ખુબ જ વ્યથિત થઇ ગયું હતું ચાલો ફરી કોલ કરીને પૂછી જ લવ.
"જાનુ 'આર યુ ઓકે"
"હા મજામાં છું ,અત્યારે પપ્પાનો કોલ આવે છે હું પછી વાત કરીશ"
"હા આઈ કેન યુ જાનુ પછી મળીએ"
મોબાઈલ મૂક્યા પછી મારું દિલ ધડકી રહ્યું હતું.
થોડીક વારમાં સામેથી રીપ્લાય આવ્યો.
"મારે તારાથી બ્રેકઅપ જોઈએ."
"પણ કેમ?"
"મેં કર્યું છે શું.?
તું શું બોલી રહી છે?
મને તો કઈ જ સમજાતું નથી.
"આજ આપણા માટે સારું હશે"
"બંનેના ભવિષ્ય માટે !!હવે આપણે ક્યારેય નહીં મળીએ"
"તું મને ક્યારેય કોલ ના કરતો હું સવારમાં બરોડા જવાની છુ."
"મારી પરીક્ષા પણ પૂરી થઈ ગઈ છે પપ્પા મને બોલાવે છે."
"હા પણ બ્રેકઅપ કેમ ?કોલ કેમ નહીં?"
"બસ મારી પાસે અત્યારે કઈ જવાબ નથી, તું મને સુંદર સપનુ માનીને ભૂલી જજે;
લવ યુ જાનુ 'બાય"
*ભૂલી જવુ કઈ રીતે તારા સિવાય બીજા ને વચન પણ આપ્યું નહોતું ,નીકાળી દવ દિલ માથી તારો ખ્યાલ પણ દિલને તો બીજો કોઈ દરવાજો નહોતો.*
ચિરાગ તો હવે ઓલવાઇ ગયા છે તેમના છતાં પોતાના ના સમજ હવે તું એમને.
તું એમ ન સમજતી કે તને ભૂલીને હું ખુશ છું.
બસ લોકોને માટે હું હસુ છુ, આંખો હસે છે પણ આ દિલ રડે છે.
હું જેને માનતો હતો મારી મંઝિલ પણ તેનો હમસફર હું નહીં કોઈ બીજો છે..

જિંદગીની સફરમાં કોઈ એમજ નથી આવી જતું..... કોઈ એમ જ નથી મળી જતું ......બધાને અલગ અલગ કહાની હોય છે ..... બસ કોઈને કોઈ રીતે એકબીજાથી જોડાયેલી હોય છે.... કોઈક ખૂબ જ નજીક આવી જાય છે....‌ તો કોઈક ખૂબ જ દૂર ચાલી જાય છે ....પણ નાના -નાના કિસ્સા એવા બની જાય છે ....જે જિંદગીની સફરમાં કોઇને કોઇ જગ્યાએ જોડાઈ જાય છે ...‌ ઘણા સંબંધો મેં ખોયા છે.... જેને મે મારા કરતા પણ વધુ મહત્વ આપ્યું હતું ....પણ લાગે છે કે ...તે બધું બરાબર હતું પણ ક્યારેક સામેવાળી વ્યક્તિ આપણા થી થાકી જતી હોય છે ....‌કેમ કે તમારી આદત ન પણ હોય આ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈને આદત બનાવી નહીં ....કેમકે અહીં મતલબ થી વાત થાય છે... બે મતલબ તો આપણને પોતાને પણ ટાઈમ નથી આપતા..‌ કોઈ જવા માંગે છે તો જવા દો ....જેને રોકાવું હોય છે ...તેને રોકવુ નથી પડતું... અને જેને જવું જ હોય છે તેને.... તમે ગમે તેટલા પ્રયત્નો કરો રોકી નથી શકાતા.... બસ આ તો સમય સમય નો ખેલ છે... તેથી સૌથી વધારે સમય પોતાને આપો.... દુરિયા આ દિલથી બનવા લાગે છે.... તે વાત તો સાંચી છે ....અમુક વસ્તુ હદથી વધારવા નો કોઈ મતલબ નથી ....એટલે હું પણ અહીં જ રોકાઇ જવા માગું છું.... તારી પણ એવી જ ઈચ્છા હતી.... એનાથી આગળ વધીશ તો કદાચ તને ગમશે નહીં...‌ અને એક કારણ એવું પણ હતુ તને એટલે જ પસંદ કરી હતી.... કે તું છે તેવી જ હું તને ચાહતો રહીશ... મારો અલગ વર્તાવ તને પસંદ પણ ન આવે તો બસ અહીં રહેવા દેવું છું ...તુ સાચી જ છે... પણ મને ફરક પડે છે દરેક વાત થી કેમકે મે તને એવીજ પસંદ કરી હતી.. જેવી તુ છે... તારો પ્રેમ કરવો... તારી સાથે સમય વિતાવો ....ખૂબ જ ગમ્યો હતો.... તારા થી દૂર રહેવું પણ યોગ્ય જ છે... ક્યારેક રોકાઈ જવું પણ જરૂરી હોય છે.... પાછળ અમુક વસ્તુઓ અધૂરી રહી જાય છે... આગળ વધવાની રફતારમાં આ કીમતી પળો ખોવાઈ જાય છે ....જે જિંદગીમાં ફરી પાછી નથી આવવાની..યાદ આવે છે તે હસીન પલ હસતા હતા જ્યારે તું અને હું આપણે સાથે હતા કેટલા ખુશ નસીબ હતા... જે આપણી પહેલી મુલાકાત હતી ..‌ પહેલી પ્રેમની કબૂલાત હતી... આજે પણ આંખોમાંથી તે ચાહત જતી નથી .... એ ચાહત કાશ ફરી મળી જાય... ફરી એ જ એહસાસ... એ જ મુસ્કુરાહટ....!!
हम तेरी चाह' में;यार..! वहां तक पहुंचे।
होश में भी ना 'जहां है, !कि कहां तक पहुंचे ।
इतना मालूम है ,खामोश है ए सारी महफिल ।
पर मालूम नही ,ये खामोशी कहां तक पहुंचे।
continue.....