paheli mukalat - jindagi khubsurat chhe - 5 books and stories free download online pdf in Gujarati

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે.- 5

અંધારી રાત્રે બહાર તો પોતાનું સામ્રાજ્ય ચારે કોર પૂરેપૂરું જમાવી દીધું હતું .
નીરવ ને કોલ કરવાનું વિચાર્યું કે કેટલું મોડું થશે ન આવી શકાય તો હું મારી જાતે આવી જવું છું.
રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા ઠંડી પણ સારા પ્રમાણમાં હતી..
નંબર લગાવ્યો પણ નીરવ તો કોલ રિસીવ કરતો નહોતો એટલા મા તો એની ગાડી દેખાઈ.
દરવાજો ખોલીને બહાર નીકળી બૂમ પાડતા વૈભવ આવી જા મોડું થઈ ગયું.. એના માટે સોરી.

નીરવ વૈભવ ને ભેટી પડતા બોલ્યો 'મજામાં તો છે ને.'
"હા "
બે વર્ષ વીતી ગયા હતા બસ આ જ કારણ હતું કે નીરવ ને મળીને ખૂબ જ આનંદ થયો એવું લાગ્યું જાને વર્ષો વીતી ગયા હતા ખુશ થયે.
નીરવ બેગ લઈને ડીકીમાં મૂકી પછી મને સીટ પર બેસાડતા બોલ્યો તારે મ્યુઝિક સિસ્ટમ સાંભળવું છે ચાલુ કરું.
ના યાર ખૂબ દીવસે મળ્યા છીએ તો તારી જોડે વાત કરવી છે.
ઓકે એમ કહીને નીરવે કાર શહેર તરફ લઈ લીધી લગભગ બે કિલોમીટર દૂર ગયા હોઇશું ત્યાં જ એકદમ કાર રોકી દીધી.
"અરે શું થયું"
"તારી જોડે વાત કરવામાં મશગૂલ હતો જો પેલી એક્ટીવા પર જતી છોકરી ને અથડાઈ મારી કાર"
નીરવના કહ્યા પછી મારું ધ્યાન ગયું સાચે એક છોકરી ની એકટીવા જોડે કાર ટચ થઈ ગઈ હતી.
"વૈભવ તું જઈને સંભાડ હું તો આ ગાડીમાંથી ઉતરવાનો નથી"
"નીરવ તારી આદત તો ગઈ જ નહીં બસ તારી ભૂલ મારી પર ઠોકી દેવાની"
હું હજુ તો દરવાજો ખોલીને બહાર જ નીકળું છું ત્યાં આ છોકરી તો દોડતા દોડતા આવી.
" હૈ ઈડિયટ તને કંઈ દેખાતું નથી "
"સમજે છે શું? તારા મનમાં."
"ભુલ થી કાર અડી ગઈ છે."
"સોરી મેડમ"
એમ બોલતા બોલતા એકટીવા ઉભુ કરીને આપ્યું.
"તમને વાગ્યું તો નથી ને હોસ્પિટલ લઈ જવું"
આવું સાંભળીને તેનો ગુસ્સો શાંત થયો.
"ઓકે નો પ્રોબ્લેમ મને નથી વાગ્યુ પણ જોઈને ચલાવવી જોઈએ ને ગાડી"
"હા તમારી વાત સાચી છે પણ બે વર્ષ પછી અમે મળ્યા હોવાથી મારા ફ્રેન્ડ ને વાતોમાં મશગૂલ હોવાથી ધ્યાન રહ્યું નહિ તેથી થોડી મિસ્ટેક થઈ ગઈ એટલે આ એક્સિડન્ટ થયો એના બદલે હું તમારી માફી માગું છું."
બધું ઓકે હોવાથી તેની એક્ટીવા ચાલુ થઈ ગઈ અને તે જતી રહી આ જોઈને નીરવ ને શાંતિ થઈ કે હાશ હું બચી ગયો.
"થેન્ક્યુ વૈભવ આજે તો મારું આવી જ બની હોત."
"ઓકે ચલ આપણી ફેવરિટ જગ્યાએ ગાડી રોકજે ચા પીવા જઇએ પછી ઘરે જઈએ."
"ઓકે"
"તું અને તારી આશિકી ચા"
"હા બવ દિવસે આવ્યો છું તો પહેલા તો તેને મળવા જવું જ પડે ને"
મને તો પ્રેમ વિશે એટલું જ સમજાયું છે.... કે એ સતત સક્રિય રહેવું જોઈએ...‌ તે હંમેશા ચાલતું રહે છે ..‌‌.આ જીવન એક સોંદર્ય ની દેવી છે... મારી સમૂર્તિ થી દૂર થઈ જાય છે ...અને કહે છે..‌ ભલે તારી દ્રષ્ટિથી એ ગયું છે... પણ ફરી તે તારી પાસે આવશે અને હું અનુભવી રહ્યો છું..‌ કે આ પ્રિયતમાં મારી એક ક્ષણ છે..‌ જેને પોતાની જાતે ઉજવવાની છે...‌ અને તેના માટે જરૂર પડે છે... સમયસર રડવુ..‌ આગળ વધવું... પણ કોની આગળ રડવું એ આવડતું નથી... સંયમ હૃદય ઉપરનો નકામો હતો..‌ જ્યારે રડી લીધું ત્યારે ખબર પડી ...કે કઈ પણ થયું નહીં..
"ચલો આવી ગઈ તારી ચા કેન્ટીન"

पत्तियों से रिश्ते रंगों को भर उबलता है।
शायद वह भी जाने किस विरह वेदना में हो ।
फ़िक्र मंद सफेद उड़ती भाप में लिए ,
पुरानी यादों की भीनी भीनी सी सुगंध।

"એ જ સ્વાદ હજુ પણ એવો ને એવો લાગી રહ્યો છે કોઈ જ બદલાવ નથી."
"હા ચા પી ને મારી ઠંડી ઉડી ગઈ સ્વાદની તો મને ખબર નહીં ‌, તું ગયો ત્યારથી હું પણ આજે જ અહીં આવ્યો છું"
"સારું ચલ ખુબ મોડું થઇ જશે ઘરે પહોંચતા મમ્મી પપ્પા રાહ જોતા હશે."
બસ જિંદગી છે.. કદી સીધી કદી આડી ચાલયા કરવાનું આ જીવન છે જ અળવિતરુ બસ દિલ થી જીવી લો થોડું થોડું..
"ઓહો!! તું પણ ક્યાંરથી શાયરી કરવા લાગ્યો નીરવ કંઈક વાત જરૂર છે"
હવે ઉદાસ થવાના બદલે ખુશ થવું જોઈએ તારે તો એમ કહેતા નીરવે ગાડી હંકારી.
અમદાવાદની આ અંધારી ગલીઓમાં ધુમ્મસ છવાયેલું વાતાવરણ દેખાઈ રહ્યું છે ..બધા જ ફૂટપાથ પર મજુર અને ભિખારી ઠંડીથી બચવા કામડા ઓઢીને બચવાનો ટ્રાય કરી રહ્યા છે... રેન બસેરા હોવા છતાં પણ એમની આદત નથી કે તેનો ઉપયોગ કરે....હવે તો એક પણ જગ્યા ખુલ્લી દેખાતી નથી ...બધે જ બ્રિજ અને પુલ બની ગયા છે..‌‌ આટલો બધો બદલાવ બે જ વર્ષમાં..‌‌. જોતા જોતા છે ઘર આવી ગયું.
"ઓકે વૈભવ અત્યારે ખુબ મોડું થઇ ગયું છે ...હું કાલે મળીશ તને"
good night.

continue....