paheli mukalat - jindagi khubsurat chhe - 8 books and stories free download online pdf in Gujarati

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 8

बिना बताइए उसमें ना जाने क्यों यह दूरी कर दी। बिछड़ कर उसने यह मोहब्बत ही अधूरी कर दी।
खुदा ने उसकी ख्वाहिश तो पूरी कर दी।

""Best of luck વૈભવી તને ઇન્ટરવ્યૂમાં સફળતા જરૂર મળશે તને તો કોઈ ના જ ન પાડી શકે ને."
"thanks"
"બાય, ફરી મળીશું મને મારી destiny પર પૂરો વિશ્વાસ છે.
આપને ફરી જરૂર મળીશું"
"સારુ જોઈએ તમારી ડેસ્ટીની કેટલી સાચી પડે છે.
હું આમાં વિશ્વાસ નથી કરતો."
bay.

"હેલો"
"બોલ નીરવ.
"કાલે તારે પાર્ટીમાં આવવા તૈયાર રહેવાનું છે."
"તને ખબર તો છે હું પાર્ટીમાં જતો નથી."
"હા પણ આ બચપણ ના દોસ્તો ની પાર્ટી છે તારી આવવાની ખુશી પર."
"તું નહીં આવે તો પાર્ટી મનાવી શું કેવી રીતે દોસ્તોની ખાતર પણ તારે આવવું તો પડશે જ."
"ઓકે, યાર દોસ્તો માટે તો હું બધું જ કરવા તૈયાર"
"ચલો કાલે મળીએ"
गुजर जाएगा ये दौर की गालीब ,
जरा इम्तिनान तो रख जब खुशी ही नहीं ठहरी तो गम की क्या औकात है।
"કેમ છો દોસ્તો"
"વૈભવ આવ્યો તો ખરો"
"પણ તું ક્યાં સુધી આમ જ ઉદાસ બની ને જિંદગી વિતાવવા માગે છે લાઇફમાં આગળ તો વધ"
"અરે છોડી દોસ્તો આજે તો એન્જોય કરીએ"

"વૈભવ જો તો ખરા આપણે એરપોર્ટ પરથી આવતા હતા એ છોકરી ....આપણી ગાડી સાથે ભટકાઇ હતી.. એકટીવા સાથે ...એવી જ દેખાય છે"
"સાચે જ અહીં ક્યાંથી વૈભવી"
"તું ઓળખે છે એને તમે બંને મળી ચૂક્યા છો"
"હા નીરવ તને કહેવાનું જ રહી ગયું ગઈકાલે જ અમે મળ્યા હતા."
"મને મિસ કરતા હતા કે શું"
"મેં કહ્યું હતું કે ડેસ્ટની આપને ફરી જરૂર મળાવશે જોવો ફરી મળી ગયા ને"
તમારા ફ્રેન્ડને મારી જોડે મળાવ તો ખરા એક વખત તો મળી ચૂક્યા છીએ..
"હા , આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે નીરવ"

"સોરી મિસ તે દિવસે મારી ભૂલ હતી ખૂબ ટાઇમ પછી વૈભવ મળ્યાની ખુશી માં હું ભૂલ કરી બેઠો અને તમારી સાથે એક્સિડન્ટ થઇ ગયું"

"નો પ્રોબ્લેમ હવે તો એક સારા ફ્રેન્ડ બની ગયા છીએ આપણે એક્સિડન્ટ નો ખુબ સરસ ફાયદો થયો હવે"

"તમે પણ અમારી પાર્ટી જોઈન્ટ કરી શકો છો, હવે તો તમે પણ અમારી ફ્રેન્ડ ની લિસ્ટ માં આવી ગયા છો તો"
હા જરૂર હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને રાહ જોવું છું... આજે તે નો બર્થ ડે છે.
"હવે તો આ આધુનિક ભારતીય સમાજમાં બધાને જ આદત પડી ગઈ છે સાંજે જ આયોજન કરવાનું હોય. અને મોડા સુધી પાર્ટી ચાલતી હોય હવે તો લાગતું નથી કે આપણે ભારતમાં રહીએ છીએ કે વિદેશ માં બધે જ સરખું થઈ ગયું છે."

"આ વૈભવ આટલો રુઢ કેમ છે નીરવ કંઈ સમજ નથી પડતી આ પહેલેથી જ આવો જ છે."
"ના આ તો ખૂબ ખુશ મિજાજી હતો પણ..."
"બસ કર નીરવ મારી અંગત લાઈફ વિશે તો બધાને ન જણાવ"
"વૈભવી હવે ક્યાં બહાર ની છે હવે તો ફ્રેન્ડ જ છે ..તેને પણ જાણવાનો હક છે"
"ઓકે ગાઈડશ મૂળ ના બગાડો ચલો મારી ફ્રેન્ડ આવી ગઈ બર્થ ડે એન્જોય કરીએ‌."
"આજે તો ડબલ ખુશી ઉજવીયે એક બર્થ ડે અને નવા ફ્રેન્ડ મળવાની ખુશી"

પાર્ટીમાં ડાન્સ, સોંગ સાથે પાગલ પણ છવાયેલું હતું બધા ચીસો પાડી રહ્યા હતા એટલામાં એક અવાજ આવ્યો બર્થ ડે કેક કાપવા માટે બધા આવી જાવ ૧૨ વાગ્યા સુધીમાં નીકળવું પડશે પછી ખુબ મોડું થઇ જશે.
કેક કપાઈ ચૂકી હતી બધા જ એન્જોય કરી રહ્યા હતા .. વૈભવી એ નીરવ ને પૂછ્યું શું પ્રોબ્લેમ ની વાત કરતો હતો જણાવ તો વૈભવ કેમ આટલો રુઢ અને ઉદાસ રહે છે.

"એની લાઈફમાં પણ એક ખૂબસૂરત પ્રેમે દસ્તક દીધી હતી બસ કંઈ પણ કહ્યા વગર તેને છોડીને ચાલી ગઈ.
ખબર નહીં શું કારણ હતું અને હવે તે ક્યાં છે પણ આ વૈભવ તેની જિંદગીમાં આગળ વધવા જ નથી માગતો."
મજબુરી ના કારણે પ્રિય પાત્રનું આપણી જિંદગી માંથી બાકાત થવું .
જે આપણા પહેલા પ્રેમ સાથે બને ત્યારે એની દર્દનાક હકીકત ને વ્યક્ત કરવા માટે શબ્દો મળતા નથી."

"હા એ તો ખરું નિરવ પણ પ્રેમ એટલે મબલખ આપતા રહેવું સમર્પણ અને અપેક્ષા વિના પ્રેમ અને દુનિયાના એક વિરલ ઘટના છે.. પોતાના પ્રિય પાત્રને આપીને આનંદ થાય છે મતલબ પ્રેમમાં માત્ર પામવું એ જરૂરી નથી.

"પણ તું કેમ એના વિશે જાણવા માગે છે કેમ તમને પસંદ છે?"
"અત્યારે તો મને ખબર નથી"

दर्द के साथ कभी कोई दरिया पार नहीं किया जा सकता इंसान रास्ते में टूट जाता है।
दरिया पार करना है तो होसलो की नाव ,खुशियों की पतवार और खुद को आशावादी बनाए रखना पड़ता है।

"વૈભવી બર્થડે પાર્ટી તો પૂરી થઈ ગઈ ઘરે જવાનું મોડું થશે. નવા ફ્રેન્ડ મળી ગયા તુ તો મને ભુલી ને ."
એવું તો કાઈ હોતુ હશે સલોની તુ મારી પહેલી ફ્રેન્ડ હતી અને કાયમ રહેવાની"
"અરે ના વૈભવી હું તો મજાક કરુ છું."
"સારુ ચલ નીરવ હું નીકળું જો વૈભવ એકલો બેઠો છે તું એને કંપની આપ"
"હા એને તો આદત છે એકલા રહેવાની"
વૈભવ અને સલોની ને જતા જોઈ ને વૈભવ થી બોલાય ગયું.
"તમને ઘર સુધી મૂકી જવું"
"આ ગુજરાત છે અને એ પણ અમદાવાદ એટલે પ્રોબ્લેમ શું થાય અને થાય તો પણ કરાટે જાણીએ છીએ અમે એટલે ચિંતા કરવાની જરૂર નથી પોહચી જઈશું."
OK ,
bye .
take care.
"ચાલો ફરી મળીશું મારી ડેસ્ટિની એવું કહે છે."

" આવુ સાંભળી ને મારા મોઢા પર સ્મિત આવી ગયું"
"કેમ મનમાં ને મનમાં મલકાય છે તને વૈભવી ગમી ગઈ લાગે છે"
"એવું કશું નથી યાર મારી મજાક ના ઉડાવ તુ બધુ જાણે તો છે"
"જે ભાગેલા હ્રદયે જ્યારે સમજદારી થી વર્ણવી વ્યથા હ્રદય મારું હલકું કર્યું.
સમજ્યા એ તો મૌન રહ્યા અને ઘણાએ તાળીઓ પાડી."
આ હૃદયને જે સમજયુ તેની ક્યાં કોઈ દિવસ મને સમજ પડી ને પડી સમજતો દિલ મે ક્યાં તે કોઈ દી ખબર પડી બહુ ગૂંચવાડો થયો છે હવે આ સમજણમા.
વડી વડી ને હવે શું બોલવાનું આખું હ્રદય સળગી ને ખાક થઇ ને પડ્યા.
આ તમ બસ ખાલી ખાલી મલકી રહ્યો છ ધીરે ધીરે ખૂબ ઘવાયુ હૃદય મારુ આજ બંધ થવાની કગાર પર છે.
જિંદગી તો ક્યારની ખોવાઈ ગઈ છે.. બસ શ્વાસને કોથળી ફાટવાની બાકી છે..‌ સન્નાટો તારા હ્રદયનો મારું એકાંત ચીરી જાય છે.. જરા શબ્દો વહાવ મુક્તિ તારું મૌન કોરી ખાય છે .. હ્રદયના ખૂણાઓ એમને એમ ધ્રુસકાં ભરે છે.
ક્રમશ: