Richa - the silent girl - 2 books and stories free download online pdf in Gujarati

રિયા - the silent girl... part - 2

ઋતું દોડીને રિયા આગળ જાય છે. " હા દીદી બોલો ને?"

રિયા માત્ર એટલું જ પૂછે છે " આ આંટી કોણ હતા ઋતું?"

" દીદી તે આ અનાથાશ્રમ ના માલકીન હતા... તે દર મહિને અમારી સાથે ટાઈમ વિતાવવા આવતા... અમને બધા બાળકો ને તેની સાથે રહેવું ખૂબ જ ગમતું... તે બધા બાળકો ને ખૂબ જ પ્રેમ કરે છે. પરિવાર ખોઈને પણ એમને સૌ લોકો ને અહીંયા પરિવાર મળી ગયો હોઈ એવું લાગે છે." એટલું બોલી ઋતું ત્યાંથી ચાલી જાય છે.

રિયા પરિવાર નું નામ સાંભળી ને જ રડવા જેવી થઈ ગઈ. પણ પછી શાંતિ થી પોતાની રૂમ માં જઈ ને પોતાના બેગમાંથી એક ફોટો કાઢી તેને જોઈ રહી. અને ત્યાર બાદ તેણે એક પેન અને એક બુક કાઢી. બુક માં તેણે 1 નંબર આપી ને એક નામ લખ્યું. ત્યારે ઋતું તેની બાજુમાં જ હતી. ઋતું એ પૂછી લીધું "દીદી અા ફોટો તમારા મમ્મી પપ્પા નો છે? અને આ નામ કોનું લખ્યું તમે દીદી?"

રિયા એ માત્ર ઋતું સામે એક સ્માઈલ જ આપી કઈ ના બોલી... હવે તો ઋતું ને રિયા ની અમુક અમુક હરકતો પાછળ નું રહસ્ય જાણવામાં જાણે રસ પડી ગયો હોઈ તેમ તે રિયા ને કઈક ને કઈક પૂછ્યા કરે... અને રિયા મન માં આવે તો ક્યારેક જવાબ આપતી અને ક્યારેક માત્ર એક મંદ મુસ્કાન આપી દેતી. રિયા આખો દિવસ એકલા બેસી રહેતી અને વિચારો જ કર્યા કરતી...

એક વાર રિયા રૂમ માં એકલી એકલી બબડતી હતી..." હું સમય આવ્યે બધા ને બતાવીશ... બધા ને ખબર પડશે... કોઈ ને શાંતિથી રહેવા નહિ દઈશ."

એટલા માં જ રૂમ માં એક છોકરો આવ્યો " હૈ... યુ રિયા?"

રિયા કઈ ના બોલી... પેલો બોલ્યો " તને જ કહું છું આં સામે ઘુરાઈ ઘૂરાઈ ને ના જો... મે એવી વાત સાંભળી છે કે તું ક્યારેય કોઈ સાથે બોલતી નથી. માત્ર એકલી જ બેસી રહે છે."

રિયા માત્ર જરૂર પૂરતું એટલું જ બોલી " હા હું જ રિયા... તમે?"

પેલો છોકરો બોલ્યો " હું તમારા અંજના માસી નો છોકરો છું મારું નામ નૈતિક છે અને આજે અહીંયા બધા બાળકો ને મળવા આવ્યો ત્યારે મને પેલી ઋતું એ તારા વિશે બધી વાતો જણાવી... અને તું એ કહે કે તું માત્ર ઋતું સાથે જ ક્યારેક કેમ વાત કરે છે? બીજા કોઈ સાથે નહિ?"

રિયા ગુસ્સામાં આવી ગઈ અને બોલી " એ બધું જાણવું તારે જરૂરી નથી... મને એકલી મૂકી દે."

નૈતિક પણ થોડો ગુસ્સા વાળો એટલે કોઈ કારણ વગર ગુસ્સે થાય એ તેનાથી સહન ના થતું એટલે તે રિયા સામે ગુસ્સા માં કહી ને ચાલ્યો ગયો "હા હા જાવ છું મને કઈ તારી વાતો માં રસ નથી આં તો માત્ર તને મિત્ર બનાવવા આવ્યો હતો... પણ પાગલ હતો હું જ!"

નૈતિક ચાલ્યો ગયો ને બહાર જઈ નાના નાના બધા બાળકો સાથે રમવા લાગ્યો. રિયા બહાર આવી મેદાન માં બાકડા પર બેસી ગઈ. અને દરરોજ માત્ર વિચારો કરતી રિયા આજે બધા બાળકો ને રમતા હસતાં જોઈ રહી... ખરેખર આજે તેને કઈક વધારે રોનક દેખાઈ રહી હતી... ક્યારેય રિયા આવી રીતે કોઈ બાળકો ને જોતી પણ ના હતી આજે તે બધા ને જોઈ ને આમ જાણે તેના આત્મા ને શાંતિ થતી હોઈ એવું તેને લાગ્યું... અને ઋતું અને નૈતિક ને સાથે હસતા જોઈ રિયા પણ ખુશ થતી. આમ ક્યારેક ક્યારેક નૈતિક અને ઋતું સાથે રિયા વાત કરી લેતી બાકી કોઈ સાથે બોલતી નહિ.

બધા બાળકો ને સ્કૂલ જવાનો સમય થયો. બધા સ્કૂલ જવા નીકળ્યા. રિયા બધા સાથે સ્કૂલ ના દરવાજા સુધી તો દરરોજ જતી પણ ક્યારેય સ્કૂલ ની અંદર જતી નહિ. જેવા બધા બાળકો ક્લાસ માં ચાલ્યા જય કે રિયા ત્યાંથી કોઈ ને ખબર ના પડે તેમ નીકળી જતી. અને રાજા પડવાના સમયે ફરી ત્યાં જ આવી ને સૌ બાળકો સાથે થઈ જતી... આજે પણ એ જ ક્રમ રિયા સ્કૂલ ના દરવાજા સુધી આવી અને બધા અંદર ગયા તરત જ ત્યાંથી છટકી ને નીકળી ગઈ...

ક્રમશઃ

( રિયા સ્કૂલ નથી જતી તો તે સમયમાં ક્યાં જાય છે... રિયા ને એવું શું કામ હોઈ છે દરરોજ જેથી તે સ્કૂલ નથી જતી અને તે કામ માટે જાય છે... જાણવા માટે વાંચતા રહો મારી સ્ટોરી...)