Radha ghelo kaan - 19 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 19

રાધા ઘેલો કાન :19

ગયા ભાગમાં જોયું કે કિશન નિકિતા સાથે વાત કર્યા બાદ એની મમ્મી સાથે થોડી વાતો કરે છે એનો મિત્ર કિશનને પોતાની જાતને ઓળખવા માટે કહે છે.. ઘરે જઈને કિશન નિકિતાને કોલ કરે છે અને મળવા માટે કહે છે.. બન્નેનું મળવાનું નક્કી થાય છે.. અને એક બાજુ રાધિકા કિશનની યાદોમાં જ ખોવાયેલી રહે છે અને એ જગ્યાએ જ ચા પીવા જાય છે.. જ્યાં તે બન્ને પહેલા ગયા હોય છે..
અને ત્યાં એક વ્યક્તિ આવીને કિશનને બરબાદ કરી નાખવાની વાત કરે છે..

હવે આગળ

તે વ્યક્તિ રાધિકાને આટલુ કહીને ત્યાંથી નીકળી જાય છે..
અને હોટેલમાં આજુબાજુનાં લોકો પણ રાધિકાને જ જોઈ રહે છે.. કે આ કોણ છે?
અને તેના ટેબલ પર ચાનાં બે કપ જોઈને વધારે વિચારમાં પડે છે..
એટલે રાધિકા ત્યાંથી ફટાફટ ચાનું બિલ આપીને નીકળી જાય છે.અને વિચારે છે કિશનમાં એવુ તો શુ છે કે એના આટલા બધા પ્રોબ્લેમ્સ છે..
ચોક્કસ કિશન બધાથી કંઈક છુપાવે છે..
આટલુ વિચારતા વિચારતા રાધિકા પોતાની સ્કુટી લઇ એના ઘર તરફ નીકળી જાય છે..

અહીં કિશન આજે નિકિતાને મળવા માટે બોલાવે છે..
અને તેના ઘરની દીવાલ પર લટકેલી એ ઘડિયાળમાં વારંવાર જોઈને 4 કયારે વાગે એની રાહ જોતો બેઠો છે.
મળવાનું 5 વાગે છે પરંતુ એ આજે નિકિતા કરતા વેહલા જવાનું વિચારે છે..
થોડી વાર બેઠા બેઠા મોબાઈલ ચેક કરે છે અને 4 વાગતા જ થોડી વારમાં બાઈકની ચાવી લઈને નીકળી જાય છે..
આજ સુધી કેટલીય વાર એ નિકિતાને મળ્યો હશે પરંતુ ખબર નહીં..
આજના મિલન પેહલા તેના હાથ પગ શિથીલ થવા લાગ્યા છે..
આજે એ નિકિતા સામે શુ મોં લઈને જશે..?
કે એણે દર વખતે બસ નિકિતા પર શંકા જ કરી છે બીજું કઈ જ નઈ..

એ ત્યાં જ મંદિરની થોડે દૂર બાંકડા આગળ જાય છે અને રાહ જોવાનું વિચારે છે પણ જોવે છે તો નિકિતા દર વખતની જેમ કિશન પેહલા જ આવીને કિશનની રાહ જોતી હોય છે.

નિકિતાને જોઈને તરત કિશન ગળે મળવા હાથ લાંબા કરે છે પરંતુ નિકિતા પોતાની આંખો નીચે કરીને કિશનને રોકી લે છે

કેમ શુ થયું? કિશન બેબાકળો થઈને નિકિતા ને પૂછે છે..
કઈ ની કેમ? નિકિતા જાણે કઈ થયું જ નાં હોય એમ જવાબ આપે છે..
મને હગ પણ ના કરવા દીધું..?
અરે એવુ નઈ એ તો અહીં બધાની અવરજવર ચાલુ હોય એટલે.. નિકિતા એ ગોળ ગોળ જવાબ આપ્યો..
ઓહહ એટલે આપણે અહીં પેહલી વખત મળવા આવ્યા છીએ હેને?? કિશને પણ કટાક્ષમાં નિકિતાને પ્રશ્ન કર્યો.
અરે એવુ નથી પણ ના..બસ એમ જ.
હમમમ હવે એમ પણ પેહલા જેવો ક્યાં પ્રેમ રહ્યો જ છે..
કિશને મોં ચડાવતા ચડાવતા બોલ્યો.

હા તને તો એવુ જ લાગતું હશે..દર વખતની જેમ..
લાગતું હશે નહીં..એવુ જ છે.. dear..
બોલ કેમ બોલાવી મળવા? નિકિતાનો મૂડ હમણાં સારો નથી હોતો..
કેમ? ના બોલાવી શકું??
મારી નિકિતાને હું જયારે ઈચ્છું તયારે મળવા બોલાવી શકું.. કિશન નિકિતા પર હક જતાવતો હોય તે રીતે જવાબ આપે છે..
એમ?
તો પેલી જોડે બેઠો તો એ વખતે યાદ નહોતી આવી આ નિકિતા? નિકિતા એ પણ કિશનથી મોં ફેરવીને પ્રશ્ન કર્યો.

આવીતી ને તારા નામની ચા પણ મેં બાજુમાં કાઢી હતી..
હું મજાકનાં મૂડમાં નથી.. નિકિતા ગુસ્સામાં કહે છે..

હા એતો દેખાય જ છે.. મેડમ
કિશન નિકિતાને બાંકડા પર બેસાડે છે અને નિકિતાનો હાથ પોતાના હાથમાં લઈને બોલે છે..
એકાદ પુસ્તકનો કોઇ ભાગ ખરાબ નીકળે એનો મતલબ એવો નથી કે એ આખી પુસ્તકને જ ફેંકી દેવાની હોય..
એમ પ્રેમમાં ઝગડા થાય એનો મતલબ એવો નથી કે આપણા આ સંબંધને પૂર્ણવિરામ મૂકી દેવાનું હોય..
પ્રેમમાં કયારેય પૂર્ણવિરામ હોતો જ નથી..
પ્રેમ કયારેક યાદોમાં જીવતો હોય છે તો ક્યાંક મિલનમાં..
કિશન લવગુરુ હોય એમ નિકિતાને સમજાવતા કહે છે.

" હા તો હું પણ એજ કહું છું કે એમાં અલ્પવિરામ પણ નથી હોતું.." નિકિતા કિશનનો હાથ પોતાના હાથ પરથી હટાવતા જવાબ આપે છે..
ખબર છે મને કે તને એવુ જ લાગે છે કે મારાં અને રાધિકા વચ્ચે કંઈક છે..
મને શુ કામ એવુ બધું લાગે..?
મને શુ ફર્ક પડે તુ પ્રેમમાં અલ્પવિરામ મૂકે કે પૂર્ણવિરામ..
પણ હું એટલું ચોક્કસ કહીશ કે આપણા પ્રેમની આ કવિતાને બીજો કોઇ રાગ ના મળી જાય.. એટલું ધ્યાન રાખજે..
બેટા જ્યાં સુધી તારા પ્રત્યેની લાગણી મારાં દિલમાં હશે ત્યાં સુધી તારા માટેની કવિતાનો રાગ તો શુ..
પણ શબ્દો પણ કોઇ નઈ બદલી શકે..
કિશન આટલુ બોલીને રાધિકા સામે જોઈ હસવા લાગે છે..
મને ખબર છે કે આપણા સંબંધને તોડવા માટે બવ લોકો પ્રયત્ન કરી રહ્યા છે.. કિશન વાતથી વાતને જોડતા બોલે છે..
અરે હા મને એ ખબર ના પડી કે તુ કયા ફોટાની વાત કરતો હતો? પેલાની સાથે જોયો છે એમ..
અરે હા મને એક ફોટો મળ્યો હતો એટલે..
બતાવ..
નથી મારી પાસે એતો..
તો તને કોણે મોકલ્યો હતો..
ના કેવાય..
કેને હવે છાનોમાનો..
અરે અંજલીએ..
મને ખબર જ હતી કે આવી હરકતો એ જ કરી શકે..
એને બવ જલન થાય છે આપણને સાથે જોઈને..
એ ફોટો તો એડિટ કર્યો હશે એણીએ સો ટકા.. મને વિશ્વાસ છે એના પર..
પણ તે પણ વિશ્વાસ કરી લીધો એના પર? નિકિતા કિશનને પૂછે છે..
એવુ નથી પણ મને જે દિવસે એ ફોટો મોકલ્યો એ દિવસે હું already બવ ડિસ્ટર્બ હતો..
એટલે મેં એ ફોટો એક જ વખત જોયો હતો..
અને અંજલી એ તરત એ ફોટો ડિલીટ પણ કરી દીધો હતો..એટલે..
હમમમ જોયું ને એને જાણી જોઈને તરત ડીલીટ કર્યો કેમ કે ફરીથી તુ જોવે તો ખબર પડી જાય કે એડિટ છે એમ એટલે..
પણ તને મારો ફોટો કોણે મોકલ્યો?
કિશને નિકિતાની સામે જોઈને પૂછ્યું..
મોકલ્યો હવે..!
પણ મને એ ખબર ના પડી કે જેણે મને ફોટો મોકલ્યો એણે તારો આવો ફોટો મોકલવાની શુ જરૂર પડી હશે?
અને એ પણ મને જ મોકલ્યો બોલ..
કોણે મોકલ્યો કેને..?
નામ લઈશ તો તુ વિશ્વાસ નઈ કરી શકે..
બોલને..
એ તારા અંકલે જ..
મને થોડું થોડું લાગતું જ હતું કે નિખિલ નઈ હશે તો એ જ હશે કારણ કે એ શહેરમાં બીજું કોઇ હતું જ નઈ..
જેને અમારા મળવાની ખબર હોય..
પણ તારા કાકાએ કેમ આવું કર્યું એ મને ના સમજાયું.
સમજાશે પણ નઈ..
કારણ કે આ અમારી પરિવારની મેટર છે..
ઓકે આ વાત કોઈને કહીશ નઈ..
હમમમ.. અને સોરી dear..
મેં તને ખોટી સમજી અને દર વખતની જેમ આ વખતે પણ છોડવાની વાત કરી..
મને નહોતી ખબર આ બધી dear એટલે..
કિશન નિકિતાનાં હાથને પોતાના હાથમાં લેતા વાત કરે છે..
ખબર છે બેટા..
પણ દર વખતે આમ વિચાર્યા વગર કેમ તુ કોઇ પણ નિર્ણય લઇ લે છે.. નિકિતા પણ કિશનનાં હાથ માં પોતાનો હાથ આપતા અને માથાને કિશનનાં ખભા પર મુકતા પૂછે છે..
શુ કરું બેટા..?
મારાં સ્વભાવ અને તે કીધું હતું ને થીંકીંગ અલગ હોવાને કારણે આપડે નાની નાની વાતમાં ઝગડા થઈ જાય છે.
પણ હવે બંધ બધું ઓકે બેટા..
હવે આપણા બેની વચ્ચે હવાને પણ હું સ્થાન નહીં આપું..
આટલુ કહીને કિશન નિકિતાને પોતાની બાહોમાં લઇ લે છે..
નિકિતા પણ કિશનને પૂરો સાથ આપતા કિશન અને નિકિતા એકબીજાની બાહોમાં સમાય જાય છે..
અને બસ એકબીજાની અંદર જ ખોવાયેલા રહે છે..
એક પ્રેમ, પ્રેમીનું મિલન અને એક આ પ્રકૃતિ આ ત્રિવેણી સંગમ વાતાવરણને પ્રેમમય બનાવે છે..

થોડી વાર એમ જ એકબીજા સાથે સમય પસાર કરીને થોડીવારમાં કિશન નિકિતા પાસેથી જવાની રજા માંગે છે..
નિકિતા ફરી કયારે મળીશુ?
જોઈએ હવે.. મળાઈ એવુ હશે એ દિવસે હું કોલ કરીશને તને..
ઓકે બેટા..ચલ હવે હું નીકળું.?
ઓકે બેટા.. તને છોડવાનું મન તો નથી થતું પણ હવે હું છોડીશ નઈ તો તુ છૂટીશ પણ કઈ રીતે..? નિકિતા હસતા હસતા કહે
છે..

હા મેડમ.. હું જાણું છું કે તમારા હાથનાં આ બંધનમાંથી છુટવું અશક્ય છે પણ મારે જવુ પડશે.. કિશન નિકિતાનાં કપાળ પર ચુંબન આપતાં કહે છે..

ઓહકે.. ફરી જલ્દી મળીશુ..
હા ચલ બાય..

કિશન નીકળીને તરત ઘરે પોહચે છે..
તેને ગુસ્સો હાલ સાતમા આસમાને છે..
અને વિચારે છે એટલે જ અંકલે જાણી જોઈને મને રાધિકાને કોલેજ મુકવા જવા માટે કીધું હતું..
કે એ આસાની થી અમારી મિત્રતા કરાવી શકે અને મને ફસાવી શકે.. એટલે જ એ દિવસે એ આટલા ઢગલો સવાલ કરતા હતા..
પરંતુ એને હજી પણ વિશ્વાસ નહોતો આવતો કે પોતાના અંકલ આવું કરી શકે.. એ કયારેય વિચાર્યું નહોતું..
આટલુ બોલતા બોલતા એ વિચારમાં ખોવાય જાય છે..
' એમને એમ હશે કે હું નિકિતાની મિલકત માટે એને પ્રેમ કરું છું અને એટલે જ તે આ રીતે મને અને નિકિતાને અલગ કરવા માંગે છે અને એમના છોકરા સાથે નિકિતાનાં લગ્ન કરાવી.બધી મિલકત પડાવા માંગે છે.
પણ એમને ક્યાં ખબર છે.. હું નિકિતાની મિલકતને નહિ પણ નિકિતાને પ્રેમ કરું છું.. અને નિકિતા પણ હમેશા મને પ્રેમ કરતી હતી અને કરે છે.. તો એમાં એમના છોકરાના લગ્ન કરાવાની વાત જ ક્યાં આવે.?
આ રીતે પોતાના જ ભત્રીજાની ઝીંદગી બગાડીને શુ મળશે.?'

અને ત્યાં નિકિતા પણ કોઈને ફોન લગાવે છે અને કહે છે
" હા..કામ થઈ ગયું.. "
મને તો ખબર જ હતી કે "કિશન માની જ જશે..મારે આ પેહલી વખતની બબાલ થોડી છે કે ના માને.."
અને એમ પણ એ મને પ્રેમ કરે છે..
અને પ્રેમ એક એવી બીમારી છે જેમાં ગમે તેટલી રોગપ્રતિકારક શક્તિવાળો પણ પડી જાય..
પણ મને એ ખબર ના પડી કે આ રાધિકા એની સાથે કેમ આટલી રસ લે છે?
કઈ ની ચલ.. પછી વાત કરીએ.. જોયુ જશે બધુ એતો..
આટલુ બોલીને નિકિતા પોતાની સ્કુટી લઈને ઘર તરફ રવાના થાય છે..

અંકલે ચાલ ચલી છે નિકિતા એ કે પછી બીજા કોઈએ??
જોઈએ આગલા ભાગમાં..
વાંચતા રહો.. ઘરમાં રહો..
જય દ્વારકાધીશ 😊