jai kudrat books and stories free download online pdf in English

જય કુદરત

દેશ યમન. જેના નાના એવા ગામડામાં રહેતા લોકો. જે ગામ યમનની રાજધાની સનાઆમાં આવતું. સવારનો 7:30નો સમય અને આખો દેશ કુદરત સાથે સ્થિર હતો, કારણ રાષ્ટ્રગીત. એ એક એવો દેશ છે...જ્યાં બધા જ લોકો સાથે ઊભા રહી રાષ્ટ્રગીતનું ગાન કરતા...એક જ સમયે, એક સાથે. આવો જ એક સમય હતો. કોલેજના ગ્રાઉન્ડમાં બે મિત્ર ઉભા હતા. જેમને કલાસરૂમમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. રાષ્ટ્રગીત પૂરું થયા બાદ એક બોલ્યો.


"યાર..સાહિલ. એ તો છે...કરવું તો દિલનું, દિમાગ તો એમ પણ અહીંયા જ સળગવાનું છે છેલ્લે..."

"યા..એટલે જ તો અલગ અલગ કલાસમાં હોવા છતાં પણ, આપણે સાથે ઊભા છીએ અહીંયા અત્યારે (હસીને).."


સરે તેમને મસ્તી કરવા બદલ કલાસરૂમમાંથી બહાર કાઢ્યા છે રોજની જેમ. અને રોજ ગ્રાઉન્ડમાં એ બન્નેને સેલિબ્રિટીની જેમ બધા જોતા અને ઉડાવતા. રોજ ત્યાં ગ્રાઉન્ડમાં ચાલતા તેમના એ રસ્તા કેટલાય સવાલોના જવાબ બનતા હતા. હસતા-રડતા એમણે સાથે દિવસો પસાર કર્યા છે, એકબીજાના શ્વાસ સાથે. કોલેજનું પણ લાસ્ટ યર છે. અક્ષય સાયન્સમાં અને સાહિલ કોમર્સમાં ભણે છે. છતાં ગમે ત્યારે પણ..બન્ને સાથે જ જોવા મળે, એવી દોસ્તી. દોસ્તી માટે તેમનામાં ઝૂનૂન જીવતું હતું. તેમની દોસ્તી જ તેમનું એક લોતું પેશન છે. આખી કોલેજમાં ફેમશ...એવી દોસ્તી. બન્ને ગ્રાઉન્ડમાં ચાલી રહ્યા છે...વાતો કરતા-વિચારતા. સવારના એ સમયે પણ સ્ટ્રીટ લાઈટ ઓન હતી. બન્ને સ્ટ્રીટ લાઇટની નીચે બેંચ પર બેસે છે. અક્ષય બોલે છે.


"બોલ ભાઈ...તને કેમ બહાર કાઢ્યો સરે?"

"ખબર તો છે યાર. રોજનું છે એ...આસિત સરને એક સેકન્ડ પણ લેટ આવે એ પસંદ નથી, અને આપડો તો ડેઇલીનો રુલ છે. દસ મિનિટ મોડા જવાનો..(જોરથી હસીને)."

"હા, યાર..એ તો છે."

"તું બોલને...તને કેમ? બાકી કવીત સર તો લેટ આવવા જ દે છે ને.."

"મેં તો આજે આખા કલાસમાં બ્લેક મેજીક સળગાવ્યું હતું સવારે..એટલે

"શું.. બ્લેક મેજીક પણ કરે છે તું..મને ખબર પણ નથી."

"અરે યાર..અગરબત્તી છે. એનું નામ છે બ્લેક મેજીક. પુરા કલાસમાં સ્મેલ આવતી હતી, તો મેં સળગાવી અગરબત્તી. જેની સ્મેલથી બધા સુવા લાગ્યા હતા..તો સરે મને બ્લેક મેજીક સાથે બહાર કાઢી મુક્યો."


બન્ને હસે છે એકબીજાની વાત સાંભળી. વાતાવરણ ત્યાં શાંત ઉભું રહી તેમને સાંભળી રહ્યું છે...ખુલ્લા હોંઠે અને વિચાર સાથે સ્થિર બન્યું હતું. કુદરત પણ શ્વાસવિહીન બની ચુકી છે...એકદમ સુમસાન રાહની જેમ. ત્યાં જ હવામાં થોડો અવાજ આવે એ રીતે ઝડપી ગતિમાં એક કબૂતર ઉડયું. એટલે તે તરફ નજર ફેરવતા અક્ષય બોલ્યો.


"ત્યાં જો. કબૂતર."

"હા...અક્ષય. આપડા ગામમાં તો એમ પણ ગણીને આજે ત્રણ કબૂતર છે. ચકલી તો સાત જ."

"તને ખબર. એક જમાનો હતો. જ્યાં સદીઓ પહેલા એટલા પક્ષીઓ હતા..કે ગણી પણ નહોતા શકાતા. કેટલાય પક્ષીઓના તો નામ પણ ન ખબર હતી...એટલી સુંદર એ દુનિયા હતી. આવું તો અમારે હિસ્ટ્રીમાં આવે (વિચારિતા)...
એક લેખકે લખ્યું હતું 'તમે જે ભણી રહ્યા છો..ખુશનસીબ છો. અમારે તો માત્ર ઇ.સ., લોકોના અને સ્થળોના નામ જ આવતા. તમે મોબાઇલની દુનિયા જીવી રહ્યા છો ભણવામાં.' વિચાર તું..."

"ઓહ! તો એ બી આવતું હશે ને કે, મ્યુઝિયમમાં જે મોબાઈલ કોહીનૂરની સાથે મુકવામાં આવ્યો છે...એનું કારણ શું છે?"


એટલામાં જ વરસાદના ઝીણા ઝીણા ટીપા..નાના એવા પીંછાની જેમ તેઓની આંખો પર પડ્યા. અને પાણીમાં થોડા ધુમમ્સ જેવું સર્જાયું. કાચ જેવા ટીપાઓથી તેમના ચહેરા ઝાકળની જેમ પલળાઈને ભીના થઈ રહ્યા છે. ઊપર કબૂતરને જોતી એ નજરો નીચી થતા થતા ડાબી તરફ જવાબ આપતા સાહિલને જોઈને બોલી.

"યસ. વખતો પહેલાની આ વાત છે. જ્યારે લોકો બટન વાળા ફોન યુઝ કરતા. પછી ટચ સ્ક્રિન. અને આ દુનિયા મોબાઈલથી સજી ધજી હતી. બધા જ માણસોના હાથનું ઘરેણું હતા 'મોબાઈલ'. એના વગરનો માણસ જાણે..એ દુનિયાનો ન હોય, એવું લોકો વર્તતા. ખૂબ જ પ્રભાવિત થયુ હતું આ વિશ્વ મોબાઈલ દ્વારા."

"તો કેમ આજે માત્ર એક જ મોબાઈલ જીવતો છે. એ પણ મ્યુઝિયમમાં..! અને વેલ્યુ તો એટલી બધી છે કે, કોહીનૂર સાથે મુકાયો છે."

"સાંભળ. એ સમય હતો 2089નો. એના વર્ષો બાદ એક પ્રેમી, જેની પ્રેમિકાને આ સમાજે જાતપાત, ધર્મના નામે મારી નાખી હતી. બન્નેને અલગ કરી નાખ્યા હતા. એ પ્રેમી ચાલ્યો જતો હતો, તેની પ્રેમિકાના મૃત્યુ બાદ...હૃદયમાં દર્દની જ્વાળા સાથે, એક અગન સાથે. જાણે એ બીજી કોઈ મંઝીલનો રાહી હોય, અને જીંદગીએ તેને બીજા જ કોઈ રસ્તે લાવીને મૂકી દીધો હોય. ખૂબ દૂર સુધી ચાલ્યા પછી એણે ઉપર તરફ જોયું, ભીની નજરો સાથે. આસમાન હતું..ખાલી. ખાલી મતલબ પક્ષીઓ વિનાનું."

"પણ કેમ?"

"દુનિયા બદલવાની સાથે ક્રૂર પણ થઈ હતી. કંઈ અંશે લાગણીઓ મરી ચુકી હતી. માણસોએ પક્ષી અને જાનવરો પર અત્યાચાર ગુજાર્યો હતો. ખબર પણ ન રહેતી કે, કયા ચહેરાની પાછળ શિકારી જીવતો હશે. પ્રાણીને વિસ્ફોટથી મારતા. આકાશમાં ખૂનની હોળી ખેલતા. કાયદાઓ હોવા છતાં પણ. બસ...એ જ કારણ હતું, ખાલી આસમાનનું.
એની પહેલા પણ એક જમાનો હતો...જ્યાં કબૂતર દ્વારા સંદેશા મોકલવામાં આવતા. અને જવાબ માટે ઇંતજાર થતો. અરે ભાઈ...એ ઇંતજારની પણ શું મજા હતી યાર. ત્યાર બાદ પોસ્ટ ઓફિસો આવ્યા... કાગળિયા કામ. શબ્દોના મોહતાજે લાગણીઓ જેલાતી હતી. વાંચતા ન આવડતું એ વૃદ્ધ આંખોને, પણ પોતાના દીકરાના જવાબની આતુરતા જ એટલી હોતી. અને એમ પણ આપણી આ સીટી તો દાર-અસ-સાદ (હાઉસ ઓફ હેપ્પીનેસ) ના નામે ઓળખાય છે...એ શહેર આખી દુનિયામાં 'વૃદ્ધોના વસવાટ' ના સ્થાનના નામે જાણીતો છે. એ વક્ત હતો ત્યારે એકદમ ડિફરન્ટ. પછી ધીમે ધીમે આવ્યા કોમ્પ્યુટર, મોબાઈલ...સોશિયલ મીડિયા. થઈ ગઈ દુનિયા અલગ..નવી જ. ખરેખર ખૂબ મોટું પરિવર્તન આવી ચૂક્યું હતું.

"અને એ પ્રેમી..?"

"એણે જ તો મોબાઈલને મ્યુઝીયમમાં સ્થાન અપાવ્યું છે."

"રિયલી..!"

"હા. એ બન્ને પ્રેમી આપણી જેમ જ કોલેજમાં સાથે ભણતા હતા. બન્નેનો પ્રેમ આખી કોલેજમાં ફેમશ પણ થયેલો. એ પ્રેમિકાએ એની પ્રેમીને છેલ્લા શબ્દો કહ્યા હતા 'મારા પડછાયાની લગનમાં, તમારા પગરવ સાથે પ્રીત કરી છે. અને આ પ્રીત સંગીત બની આખી દુનિયામાં એક દિવસ જરૂર ગુંજશે. શાંત તરંગની જેમ બધાના હૃદયમાં જરૂર ઉછળશે. લોકોના વિચારોના કાંઠે આપણા પ્રેમનું મહેરામણ જરૂર ઢોળાશે.' જે દિવસે બન્ને પોતાની એક અલગ દુનિયા વસાવીને જીવવાની શરૂ કર્યું..ત્યારે સમાજે તેમને અલગ કરી નાખ્યા. આટલો સમય આગળ જવા પછી પણ..બદલાવ પછી પણ.. સમાજ.. સમાજ તો ત્યાં જ હતો. બાકી 2089માં પણ કોણ જાતપાત, ધર્મને નામ કોઈ પ્રેમને મારે."

"એ તો છે...! આગળ શું થયું?"

"આસમાન જોઈ તેણે વિચાર્યું કે, હું એવું કંઈ કરીને જઈશ કે... એની પ્રેમિકાની આત્માને ખુશી મળે. દુનિયાને એવું કંઈ નવું આપીને જઈશ કે, એનો પ્રેમ એના પર ગર્વ કરે. તેથી એણે પક્ષીઓ અને જાનવરો માટે સખ્ત કાયદો લાવવાનું વિચારી લીધું. ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા પર તેનું એકાઉન્ટ બનાવ્યું. દિવસો એક એક પગલાંની જેમ તેની મંજીલના રસ્તે વીતતા હતા. સમય જતો હતો...બસ જતો હતો. ઘણો સમય વીત્યા પછી લાખો કરોડો લોકો તેની સાથે તેના મિશનમાં જોડાયા. બધા તેનો સાથ આપવા તૈયાર હતા. વિસ વર્ષ ઊપરાંત તો આખી દુનિયા તેની સાથે જોડાય હતી. એ હતી યુવા શક્તિ. છેલ્લે એ દિવસ આવી ગયો હતો, જે તારીખે સરકારની સમક્ષ રજૂઆત કરવાની હતી. લોકો પહેલાની દુનિયા લાવવા તૈયાર હતા. એક સ્થિર-અનંત શરૂઆતની એ રાત હતી. બધા જ લોકોએ પોતપોતાના ફોન દાવ પર મુકયા હતા. બધાના એકાઉન્ટ બંધ થયા...'જય કુદરત' કહીને. જે સરકારને એક તમાચા સ્વરૂપ હતું. આખું અર્થતંત્ર ખોરવાયું હતું. નાણાંને ભારે ખોટ થઈ પડી હતી. કેટલીયે કંપનીઓ પાયમાલ થઈ ચૂકી હતી. કારણ કે, મોબાઈલ જ સૌથી વધારે લોસ કરાવનારું પરિબળ હતું. આખું વર્લ્ડ એના પર જ આધારિત હતું. છેવટે આખી દુનિયાના બધા દેશોની સરકારે પક્ષીઓ અને પ્રાણીઓ માટે કડક કાયદો લાવી દીધો. અને એ કાયદા પછી ક્યારેય કોઈ જીવની હત્યા થઈ નહીં. જો થતી, તો એને પણ મૃત્યુની સજા આપવામાં આવતી...જે સરકાર નહીં, પબ્લિસિટી ખુદ જ આપી દેતી. ફોનની દુનિયા પરિવર્તિત થઈ ગઈ. હવે ફોન નહિ લાગણીઓ વહેતી હતી આખા વિશ્વએ. પણ દુનિયા હજુ પક્ષીથી ખાલી જ હતી. એ આંદોલનના નવ વર્ષ બાદ એટલે કે, ઇ.સ.2118માં એક ચકલી ઊડતી દેખાઈ. અને એને જોઈ લોકોની ખુશીનો પાર જ ન હતો. પહેલી વાર એવું થયું હતું, જ્યારે આખી દુનિયા એકસાથે જશન મનાવી રહ્યા હતા...ચકલીના આગમન પર. ખરેખર એ ચકલી એક ફરિશ્તાથી કમ ન હતી. કુદરત પણ શણગીને બેઠી હતી... ચકલીના આવવાથી. રાત પણ ઝળહળતી મંજર બની હતી. બસ..છેલ્લે જે લાસ્ટ મોબાઈલ વર્જન હતું, એ આજે મ્યુઝીયમમાં કોહીનૂરની સાથે મૂક્યું છે."

"વાહ.."

"હા દોસ્ત. હકીકતમાં એ પ્રેમીએ પ્રેમનું મહેરામણ ધોળ્યું હતું, પ્રીતના સંગીતને આખા વિશ્વમાં ગુજાવ્યું હતું. પ્રેમ....."

"ખરેખર યુનિટી..અને એ પણ યંગસ્ટર્સ. એટલે કોઈ પણ કામ પાર થઈ શકે છે."

"એ પણ જો...પ્રેમ કઈ પણ કરાવી શકે છે (હસીને)..."


બેલ પડ્યો. બન્ને ફરી કલાસમાંથી બહાર આવવા માટે જ કલાસરૂમ તરફ જઈ રહ્યા છે. તરત સાહિલ બોલ્યો.


"જો આ લેક્ચરમાં સરે બેસાડ્યોને..તો હું 'સાંવરિયો' લઈને નીકળી જઈશ (ગુસ્સામાં)."

"મને પણ સાથે લઈ જજે..બાઈક પર. ઓકે!"

"બાઈક નય..એનું નામ બોલ. 'સાંવરિયો' એમ. ઓકે!"

"જો હુકમ.."


બન્ને કલાસ તરફ આગળ વધ્યા. અને આખો ક્લાસ તેમનું સ્વાગત દરવાજો બંધ કરીને કરી રહ્યો છે. કેમ કે, સર ચાર મિનિટ પહેલાથી જ કલાસમાં એન્ટર થઈ ચૂક્યા હતા. બધા હસ્યા... સાથે સર પણ. દરવાજો બંધ થતાં જ અક્ષયે સાહિલને પૂછી લીધું.


"યાર, લાઈફ મતલબ..!"


સાહિલે પણ જોરથી હસીને જવાબ આપી દીધો.


"બસ..એ જ પળ, જ્યાં તું અને હું સાથે હોઈએ."

"મજાક નહીં યાર...સિરિયસલી, બોલને."

"ખબર નહીં. પણ એટલું છે કે, જીવનનો આધાર તર્ક જોય છે..અને મારી જીંદગીનો તર્ક તું છે. તારા વગર તો આ સાહિલની નાવ તરી નહીં શકે. (એકી તસે અક્ષયની આંખોમાં જોતા). તું બોલ...."

"તારા એક એક શબ્દે હું પૂરો થાવ...છતાં ક્યારેય પૂર્ણવિરામ ન બનું...એ છે જીંદગી."


બન્નેના પગલાં એકબીજાની નજર સાથે સ્થિર છે. અચાનક બન્ને ભેટી પડે છે. અને થોડાં આંસુઓ પણ સાથ આપી જાય છે. એટલી અગાઢ શાંત પળમાં પણ જ્વાળાની જેમ લાગતા એ આંસુ...
અચાનક સાહિલ અક્ષયને એક પ્રશ્ન પૂછી લે છે.


"એ કહે ને, કોઈએ મોબાઈલ ફરી બનાવવાનું કેમ ન વિચાર્યું?"

"મોબાઈલ બંધ થયા પછી, કોઈએ પણ તેને ફરી ક્રિએટ કરવા માટે પ્રોત્સાહન ન આપ્યું. કોઈ પણ ચાહતું ન હતું. બધાને ફરી પોતાનું ઓલ્ડ વર્લ્ડ જોવતું હતું. ઓલ્ડ મતલબ કુદરત."

"પણ મોબાઈલ ને પક્ષીઓ સાથે શુ વાસતો?"

"ના. એ બે ને એકબીજા સાથે કોઈ વાસતો નથી. નો કનેક્શન. મોબાઈલ તો માત્ર એક સાધન બન્યા હતા...કુદરતને ફરી સજાવવા માટે. અને મોબાઈલ કોઈ ખરાબ વસ્તુ નથી, એટલે જ તો એકદમ સ્પેશિયલ પીસને મ્યુઝિયમમાં મુકવામાં આવ્યો છે. બસ.."

"યાર..આઈ થિંક, એ સમય પછી મોબાઈલ બંધ થઈ ગયા. એ ફરિશ્તા બાદ આજે ગામમાં થોડા જ પક્ષીઓ છે. હવે આગળ જતાં ફરી એ વક્ત આવશે...જ્યારે લાખો પક્ષીઓ આ આસમાનને ફરી પૂરું કરશે. મતલબ..."

"એ પણ છે યાર. સાચી વાત છે. ત્યાર પછી શું ફરી મોબાઈલનું સર્જન થશે?" અક્ષય વિચારતામાં ખોવાઈ બોલ્યો.

"મતલબ ફરી પ્રેમનું બલિદાન!"

"સાચે જ...ડીઅર. ફરી એક આગ હૃદયમાં સળગીને..."

"હા. કેમ કે, એ પ્રેમિકાને મારનારો આ સમાજ હતો. દુનિયા તો બદલાઈ છે,


'સાંવરિયો' સ્ટાર્ટ થયો. સાહિલની પાછળ બેસતા બેસતા એક વિચાર સાથે અક્ષયે તેનું અધૂરું વાક્ય પૂરું કર્યું.




પણ સમાજ તો નહીં ને...!"