Meri Kahani Meri Digitally Zubani - 1 books and stories free download online pdf in Gujarati

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧ - ૦૫ જાન્યુઆરી ૨૦૨૦

નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં પ્રથમ રવિવારે મારી કહાની મારી ડિજિટલી ઝુબાની છે. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે.

આમ તો આજ ની વાર્તા ની શરૂઆત ૨૦૧૯ માં જયારે મેં લખવાનું શરુ કરેલ ત્યારે જ થઈ ગયેલ મારા ઓફિશ્યિલ બ્લોગ નો પહેલો પાર્ટ જે મેં લખેલ મારી જિંદગી નો પ્રથમ ટર્નિંગ પોઇન્ટ. તો આજે એજ વાત ને ફરી રિપીટ ના કરતા જ્યાં થી અટકેલ ત્યાં થી જ ફરી શરુ કરું છું. જાણું છું જે નવા મિત્રો છે એને સમજવા માં થોડું અઘરું લાગે કે ખરાબ લાગે પણ એ લોકો મારો પ્રથમ બ્લોગ વાંચશે તો એમને આજ થી આગળ ની સફર ઈઝીલી સમજાઈ જશે. કહેવાય છે કે ઘેલછા એક ને એક વસ્તુ વારંવાર કરાવે બસ દર વખતે કાંઇક જુદું જ રિઝલ્ટ એક્સપેક્ટ કરે એવું પણ કહેવાય છે કે દરેક એક્શન નું એટલું ને એટલું જ રીએકશન હોય છે શું થાય જો આ બંને નિયમો સામે સામે અથડાય? શું થાય જો હું આ બંને નિયમો ની વચ્ચે આઈ જવું? આ ડાયલોગ આમ તો મેં જયારે ગયા વર્ષ માં શોર્ટ સર્કિટ ફિલ્મ કરી ત્યારે જાણ્યો પરંતુ આ ડાયલોગ મારી હકીકત બનીને કદાચ ૨૦૦૯ ના એ વર્ષ ની શરૂઆત માં જ મારી સાથે મારી આસપાસ ફરી રહેલ કદાચ હું મારી જાત ને કે મારી આજુબાજુ થઇ રહેલ કોઈ વાત ને સમજી શકું એ પેહલા જ ઘણું બધું થઇ ગયું. હું ફરી પાછો અંદર આવી ને બીજા દિવસ ની એક્ઝામ ની તૈયારી કરવા લાગ્યો પણ હજી મન માં ઘણા વિચારો ચાલી રહ્યા હતા પણ મેં મન ને મક્કમ કરી ને વાંચવાનું ચાલુ રાખ્યું. થોડા સમય માં જ જમવાનું તૈયાર થઇ ગયેલ એટલે હું અને સંકેત બંને સાથે જમવા બેસી ગયા અને પછી જમી ને આજે ઘણા દિવસે ટ્યૂશન જવાનું હતું એટલે હું મન માં વિચારતો ટ્યૂશન જવા નીકળ્યો ત્યાં પણ બીજા મિત્રો ની સાથે મલવાની સાથે જ એજ પ્રશ્નો ચાલુ થઇ ગયા અને બસ મારી જાત ને અને લોકો ને એક મિથ્યા સાથે બતાવવા લાગ્યો. જેમતેમ કરી ને એક કલાક નું ટ્યૂશન પૂરું કરી ને ઘેર આવી ને પાછો જ બીજા દિવસ ની એક્ઝામ ની તૈયારી કરતો થઇ ગયો . બીજા દિવસે સવારે વહેલો ઉઠી ને તૈયાર થઇ ને એક્ઝામ માટે નીકળી જ રહ્યો હતો ત્યાં જ મને ફરી એજ વિચારો આયા પણ હું એને ઇગ્નોર કરી ને સંકેત સાથે મમ્મી - પપ્પા ને પગે લાગી ને એક્ઝામ આપવા નીકળી ગયો પણ રસ્તા માં ફરી એજ ઘટના એ દિલ અને દિમાગ ને કન્ફુયુઝ કર્યું પણ સ્કૂલ પહોંચતા જ હું ગુજરાતી ના પેપર માટે સંપૂર્ણ તૈયાર થઇ ગયો પણ કાશ એ વખતે હું કદાચ સાહિત્ય કે ગુજરાતી ફિલ્મો સાથે કન્નેકટેડ હોત કે કદાચ સારું એવું લખી શકતો હોત. પરીક્ષા પુરી કરી ને હું ઘેર આયો અને ફરી હજી બાલ્કની માં મારા બુટ ઉતારતો અને દિલ ફરી એક વાર દિમાગ સાથે રેસ લગાડવા લાગ્યું.એવું કહેવાય છે કે આપણે ક્યારેક કોઈક વસ્તુ થી જેટલા દૂર ભાગીયે એટલું જ એ નજીક આવે છે.મારી સાથે પણ આ જ વાત બની રહી હતી. હું મારી જાત ને રોકી ને જેટલો દૂર જતો હતો એટલું જ મારી નજીક આવતું હતું. બસ આ બધા ની વચ્ચે એક્ઝામ ના દિવસો પસાર થઇ રહ્યા હતા અને હું હળવો થઇ રહ્યો હતો જોત જોતામાં ૧૨ મી તારીખ આવી ગઈ અને ૨ જ પેપર બાકી હતા અને એમાં પણ એક તો ૧૭ મી એ શનિવાર ના હતી અને વચ્ચે ઉતરાયણ ની રજા. પણ આ રજા માં પણ સવારે ૫:૪૫ ના મેથ્સ નું ટ્યૂશન તો હતું જ. પણ અંદર થી ઉતરાયણ માટે નો એક અલગ જ ઉત્સાહ હતો અને જોવા જઇયે તો આજે છેલ્લી એક્ઝામ જેવું જ વાતાવરણ હતું. એટલે હું પણ ઘેર આવી ને ઉતરાયણ ની તૈયારી માં લાગી ગયો અને વાંચવાનું તો છોડી દીધું જ હતું તહેવારો ની વચ્ચે પણ પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું જાદુ કરી જતું હતું, ફાઈનલી ઉતરાયણ નો તહેવાર આવી ગયો ૧૪મી તારીખ. આપણે તો બોસ વહેલા ઉઠી ગયા અને તૈયાર થઇ ગયા ૫:૩૦ માં જ અને હજી ટ્યૂશન ને વાર હતી એટલે ભાઈ તો ૧૦ મિનિટ પતંગ પણ ચડાઈ દીધી અને પછી ઠંડી હતી એટલે સ્વેટર પહેરી ને ટ્યૂશન ગયા ત્યાં પણ આપણે પતંગ નું મુહૂર્ત કરી દીધું એ વાત ખુમારી થી કહી અને અર્પણ સર કહે કે આખા અમદાવાદ નું મુહૂર્ત તે જ કર્યું લાગે છે. બસ પછી ટ્યૂશન પતાઈ ને બમણી સ્પીડ થી આપણે ઘેર આઈ ગયા અને ફટાફટ રત્નદીપ વાળા ઘરે જવા નીકળી પડ્યા ત્યાં સંકેત પહેલે થી જ પહોંચી ગયેલ અને આપણે પણ ૭:૧૦ માં તો પહોંચી ગયા અને કમ્પાઉન્ડ ના દરવાજા ને કૂદી ને જ અંદર પહોંચી ગયા અને પછી સીધા જ ધાબે. પણ આ વખત ની મારી એન્ટ્રી એકદમ રણ મેદાન માં યોદ્ધાની જેમ જ પડેલ. બાજુ માં પાડોશી હજી બ્રશ કરતા હતા અને ત્યાં જ આપણે તો ઉતરાયણ ના તહેવાર મેં જેમ કુરુક્ષેત્ર ના મેદાન માં અર્જુન બાણ છોડી રહેલ એમ જ આપણે પણ આખા આકાશ ને એક જ ઝટકે સાફ કરી દેવા ના મૂડમાં મચી પડ્યા. ૮ વાગતા જ આપણે ૨૦-૨૫ પેચ લઇ લીધેલ અને પછી બા ઉપર નાસ્તો લઇ આવ્યા અને નાસ્તો કરી ને ફરી મચી પડ્યા. ત્યાં તો બાજુ માં પણ બધા ધીમે ધીમે આવા લાગ્યા અને ૧૦ વાગતા સુધી માં તો આખું આકાશ જાણે એકદમ જ કલરફુલ થઇ ગયેલ અને મમ્મી પણ આ ઘેર આવી ગયેલ. આ બધા ની વચ્ચે કદાચ હજી કશું ખૂટતું લાગ્યું કારણ કે પપ્પા આ વખતે આ ધાબે આવ્યા નહોતા એટલે પણ તોય મારી સાથે મારો ભાઈ હોવાથી હિંમત અંકબંધ રહી અને અમે બીજા બધા ના પેચ કાપવા લાગ્યા. ઉતરાયણ નું વાતાવરણ એકદમ જાણે રંગીન થઇ ગયેલ પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય જ એમ હજી કદાચ મૂડ બન્યો હશે અને પવનદેવ નારાજ થઇ ગયા કે પવન જ ના આવે પણ કદાચ આ વખતે આ પણ એક ઈન્ટરવલ જ હશે કેમકે બપોર ના એક વાગ્યે પવન નું જવું અને આપણે બપોર નું ઊંધિયું અને જલેબી ખાવું અને એકાદ કલાક નો નાનો બ્રેક લઇ ને ફરી હજી બહાર આવવું અને પવન નું પણ એજ જોર થી પાછું આવવું.અને ફરી એજ મૂડ સાથે પતંગ બાજી માટે યુદ્ધ ના મેદાન માં એટલે કે ધાબે ચડી જવું. અને છેક સાંજ સુધી અણનમ રહેવું. બીજા દિવસે વાસી ઉતરાયણ ના પણ એજ જોરથી ઉજવવાના હોશ સાથે લાગી ગયા. ફરી એજ દિવસ જાણે રિપીટ થયો હોય એમ પણ ઉત્સાહ ની વચ્ચે દિવસ ની પરવા કોણ કરે અને આમ જોત જોતા માં જાણે ઉતરાયણ પતી ગઈ. અને આખરે ૧૭મી તારીખ અને શનિવાર અને છેલ્લું પેપર. બસ આ પેપર ને પતાઈ ને ઘેર આયો અને જમી ને સુઈ ગયો કારણકે આજે ટ્યૂશન પણ સાંજ ના ૬ વાગ્યા નું હતું પછી સાંજે ૪ વાગે ઉઠી ને ચા પીધી ને ટ્યૂશન જવાની તૈયારી કરી ને સાંજે ટ્યૂશન માં પહોંચ્યો. બસ અહીં થી આગળ ની ઘટના આવતા મહિને. ત્યાં સુધી તમે પણ ઉતરાયણ ઉજવો અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.