Breakups - Ek navi sharuaat - 1 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 1

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(1)

બ્રેકઅપ. અર્થાત કોઈ સાથે સંબંધ હોય અને વિખુટા પડી જવું. અને બ્રેકઅપ્સ! એવો શબ્દ સાંભળો તો શું વિચાર આવે? મને તો થાય કે, કોઈ વ્યક્તિ ના કેટલાય સંબંધ હશે અને એ તૂટ્યા હશે. આ શબ્દો આજકાલ આપણા જીવનમાં કોમન બની ગયા છે. બ્રેકઅપ, પેચઅપ, પ્રેમ, નફરત, વિરહ અને લિવઈન. જેટલા શબ્દો જાણતો હતો એટલા બધા જ અહીં લખ્યા છે. ઉહું! આ બધા જ શબ્દોનો અનુભવ કર્યો છે. આ મારી કહાની છે. મારા બ્રેકઅપ ની કહાની. સોરી! મારા બ્રેકઅપ્સ ની કહાની. સહી સુને હો. આશ્ચર્ય થયું કે? બ્રેકઅપ્સ શબ્દ સાંભળીને? હા! મારા જીવનમાં ચાર ઘટનાઓ ઘટી હતી. ઘટના શબ્દ થોડું વિચિત્ર લાગે નઈ? પણ, મારા માટે આ ઘટનાઓ આમ વાત હતી. ઉહું! ખાસ વાત હતી. કહાનીની શરૂઆત થાય છે.. ઓહ સોરી! મેં તમને મારું નામ જ ન કીધું નઈ? મારું નામ યશ. યશ ચમન ભાઈ... સરનેમ રહેવા દો ને. અંતે લોકો એવું પણ કહે છે કે, નામ મેં ક્યાં રખા હૈ? હું નાનો હતો ને ત્યારે, મારા દાદા મને કહેતા. દિકરા! જીવન અને મરણ એ આ સૃષ્ટિનો નિયમ છે. એની વરચે સંબંધો અને લાગણીઓ આવે છે અને જાય છે. કોઈ સબંધમાં હારી જઈને આમ, વેવલાની જેમ બેસી નહીં રહેવાનું. માન્યું કે, માનવીને એકપણ વાર પ્રેમ ન થઈ શકે. પરંતુ, એક વાર થઈ જાય! અને પછી બીજીવાર ન થાય? ના! હું એવું માનું છું કે, પ્રેમ વારંવાર થઈ શકે છે. મને ક્યારેક લાગે છે કે, મારા દાદા આ બધી લાઈનો ક્યાંકથી ટપાવી લાવે છે. કારણ કે, જીવન અને મરણ વાળી લાઈન મેં એક ગુજરાતી ફિલ્મમાં સાંભળેલી. અને પ્રેમ વારંવાર થઈ શકે એ લાઈન હિન્દી ગીતમાં. તોહ, મારા દાદા મને બનાવે છે. ઓહ! ખોટું નહીં સમજતા મને ઉલ્લુ બનાવે છે. મારા દાદા એ લાઈન્સ તોડી મરોળી અને નવી રીતે પેસ કરે છે. સ્ટીલ મારા દાદા મારા દાદા છે. આ રીતે કોઈની લાઈન્સ તોડી ન લેવાય. કહેવું હોય તોહ, સીધું જ કહી દેવાનું. મારા દાદા આવા જ છે. શું કરી શકાય? એ લાઈન્સ તેમણે મને કાલે જ કહી હતી. માટે મને લાગ્યું કે, મારા દાદા એ આ લાઈન્સ ક્યાંકથી ટપાવી છે. ચલો, તમે પણ મારા ટપ્પા સાંભળીને બોર થઈ ગયા હસો. કંઈક નવું જોઈએ. મારા પહેલા પ્રેમ ને જોઈએ. અમુમન લોકો કહે છે કે, તેમનો પહેલો પ્રેમ દશમાં ધોરણમાં હતો. નવમાં ધોરણમાં હતો. કોઈક તો, પાંચમા સુધી પણ પહોંચી જાય છે. પરંતુ, હું ફેંકીશ નહીં. સાચેસાચું જ કહીશ. વધું બોલાઈ ગયું નહીં? થોડું પાણી પી લઉં.

હા તોહ, ક્યાં હતા આપણે? સાચેસાચું કહી દઈશ. તો સાચી વાત એ છે કે, નાનપણથી સકલ ખરાબ હતી. ત્યારબાદ, સ્ત્રીઓની ગોરા થવા વાળી ક્રીમનો ઉપયોગ કર્યો. ઓલી જે, યામી વાપરે છે તેજ. માફ કરશો ઉપયોગ કરે છે તેજ. વરચે-વરચે આમ, શું દેશીભાષા આવે ને તોહ આમ, સારું લાગે. તોહ, એ ક્રીમનો ઉપયોગ દસમાં ધોરણથી શરૂ કર્યો. અને પરિણામ બારમામાં મળ્યું. તોહ, પ્રેમ કરવા માટે શકલ તો, મળી જ ગઈ હતી. ના, એટલે અમુક લોકો કહેતા હોય છે ને? કે, પ્રેમ હૃદય થી થાય? પરંતુ, આજદિન સુધીમાં કોઈ એવું મળ્યું નહોતું. માટે, આ ક્રીમનો સહારો લેવો પડ્યો. ત્યારબાદ, હું શાહરુખની સ્ટાઈલમાં હાથ ફેલાવીને પ્રેમની શોધ કરતો. પછી તોહ, એય ને છોકરીઓના છુટ્ટા બુટ આવ્યા કરતા મોઢા પર. હું એવું માનું છું કે, સફળતા અને સરળતા બંને એકબીજાના વિપક્ષ છે. જ્યાં સફળતા હોય ત્યાં સરળતા હોતી નથી. અર્થાત સફળતા મેળવવા માટે પરીશ્રમ કરવો જરૂરી છે. ત્યારબાદ, એક ગીત પણ લખી કાઢ્યું. જેમાં સંગીતકાર કહે છે. કે, ક્રીમ લગા કે નિકલે હમ બાજાર. બાજાર! આ શબ્દ સારો લાગે બજાર કરતા. માટે જ લખી કાઢ્યો. બંને શબ્દો બોલવામાં પણ જુદા લાગે. બજાર શબ્દ આમ, જાણે સુખલકડી હોય એવું લાગે. અને બાજાર સંપૂર્ણ આહાર થી ભરેલો. હા, અમુક લોકો કહેશે કે, સંપૂર્ણ નહીં સંપૂર્ણપણે એવું થાય. પરંતુ, તમને ખબર જ છે. કે, અપન સુનતા કોઈની નહીં એન્ડ કરતા ખુદ કી હૈ. આમ, હિન્દી શબ્દો વચ્ચે આવે ને તોહ,બૉલીવુડ વાળી ફીલ આવે નહીં? ચલો, પહેલા પ્રેમની શરૂઆત કરીએ. તોહ, દેવીઓ ઔર સજ્જનો વધારે માન અપાઈ ગયું નહીં? તમારા સ્કુટરમાં પેંટ્રોલ ભરાવી લેજો. કારણ કે, આપણે લાંબી યાત્રાએ નીકળવાના છીએ. જેમાં, હું પણ પહેલી વખત સફર કરી રહ્યો છું. વચ્ચે કંટાળો આવશે એની હું ગેરંટી લઉં છું. પરંતુ, અંતે તમે ડ્રામેટીક થઈ જ જશો! એની ગેરંટી હું ન લઈ શકું.

"બે જલ્દી સ્કુટર સ્ટાર્ટ કર ને. ઓલી તમન્ના નીકળે જશે યાર. તને ખબર જ છે કે, તારા ભાઈને પાંચ છ દિવસ થી સ્માઈલ આપે છે. તું નથી ઈચ્છતો કે, ભાઈની પ્રેમ કથા પણ નિક અને પ્રિયંકા જેવી હોય? ઓહ સોરી! માફ કરજે. વિરાટ અને અનુષ્કા જેવી હોય. બોલ! મુહ મેં મગ ભરા હૈ?" મેં કહ્યું.

" અરે, તને ખબર નહીં લ્યા? તમન્ના નો પહેલા થી જ એક બોયફ્રેન્ડ છે. હા... હા.. હા..." જયદીપએ વળતો પ્રહાર કર્યો.

"હા તોહ, શું? પુરુષ મિત્રો બધાય ના હોય જ ને. એમા શું? તારી સ્ત્રીમિત્ર છે જ ને."

"અરે ગધે! એમની સગાઈ થવાની છે. અને તું ક્યાં? એ ક્યાં? એ કોલેજના થર્ડ યરમાં છે. અને તું? તું બારમાં ધોરણમાં છે. અને એ તને જોઈને નહીં! એના ભવિષ્ય ને જોઈને સ્માઈલ કરી રહી હતી." આ વખતે જબરું લાગ્યું હશે.

"ભવિષ્ય? એ કોણ?"

"બે ભો.... માફ કરના ગલતી સે અભી ગલત નીકળ ગયા હોતા. બે ભોંદુ! એના ભવિષ્ય હસબન્ડની વાત કરું છું." આ વખતે જબરું વાગ્યું જ હશે. ના..ના.. મનમાં ગીતો વાગતા હશે.(ક્યાં શે ક્યાં હો ગએ? દેખતે...દેખતે... હું પણ આઈટમ છું લ્યા. મનમાં હસ્યો.)

મેં ટેબલ તોડી. કાંચ તોડ્યા.પોટલી લઈને અશ્રુઓ વરસાવ્યા. હા, પોટલી કારણ કે બોટલ લેવાના પૈસા ક્યાં થી આવે? તમને આવા વિચાર આવ્યા હોય! તોહ, તમે ખોટા છો. આવું કંઈ જ નહોતું થયું. કારણ કે, તમન્ના માત્ર મારો ક્રશ હતી. ક્રશ! તમને નહીં ખબર? અરે, જે માત્ર ગમે. બાકી પ્રેમ તો, મેઘના સાથે થયો હતો. ઈશ્ક વાલા લવ. હવે, વરચે વાલા! શબ્દ આવ્યો તોહ, તમે ગુજરાતી શાયરીઓ વાળો વાલો ન સમજતાં. આ અલગ વાલા છે. મુજશે જો નજરે ચુરાને લગે હો. લગતા હૈ કહીં ઔર શેરી જાને લગે હો. બે! આ ટોપા ને સરખું ગીત ગાતાય નહીં આવડતું. માફ કરજો ક્યારેક ક્યારેક આડોઅવળો નીકળી જઉં છું. આ અરીજીત ના ગીતની .... કરવા વાળો મોહન હતો. અરે! .... સમજ્યા નહીં તમે? ..... આ ટપકા નો અર્થ! અરે, એ શબ્દો અહીં ન બોલી શકાય. વારંવાર સવાલ નહીં કરો. હા તો, ક્યાં નામ થા લડકી કા? ઓહ, સોરી ગલતી સે ગલત લાઈન બોલ દી. હા તોહ, કીધર થા અપન? મોહન પાસે ને? હા તોહ, મોહન. એ, શાળાનો સૌથી ટોપો વ્યક્તિ. તમારી શાળામાં પણ હશે જ ને? આવા નમૂનાઓ ખુદને આયુષમાન સમજતા હોય છે. આયુષમાન! હમણાં એજ તો, ચાલે છે. માટે જ એનું નામ લીધું.

"અરે, મેઘના. તારી નોટબુક આપજે નહીંતર... તારો નાનો ભાઈ આઠમા ધોરણમાં છે જ ને? અને હા. હમણા કેમ કંઈ બોલતી નથી? યાદ છે ને? તારા ભાઈનું શું હાલ કર્યું હતું? તે એકવાર મારા વિરુદ્ધ કમ્પ્લેઈન કરી હતી ત્યારે પણ... તોહ, ચુપચાપ નોર્મલ થઈ જા. અને કદાચ, તું ભૂલી ગઈ છે કે તું મારી ગર્લફ્રેન્ડ છે. તેજ વચન આપ્યું હતું ને? જ્યારે તારા ભાઈને ધીબ્યો હતો ત્યારે...." મોહનએ કહ્યું.

પબ્લિકલોગ તમને લાગતું હશે કે આ શું થઈ રહ્યું છે? અરે, વાંચીને જ ખબર પડી જાય છે. કે, એક ગુંડા જેવો વિદ્યાર્થી કોઈ સીધી છોકરીને બ્લેકમેલ કરી રહ્યો છે. હું આ શાળામાં નવો આવ્યો છું. બારમાં ધોરણની શરૂઆત છે. અને પહેલી નજરમાં જ મેઘના ગમી ગઈ. પંખા ના કારણે એ બાંધેલા વાળ ઉડી નથી રહ્યા. તેનો ડ્રેશ પણ પવનના લીધે ઉડી નથી રહ્યો. અરે, કોમન વાત છે યાર! એ શાળામાં છે. કોઈ બીચ પર નથી. મોઢા પર એ માસુમીયત. એની સુંદરતા પર બધા જ ફિદા છે. પરંતુ, તેનાથી પણ વધારે મહત્વ હૃદય ને આપવું જોઈએ. હું શાયર તો નથી. પરતું, તને જોઈને શાયરી યાદ આવી ગઈ. આવી જ કંઈક લાગણીઓ મનમાં ઉદ્ધભવવી જોઈએ. અને મેઘનાને જોઈને એવું જ કંઈક લાગ્યું હતું. હા, એનું ઘા મારા હૃદય પર લાગ્યું જ હતું. જ્યારે વરચે હું કોઈ શબ્દમાં "જ" મુકું. ત્યારે, સમજી જવું કે આ વાત હૃદય પર વાગી જ હશે. હવે, કેટલાક લોકો ધારણાઓ કરતા હશે. કે, હું મોહનને ધીબ્બીશ અને મેઘના મારી થઈ જશે. તમે, ખોટા છો. હું પણ એવું જ કંઈક વિચારીને ગયો હતો. પરતું, મોહનના મિત્રોએ એવો તે માર માર્યો કે, દસ દિવસ ઘરની પથારીએ પડ્યો રહ્યો. એટલું બધું વાગ્યું નહોતું. આતો, એમ જરાક હું ડરી ગયેલો એમનાથી.

એ મેઘના મારી પાસે આવી રહી હતી. આસપાસ કાલાહિટની વાસ નાકને આઘાત આપી રહી હતી. હું પથારીએ પડ્યો હતો. મારા બેડ પર મચ્છર અને વંદાઓની ફોજ લડાઈઓ કરી રહી હતી. ત્યારેજ મને વિચાર આવ્યો કે, મેઘના મારી પાસે આવશે. મેઘના મને કહેશે કે, યશ! તું મારી માટે લડ્યો? મારી માટે? મારી માટે તારો જીવ જોખમમાં મુક્યો? અને મને ગળે મળી અને કહેશે કે, આઈ લવ યુ યશ.

"એય, સુખલકડી. શું સમજે છે તારી જાત ને? એ મોહન છે. મોહન! એના બાપા ટ્રસ્ટી છે. આપણી શાળના ટ્રસ્ટી. એ ક્યાં? તું ક્યાં? ના જાન ના પહેચાન મારી માટે લડવા શા માટે ગયો? એ તો, મજાક કરતો હતો. આજદિન સુંધીમાં મારા ભાઈને કોઈએ હાથ પણ નથી લગાડ્યો. અને જેણે લગાડયો છે. એ વ્યક્તિ મોહનના હાથેથી બચ્યો નથી. તું પણ સાંભળી લેજે. તને શું લાગ્યું હું તને આવી ને એમ કહીશ કે, ઓહ! થેંક્યું યશ. તું મારી માટે લડ્યો. મારી માટે જીવ જોખમમાં મુક્યો. મારી માટે આવું કોઈએ નથી કર્યું. પછી હું તને ગળે મળીશ. અને ત્યારબાદ, યશ આઈ થીંક હું તારા પ્રેમમાં છું. સાંભળ! આ તારી ચમનદાસ મહાવિદ્યાલય નથી. કે, તું મન ફાવે એ કરીશ. અને હા દૂર રહેજે મારા થી. હું તારી તબીયત માટે હાનીકારક છું.

સાલું એ વાતનું જીવનમાં દુઃખ રહી ગયું કે, કોઈ એવો વ્યક્તિ મળ્યો જ નહીં જે, પોતાની લાઈનો તૈયાર કરી આવે. મેઘના! તું પણ? તે પણ સાહિદની લાઈનો ચોરી લીધી. મિત્રો મને રડવું આવી ગયું. ખૈર આ વાત છોડો.

મહીનાઓ વીત્યા. મેઘના! મેઘનામાં કંઈક તો ખાસ હતું. નહીંતર મોહન થી ડરી જનાર હું! મેઘના પાછળ આટલો ગાંડો ન થયો હોત. દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની આઈડી શોધી. પરંતુ, ખબર પડી કે એની પાસે મોબાઈલ જ નથી. વિદાય દિવસ હતો. મેઘના આજે સાડી પહેરીને આવી હતી. મિસ ઇન્ડિયા લાગી રહી હતી. આજે મેં વિચાર કરી લીધેલો. હું આજે મેઘનાને કહી જ દઈશ કે, હું એને કેટલો પ્રેમ કરું છું. મેઘના તેની ફ્રેન્ડ્સ પાસે ઉભી હતી. હું તેની પાસે ગયો. પરંતુ, અંદર થી ડર લાગ્યું કે, બધાય વચ્ચે? બધાય ની વચ્ચે મને મો પર બેચાર ચમાટ નહીં આપે ને? મેં આ સમારોહ પતવાની રાહ જોઈ. સમારોહ જલ્દી ક્યાં પતવાનો જ હતો? મોહન પેટું ભોજન જે ઠુસી રહ્યો હતો. અંતે કેટલાક લોકોનું ચર્યા બાદ, મોહન ઉભો થયો. સમારોહ સમાપ્ત થયો. મેઘના બહારની તરફ નીકળી. હું મેઘનાની પાછળ ગયો. અને ત્યારેજ મોહન ત્યાં તેની કાર લઈને આવી પહોંચ્યો. બંને તેની કારમાં દૂર નીકળી ગયા. આ મજાકીય વ્યક્તિને ત્યારે ખુબ જ આઘાત લાગેલો. પ્રેમની શરૂઆત જ આ રીતે થઈ હતી. તોહ,સાલું અંત કઈ રીતે થવાનું હતું? મેઘના તોહ, જીવનમાં ફરી નહોતી આવવાની. ઉસકો તોહ બતાયા ભી નહીં મૈને કી, વહ મેરે લીએ ક્યાં થી? જીવન માંથી જીવ જતો રહ્યો હોય! એવું લાગી રહ્યું હતું. પરંતુ, આજ તો ખાસીયત છે આ જનરેશનની. જે, ઉંમરે મોઢાઓ ધોવાની ભાન ન હોય એ ઉંમરે પ્રેમ કરો! તોહ, દગો તોહ મળે જ ને. ચલો, ગુડ નાઈટ. ઊંઘી જાઓ. હવે, કાલે આગળના પ્રેમપુરાણ ની ચર્ચા કરીશું.

ક્રમશઃ