Breakups - Ek navi sharuaat - 3 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 3

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(3)

સાચું કહું તો, મેઘના મારા પ્રેમમાં હતી. એ દિવસે જ્યોતીની જે મદદ મેં કરેલી એના કારણે એ ઈમ્પ્રેસ થયેલી. ખરેખર કોણે ન ગમે આવો વ્યક્તિ? જે બીજાની મદદ માટે પોતાનાઓ વિરુદ્ધ જઈ શકે. હું જાણું છું કે, મારા જ મોઢે મારા વખાણ શોભે નહીં. પરંતુ, તમને આ બધી જાણકારી રહે માટે થોડું ઘણું કરવુંય પડે. અંતે કોઈની ભલાઈ કરવી એ આ જમાનામાં મોટી વાત કહેવાય. આ જમાનો! શું છે આ જમાનો? આ જમાનો એ છે જ્યાં, ભાઈ-ભાઈ વરચે વેર રાખે છે. આ જમાનો એ છે જ્યાં, પોતાનાઓ જ સાંપની જેમ ઝેર નાખે છે. આ જમાનો જ્યાં, પુત્રીઓ સેફ નથી. આ જમાનો જ્યાં પોતાનાઓ વરચે હેત નથી. જમાનો છે ભ્રષ્ટાચારીઓનો. હું તોહ, એ દેશમાં જીવવું વધારે પસંદ કરીશ જ્યાં બહેન-પુત્રીઓ અનસેફ નથી. દેશ મેરા મહાન હૈ. પરંતુ, દેશવાસીઓ કી વિચારધારા છોટી હૈ. મહાપુરુષોનું સપનું આપણે ચકનાચૂર કરી રહ્યા છીએ. દેશની પ્રગતી કરાવવાની જગ્યાએ અપમાન આપણે કરી રહ્યા છીએ. ખૈર હું કોઈ મહાપુરુષ નથી. નાહું મોટીવેશનલ સ્પીકર છું. હું આ દેશનો સામન્ય વ્યક્તિ છું. જે, દેશ માટે હંમેશા ઉભો જ હશે. ચલો, વાર્તામાં આગળ વધીએ. સારા કામો કરનાર ખરેખર દુનિયામાં ઘણા જ ઓછા વ્યક્તિઓ છે. પરંતુ, સારા કામ કરવા માટે પ્રોત્સાહિત કરનાર વધારે. તોહ, આ પરથી તમને સમજાઈ જ ગયું હશે કે, મેઘના શા માટે આટલી ઈમ્પ્રેસ થઈ હશે. એ મને પ્રેમ કરવા લાગી છે. હું આ વાત થી બિલકુલ અજાણ હતો. મેઘનાના મનમાં શું છે? શું નથી? એ બધું જાણવાનું મેં કષ્ટ નહોતું કર્યું. ખરેખર મેઘના ક્યારેય પરત નહીં આવે એવું જ લાગ્યું હતું. આ વખતે પણ હું ખોટો હતો. આ વખતે પણ એ આવી હતી. અને આ વખતે મારી પ્રિયતમા રૂપે તે આવી હતી. અચાનક મારું જીવન બદલાઈ ગયું હતું. એનું કારણ મેઘના હતી. જે વ્યક્તિને હું ચાહતો હતો તેણે સામેથી મને પ્રપોઝ કર્યો હતો.

******

એ દિવસે હું ગામના પાદરે એકલો બેઠો હતો. હું જ્યોતી વિશે વિચાર કરી રહ્યો હતો. એ ક્યારેય ઠીક થશે? શું એ ઠીક થવાની છે? અને થવાની છે તોહ, ક્યારેય? નથી થવાની તોહ, કેમ? આ બધાય પ્રશ્ન મારા મનમાં રમી રહ્યા હતા. અને ત્યારેજ મેઘના સામે થી આવી પહોંચી. કદાચ, એ જાણતી હતી કે હું ક્યાં હોઈશ. એણે આવી અને મને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યો. સાલું આ ફિલ્મી અંદાજ! સૌને એમજ લાગે છે કે, પ્રપોઝ કરવું હોય તોહ ફિલ્મી અંદાજમાં જ કરાય. પરંતુ, મારું કંઈક અલગ જ વિચાર છે. હું એવું માનું છું કે, અંદાજ એકદમ સાદો હોવો જોઈએ. હા, આ સાદો અંદાજ ખરેખર કામ કરી જાય. હવે, એણે પ્રપોઝ કર્યો છે એ મારી માટે મોટી ઘટના કહેવાય. હું ક્યાં આ પ્રપોઝપુરાણમાં પડી ગયો. એણે તેના ઘૂંટણ પર બેસી અને મને ગુલાબનો ફુલ આપ્યો. નીચે પથ્થર હતો. અને એ પથ્થર તેને ખૂંચી ગયો. સાલું એક વાર જોઈ તોહ લેવાય. નાહ! પ્રેમમાં લોકો ખરેખર આંધળા થઈ જાય છે. એ સાઈઝમાં મોટો અને અણીદાર પથ્થર તેને ઘુંટણમાં ખૂંચી ગયો. તેના ઘુંટણમાંથી લોહી વહી રહ્યું હતું. "ઓહ, યશ! મને વાગ્યું. જો, બ્લડ પણ વહે છે." એણે કહ્યું.

મનમાં મને વિચાર આવ્યું. કે, સાલું આટલુંક વાગ્યું એમાં આટલા બધા નખરા? આ મેડમ ને તોહ, ઓસ્કર મળવો જોઈએ. ના! એ પણ ઓછો છે. આની માટે નવો એવોર્ડ શોધવો પડશે. જે, માત્ર દુનિયાનાં એકજ વ્યક્તિ પાસે હોય. ચલો, વાર્તામાં પાછા ફરીએ.

"ઓહ, વધારે નથી વાગ્યું ને?" ( મેં જાણી જોઈને આ પ્રશ્ન કર્યો.)

"યશ! સાયદ હું ચાલી નહીં શકું. યશ પ્લીઝ હેલ્પ મી."

સાલું મને ખબર હતી કે, ઈસ્કો ફિલ્મી અંદાજમે અસ્પતાલ જાના હૈ. અને ખરેખર તોહ, છોકરાઓનું કમાલ કહેવાય હો. ચોવીસ કિલો વજન ધરાવતા ગેસના બાટલા તેમના થી ક્યારેય ઉપડતા નથી. અને જ્યારે કોઈ છોકરીને આમ, હેલ્પ કરવી હોય ત્યારે શક્તિમાન બની જાય છે. કમાલ છે નહીં? ખરેખર ગેસના બાટલાનું વજન કેટલું હોય? એની મને સાચી જાણકારી તો નથી. અને ગેસનો બાટલો ખરેખર ન્યુટન તોહ, છે નહીં કે એના વિષે જાણકારી રાખું. અને ન્યુટન વિષે પણ મને જાણકારી તો નથી જ. આઈ થીંક એનું મગજ દુનિયાનું સર્વશ્રેષ્ઠ મગજ હશે. કારણ કે, એપ્પલ ઉપરથી પડે એમાં કોઈ વ્યક્તિ ગુરુત્વાકર્ષણ શોધી કાઢે? ખરેખર નવાઈની વાત કહેવાય. હવે મારી પર એપ્પલ પડે એ કોઈજ કામનું નથી. કારણ કે, નામ તોહ ન્યુટનનું જ આવશે ને?કારણ કે, ગુરુત્વાકર્ષણ એણે જ શોધ્યો હતો. કાશ હજારો વર્ષો પહેલાં મારી પર એપ્પલ પડ્યું હોત. હવે મારું નામ તો નઈ જ આવે ને? આ તો દગો કર્યો કહેવાય. ખૈર છોડો. કોણે પડી છે? મેં મેઘનાને હાથોમ વળે ઉપાડી. અને એણે છેક ઘર સુધી મુકવા ગયો. રસ્તામાં તેની નજર મારી પર જ હતી. હવે કોઈ છોકરી પહેલીવાર આ નજરે જોઈ રહી હતી. અને મારી પર પ્રેસર આવી ગયું. કારણ કે, પહેલીબાર કીસી લડકી કા વજન ઉપાડ રહા થા. વહ, થોડી સ્વસ્થ થી. ઔર મૈં થોડાં લકડી સા. મીન્સ થોડા હી. તોહ, નજરો મળી. પ્રેમ મળ્યો. બીજું શું જોઈએ છે આ જીવનમાં? બાય-સાય બોલકે ઘર પરત ફર્યો. આમ, હિન્દી ગુજરાતી મિક્સ કરો ને તોહ આનંદ આવે. બીજું કંઈની આમ, સારું લાગે બસ. બોલવાની મજા આવે. અને પ્રેમમાં પડેલો હું. જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે, જ્યોતીને જોઈ બધું જ ભૂલી ગયો. મારા દાદાએ મારા વખાણ કર્યા હતા. કારણ કે, મેં જ્યોતીની આ હાલતમાં પણ મદદ કરી હતી. એમણે કહ્યું હતું કે, સુખ હોય કે દુઃખ અપને તો અપને હોતે હૈ. ભલે લાઈનો ક્યાંકથી ટપાવેલી હતી. પરંતુ, હૃદયને અડીને નીકળી ગઈ. પરંતુ, મનમાં એક પ્રશ્ન હતો. ખરેખર હું જ્યોતીની મદદ કરી રહ્યો હતો? કારણ કે, જ્યોતી વારંવાર આપા બહાર થઈ જતી હતી. અને અમે જ્યોતીને જંજીરો દ્વારા બાંધી મૂકી હતી. એ રડતી. તેની માતાનું, પિતાનું, પરિવારનું નામ વારંવાર લીધા કરતી. ખરેખર, જ્યોતીના પાગલપનનું કારણ તેનું પરિવાર ન હોવવું હતું? તે એકલીપડી ગઈ હતી? મારા મતે તોહ, એવું જ કંઈક કારણ હતું. રાત્રે હું તેણે જમવાનું આપવા માટે ગયો ત્યારે, તેણે અચાનક મારી પર હુમલો કર્યો. મારા હાથમાંથી લોહી વહી રહ્યું હતું. જ્યોતીના હાથમાં ચાકુ હતો. મારી ચીખ નીકળી ગયેલી. લોહી ફર્સ પરથી દરવાજા સુંધી પહોંચી ગયો હતો. મારા દાદા દોડીને ઉપર આવ્યા.

"શું થયું યશ? આ....-" તેઓ વાક્ય પૂરું ન કરી શક્યા.

"કંઈ નહીં દાદાજી જસ્ટ વાગી ગયું. ચિંતા નઈ કરો તમે. હું સંભાળી લઈશ બધું જ." મેં કહ્યું.

"જ્યોતી ના હાથમાં ચાકુ? આ લોહી? તારો હાથ? આ ઘાવ? અને તું કેછે કે, ચિંતા ન કરો? હે ભગવાન તારું શું થશે? મને ખબર છે તું દુનિયાથી જુદો છે. તારામાં દુનિયાના અન્ય વ્યક્તિઓ કરતા લાગણીઓ વધારે રહેલી છે. તું હંમેશા પોતાનાઓને આગળ રાખે છે. પરંતુ, સમજ યશ. આ જ્યોતીએ આજ ચાકુ હાથમાં માર્યો છે. કાલે બીજી.. તોહ? ના. આને પગલખાને મૂકી આય. હા! આ મારી પુત્રી સમાન છે. પરંતુ, આમ? આ બધું? આ? તું મૂકી આય આને."

મારા દાદા એટલા ચિંતાત્મક થઈ ગયેલા કે, તેમણે ફિલ્મોના ડાયલોગ્સ પણ યાદ નહોતા આવતા. શું બોલવું? કઈ રીતે બોલવું? એ તેમણે સમજમાં નહોતું આવી રહ્યું. પરંતુ, મારા સમજાવવાથી અંતે તેઓ સમજ્યા ખરા.

"દાદુ. જ્યોતી મને આગળથી કંઈ પણ નુકશાન નહીં પહોંચાડે. અને પહોંચાડશે તોહ, અંતે તમારી વાત માની જઈશ. પરંતુ, અત્યારે જ્યોતીને એક ચાન્સ આપો. પ્લીઝ દાદુ. પ્લીઝ! વો કહેતે હૈના જો હોતા હૈ અચ્છે કે લીએ હોતા હૈ. તોહ, પ્લીઝ વાત માની જાઓ."

"ઠીક છે. તારી વાત રાખું છું.-" આ શબ્દો સાંભળી હું આનંદથી ઉછળવા લાગ્યો.

"પણ, જો બીજી વખત આવું કંઈ થયું તો હું તને પુછીશ નહીં. આગ્રહ નહીં કરું. તારી વાત નઈજ રાખું. અને ડાયલોગ સારો હતો."

મારા દાદાને હું ભેટી પડ્યો. મારા દાદાને મનાવવા એટલા સરળ છે કે, વાત ન પૂછો. એક ફિલ્મી ડાયલોગ અને ખેલ ખતમ. પરંતુ, જ્યોતીએ મારી પર વાર કર્યો? મારી પર? એ કદાચ, મને ઓળખતી નહીં હોય? મને ભૂલી ગઈ? એના બાળપણના મિત્ર ને? ખૈર છોડો. એની પરિસ્થિતિ બદ થી બત્તર થઈ ગઈ છે. હા, એ ઠીક થઈ જશે તો એને હું જ પરણાવીશ. કોઈક સારો છોકરો શોધીશ એની માટે. શોધીશ શું દેવેન્દ્ર તો છે જ ને. હા, આની માટે એ પરફેક્ટ રહેશે. અને હું મેઘના સાથે. વિચારીને જ આનંદ આવી જાય છે. જોઈએ શું થાય છે. કારણ કે, મારી પ્રેમકથા આગળ વધી રહી છે. ચલો, આતે હૈ.

ક્રમશઃ