Breakups - Ek navi sharuaat - 7 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 7

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(7)

ખરેખર હું મેઘનાને ભૂલી નહોતો શકતો. અંતે એકમેકને અમે અનહદ પ્રેમ જે કરતા હતા. પરંતુ, જે વ્યક્તિને વિકલાંગો કે રોગીઓ પ્રત્યે પણ લાગણીઓ ન હોય.એવા વ્યક્તિઓના પ્રેમ પર ટ્રસ્ટ કરી શકાય ખરો? આ ઉત્તર હું મારી જાત પાસે થી મેળવવાનું પ્રયાસ કરી રહ્યો હતો. અને ત્યારે જ એક દુઃખદ સમાચાર મળ્યા. મેઘનાએ આત્મહત્યા કરી છે. હું આ સમાચાર સાંભળીને ચોંકી ગયો. શા માટે? શા માટે એણે આવું કર્યું હશે? એ મને આટલું ચાહતી હતી? પરંતુ, એની પાસેથી મને આવી ઉમ્મીદ નહોતી. ખરેખર મેં ધાર્યું નહોતું કે, એ આવું પગલું ઉપાડશે. હું રડી નહોતો શકતો. મને રડવું હતું. પરંતુ, ખબર નહીં કેમ? હું નહોતો રડી શકતો. હું અંદર ઘૂંટાઈ ગયો હતો. હું મેઘના સાથે વિતાવેલી પણોને યાદ કરી રહ્યો હતો. એ એકમેકની આંખોમાં ખોવાઈ જવું. એ એકમેકના હાથમાં હાથ પરોવવી, અને દુનિયાથી ડર્યા વિના પ્રેમનું અનુભવ કરવું. હું આ બધું વિચારી રહ્યો હતો. અને તરત જ બાઈક પર ત્રણ સો કિલોમીટર દુર મેઘનાના ઘેર જવા માટે નીકળી પડ્યો. આસપાસની સુંદરતાને માણવાનો જરાય મૂડ નહોતો. અંતે કેટલાક કલાકોની સફર બાદ, હું મેઘનાના ઘેર પહોંચ્યો. મને થયું તેના પિતા મને જોઈ અને ગુસ્સો કરશે. તેઓ, કહેશે કે તારો જ વાંક છે. એણે તારા જ કારણે જીવ આપી દીધો. પરંતુ, વિચાર્યું એવું કંઈજ ન થયું. તેમણે મને તેમની પાસે બોલાવ્યો. અને મારા ખંભા પર કંધો મૂકી રડવા લાગ્યા.

"બેટા! આમા હું તારી જ ભૂલ કાઢવાનો હતો. તને બધાયની વરચે ત્યાં આવી એક લાફો મારવાનો હતો. અને બધાયની વચ્ચે તને સંભળાવવાનો હતો. પરંતુ, મારી પુત્રીની છેલ્લી ચિઠ્ઠી મળી. તેણે આત્મહત્યા કરવા પહેલાં એક ચિઠ્ઠી લખી હતી.

પિતાજી એડ્રેસ કે, જિલ્લો કે શહેર કે એવી કોઈ જ વિગત અહીં લખીશ નહીં. જાણું છું કે, આવા વખતે મજાક ન હોય. પરંતુ, મને ખબર જ છે. તમે આ ચિઠ્ઠી જરૂર વાંચશો. ત્યાં કવરમાં હજુ એક ચિઠ્ઠી મૂકી છે. ના! એ ચિઠ્ઠીને અડવાનું પ્રયાસ પણ ન કરતા. એ ચિઠ્ઠી મેં મારા જીવ માટે લખી છે. હા! એ ચિઠ્ઠી મેં યશ માટે લખી છે. મને ખબર છે તમે મારા આ કદમનો દોષ યશને જ આપવાના છો. પરંતુ, પિતાજી એ સાચો છે. આ ઘટનામાં ભૂલ મારી જ છે. કદાચ, મારે જ બદલાવવાની જરૂરત હતી. મેં મારી જાતને કદાચ બદલી હોત. મેં મને બદલી હોત તોહ, આજે યશ મારી સાથે હોત. પરંતુ, હવે શું? આ વાતો કરવાનો કોઈ જ ફાયદો નથી. એ ફરી પરત આવવાનો નથી. એ ક્યારેય પરત નહીં આવે. કદાચ, હું વર્લ્ડની લાસ્ટ છોકરી પણ હોઈશ ને? તોહ, પણ એ મારી સાથે વાત નહીં કરે. ભૂલ જ મારી છે. આ બધું મેં ન કર્યું હોત. હા! જ્યોતીને મેજ હેરાન કરી છે. અને તેના હોસ્પિટલમાં એડમીટ થવાનું કારણ પણ હુંજ છું. હું જ જ્યોતીને પાગલખાને મોકલવા માંગતી હતી. યશ સારો વ્યક્તિ છે. આવા છોકરાઓ ક્યાં મળે આજકાલ? એક માનશીક રોગી માટે કોઈ પોતાના લગ્ન તોડી નાખે? પિતાજી.યશ હીરો છે. હીરો! પરંતુ, હું જ જોહરી ન બની શકી. મને માફ કરી દેજો. પરંતુ, મારી દુનિયા યશ જ હતો. અને એ મારી દુનિયામાં નહીં હોય તોહ, મારું જીવવું વ્યર્થ છે. હું કોની માટે જીવું? પિતાજી પ્લીઝ આ મારી છેલ્લી ઈરછા છે પુરી કરજો. યશ ને કંઈજ ન કહેતા. દોષ મારો જ છે. એને આવકાર આપજો. એને કોઈ મદદ જોઈએ એ પુરી પાડજો. અને હા બીજી ચિઠ્ઠી યશ ને જરૂર આપી દેજો. આ બધી તૈયારીઓ મેં લગ્ન તૂટ્યા બાદ, જ કરી નાખેલી. બસ, સમય આવે એની રાહ જોઈ રહી હતી. હવે, સમય આવી ગયો છે. હું તમારી લાડકી મેઘના. આ ચિઠ્ઠી વાંચ્યા બાદ, હું જમીન પર ઢળી પડ્યો. મારા આંખમાંથી આંશુ વહી રહ્યાં હતાં. મને મારી ભૂલ સમજાઈ હતી. મેઘનાએ મોટી ભૂલ કરી હતી એ હું માનું છું. પરંતુ, એણે પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ભૂલ સ્વીકારનાર એ શુરવીર કહી શકાય. કારણ કે, ભૂલ કરવી સહેલી છે. પરંતુ, સ્વીકારવી મુશ્કેલ છે. કદાચ, મેં આ બધું જતું કર્યું હોત. તોહ, આજે એ મારી સાથે હોત. મેં અંકલ પાસેથી બીજી ચિઠ્ઠી મંગાવી.

"અંકલ. હું મેઘનાના રૂમમાં જઈ શકું ખરો?એ પણ એકલો?" મેં પ્રશ્ન કર્યો.

"જા યશ. એ રૂમ તારો જ છે એવું માન. તને જેટલી વખત રહેવું હોય રે. આખરે મેઘનાને તું પ્રેમ જે કરતો હતો. દુઃખ તોહ, તને પણ થયું હશે. માટે જ તું અહીં આવ્યો છે. એ પણ બાઈક પર. મને થયું હતું તું નહીં આવે. મને થયું હતું તને આ ઘટનાથી કોઈ જ ફર્ક નહીં પડે. પરંતુ, જ્યોતી સાચી છે. તું અમારો કોહિનૂર છે. જા યશ. એક વાર આ દર્દને જેલવાનું પ્રયાસ કરી લે. આ ચિઠ્ઠી તું ફરી ક્યારેય નહીં વાંચી શકે." મેઘનાના પિતાએ કહ્યું.

હું મેઘનાના રૂમમાં ગયો. એની બાળપણની ફોટોશ ત્યાં ફ્રેમ કરેલી હતી. પરંતુ, હું તેનું રૂમ જોઈ વધું દુઃખી થઈ ગયો. ચારેય તરફ દીવાલ પર એના અને મારા સાથે પડાવેલા ફોટા ડ્રો કરેલા હતા. ખરેખર હું મેઘનાના ઘેર પહેલી વાર આવ્યો હતો. કારણ કે, અમે કેટલાંક વર્ષો ગામમાં જ વિતાવ્યા હતા. અને સાચું કહું તોહ, મને મેઘનામા વધારે રશ હતો નાકે ઘર જોવામા. એ ટેડ્ડીબેર્સ જે મેં આપ્યા હતા. તેમના પર એણે આઈ લવ યુ યશ લખાવડાવ્યું હતું. અને એક પૃથ્વિના ગોળા પર બધાજ ખંડો કે, દેશો પર યશ...યશ... અને માત્ર યશ જ લખેલું હતું. તેની અલમારીના કપડાં ચકાસ્યા એના બધાજ કપડાં પર યશ...યશ.. અને યશ જ હતું. સાલું આ બધું જોઈને મને રડવું આવી ગયું. ખરેખર મેઘના મને આટલું પ્રેમ કરતી હતી? તેના રૂમમાંની યાદોને ફિલ કર્યા બાદ, મેં ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી.

મારા પ્રિયતમ કેમ છો? મને ખબર છે તને મારી માટે આજે પણ લાગણીઓ છે. તારી માટે સ્પેસીઅલ ચિઠ્ઠી લખી છે. અને પેપર પણ રંગીન અને મોંઘુ છે. હા, હું જાણું છું કે, પ્રેમ મારો વધારે સસ્તો છે. હું મારા પ્રેમને કઈ રીતે દર્શાવી શકું? કઈ રીતે તારી સામે લાવી શકું? ખરેખર આવો મેં કોઈ જ વિચાર નથી કર્યો. મારું રૂમ જોઈ તને જાણ થઈ જ ગઈ હશે કે, હું તને કેટલો ચાહું છું. લોકો સલમાન,શાહરુખ, આમીર, વરુણ આ બધાય ના પોસ્ટર લગાવતા હોય છે. પરંતુ, મારી માટે તું જ મારો સ્ટાર છે. એ કેફેમાં વિતાવેલી યાદો, એ સાથે જોવેલી ફિલ્મો, ગાર્ડનમાં સાથે વોલ્ક કરવું, તારું એ હગ કરવું ન જાણે કેમ?પણ મને પાગલ કરી જતું. આ બધી વાતો કહેવા હું તારી રેકોર્ડિંગ વાળી ટ્રીકનું ઉપયોગ કરી શકત. પરંતુ, મને થયું વળી મારા પ્રેમીને ખોટું ન લાગી જાય. યાદ છે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા? તને થયેલું કે, મોહન મારો પ્રેમી છે? ના ખરેખર એ મારો પ્રેમી નહોતો. પરંતુ, મેં તને પહેલીવારમાં જ પસંદ કરી લીધેલો. ખરેખર મને પણ તારી જેમ પહેલી નજરનો પ્રેમ થઈ ગયેલો. મેં તોહ, ત્યારે જ વિચારી લીધેલુ કે, બાળકી હશે તો મીરાં અને બાળક હશે તોહ, યશસ્વી. ચલ, તું બોર થતો હોઈશ. અને ઓમેય આ ચિઠ્ઠી છે. આપણું સોશ્યિલમિડિયા નથી. કે, આખો દિવસ વાત કર્યા રાખો. હવે, રજા લઈશ. અને હા! હું જાણું છું કે, આવા વખતે લોકોને મજાક ન સૂઝે. પરંતુ, હું છું જ આવી. થોડી પાગલસી. અરે, એક વાત યાદ આવી. પ્લીઝ મારા પ્રેમ ખાતર મારી એક ઈરછા પુરી કરજે. પ્લીઝ તું મારી ખાતર જીવજે. હા! આજ મારી છેલ્લી ઈરછા છે. અને ન માન્યો તોહ, મારી આત્મા તને હેરાન કરશે. અને હા એક ઔર બાત. મેં એક યોજના ઘણી છે. કયું ના એક એપ બનાયા જાય. આ એપ ગરીબ, ભૂખ્યા, જરૂરતમંદ માટે કાર્ય કરશે. અને આ કઈ રીતે તૈયાર કરવું? એ તારી પર છે. તું છે જ હોશિયાર મારા હીરો. ચલો, આતે હૈ.

હું આ બધું વાંચી ખુબ જ રડ્યો હતો. ખરેખર તોહ, મને હવે જીવવું નહોતું. હું મારી બાઈક લઈ અને ત્યાં પાસેની એક ખાઈ તરફ રવાના થઈ ગયો. હું એ ખાઈ તરફ જ વધી રહ્યો હતો. ત્યારે જ મારી કલ્પનારૂપે મેઘના ત્યાં આવી પહોંચી. એ મને રોકી રહી હતી. આવું ન કરવાથી. મને ના પાડી રહી હતી.એની આખરી ઈરછા યાદ અપાવી રહી હતી. અને કઈ રહી હતી કે, તને જીવવું પડશે. તને મારી માટે જીવવું પડશે. અને ત્યારે જ અચાનક એ મારી અંદર સમાઈ ગઈ અને હું બેભાન થઈ ગયો. જોયું તોહ, હું એજ કમરામાં હતો. મેઘનાના કમરામાં. એ હોંશ આવી ગયો. હોંશ..હોંશ આવી ગયો. ચારેય તરફ આજ અવાજો સંભળાઈ રહ્યા હતા.

"હવે, કેમ છે યશ? કંઈ થતું તોહ નથી ને?" કોઈએ મને પ્રશ્ન કર્યો.

મને બધું ધૂંધળું દેખાતું હતું. સામે કોણ છે? કોણ નહીં? એ વિષે મને કોઈજ જાણ નહોતી. થોડા સમય બાદ, ફરી એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો.

"કેમ છે યશ? તે જવાબ ન આપ્યો મને."

અવાજ ઓળખીતો હતો. ત્યારેજ યાદ આવ્યું આ મેઘનાના પિતા છે. હું અચાનક ઉભો થઈ ગયો. અને પછી મેં જવાબ આપ્યો."બરાબર છે. બસ, થાકડો છે."

"તું આરામ કર. રાત્રે ડિનર ટેબલ પર મળીએ."

આટલું કહી તેઓ, ત્યાંથી ચાલતા થયાં. પરંતુ, હું એ કલ્પના વિષે વિચાર કરી રહ્યો હતો. ખરેખર એ કલ્પના જ હતી? ખરેખર હતી કે? મને આશંકા હતી કે, મેઘના આત્મા બનીને ત્યાં આવી હશે. પરંતુ, હું પણ સાવ કેવી વાતો કરી રહ્યો હતો? હું આ બધામાં માનતો જ નહીં. આ ભુત, પ્રેત, શૈતાન એ બધું મનનું વહેમ જ હોય છે. અને આ વિષે વિચાર કરતાં-કરતાં મને ઊંઘ આવી ગઈ. ચલો, હું થોડો આરામ કરી લઉં. થોડા સમય બાદ, ફરી મળીએ. ચલો, આતે હૈ.

ક્રમશઃ

Share

NEW REALESED