Breakups - Ek navi sharuaat - 2 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 2

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(2)

આવો..આવો.. ચા કે કોફી? શું લેશો? ચલો રહેવા દો ને. ચા! આમ, ચા શબ્દ સાંભળો તોહ, શું યાદ આવે? ટપરી પરની મિત્રો સાથેની યાદો. મારા મતે, લગ્નપ્રસંગે પણ ચા જ ઉપયોગમાં આવતી હોય છે. અર્થાત ચા એ સંબંધોને જોડે છે. ચા માત્ર રુટીન નથી. ચા એક ચાહત બની ગઈ છે. ચા એ પ્રેમિકા છે. ચા એક એવી પ્રેમિકા છે જીસકી આદત કભી નહીં જાતી. બાકી, ક્યારેય એવું સાંભળ્યું કે બે પ્રેમીઓ ડેટ પર ગયા અને ચા મંગાવી? સાંભળવામાં પણ સારું ના લાગે. અને આમ પણ આ માત્ર ચા સુધીની વાત તોહ, નથી થતી ને? પ્રેમીઓના સંબંધો કોફીના સહારે બંધાતા હોય છે. નાહ!નાહ! યશ સોની ના કોફી કેમ મંગાઈ? વાળી ઘટનાની વાત જ નથી કરતો. એ ઘટના તોહ, અમુક કેશમાં જ બનતી હોય છે. બાકી, કોફી કેટલાક હૃદય જોડે છે. તોહ, સાથે-સાથે તોડે પણ છે. તમને લાગતું હશે આ કોફીપુરાણ કેમ ચાલું કરી? ઓહ, સોરી! સુપ્રભાત કહેવાનું રહી જ ગયું. સવાર છે. અને હું કોફી માણી રહ્યો છું. આનું પણ એક કારણ છે. આ કોફી મને મેઘનાની યાદ અપાવે છે. મેં તમને કહ્યું હતું ને? કે, મેઘના મારી લાઈફમાં પરત ક્યારેય નહીં આવે? ના હું ખોટો હતો. એ મારા જીવનમાં આવી હતી. મારા જીવનને નવી ઊંચાઈએ લઈ જવા માટે. મને નવી યાદો અપાવવા માટે. પરંતુ, ત્યારબાદ એ એક યાદ બનીને જ રહી ગઈ.

ગરમીઓનું વેકેશન હતું. હું મારા દાદા સાથે મારા ગામણે જઈ રહ્યો હતો. મારું ગામ. બોટકપુર. મારા રહેઠાણથી માત્ર પચાસ કિલોમીટર દૂર હતું. મારા દાદી ગયા એને પાંચ વર્ષ થયાં. મારા દાદા અને દાદી બંને અહીં જ રહેતા. કારણ કે, શહેરનું માહોલ તેમને વધારે ફાવતું નહીં. પરંતુ, દાદી ગયા બાદ દાદા એકલાપણી ગયેલા. દાદાને એકલાપણું ના લાગે માટે મારા પિતા તેમને અહીં શહેર લાવેલા. મારી પાસે તેઓ બેસતાં. ઘણીઘણી વાતો કરતાં. અને જીવનનું મહત્વ સમજાવતાં.

બોટકપુર એક મનમોહક ગામ હતું. એક કલાક બસમાં સફર કર્યા બાદ, થોડો થાક લાગેલો. નાકા પરજ એક ચા ની ટપરી હતી. અમે, એ ટપરી તરફ આગળ વધ્યા. ચા વાણાએ અમને ઓળખી કાઢ્યા.

"ઓહો! વિષ્ણુભઈ તમે? કેટલાય વર્ષો બાદ મળ્યા છો. ચાલો, મારા ઘરે જ રોકાઓ આજ. ચા લો. બેસો-બેસો તમારી જ હોટેલ છે. યશ તું? કેટલો મોટો થઈ ગયો છે. દેવેન્દ્ર તને રોજેય યાદ કરે છે. દેવેન્દ્ર તોહ, યાદ છે ને? જેણે તું ભોલો કહીને સંબોધતો. તારા લીધે આજે એ ભણતર તરફ આગળ વધ્યો છે. નહીંતર આખો દિવસ ફૂટબોલ રમ્યા કરતો. અને હા ફૂટબોલ પણ તેણે છોડ્યો નથી. શાળાની ટીમમાં સિલેક્ટ થઈ ગયો છે. સ્ટેટના ફૂટબોલ કોચ અહીં સિલેકશન માટે આવવાના છે. આજે જ મેચ છે. જોઈએ શું થાય છે? બધું ભગવાનના હાથમાં છે." કાનજીએ કહ્યું.

"અરે, કાના કાકા. ભોલો રોનાલ્ડો જેવો પ્લેયર છે. મારા મતે, આ સ્ટેટમાં કોઈ એના જેવો પ્લેયર જ નથી. રોનાલ્ડોની બધી જ સ્કીલ્સએ જાણે છે. બેકહીલ હોય કે, પછી એક્રોબેટીક શોટ્સ હોય. ભોલા જેવું સ્કીલ્સ કોઈ પાસે નથી. ભોલાની પાસિંગ એક્યુરીશી એટલે લાજવાબ. ભોલો ગોલ કરવાનું પણ જાણે છે. અને સાથેસાથે અસિસ્ટ કરવાનું પણ જાણે છે. એક મહત્વની વાત કે, એ સેલ્ફીશ નથી. ભોલો હંમેશા ટીમને આગળ રાખે છે. એક વર્ષની પ્રોફેશનલ ટ્રેનિંગ અને ભોલો નેશનલ ટીમમાં. ભોલા ને તમે હવે ભૂલી જાઓ. ભોલો ઊંચાઈઓ અડવાનો છે." મેં કહ્યું.

"અરે, દીકરા. આ બધું તેજ તો શિખવાડ્યું છે. નહીંતર એણે તો માત્ર દડો ઉલાડતા આવડતું હતું. તારી બદોલત એ આજે ક્યાં નો ક્યાં પહોંચી ગયો. તું જોહરી છે યશ. તેજ આ હીરા ની પહેચાન કરી છે."

"અરે, કાના! આટલો ઈમોશનલ ન થા. તારો પુત્ર હજુય ઊંચાઈઓ મેળવશે એવી આશા છે. અને હા! આજે રોકાઈ નહીં શકાય. કદાચ, રાત્રે જમીએ તારા ઘેર. પરંતુ, હમણાં તોહ પેટમાં ખોરાકના પર્વતો ઉભા છે. ચાલ, રજા લઈએ."

મને ખબર છે અમુક લોકોને આ વાતચીતમાં કંઈ જ ખબર નહીં પડી હોય. કારણ કે, આપણા દેશમાં ફૂટબોલ ચાહકો ઓછા છે. ખૈર છોડો. હું અને મારા દાદા અમારા ખાનદાની ઘર તરફ નીકળ્યા. ઘર માત્ર કહેવાનું જ ખાનદાની હતું. બાકી બે માળનું એક સામાન્ય ઘર હતું. પરંતુ, દાદા ગામના ભૂતપૂર્વ સરપંચ હતા. અને માટે લોકો તેમની ઈજ્જત કરતા. દાદા સાથે થોડી વાતચીત બાદ, હું ભોલાની શાળા તરફ નીકળી ગયો. જે, ક્યારેક મારી પણ શાળા હતી. હું આ શાળામાં બે વર્ષ રહ્યો હતો. આજેય પણ એવીને એવી જ છે. કંઈજ બદલ્યું નથી. ગામમાં પાકા રસ્તાઓ છે. આસપાસ ખેતરો લહેરાઈ રહ્યા છે. એ દયાળું માનવી છે. એ ઢોરઢાંખર છે. એજ ગામના વૃદ્ધો છે. અને એજ પાદર છે. અંતે એવું કહી શકું કે, જ્યાં મારું હૈયું વશે છે. જ્યાં મન લહેરાય છે. જ્યાં મારી યાદો રહી છે. અંતે એજ મારું ગામણું છે. ગામનો ઈતિહાસ પુરાણો છે. ગામમાં કેટલાય શૂરવીરો થઈ ગયા. એમાંના એક મારા પરદાદા હતા. આજે પણ પારીયાઓ ગામનું ઈતિહાશ જાણવી રાખે છે. થોડાક કદમો આગળ વધ્યા બાદ, મારી શાળા નજરે ચઢી. હું દોડતાક ને ત્યાં પહોંચ્યો. મેચ ચાલુ થવાને હજુ વાર હતી. ભોલો મને જોઈને ઝડપથી દોડતો આવ્યો. ત્યારબાદ, મને ભેટી ગયો.

"યશ તું? આટલા વર્ષો બાદ? લુખ્ખા આટલા વર્ષોમાં યાદ પણ ન કર્યું મને? અને આમ, અચાનક? મને પહેલાથી જાણ કરાયને સાઈકલ પર લેવા આવત. રાજુ સાહેબને મળ્યો? સ્ટાફ હજું એજ છે. માત્ર વિવાન સર છોડી જતાં રહ્યાં છે. આવ મળીએ બધાને." ભોલાએ કહ્યું.

ઘણાં વર્ષો બાદ, શાળાના શિક્ષકોને મળ્યો હતો. રાજુ સર, મહેશ સર, શિલ્પામેમ. મને જોઈને તેઓ, હરખાયા. ગર્વ થી કહેવા લાગ્યા આ અમારો વિધાર્થી છે. પછી હું ગયો ભોલા સાથે ગ્રાઉન્ડમાં.

"આજેય રમેં છે ફૂટબોલ?" ભોલાએ પ્રશ્ન કર્યો.

"ના! ફૂટબોલને આજેય પણ જીવું છું." મેં હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.

"તોહ, તો થઈ જ જાય આજે. હજુ કોચને આવવામાં એક કલાકની વાર છે. ચલ, એક મેચ થઈ જાય?"

"ફૂટબોલ માટે હું ક્યારેય ના પાડતો જ નથી. તને તોહ, ખબર જ હશે ને?"

"યા! આઈ નો. હેય બોઈઝ. લેટ્સ પ્લેય ધ ગેમ."

પછી શું બે ટીમો બટાઈ. એકનો કેપ્ટન ભોલો અને એકનો સમીર. હું અને ભોલો એક જ ટીમમાં હતા. અમારું કોમ્બિનેશન લાજવાબ હતું. હું લેફ્ટ વિંગર હતો. અને ભોલો રાઈટ વિંગર. વરચે સેન્ટર ફોરવર્ડ હતો સતીશ. પરંતુ સતીશ પણ જાણતો હતો કે, આસપાસ રોનાલ્ડો અને મેસ્સી હોય તોહ સોરેજનું શું કામ? ગેમ સ્ટાર્ટ થઈ. બોલ ડિફેન્સ તરફ થી મિડફીલ્ડ તરફ આવી. સેન્ટર મિડએ લેફ્ટ વિંગ એટલે કે, મને બોલ આપી. મેં લોફટેડ બોલ ભોલા તરફ આપી. અને વનટચ વોલી બુમ. બોલ નેટમાં. આ હતો અમારો કોમ્બો પ્લે. હાલ્ફ ટાઈમ અમારો સ્કોર છ અનેં ઓપોનેન્ટ શુન્ય. બીજો હાલ્ફ સ્ટાર્ટ થયો. ગેમ તેના જોરોપર હતી. લઘભગ ગેમ પતવાની જ હતી. ફૂલ ટાઈમને અંતે દસ મિનિટ હતી. કોચનું આગમન થઈ ચૂક્યું હતું. અને મેસ્સી અર્થાત ભોલાનો સોલો રન અને ગોલ. ત્યારબાદ, મારો ડિફેન્સને બીટ કરવો અને ગોલ. કોચ અમારો કોમ્બો પ્લે જોઈને આશ્ચર્યમાં હતા.

"હેય યુ! આ બંને કોણ છે?" કોચએ સ્ટેન્ડસમાં બેઠેલાં એક વિધાર્થીને પ્રશ્ન કર્યો.

"આ બંને? લેફ્ટ વિંગર છે યશ અને રાઈટ વિંગ પર દેવેન્દ્ર. એક ને અમે રોનાલ્ડો અને બીજાને મેસ્સી કહીએ છીએ."

ફૂલ ટાઈમ. મેચ ખત્મ. અમારો સ્કોર હતો, બાવીસ અને સામે એક. મારા બાર ગોલ્સ. ભોલાના આઠ ગોલ્સ. અને બે ગોલ્સ સતીશના.

"તોહ, રોનાલ્ડો ને ફૂટબોલ નહીં છોડા? સ્કૂલ ટીમમાં રમેં છે કે?"ભોલા એ પ્રશ્ન કર્યો.

"ના રે! હમણાં સ્ટેટ્સ ટ્રાયલ આપવા ગયો હતો. આ તારો કોચ છે ને? એજ હતો ત્યાં. કદાચ, હમણાં ભૂલી ગયો હશે મને. પણ સાલાએ ડિફેન્સમાં જગ્યા આપી. એને ખ્યાલ હતી કે, હું અટેકિંગ પ્લેયર છું. પણ સ્ટીલ આગલાં વર્ષે પ્રયત્ન કરીશ." મેં જવાબ આપ્યો.

"હેય યુ ટુ. યશ એન્ડ દેવેન્દ્ર. અહીં." કોચએ કહ્યું.

"યસ સર. અમે તમારી શું હેલ્પ કરી શકીએ?" ભોલા એ પ્રશ્ન કર્યો.

"હેય! તું તોહ, યશ છે ને? જે ડિફેન્સમાં ટ્રાયલ આપવા આવેલો? આટલો સારો વિંગર છે સ્ટીલ?" કોચ એ પ્રશ્ન કર્યો.

"સર! હું તોહ, વિંગર જ છું. તમે જ મને ડિફેન્સમાં નાખ્યો હતો." મેં જવાબ આપ્યો.

"ઓહ! માય બેડ. કારણ કે, ત્યાં મંત્રીજી નો સુપુત્ર પણ ટ્રાયલ આપવા આવેલો. અને મારી પર પ્રેશર હતું. સો મને નિર્ણય લેવો પડ્યો. સ્ટીલ તું આવી જા આગલા મન્થથી પ્રેક્ટિસ સ્ટાર્ટ થાય છે. અને તું પણ દેવેન્દ્ર. તમને ટ્રાયલ આપવાની જરૂરત નથી."

"થેંક્યું સર!" અમે બંને સાથે બોલી ઉઠ્યા.

"ચલો, આમાં તો સિલેક્ટ થઈ ગયા. પરંતુ, વોટ અબાઉટ મેઘના? તેણે હા પાડી?" ભોલા એ પ્રશ્ન કર્યો.

"મારું માથું હા પાડશે? મેં તોહ, પ્રપોઝ પણ નથી કર્યું. અને એ મોહન સાથે સેટ છે. સો હું શા માટે દખલ કરું?" મેં જવાબ આપ્યો.

"અબે પાગલ! મેઘના અહીં છે તને ખબર નથી? અહીંની જ છે. મને પણ જોકે હવે ખબર પડી. મને રીમાએ કહ્યું. બાકી, કહેતો હોવ તો જ્યોતી ને તારા તરફથી હા પાડી દઉં?(હસ્તે હુંએ)"

"બે ટાંગ મત ખીંચ. જ્યોતીએ પાસ્ટ છે. ત્યારે હું નાનો હતો. હવે, થોડો મિચ્યોર થયો છું. આવા ગાંડાવેળા મારે નહીં કરવા."

"ત્યારે તોહ, એની પર શાયરીઓ લખતો હૈ!"

"બે ઉડાડ નહીં. કીધું ને એ પાસ્ટ છે મારું. હવે, બોલ્યો તોહ હું જતો રહીશ."

"આજકાલ ઘણી જલ્દી બળી જાય છે મેગી.(મોઢા પર હાસ્ય વેરાઈ ગયું)"

"ઠીક છે. હું જાઉં છું."

"બે શાંત. હું મજાક કરતો હતો.આટલા વર્ષો બાદ, મળ્યો છે. મજાક પણ નહીં કરવાનું લ્યા? ચલ, મેઘના પાસે જઈએ."

"અત્યારે મેઘના પાસે? બે ગાંડો થઈ ગયો છે કે? ઓમેય એ મારી પર આટલી ગુસ્સે છે. ફરી સામે ગયો તોહ, મારું આવી બનશે."

"અરે, કંઈ જ નહીં થાય. હું ગેરંટી લઉં છું. અને એ મારી સારી મિત્ર બની ગઈ છે. ચલ તો ખરો."

"તારી મિત્ર? હું કંઈ સમજ્યો નહીં?"

"બે! મેં એની એકવાર હેલ્પ કરેલી. રાત્રે અહીં સ્કુલ તરફ રખડતી હતી. અને રસ્તો ભૂલી ગયેલી. મેં મદદ કરી. અને ત્યારબાદ, એણે આભર માન્યો. મેં ફિલ્મી અંદાજમાં પુછ્યો. મુજશે દોસ્તી કરોગી સીમરન? મારી સ્ટાઈલ તેને ગમી અને એણે હા પાડી. થેટ્સ ઈટ."

"બે! એટલે જ કઉ. આ વાંદરો આજે મેઘના..મેઘના... શા માટે કરી રહ્યો છે?"

"ચલના હૈ તોહ ચલ. વરના તેરા ભાઈ ઉઠા લે જાએગા કમઅકલ."

"હા જેમકે તું સંજુ હોય. બધું જ તારી પાસે આવવાનું હોય."

"હું સંજુ નથી. હું રનબીર છું.(હાસ્ય સાથે)"

ના તોહ, વાર્તામાં એટલી સિરિયસનેસ આવી હતી. અને ના તોહ, મારામાં. મેઘના માટે હું કંઈજ ફિલ નહોતો કરી રહ્યો. ધીમેધીમે જો આ શું થઈ રહ્યું? મનમાંથી ફીલિંગ્સ ગાયબ થઈ રહી હતી? કે, પછી આ ટોપા ના કારણે મનમાં વહેમો વધી ગયા હતા? પરંતુ, જ્યોતીની વાત કરું. જ્યોતી હવે, ગાંડી થઈ ગઈ છે. બેચારીના માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-ભાંડુંઓ બધાજ એક અકસ્માતમાં..... ત્યારે તે શાળામાં હતી. અને આ ખબર મળતા જ અચાનક તેને કંઈક થઈ ગયેલું. પરંતુ, એ ઘટનાને હું યાદ કરવા નથી માંગતો. હા અમે સાથે રમતાં. માટે જ આ ગધેડો મને ચિઢાવી રહ્યો છે. આવી બાબતોમાં મશ્કરીઓ કરવીએ આપણી આદત બની ગઈ છે. આપણે સ્વસ્થ છીએ તોહ, બીજાનું મજાક બનાવવાનું? બીજાની હાલતનું મજાક બનવવાનું? ખબર નહીં શા માટે પરંતુ, વાર્તાના અંતમાં જ આ સિરિયસનેસ પાછી આવી જાય છે. કદાચ, વાર્તા વધારે બોરીંગ ન બની જાય એના ડર થી. મેઘના એ મારું સપનું હતી. જે હાલ, મારા ગામમાં ભટકી રહ્યું હતું. સાલું એ મારા ગામની છે એ પણ ક્યારેય ખબર ન રહી? ક્યારેક પોતાની જાત પર હસવું આવે. વો કહેતે હેના? જો હોતા હૈ અચ્છે કે લીએ હોતા હૈ. જે થશે એ સ્વીકારી લઈશું. ચલો, આતે હૈ.

હું મારા મિત્ર ભોલા સાથે મેઘનાને મળવા જઈ રહ્યો હતો. ભોલા ને એક શબ્દમાં વર્ણવો હોય તોહ, બકબકીયો શબ્દ વાપરી શકાય. ખરેખર જ્યારે એ બોલવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે જલ્દીથી બોબડી બંધ નથી કરતો. આમ, એક શબ્દમાં કહું તોહ બીંદાસ એવું પણ કહી શકાય. અમે, બંને મેઘનાના મામાના ઘર તરફ વધી રહ્યા હતા. હા! એ અહીં તેના મામાના ઘેર વેકેશનમાં આવતી. એ અહીં રહેતી નહોતી. સો આ વખતે આજતક ભોલાની ન્યુઝ રોંગ સાબીત થઈ હતી. અને ત્યારેજ મેં જ્યોતીને જોઈ. ગટરની બાજુમાં ઊંઘતી હતી. કદાચ, જાનવરથી પણ બત્તર હાલતમાં હતી. કપડાં ફાટેલા હતા. વાળ ગૂંચવાયેલાં હતા. મોં કોલસા જેવો કાળોકટ્ટ થઈ ગયો હતો. તેને જોઈ અને નાનપણ યાદ આવી ગયું.

*ભૂતકાળમાં*

" હેય યશ. આ મારી ડોલ છે. તું તારી ડોલથી રમને. મારી ડોલને હાથ નહીં લગાડજે." જ્યોતીએ કહ્યું.

"અરે જ્યોતી! શું તારું અને મારું? આ ડોલ આપણી છે. આગળ જ્યારે તને નવી ડોલ જોઈશે ત્યારે મારી લઈ જજે બસ." મેં કહ્યું.

"નાહ, મને તારી ડોલ પસંદ નથી."

"પણ મારી ડોલ તારાથી પણ મોંઘી છે. આ સરસ છે. જ્યોતી મને તારી ડોલ આપ."

"નાહ, હું મારી ડોલ કોઈને નહીં આપું. આ ડોલ મારી મમ્મીએ આપી છે. હું કોઈને નહીં આપું."

"અરે, જ્યોતી તારી મમ્મી મને ક્યારેય ના નહીં પાડે. ડોલ આપને."

*વર્તમાન*

નાના હતા ત્યારે કેવી મૂર્ખ વાતો કરતા નહીં? પરંતુ, એજ મૂર્ખ વાતો આજે ક્યાંક ખોવાઈ ગઈ લાગે છે. છેલ્લી બેંચ અને પહેલી બેંચ વરચેનો ભેદભાવ. શાળની મસ્તીઓ, ફ્રેન્ડ્સ સાથેની મોમેન્ટસ, ભેગા મળીને નાસ્તો કરવો. આ વાતો હાલના સમયમાં સરળ લાગશે. પરંતુ, સરળ છે નહીં. સરળનો અર્થ એવો નહીં કે, ઈઝી. આ સરળ જુદો છે. આ સરળનો અર્થ વેવલાઈ ભર્યું હોવું. અર્થાત વાતમાં કંઈ જ દમ ન હોવા છતાં પણ દમ હોવવું. નાનકડી વાતમાં પણ કેટલીક યાદો છુપાયેલી હોય છે. જ્યારે નાનપણને યાદ કરું છું ત્યારે આંખોમાંથી વરસાદ વર્ષે છે. યાદો કેટલીય છે. પરંતુ, હવે તોહ અંધારા જેવી લાગે છે. માત્ર યાદોના સહારે કોણ જીવી શકે? કે એવું કહું કોણ જીવ્યું છે? યાદો યાદ રહે એ સારી બાબત છે. પરંતુ, એજ યાદ ક્યારેક દુઃખ આપી જતી હોય છે. યાદો માણી તોહ, શકાય છે. પરંતુ, ફરી જીવી તોહ નથી શકાતી ને? ક્યાં હોતા અગર હર કીસીકે પાસ ટાઈમ મશીન હોતી? હર કોઈ જાતા બચપન મેં લોટકર ઔર ફીર કભી વાપસ નહીં આતા. આજકાલ તોહ, વાહનો અને માત્ર વાહનો જ જોવા મળે છે. ત્યારે સાઈકલનો જમાનો હતો. અરે, હું એટલોય જૂનો વ્યક્તિ નથી. પરંતુ, હું વધારે આજ ગામમાં રહેવાનું પસંદ કરતો. વેકેશનમાં પણ અહીંજ પડ્યો રહેતો. ચલો, સાઈકલથી કંઈક યાદ આવ્યું.

*ભૂતકાળમાં*

હર હર ભોળા સંભુ તમારી ધૂન લાગી..... હર.. હર.. ભોળા સંભુ તમારી ધૂન લાગી..... હું આ ભજન કરતો ક ને સાઈકલ પર સ્કુલ જવા નીકળી પડ્યો. કોમન છે યાર. ત્યારે હું રોંદુ ગીત થોડીના ગાવાનો જ હતો. એ ઉંમરમાં સેલ્ફી નહીં સેલ્ફીશનેશ જોવા મળે છે. મારા મતે દરેક બાળક સેલ્ફીશ હોય છે. તેમના રમતગમતના સાધનની બાબતમાં. બાકી, ના જોય તોહ સમજી જવું હોજ ખોટો હતો. ત્યારે ગામમાં માત્ર હુંજ એવો હતો જેની પાસે સાઈકલ હતી. કોમનસી બાત હૈ. હું આખરે હતો શહેરવાસી ને?

"એ યશ. મને પણ હાંકવા દેને. મને આપીશ? આપ ને. મને પણ આપ. નહીંતર હું વાત નહીં કરું તારાથી. મને પણ આપ હાંકવા." જ્યોતી જીદ પર ચઢી.

"અરે, ના જ્યોતી. તું પડી જઈશ. અને તું પડીશ તોહ, તને વાગશે." મેં કહ્યું.

બે પોપટ જાહેર સી બાત હૈ. પડીએ તોહ વાગે તો ખરું ને. હું પણ ત્યારે બદદીમાગ હતો. ચલો, સીનમાં પાછા ફરીએ.

"ના મને હાંકવી છે. ભલે વાગે મને. પણ મને હાંકવી છે. મને આપ નહીંતર કટ્ટી."

સાલું ત્યારનું કટ્ટી આજનું બ્લોક કર્યું એવું કહેવાય છે. અંતે બંનેનો અર્થ કોઈને ઇગ્નોર કરવો કે શકલ ન જોવી એવું જ થાય છે ને? સીન સે બારબાર ભટકતા હું મૈં. ચલો વાપસ.

"ભલે. પણ એકજ વાર હો. પછી જીદ નહીં કરતી. પણ તને હાંકતા આવડે છે?"

"હા મેં હાંકી છે કેટલીય વાર."

અને મેં સાઈકલ જ્યોતીના હાથમાં પકડાવી. મને થયું તેણે આવડતી હશે. પરંતુ, બેડા ગર્ક. એણે થોડી દૂર સુંધી ચલાવી અને ત્યારબાદ પથ્થર સાથે ટકરાઈ. હું દોડતોક ને એની પાસે પહોંચી ગયો. જ્યોતીના પગમાંથી લોહી વહી રહયું હતું. મેં તેને સાઈકલ પર બેસાડી. અને તેણે જનરલ દવાખાને લઈ ગયો. ત્યાં માત્ર જનરલ દવાખાનું જ હતું. અને એ પણ માત્ર નામનું. કારણ કે, કોઈ ત્યાંથી દવા લેતું નહીં. એનું કારણ એ હતું કે, લોકો ત્યાંના દાક્તરને ભુત માનતા. તેઓ માનતા કે, ત્યાં આત્માઓ વશે છે. તેઓ, ડોક્ટરો નથી તેઓ આત્માઓ છે. હવે, આવું શા માટે? અને કેમ? એ હું પણ નથી જાણતો. ગામ વાસીઓ છે. કદાચ, કોઈની વાતોમાં આવી ગયા હોય. અમે, હોસ્પિટલમાં ગયા. ખરેખર તોહ ડર જેવું કંઈજ નહોતું. ત્યારબાદ, પટ્ટી કરાવી અમેં ઘરે પરત ફર્યા. અને જે જ્યોતીની માતાએ મને ઠપકાર્યો છે.

*વર્તમાન*

આ યાદો કેમ ભૂલાય? કઈ રીતે ભૂલાય? અને શા માટે ભૂલાય? ભૂલવાનું કારણ શું? અને ભૂલવીજ શા માટે છે? એક માત્ર યાદો જ તોહ, છે જેના સહારે આપણે જીવીએ છીએ. યાદો ક્યારેય નથી બદલાતી. મનુષ્યો બદલાય છે. વારંવાર બદલાય છે. હર ઘડી બદલાય છે. રંગ દેખાડે છે સમય આવતા. હું એવું માનું છું કે, ધુણેટી ઉજવવાની મારે કોઈ જ જરૂરત નથી. કારણ કે, જેટલાં રંગ આ તહેવારમાં હોય એનથી પણ વધારે મનુષ્યોમાં જ દેખાઈ આવે છે. બસ મનુષ્યપુરાણ બંધ કરી આગળ વધીએ.

"એય ભોલા આ જ્યોતી જ છે ને?" મેં પ્રશ્ન કર્યો.

"બે છોડ ને. હવે, આએ જ્યોતી નથી રહી જે પહેલાં હતી. ચલ, લેટ થાય છે." ભોલાએ કહ્યું.

"બે કેમ? આ જો અહીં પડી છે. આ શું છે? દેખાય છે? એ ગટર છે. ગટર! સમજ્યો? આને અહીંજ મુકી દઈશું? આજ હાલતમાં? બે કેવા વ્યક્તિઓ છો તમે? એટલીસ્ટ બેચારીને પાગલખાને તોહ, મુકી આવો. અહીંથી તોહ, સારી જ જિંદગી હશે ત્યાં. ચલ, આને ઉઠાય અને મારા ઘેર લઈઆય ચલ."

"બે આ શું કહી રહ્યો છે? એ પાગલ છે. પાગલ! તને ખબર છે તું શું બોલી રહ્યો છે? આનો માનસીક સંતુલન ઠેકાણે નથી."

"એય! તારે મદદ કરવી હોય તો કર. વધારે કંઈજ ન બોલજે."

"અરે, શાંત થઈ જા. બસ! મદદ કરું છું."

"તું કંધો આપ ખાલી. આમને આમ ચલાવીને જ લઈ જવું છે."

"અરે, સામેથી મેઘના આવે છે. અત્યારે મુક પછી લઈ જઈશું."

"ભોલા! તું પાગલ તોહ, નથી ને? જ્યોતી અને મેઘનાને લેવા કે દેવા? તારે મદદ કરવી હોય તોહ, કર નહીંતર નીકળ."

"બેસ્ટફ્રેન્ડ હોવાનું આ નુકશાન છે."

અમે, જ્યોતીને મારા ઘેર લઈ જઈ રહ્યાં હતાં. કદાચ કોઈ સાથીદાર, કોઈ સંબંધી, કોઈ પોતાનું, આ બધું જોઈ એ ઠીક થઈ જાય. કદાચ, ઠીક થઈ જાય.

"હેય, યશ! તું અહીંયા? તું અહીંયા શું કરી રહ્યો છે? એપણ દેબુ સાથે?" મેઘનાએ પ્રશ્ન કર્યો.

"અબે, આ અહીંનો જ રહેવાસી છે. તુંજ પરગામની છે. સોરી પરશહેરની છે. બે, પરગામ જ રાખીએ. પરશહેર સારું નઈ લાગતું. પરગામ ડન." ભોલાએ કહ્યું.

"અને આ ગાંડીને ક્યાં ઉપાડી જાઓ છો? તમે લોકો પાગલ તોહ, નથી થઈ ગયા ને?" જ્યોતીએ કહ્યું.

"આની વિશે એક શબ્દ પણ ન ઉચ્ચાર જે. મેઘના! આપણે સ્વસ્થ હોઈએ એનો અર્થ એનથી કે, આપણે બીજાની ઉડાડીએ. મદદ ન આપી શકો તોહ, કંઈ નહીં એટલીસ્ટ સારા શબ્દો તો ઉચ્ચારી શકો ને?" મેં કહ્યું.

"એવું મેં શું કહી દીધું યશ? આ ગાંડી જ તો છે. તારા કહેવાથી સ્વસ્થ નથી થઈ જવાની."

"એજ તોહ, કહું છું ક્યારનો. પણ આ સમજતો જ નથી. ગાંડા તો ગાંડા જ રહેવાના ને?" ભોલાએ કહ્યું.

"સી*. (મારા મોંઢામાંથી ગંદો શબ્દ નીકળી ગયો.) મને નહોતી ખબર તમારી સોચ આવી નીચી છે. એય! છોડ હાથ આનો. મેઘના એક કામ કર. તું અને તારો દેવું બંને જાઓ ભાળમાં. અને આજ પછી આવી વાતો કરવી હોય ને તોહ સકલ પણ ન દેખાડતાં."

"યશ! સોરી યાર. યશ.... યશ...."

હું ઉભો ન રહ્યો. આવું શા માટે કર્યું? હું પણ નથી જાણતો. પરંતુ, આ ઘટનાના કારણે મેઘનાથી દોસ્તી તોહ, દૂર એની શકલ જોવાના વાંધા પડી ગયા હતા. ભોલો આવ્યો હતો ફરી. ફરી પરત ફર્યો હતો તેના બેસ્ટફ્રેન્ડ પાસે. કદાચ, કહેવાનો જ બેસ્ટફ્રેન્ડ.

"એય, દેવું! ફરી કેમ આવ્યો છે? જાઓ તમે અહીંથી. અને તારી ફ્રેન્ડ પાસે જા. મારી પાસે શા માટે આવ્યો છે?" મેં કહ્યું.

"સોરી યાર ભૂલ થઈ ગઈ. માફ નહીં કરે તારા બેસ્ટી ને? પ્લીઝ." ભોલાએ કહ્યું.

"ચલ, ઠીક છે. બીજીવાર ન થવું જોઈએ."

"સો ટકા અને હા દેવું નહીં..દેબુ!દેબુ!"

"હા તારા દેવુંની તોહ, હમણાં..."

મારા મતે, વ્યક્તિ શરીરથી તોહ પાગલ નથી હોતો. એ માનસીક રીતે હોય છે. અને કદાચ, જુની યાદો, વ્યક્તિઓ, સંબંધો, લાગણીઓના કારણે એ પાગલપણું દૂર પણ થઈ શકે છે. તમે સ્વસ્થ હોઈને પણ એ પાગલ વ્યક્તિક જેવા નથી થઈ શકતા. સ્વસ્થ વ્યક્તિ કરતાં ખુદમાંજ ખોવાયેલ એ ગાંડો વ્યક્તિ સારો. તમે(સ્વસ્થ વ્યક્તિઓ) ગલત કામ કરો છો છતાં, પોતાની જાતને નથી કહી શકતા? હું એવું માનું છું કે, આ ગાંડાપણું એક બીમારી છે. અને જ્યોતીથી આ બીમારીને દુર કરવીજ છે. પછી આ સમાજ વિરુદ્ધ જવું પડે તોય જઈશ.

ક્રમશઃ