Chaal jivi laiye - 12 books and stories free download online pdf in Gujarati

ચાલ જીવી લઈએ - 12



😊 ચાલ જીવી લઇએ - ૧૨ 😊


કાલે મારો બર્થ ડે છે તો તમારે બંનેએ આવવાનું છે.તો ભુલાય નહી..


છોકરી - હા કેમ નહીં... આવીશું...


અને હવે અમે જઈએ...


કાલે મળીએ ok...


ધવલ - હા.. Ok Tc....


છોકરી - બાય...


લખન - ( છોકરીની ફ્રેડ ને ) અને હા તમે પણ આવજો.. કાલે વધુ નાસ્તો લઈ રાખીશ તમારા માટે ....


ધવલ - બસ કરે ને મારા બાપ.......


લખન - હા હવે...


પેલી બને બહેનપણી ઓ ત્યાંથી ચાલી જાય છે અને થોડી વાર પછી ધવલ અને લખન પણ ત્યાંથી નીકળે છે. થોડી વાર કોલેજ માં રહીને પછી બંને ઘરે જવા માટે નીકળે છે. લખન ધવલ ને ઘરે ડ્રોપ કરે છે અને પોતે એના ઘરે જતો રહે છે..


બીજા દિવસની સવાર થાય છે. ધવલ ના મમ્મી ધવલ ના રૂમમાં આવે છે. ધવલ બ્લેન્કેટ માથે ઓઢીને સૂતો હોય છે.



ધવલના મમ્મી - એ મારા દીકરા !!! આજ તો વહેલો ઉભો થા !!


આખું વર્ષ તો કુંભકરણની જેમ સૂતો હોય છે.



દીકરા આજ તો ઉભો થા.. આજે તારો જન્મદિવસ છે !! તને યાદ છે કે નહીં ??


ધવલના મમ્મી ઘણી વાર ધવલને જગાડવાની કોશિશ કરે છે પણ ધવલ ઉઠતો નથી એટલે ધવલના મમ્મી ધવલના બેડ પાસે જઈને બ્લેન્કેટ ઊંચો કરે છે. બ્લેન્કેટ ઉંચો કરતા જ ધવલના મમ્મી ચકિત થઈ જાય છે. કેમ કે બ્લેન્કેટ નીચે ઓશિકા રાખેલા હોય છે..


અરે રે !!! આ છોકરો ક્યાં ગયો હશે અત્યારમાં ? ધવલના મમ્મી બોલ્યા..


નીચે જઈને ધવલના મમ્મી ધવલ ને કોલ કરે છે પણ ધવલ ફોન ઉપાડતો નથી.

અરે રે !!! આ છોકરો ફોન પણ નથી ઉપાડતો. ક્યાં ગયો હશે ?


આવે એટલી વારો છે આ છોકરાંનો...


ધવલના પાપા - અરે શુ થયું ?


કેમ સવાર સવાર માં એટલો ગુસ્સો કરો છો ?


ધવલના મમ્મી - અરે આ ધવલ જોવો ને !!


આજે એનો જન્મદિવસ છે અને એ રૂમમાં પણ નથી અને ફોન પણ ઉપાડતો નથી. ક્યાં ગયો હશે ?


ધવલના પાપા - અરે ચિંતા ન કર... કઈ કામ આવી ગયું હશે તો ગયો હશે ક્યાંક...


ધવલના મમ્મી - હા .. તમારે તો ક્યાં કઈ ચિંતા જ છે...


આજ જુઓ.. આવે એટલે વારો છે ધવલનો....


ધવલ - ( ડોર પાસે ઉભો ઉભો )
ઓહ હો..


કોનો વારો પાડવાનો છે મારી વ્હાલી મમ્મી ?


ધવલના મમ્મી - એ હોશીયારી.. તારો જ વારો પાડવાનો છે અને તું મને પહેલા એ કહે કે કયા ગયો હતો સવાર સવારમાં .. અને ગયો તો ખરા પણ મને કીધું કેમ નહીં ??


ધવલ - અરે મમ્મી ........ શુ તમે પણ..


ખોટી ચિંતા ન કરો....


ધવલના મમ્મી - ધવલ પેલા મને એ કહે કે કયા ગયો હતો ??


ધવલ - અરે મારી વ્હાલી મમ્મી .... કહું છુ .... કહું છું... ગુસ્સો ન કરો...


જો હું સવારે વહેલો ઉઠ્યો !! પછી નાહી ધોઈને બહાર ગયો. બહાર જઇ સૌથી પહેલા મારા વ્હાલા મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી ગયો સહારા ફુડ હાઉસમાં. ત્યાં જઈને પાપા ના ફેવરિટ જલેબી ફાફડા અને તમારી ફેવરિટ સેવ ખમણી લીધી.


અને ત્યાંથી સીધો ઘરે .!

હા આજે મારો જન્મદિવસ છે પણ મારા માટે તો તમે જ મારા ભગવાન છો એટલે જેમ ભગવાન ને પ્રસાદ ધરીએ તેમ તમારા માટે પ્રસાદ નહીં પણ તમને ભાવતું ભોજન લેવા ગયો હતો. બસ તમે બંને સવારે ખુશ ખુશ થઈ જાવ અને બોવ મોટી સ્માઈલ આપો અને એ સ્માઈલ ને હું જોવ એટલે હું ખૂબ ખૂબ હેપી...


પણ હા એની પહેલા તમેં બંને મને તમારા આશીર્વાદ આપો .. ચાલો ચાલો..


ધવલના મમ્મી અને પપ્પા ધવલને આશીર્વાદ આપે છે.


ધવલના મમ્મી - અરે મારા લાડલા.. બસ આમ જ ખુશ રહે , જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો , પોતે પણ ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો.. બધાની મદદ કરો અને ઘણુ ઘણું જીવો...


ધવલ - થેંક્યું સો મચ મારા વ્હાલા મમ્મી અને પાપા..


તમે બને ખરેખર બેસ્ટ છો. તમે બનેં દુનિયાના બેસ્ટ મામા પાપા છો. જે મને બધા કામમાં મદદ કરે છે , સપોર્ટ કરે છે અને હંમેશા મને મોટીવેટ કરે છે... આ બધા માટે મોટું બધું Thank You..


ધવલના પપ્પા - બસ બસ હવે...


તું પેલા જલેબી ફાફડા લાવ્યો છો એ પહેલાં ટેસ્ટ કરાવ ને ભાઈ.


તમે માં દીકરો પછી વાતો કરજો...


ધવલના મમ્મી - હા ... ધવલ ....


પેલા તારા પાપા ને એનો મનપસંદ નાસ્તો આપી દે બાકી એનું ધ્યાન ત્યાં જ રહેશે...


ધવલ - હા .. ચાલો ચાલો.... પણ મમ્મી માનસી ક્યાં છે..?


ધવલના મમ્મી - અરે એ તો હજી સૂતી છે..


ધવલ - ઓહ માય ગોડ.. આજે એના ભાઈનો બર્થ ડે છે અને એ સૂતી છે.. ? હું હોવ અને એ સુવે ....!!!!!!


લ્યો મમ્મી તમે પાપા ને એમનો નાસ્તો પીરસો. હું હમણાં માનસીને ઉઠાડીને આવું છું.


ધવલ માનસી ને ઉથડવા માટે રૂમમાં જાય છે. રૂમમાં જતા જ બુમો પડવાનું ચાલુ કરી દે છે અને માનસી ને જગાડવાની કોશિશ કરે છે.


અરે મારી બહેન...!


તું હજી સૂતી છો હે !!!!


ચાલો ચાલો .. જલ્દી જલ્દી ઉભા થાવ...


આમ જો સૂરજ દાદા પણ બહાર આવી ગયા ને તને સૂતી જોઈને કેવા લાલ લાલ થઇ ગયા જો...!!


માનસી - ભાઈ.... સુવા દે ને યાર.....


શા માટે મારુ લોહી પીવે છે..??

ધવલ - અરે લોહી તો મારૂ ફેવરિટ છે પણ જો એમાંય તારું લોહી હોય તો પીવાની તો મઝા આવી જાય..

માનસી - ભાઈ .... હું મમ્મી ને કહીશ હો....પ્લીઝ ...


જા ને અહીં થી.... સુવા દે ને....પ્લીઝ ...



આમ બંને ભાઈ બહેન વચ્ચે ઘણી વાર આવી વાતો ચાલ્યા કરે છે અને છેલ્લે માનસી ઉભી થાય છે અને ધવલ માનસી ને ઉઠાડી ને નીચે આવે છે..


હજી ધવલ નીચે આવતો જ હોય છે ત્યાં એને લખનની બાઈકનો આવાઝ સંભળાય છે. આવાઝ સાંભળતા જ ધવલ દરવાજા પાસે ઉભો રહી જાય છે. હજી લખન દરવાજો ખોલે એ પહેલાં ધવલ દરવાજો ખોલી આપે છે..


ક્રમશઃ

Don't Forget To Follow me In instagram..
dhaval_limbani_official

ThaNk You For Ur Support....