DESTINY (PART-13) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-13)


સવારે વહેલા ઘરેથી નીકળતાં નેત્રિ જૈમિકને ફોન કરે છે અને કહે છે હું નીકળી ગઈ છું બપોર સુધી તો આવી જઈશ પછી આપણે શાંતિથી મળીશુ. જૈમિક કહે અરે વાહ.......! વિચાર્યા કરતાં વહેલાં નીકળી ગયાને તમે તો મૅડમ......! ખુબ ખુબ આભાર તમારો વહેલાં પધારી રહ્યા છો એ માટે.

તું આવે એટલે હું તરત જ તને મળી લઉં એટલી ઉતાવળ છે પણ હું એવું વિચારી રહ્યો છું કે આપણે મિત્રના જન્મદિવસની એને કાંઇક સરપ્રાઇઝ આપીએ અને એનો જન્મદિવસ મનાવીએ તો કેવું રહે.......? નેત્રિ કહે હા ખુબ સરસ વિચાર છે મને તો ખુબ ગમ્યો આવું કાંઈક કરવું જ જોઈએ જેથી તમારી બહેન,તમારો મિત્ર અને આપણે બધાં એ બહાને સાથે સમય તો વિતાવી શકીએ.

જૈમિક કહે હા તો તું આવે એટલે સીધી હૉસ્ટેલ જતી રહેજે મુસાફરી કરીને તું થાકી પણ હશે તો થોડો આરામ કરી લેજે અને પછી આપણે સાંજે મળીયે શાંતિથી ઠીક છે ને......? નેત્રિ કહે હા એમજ કરીશું પણ મળીશું ક્યાં આપણે બધાં......? તો તેને કહ્યું આપણી કૉલેજની બાજુમાં જે મંદિર છે ને ત્યાં અને ત્યાં બગીચો પણ છે તો ત્યાં જન્મદિવસની ઉજવણી પણ કરીશું. નેત્રિ કહે છે હા ઠીક છે તો મળીયે સાંજે.

થોડાક સમયમાં નેત્રિ આવી જાય છે અને સાંજે ફોન કરે છે જૈમિકને ક્યાં છો સાહેબ........? હું આવી ગઈ અને તમને મળવાનો પણ સમય થઈ ગયો તો તમને ફોન કર્યો પણ તમારા તો કોઈ સમાચાર જ નથી ને સાહેબ........! તો જૈમિક કહે હા હું જાણું છું તું આવી ગઈ છે અને હું બસ મિત્રના જન્મદિવસની ઉજવણી માટે બજારમાં કેક લેવા આવ્યો છું. બસ તમે જેનો જન્મદિવસ છે એને લઈને મંદિર પહોંચી જાઓ ત્યાં સુધી હું પણ આવી જઈશ.

થોડાક સમયમાં બધાજ મંદિરમાં ભેગા થાય છે અને મિત્રને જન્મદિવસની ખુબ શુભેચ્છા પાઠવે છે અને કેક કાપીને ઉજવણી કર્યા બાદ ત્યાજ બગીચામાં બેસે છે. થોડીવાર ત્યાજ બધા બેસે છે અને ખુબ બધી વાતો અને મસ્તી મજાક કરે છે. થોડીવાર પછી જૈમિક નેત્રિને કહે ચાલને આપણે મંદિરની આસપાસ બીજા નાના નાના મંદિર પણ છે ત્યાં દર્શન કરીને આવીએ. નેત્રિ કહે હા ચાલો અને બંને બગીચામાંથી નીકળીને બહાર મંદિરના દર્શન કરે છે પછી ત્યાં બહાર મૂકેલા બાંકડા પર જ બેસે છે.

જૈમિક નેત્રિને કહે આટલા દિવસ તારા વિના મેં કઈ રીતે કાઢ્યા છે એ બસ હું જ જાણું છું એક પળ માટે પણ એવું નથી બન્યું કે મેં તને યાદ નથી કરી. હવે તું આવી ગઈ છે તો મારી ખુશીનું કઈ માપ નથી રહ્યું. નેત્રિ કહે હા મારી માટે પણ એવું પહેલીવાર બન્યું છે કે હું ઘરે હોઉં અને મને ક્યાંક જવાની પણ ઇચ્છા થતી હોય ત્યાં રહીને પણ હું તમારી સાથે જ હતી એવું માની શકો છો તમે કેમકે હું પણ તમને એક સેકંડ માટે ભૂલી નથી.

આટલું સાંભળી જૈમિક કહે હું સમજી નથી શકતો કે આ સમય મારી માટે કેટલો અણમોલ છે. ને હા મેં તને કાંઇક કહ્યું હતું જેનો તારે જવાબ આપવાનો હતો મને........? નેત્રિ કહે તમે પણ ખરાં છો હા.......! તમને હજું પણ એવું લાગે છે કે તમારે મારા કોઈ જવાબની જરૂર છે.......? કાંતો તમે મને સમજી નથી રહ્યાં કાંતો તમને મારા મુખથી સાંભળવામાં વધુ મજા આવે છે કે હા જેટલો પ્રેમ તમે મને કરો છો એટલો જ પ્રેમ હું પણ તમને કરું છું.

જૈમિક આટલું સાંભળતાં જ એટલો ખુશ થઈ જાય છે કે શું કહીએ એના વિશે તો........! નેત્રિને કહે હા હું તો સમજી જ ગયો છું તને પણ તારા મુખથી સાંભળીને જે ખુશી મળે એની વાત જ કાંઇક અલગ છે. તું મને તારા મુખથી કહે અને હું મારા મનથી જ માની લઉં કે તું પણ મને પ્રેમ કરે છે એમાં જમીન આકાશનો તફાવત છે માટે હું તારા જવાબની રાહ જોતો હતો.

નેત્રિ કહે વાહ........! તમે હમેશાં આવું જ કરો છો હા દરેક વાતમાં પણ કાંઈ વાંધો નઈ મને મંજૂર છે તમે ગમે તેવું વર્તન કરો કેમકે મારી માટે હવે મારા પપ્પા પછી જો કોઈ છે તો એ તમે છો. મારું મન તો ક્યારનું તમને ચાહવા લાગ્યું હતું પણ મને થયું જેમ ચાલે છે એમ ચાલવા દેવું વધુ હિતાવહ છે.

જૈમિક કહે નેત્રિ તું પણ ખરી જ છે હા જો તને પણ મારાથી એટલો જ પ્રેમ હતો જેટલો મને તારાથી છે તો પછી તે મને જવાબ આપવામાં આટલી રાહ કેમ જોવડાવી એ જણાવીશ જરા.......? નેત્રિ કહે હવે રાહ જોવડાવવી એતો એક છોકરીનો જન્મસિદ્ધ અધિકાર છે એને તમે કઈ રીતે છીનવી શકો.....? માટે મેં એજ અધિકાર ભોગવ્યો છે બસ હા..... હા.....હા.......!

જૈમિક આ સાંભળીને હસવા લાગ્યો અને કહે હા માન્યું બસ તમારો અધિકાર હતો. પણ હું તને કાંઇક વધુ કહેવા માંગુ છું નેત્રિ કે હું ફક્ત આજ,કાલ અને કૉલેજ સુધીનો સાથ નથી માંગી રહ્યો હું માંગી રહ્યો છું આજીવન સાથ. મારા મનથી પ્રેમ એ ફક્ત એક લાગણી જ નઈ પણ સર્વસ્વ છે. તું છે તો બસ તું જ છે એ જગ્યા પછી બીજું કોઈ લઈ ના શકે હું ફક્ત તારો થઈને જ રહેવું વધુ પસંદ કરીશ.

નેત્રિ કહે જૈમિક ખરેખર તમે મારું મન જ નઈ પણ મારું હૃદય પણ જીતી લીધું કેમકે મેં પણ મારો પ્રેમ,પતિ અને પરિવાર એ બસ એકજ વ્યક્તિમાં સમાવિષ્ટ હોય એવું વિચારું હતું ને થઈ પણ કાંઈક એવું જ રહ્યું છે. હું ખુબજ નસીબદાર છું કે મને તમારા જેટલો પ્રેમ કરવાવાળા વ્યક્તિ મળ્યાં છે.

જૈમિક કહે હા નેત્રિ ફક્ત તું જ નઈ હું પણ નસીબદાર છું કે મને તું મળી છે ને હું જીવનભર તારો સાથ ક્યારેય નઈ છોડું પણ એ પહેલાં અમુક તથ્ય છે જે તારી માટે જાણવા અતિ મહત્વના છે અને એ છે આપણી જ્ઞાતિ. કેમકે આપણે એ સભ્ય સમાજમાં રહીએ છીએ જ્યાં લોકો ભણતર,વિકાસ,ફેશન,બોલવામાં તો વધી ગયા છે પણ જ્ઞાતિવાદથી ક્યારેય આગળ નથી આવ્યાં ને ખબર પણ નથી કે ક્યારેય આવશે કે નહીં......?

મારી માટે તને એ જાણ કરવી રહી કે તું મારી જ્ઞાતિથી ઊંચી જ્ઞાતિની છે જે તું સારી રીતે જાણી લે તો તને પણ આગળ વધતાં પહેલાં સમજાય કે તારે શું કરવું જોઈએ ને શું નહીં.......? કેમકે આગળ જતાં તને વાંધો હશે કે નઈ પણ તારા પરિવારને તો હશે જ હું માનું ત્યાં સુધી માટે તને આ જાણ કરી રહ્યો છું.

નેત્રિ કહે આ તમે કેવી વાત કરી રહ્યાં છો.........?હા હું માનું છું કે આપણે જ્ઞાતિવાદવાળા સમાજમાં રહીએ છીએ પણ મારે તમારી સાથે અને તમારા વ્યક્તિત્વ સાથે સંબંધ છે તમારી જ્ઞાતિથી નઈ. મને કોઈ ફરક નથી પડતો આ ઉંચનીચથી માણસ પોતાના કર્મથી ઊંચો આવે છે ના કે જ્ઞાતિથી અને રહી વાત મારા પરિવારની તો એની જવાબદારી મારી છે એમને મનાવવાની.

મારા પપ્પાને હું કહીશ એજ કરશે એમને મારી ખુશીની પડી છે જ્ઞાતિવાદની નઈ. મારા મમ્મીના ગયા પછી આજદિન સુધી મને એક પણ વસ્તુની ખોટ ના પડવા દેનાર મારા પપ્પા મારી ખુશીથી વધુ બીજું કાંઈ ઇચ્છી શકે ખરાં........? માટે તમે ચિંતા ના કરો હવે તો પાકું રહ્યું કે હું ક્યારેય તમારો સાથ નઈ છોડું લગ્ન કરીને મારું આખું જીવન તમારી સાથે જ વિતાવીશ.

જૈમિક કહે ખરેખર નેત્રિ મેં ગયા જન્મમાં કાંઇક સારા કામ કર્યા હશે જેનાં ફળરૂપ આ જન્મમાં તું મને મળી છે. ને લગ્નની વાત કરીને તે મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવી દીધો છે. હું ક્યારેય તને પ્રેમ કે કોઈપણ બાબતમાં કાંઈ ખોટ નઈ પડવા દઉં હમેશાં તને ખુશ રાખીશ. જેટલું તારા પપ્પા તને રાખે છે અને પ્રેમ આપે છે એટલો જ પ્રેમ આપવાની હું પણ પૂરેપૂરી કોશિશ કરીશ.

આજથી હું તને પ્રેમિકા નઈ પણ મારી પત્ની માનીને જ જીવીશ. તારી દરેક નાની નાની જવાબદારી પણ આજથી મારી માનીને હું એને પૂરી તકેદારી સાથે નિભાવીશ. નેત્રિ કહે હા હું જાણું છું તમે ક્યારેય કોઈ કામ અધૂરું નથી છોડતાં તો મને આજીવન હસતી રાખશો એમાં કોઈજ શંકા ને સ્થાન નથી.

જૈમિક ધીમેથી નેત્રિનો હાથ પોતાના હાથમાં લે છે અને બંનેના હાથ ધ્રૂજવા લાગે છે. આ પહેલીવાર એવું બન્યું હતું કે એકબીજાના હાથમાં હાથ હતો એ અનુભવ માત્ર ને માત્ર બે પ્રેમી જ સમજી શકે છે.

જૈમિક : ક્યાં સુધી મને આમજ પ્રેમ કરીશ........?

નેત્રિ : છેલ્લાં શ્વાસ સુધી.........!

જૈમિક : તું મને નઈ પૂછે કે હું તને ક્યાં સુધી પ્રેમ કરીશ........?

નેત્રિ : એમાં તમને પૂછવાની ક્યાં જરૂર જ છે.....? તમારી
પાસે મને પ્રેમ કરવાં સિવાય બીજું કામ જ શું છે.....!


જૈમિક કહે છે મૅડમ તમારી સાથે વાતો કરતાં કરતાં સમય ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી હા.......! નેત્રિ ઘડિયાળ સામે જોઈને કહે અરે......... બાપ રે.........! સમય પરથી યાદ આવ્યું હૉસ્ટેલનો દરવાજો છ વાગ્યે બંદ થઈ જાય છે અને પાંચ પચાસ થઈ ગઈ છે તો ચાલો હવે નીકળીએ નહિતો હોસ્ટેલ બંદ થઈ જશે અને બધાં મંદિરથી નીકળીને પોતાની હોસ્ટેલ પર જાય છે.