Pari - 4 books and stories free download online pdf in Gujarati

પરી - ભાગ-4

" પરી " ભાગ-4

શિવાંગ અને કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હવે એન્યુઅલ ફંક્શનની રાહ જોઇ રહ્યા હતા. હવે આગળ...

તા.15,16 અને 17 ત્રણ દિવસ કોલેજમાં એન્યુઅલ ફંક્શન છે જેની તૈયારી માટે મીટીંગ રાખવામાં આવી છે તો ક્લાસના ઇલેક્ટેડ સ્ટુડન્ટ્સે સમયસર હાજરી આપવી, તેવી નોટિસ આજે દરેક ક્લાસમાં આવી જાય છે.

શિવાંગ અને તેની આખી ટીમ પ્રોગ્રામ માટે તૈયાર હતા. કોલેજના ઘણાં બધાં ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ તેમાં ભાગ લેવાના છે. બ્રેક ડાન્સ, કોમેડી પ્રોગ્રામ, સીન્ગીન્ગનો પ્રોગ્રામ અને ડ્રામા જેવા અનેક પ્રોગ્રામ સ્ટેજ ઉપર ભજવાતા.

કોલેજના દરેક સ્ટુડન્ટ માટે તે યાદગાર દિવસો બની રહેતા, એટલું બધું એન્જોયમેન્ટ તે ત્રણ દિવસના પ્રોગ્રામમાં થતું.

શિવાંગને ભાગે ડ્રામા પ્લે કરવાનું આવ્યું હતું. એક સુંદર ડ્રામા, ' ઘરની વાત ઘરમાં જ રાખ ' તેણે તૈયાર
કર્યું હતું. તે ડ્રામામાં તેની સાથેના ફીમેઇલ કેરેક્ટરમાં ઘણી બધી છોકરીઓ રહેવા તૈયાર હતી પણ તેને પોતાની સાથે માધુરીને રાખવી હતી. તેથી તેણે આરતીને માધુરીને સમજાવવા કહ્યું.

આરતીએ માધુરીને સમજાવી કે, " એકવાર તું રોલ પ્લે કરી જો તને ન ફાવે તો ભાગ ન લઇશ, ઓકે. "
માધુરી તેમ કરવા તૈયાર થઇ ગઇ.તેણે શિવાંગ સાથે નાટકનું રિહર્સલ કર્યું તો બધા જ સ્ટુડન્ટ્સ તાળીઓ પાડવા લાગ્યા. પછી તો કમ્પલસરી તેણે પાર્ટ લેવો જ રહ્યો.

એન્યુઅલ ફંક્શનની તૈયારીમાં શિવાંગ અને માધુરી ખૂબ નજીક આવી ગયા. માધુરીને ખબર પણ ન પડી અને તે શિવાંગને ચાહવા લાગી.

આ એક ફેમીલી ડ્રામા હતો જેમાં બંને પતિ-પત્ની હતા. ત્રણે ત્રણ દિવસનો પ્રોગ્રામ ખૂબજ સરસ રહ્યો. માધુરીનો પ્રોગ્રામ જોવા માટે તેના મમ્મી-પપ્પા પણ આવ્યા હતા. તે પણ માધુરીનો પ્રોગ્રામ જોઈ ખૂબ ખુશ થઇ ગયા હતા.

પ્રોગ્રામ પૂરો થયો પછીના દિવસે કોલેજમાં રજા હતી અને પછીના દિવસે સન્ડે હતો એટલે બરાબર બે દિવસ પછી બધા કોલેજમાં ભેગા થયા. બસ એ દિવસે તો આખો દિવસ એન્યુઅલ ફંક્શનની જ વાતો કોલેજમાં ચાલી અને શિવાંગ અને માધુરીના ડ્રામાને બધાએ ખૂબજ વખાણ્યો, બંને ખૂબ ખુશ હતા.

આજે આરતી કોલેજ આવી ન હતી અને રોહનને કંઇ ખાવાની ઇચ્છા ન હતી પણ માધુરીને ખૂબ ભૂખ લાગી હતી એટલે તે શિવાંગને ક્લાસમાંથી બહાર બોલાવી લાવી અને બંને જણા બ્રેકફાસ્ટ કરવા માટે કોલેજ કેન્ટીનમાં ગયા.

શિવાંગ માધુરી માટે ગરમાગરમ પૌંઆ અને ચા લઇને તેની સામેની ચેરમાં બેસે છે અને બોલે છે, " લીજીએ મેમ હાજીર હૈ આપકે લીએ ચાય ઔર નાસ્તા "
માધુરી નાસ્તો કરી રહી છે તો શિવાંગ તેની સામે એકીટશે જોઈ રહ્યો છે. માધુરી તરત જ બોલી, " તારે નથી ખાવું લેને, કેમ આમ જોયા કરે છે ? "
શિવાંગ: મારે તને એક વાત કહેવી છે ?
માધુરી: હા બોલ, શું થયું ?
શિવાંગ: આપણે નાટકમાં હસબન્ડ-વાઇફનો બહુ સરસ રોલ પ્લે કર્યો, નહિ ?
માધુરી: હા, મને પણ બહુ ગમ્યું.
શિવાંગ: હું આખી જિંદગી તારા હસબન્ડનો રોલ પ્લે કરવા માંગું છું.
માધુરી: ( ખાતા ખાતા અટકી ગઇ, ચાનો કપ ટેબલ ઉપર મૂકી શિવાંગની સામે જોવા લાગી. )
શિવાંગ: ( માધુરીના હાથ ઉપર પ્રેમથી પોતાનો હાથ મૂકી દીધો અને માધુરી ને પૂછવા લાગ્યો ) રીઅલ લાઈફમાં તું બનીશ મારી વાઈફ ?
માધુરી: ( શિવાંગની આંખમાં આંખ પરોવે છે અને બોલે છે ) મને પણ તું ખૂબ ગમે છે. આઇ લવ યુ. પણ મને આ સમાજ અને પપ્પાનો ખૂબ ડર લાગે છે.

શિવાંગ અને માધુરી આગળ શું વાત કરે છે હવે પછીના ભાગમાં....