Pari - 9 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | પરી - ભાગ-9

પરી - ભાગ-9

" " પરી " ભાગ-9

વાંરવાર યાદ આવતી માધુરીને શિવાંગ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ માધુરી તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ જતો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો હતો અને તેનું મન તેને પાછો ભૂતકાળમાં લાવીને મૂકી દેતું હતું. યાદો પણ કેટલી ખતરનાક હોય છે. માણસનો પીછો નથી છોડતી.

ક્રીશા ખૂબજ બોલકણી છોકરી છે. કોઈને ન બોલવું હોય તેની સાથે તો પણ બોલવું પડે, તેવું તેનું વર્તન હતું. શિસ્તબદ્ધ રીતે એક ગુજરાતી પટેલ ફેમીલીમાં તેનો ઉછેર થયો હતો એટલે તે સંસ્કારી પણ એટલી જ હતી. થોડા સમય પછી તેને એવું લાગ્યું કે, શિવાંગ સર ખૂબજ ઓછું, કામ પૂરતું જ બોલે છે અને એને માટે શું કારણ છે તે એને સમજાયું નહીં પણ એકલા અને બધાથી અળગા રહેવાનો પ્રયત્ન કરે છે તે ક્રીશાને ચોક્કસ સમજાઈ ગયું.

અહીં બેંગ્લોરમાં વરસાદ ગમે ત્યારે આવી જાય એટલે શિવાંગે સૌથી પહેલા પોતાને માટે એક કાર ખરીદી લીધી. આઇ-ટ્વેન્ટી ખરીદી ત્યારે તેણે ઓફિસમાં બધાને ખુશ થઇને આઇસ્ક્રીમ પાર્ટી પણ આપી અને ક્રીશાએ તો ત્યારે મજાક પણ કરેલી કે, " ખાલી આઇસ્ક્રીમથી નહિ ચાલે સર, કારમાં લોન્ગ ડ્રાઈવ કરાવવું પડશે. " અને શિવાંગ હસી પડ્યો હતો અને બોલ્યો હતો, " હા, ક્યારેક...!! " ક્રીશાને શિવાંગનો " ક્યારેક " એવો જવાબ ન હતો ગમ્યો પણ તે કંઇ બોલી શકી ન હતી. મનોમન તેને શિવાંગ ખૂબજ ગમતો હતો પણ શિવાંગને એવો કોઈ રસ ન હતો તે ચોક્કસ ક્રીશાને સમજાઈ ગયું હતું.

સામાન્ય રીતે છોકરાઓ, છોકરીઓ સાથે ફ્લર્ટીંગ કરવા મળે તો ચાન્સ છોડતા હોતા નથી. " આ કયા પ્રકારનો છોકરો છે...!! " ક્રીશા વિચારી રહી હતી.

એક દિવસ ઓફિસ મીટીંગ માટે શિવાંગને બહાર જવાનું થયું. પોતે કોઈ દિવસ બેંગ્લોરમાં ક્યાંય ગયો ન હતો એટલે તેને કંઇજ મળે નહિ, તે બસ ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ બીજે ક્યાંય જતો નહિ. કોઈ ઓળખીતું અહીંયા રહેતું પણ નહિ એટલે કોઈના ઘરે જવાનો પણ સવાલ ન હતો.

તેને પોતાની સાથે કોઈપણ એક ઓફિસ કેન્ડીડેટને લઇને જવાનું હતું. એટલે તેણે ક્રીશાને લઇને જવાનું પસંદ કર્યું કારણ કે ક્રીશા ગુજરાતી હતી.

તેણે ક્રીશાને ઓફિસમાં બોલાવીને પૂછી લીધું કે રીટર્ન થતાં થોડું લેઇટ થશે તો તેના ઘરે કોઈ પ્રોબ્લેમ તો નહિ થાય ને ?? અને આપણે વાઇડફીલ્ડ જવાનું છે તો તેણે તે જોયેલું તો છે ને ??

ક્રીશાએ હસીને જવાબ આપ્યો કે, " બેંગ્લોરમાં સર તમારે જ્યાં પણ જવું હશે હું તમને લઇ જઈશ, ઇવન સાઉથમાં પણ મેં ઘણુંબધું જોયેલું છે. તમે કહેશો ત્યાં લઇ જઇશ. "

અને બંને વાઇડફીલ્ડ જવા નીકળી ગયા. ક્રીશાને એટલું બધું બોલવા જોઇતું હતું એટલે તે ચૂપ રહી શકે તેમ ન હતી. કંઇકનું કંઇક બોલી શિવાંગને હસાવી રહી હતી, શિવાંગ સાથે એવી તો ભળી ગઇ હતી કે જાણે શિવાંગને વર્ષોથી ઓળખતી હોય.

શિવાંગે પણ તેને વાત વાતમાં પૂછી લીધું કે ક્રીશા ક્યાં રહે છે અને તેનું ફેમીલી બેગ્રાઉન્ડ શું છે ??

ક્રીશા જણાવે છે કે, " હું જયનગરમાં વર્ષોથી મારા મમ્મી-પપ્પા સાથે રહું છું, અમારો પોતાનો જ ફ્લેટ છે.મારે એક બીજી મારાથી મોટી સીસ્ટર પણ છે. તેના વન મન્થ પછી મેરેજ છે. અમે નડીઆદના વતની છીએ. પપ્પા એન્જીનીયરીંગ ભણવા અહીં આવ્યા હતા અને પછી અહીં જ સારી જોબ મળી ગઇ એટલે અહીં બેંગ્લોરમાં જ સેટલ થઈ ગયા. અને સર તમે ક્યાંના છો..? "

અને શિવાંગ પોતાની શું વાત કરે છે વાંચો આગળના ભાગમાં....


Rate & Review

Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified 2 years ago

Sheetal

Sheetal 3 years ago

divyesh mehta

divyesh mehta 3 years ago

pradeep Kumar Tripathi
Keval

Keval 3 years ago