Pari - 6 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | પરી - ભાગ-6

પરી - ભાગ-6

" પરી " ભાગ-6

માધુરી શિવાંગને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ....

અમદાવાદની 'ડાઉન-ટાઉન' હોટલમાં શિવાંગે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ માધુરી મૂડમાં ન હતી. પણ હવે હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો, તેમ વિચારી રહી હતી.

બીજે દિવસે શિવાંગ માધુરીને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. માધુરી બિલકુલ ઉદાસ દેખાઇ રહી છે. શિવાંગ પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો છે. પણ માધુરીની સામે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે.

માધુરી શિવાંગને ભેટીને ખૂબજ રડે છે. તેને રીક્વેસ્ટ કરે છે કે, " શિવુ, હું તારા વગર નહિ રહી શકું, તું મને છોડીને આટલે બધે દૂર ન ચાલ્યો જઇશ.અને મને એક્ઝામની તૈયારી પણ કોણ કરાવશે..?? મારું તો ફાઇનલ ઇયરનું રિઝલ્ટ પણ બગડશે...!! "

પણ શિવાંગ તેને સમજાવે છે કે, " બેંગ્લોરની કંપની સૌથી વધારે સેલરી આપી રહી છે અને હું વ્યવસ્થિત સેટલ નહિ હોવું તો તારા પપ્પા પાસે તારો હાથ કઇ રીતે માંગી શકીશ..?? અને અત્યારે મારા પપ્પાને પણ પૈસાની જરૂર છે.નાના ભાઈને પણ એન્જીનીયરીંગ કરાવવાનું છે. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ એટલી બધી સધ્ધર નથી. મારી પણ મજબૂરી છે, માટે મેં બેંગ્લોરની જોબ એક્ષેપ્ટ કરી છે." અને માધુરીનો ચહેરો પોતાના બંને હાથમાં લઇ તેના આંસુ લૂછી કાઢે છે અને તેને પોતાના આલિંગનમાં લઇ લે છે અને પ્રેમથી બંને ગાલ ઉપર અને હોઠ ઉપર ચુસ્ત ચુંબન કરે છે.

પોતે તેને રોજ નિયમિત વીડિયો કોલ કરશે અને તેની એક્ઝામ સમયે ઓફિસમાંથી રજા લ્ઇ તેને હેલ્પ કરવા આવી જશે. તેવી પ્રોમિસ આપે છે.

અને હવે ખૂબ મોડું થયું છે એટલે ચલ આપણે નીકળીએ, હું તને ઘરે ડ્રોપ કરી જવું અને બંને અત્યંત દુઃખી હ્રદયે છૂટા પડે છે.

શિવાંગ બેંગ્લોર પહોંચી જાય છે. કોઈ ઓળખાણ છે નહિ અહીંયા એટલે નવું ગૃપ બનાવવું પડશે તેમ વિચારે છે.

સમય પસાર થયે જાય છે. શિવાંગ માધુરીને રોજ વીડિયો કોલ કરી તેના હાલ-ચાલ પૂછતો રહે છે. અને કહે છે કે, " અહીં બેંગ્લોરનું એટમોશફીઅર ખૂબજ સરસ છે, હું અહીં પી.જી.માં રહુ છું. તું મેરેજ કરીને અહીં આવીશ પછી આપણે એક સરસ ફ્લેટ ભાડે લઇ લઇશું અને સુંદર જીવન વીતાવીશું. " અને બંને જીવનના મીઠા- મધૂરા સ્વપ્ન સાથે ફોન મૂકે છે.

માધુરીને હવે આ લાસ્ટ સેમિસ્ટર હતું. એટલે તેણે તેના પપ્પાને જોબ માટે પૂછ્યું. પણ પપ્પા મોહિતભાઈએ જોબ કરવાની ચોખ્ખી " ના " પાડી. અને કહ્યું કે, " એક ખૂબજ સુખી ઘરેથી તારું માંગું આવ્યું છે તો તારી આ લાસ્ટ સેમની એક્ઝામ પૂરી થાય પછી આપણે છોકરાવાળાને ઘરે તેમનું ઘર અને છોકરો બંને જોવા જવાનું છે. "

માધુરીના તો, પપ્પાની વાત સાંભળીને હોશકોશ જ ઉડી ગયા. પોતાના રૂમમાં જઇ ખૂબજ રડી લીધું અને પછી શિવાંગને ફોન કર્યો અને બધી વાત જણાવી દીધી.

શિવાંગ તેને સમજાવે છે કે, " અત્યારે તું સ્હેજપણ ડીસ્ટર્બ થઇશ નહિ તારી એક્ઝામ આવી રહી છે તો સ્ટડી ઉપર જ કોન્સ્નટ્રેટ કર, પપ્પાને પણ કશુંજ કહીશ નહીં, તારી એક્ઝામ વખતે હું અમદાવાદ આવવાનો છું એટલે તારી એક્ઝામ પૂરી થાય એ દિવસે જ હું તારા પપ્પાને મળવા તારા ઘરે આવીશ અને તેમની પાસે તારો હાથ માંગી લઇશ ઓકે ખુશને માય ડિઅર..?? ચલ હવે એકદમ ફ્રેશ થઇ જા અને મને એક કીસ આપી દે. "

અને બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે. માધુરીને શિવાંગની સાથે વાત કરીને ખૂબજ સારું લાગે છે. અને પોતાના અને શિવાંગના મેરેજના સ્વપ્ન જોવામાં ખોવાઈ જાય છે.

માધુરીના પપ્પા શિવાંગ સાથે મેરેજ કરી આપવા તૈયાર થાય છે કે નહિ..?? વાંચો આગળના ભાગમાં...

Rate & Review

Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified 2 years ago

Sheetal

Sheetal 3 years ago

Kismis

Kismis 3 years ago

Keval

Keval 3 years ago

Nathabhai Fadadu

Nathabhai Fadadu 3 years ago