World's Hidden Vampire in Gujarati Short Stories by Chandani books and stories PDF | દુનિયાનાં છુપા વેમ્પાયર

Featured Books
Categories
Share

દુનિયાનાં છુપા વેમ્પાયર

વેમ્પાયર નામ સાંભળતા જ આપણાં દિમાગમાં થાય કે કોઈ રાક્ષસ, નરભક્ષી, ભૂત, પિશાચ, લોહી ચૂસનાર અને ઘણાં બધાં વિચારોનો ઉદય થાય. પણ શું આ લોહી ચૂસે એને વેમ્પાયર કહેવાય એમ હોય તો પછી દુનિયાની દરેક એવી વ્યક્તિ વેમ્પાયર ના થઈ જે પોતાનાં હાથ નીચેનાં માણસને ૫ પૈસા આપી ૫૦ રૂપિયાનું કામ કઢાઈ લે?

હા મેં આવા ઘણા માણસો જોયાં છે. જે બીજાને વૈતરું કરતાં જોઈને રાજીના રેડ થઈ જાય. અને પોતે પહોળા થઈને ઓલી બઈ અને પોલી બઈની પંચાત કરે. બીજા માણસનો કસ કાઢી લે. એનું નામ બસ શેઠ માલિક વડીલ હોય વેમ્પાયર નહીં. પણ વેમ્પાયર ને સારાં કહેવડાવે એટલા નકટા લોકો પણ હોય દુનિયા માં હો.

લોહી પીવે ને? આ વેમ્પાયર. અને આ અમુક પ્રજાતિ તો લોહી, પાણી, પરસેવો બધું જ ચૂસી લે. આજકાલ દુનિયામાં દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં આવું જ થઈ ગયું છે.

ભણતરમાં જોવો તો શાળાઓ વાલીઓને, વિદ્યાર્થી પાસે ભણતર સિવાયની ઇત્તર પ્રવૃત્તિ કરાવીને શિક્ષકો, અને ઓછું વળતર આપીને શિક્ષકોને શાળાના નિયમો ચૂસી લે છે.

નોકરિયાત નું જોવો તો એનો સમય ભલે ૭ વાગ્યાં સુધીનો હોય છતાં બિચારો ૯ વાગ્યાં સુધી ત્યાંજ ગુડાયો હોય અને મહેનત કરતો રહે. અમુક લોકો તો માર્કેટિંગ માં હોયને એમનું તો ખરું હો, બિચારા ૪૫ ડિગ્રીના ભડકા બળે એવાં તડકા માં પણ પોતાનું કામ કરવાં બહાર ફરતાં હોય ઘણી દયા આવે મને. વળતર વધારે ના મળે હો. પણ કરવું તો પડે.

ફિલ્મ કે કોઈ ટીવી સિરિયલમાં સિતારાઓની જ વાત કરું તો, કેટલી સુંદર જીંદગી લાગે ને એ બધાની. પણ હકીકતમાં જોવો તો એ સપનામાં જ સુંદર દુનિયા છે. વૈતરું ત્યાં પણ લોકો એટલું જ કરે છે અને ગુલામી પણ. બિચારો જુનિયર આર્ટિસ્ટ કે નાના કલાકારો કેટલી મહેનત કરે છે અને હુનર પણ છે છતાં જોઈએ એવું કામ કે પૈસો મળતો જ નથી.

રોજીંદા જીવનની વાત કરું તો કેટલીય સ્ત્રીઓ ઘરનાં બધાં કામ કરે. છોકરાઓને સાચવે. વડીલોને આદર માન સન્માન આપે. બધાંને સમયસર ખાવાપીવાનું અને નાની મોટી દરેક વાતોનું એક જવાબદારી સમજીને વગર વેતને ધ્યાન રાખે. પરિણામે એને શું મળે? શું બધી નારીને પાટલે થી ખાટલે રાખે? ના ભાઈ ના. અમૂક તો રાતે પીને આવે અને બૈરાને દેવાવાળી કરે. ઘણી સ્ત્રીઓ બિચારી માર ખાઈને જ પેટ ભરતી હોય છે. કરે પણ શું બાપની શાખ કાંતો ગરીબ માબાપનો વિચાર એને પોતાનું દુઃખ ભૂલી આગળ વધવા અને આમ રોજ માર ખાવા મજબૂર કરે. અને આ બૈરાને રોજ મારતાં વગર શિંગડાનો પ્રાણી અને વગર લોહી પીધે પણ વેમ્પાયર જ થયો ને?

એક નાની પેનથી લઈને મોટી મશિનરી બનાવવાની કંપની હોય કે કોઈ મિલ હોય બધીજ જગ્યાએ શોષણ. અને આ પ્રક્રિયા આજની ક્યાં છે? વર્ષોથી ચાલી આવે છે. રસ્તા પર ક્યારેક હાથ ગાડું ખેંચતાં વૃદ્ધને જોઉં તો ખૂબ દુઃખ થાય કે સાલું આ કેવી કર્મની કઠણાઈ કે આ ઉંમરે ઘરમાં બેસીને ભગવાનની માળા જપવાની અને અને પૌત્રોને રમાડવાની ઉંમરમાં આમ હાથ ગાડું એ પણ ૧૦૦ કિલો ઘઉંના કટ્ટા ભરેલું. પણ પછી વિચાર આવે સાલું એ વૃધ્ધ જ નહીં પણ દુનિયાનો દરેક માણસ ગુલામ જ છે. આમ નહીં તો તેમ, સીધી નહીં તો આડકતરી રીતે, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપે પણ કરી તો રહ્યો ગુલામી જ છે. અને એ ગુલામી આ પાપી પેટને ભરવાં માટે છે. અને ગુલામી કરાવનાર બધાં જ વેમ્પાયર જ છે.

સાચું કીધું ને???