Losted - 21 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 21

લોસ્ટેડ- 21

રિંકલ ચૌહાણ

"વ્હાય ગોડ વ્હાય..... મારા જોડે જ કેમ આવું થાય છે?" ઈ. રાહુલ એ ગુસ્સામાં દિવાલ પર મુક્કો માર્યો. આજે સવાર થી સાંજ સુધી બનેલી ઘટનાઓ એમની આંખો સામે તરવરવા લાગી.

***

"સર આ માણસ એ પ્રથમ અને રોશનનુ ખુન થતાં એની નજરે જોયું છે." કોન્સ્ટેબલ ખાન એક મજૂર જેવા દેખાતા માણસ સાથે પોલિસ સ્ટેશન આવ્યા.
"તમે ખૂની ને નજરો નજર જોયો છે બરાબર, વિસ્તાર થી જણાવો." ઈ. રાહુલ ના અવાજ માં ગંભીરતા હતી.
"સાયેબ મારું નામ જોગજી છે એ દાડે હુ બળતણ યોગ્ય લાકડા શોધવા જંગલ માં દુર સુધી નીકળી ગયેલો, પાછા ફરતા અંધારુ થઇ ગ્યું તું. અચાનક મને એક ચીસ સંભળાણી, મે એ દિશામાં જઈને તપાસ કરવાનું વિચાર્યું." જોગજી ના કપાળ પર પરસેવો વળી ગયો, જાણે એ દ્રશ્ય નજરોનજર જોતો હોય એમ તેના ચહેરા પર ડર દેખાતો હતો. ઈ. રાહુલ એ એને પાણી નો ગ્લાસ આપ્યો. જોગજી એ એકિશ્વાસે પાણી નો ગ્લાસ ખાલી કરી નાખ્યો. ઊંડો શ્વાસ લઈ જોગજી એ વાત આગળ વધારી, "બે છોકરા જમીન પર ઘાયલ અવસ્થા માં પડ્યાં હતા ને એક છોકરી એમના જોડે ઊભી હતી. 'તમે 4 એ મળીને મારી જીદંગી બરબાદ કરી નાખી, હું છોડીશ નઈ તમને લોકોને.' આટલું બોલીને તેણે તેના નખથી બન્ને છોકરાની છાતી ચિરી નાખી. સાયેબ એ છોકરીએ એકલીએ બન્ને છોકરાઓના શરીર એના નખથી જ ચીરી નાખ્યા, એટલું લોહી નીકળ્યું હતું કે એમના શરીર માં લોહીનો એક છાંટોય નઇ વધ્યો હોય."
"તમને એ છોકરીનો ચહેરો યાદ છે?"
"હા સાયેબ એને તો હુ ભીડ માં પણ ઓળખી કાઢું..."
"ઑકે, ખાન તમે સ્કેચ આર્ટિસ્ટ ને બોલાવડાવો. મેક સ્યોર એ છોકરીનો પરફેક્ટ સ્કેચ બને. હું થોડું જરૂરી કામ પતાવી આવું છું." ઈ. રાહુલ પાર્કિંગમાં આવી જીપ ચાલુ કરી, આબુ હાઇવે પર લીધી. હાઇવે પર એક ખાલી ગ્રાઉંડ પર જીપ ઊભી રાખી ઈ. રાહુલ પોતાનો ફોન અનલોક કર્યો.
"હાઉઝ ધીસ પોસિબલ, આજ થી છ મહિના પહેલા મિતલ ની ડેથ થઈ ગઈ હતી. તો એ થોડા દિવસ પહેલા આધ્વીકા ને કેવી રીતે મળી? મિતલની લાશ આજ સુધી નથી મળી, તો શું પોસિબલ છે કે મિતલ....." ફોનની રિંગથી ઈ. રાહુલ વિચારો માંથી બાર આવ્યા.
"હેલ્લો, હા ખાન... હુ આવું છું." ઈ. રાહુલ એ ફોન કટ કર્યો અને જીપ ચાલુ કરી પોલિસ સ્ટેશન તરફ લીધી. પોલિસ સ્ટેશન આવી ઈ. રાહુલ એ ટેબલ પર પડેલા સ્કેચ પર અને બાકીના લોકો પર નજર કરી. જોગજી હવે થોડો સામાન્ય લાગતો હતો પણ ખાન ના ચહેરા પર ચિંતા હતી. ખાનને એમની પ્રોબ્લેમ વિશે પૂછવાનો વિચાર ઈ. રાહુલના મગજ માં એક શ્રણ માટે આવ્યો, પણ સ્કેચ પર નજર પડતાં એમણે એ વિચાર છોડી દીધો.
ઈ. રાહુલ એ સ્કેચ પર નજર કરી, સ્કેચમાં જે ચહેરો હતો એ જોઈ ઈ. રાહુલની આંખો ફાટી ગઈ. ગૂસ્સામાં એમણે જોગજી તરફ નજર કરી.
"તારું મગજ ફરી ગ્યું છે કે શું? આ છોકરી ત્યાં કેવી રીતે હોઈ શકે."
"સાયેબ હુ સાચુ કઉં છું આ જ છોકરી હતી, મે મારી આંખો થી જોયું તું."
"હ..અ... આભાર. તમે હવે જઈ શકો છો, જરૂર પડશે તો તમને ફરીથી બોલાવશું." ખાન એ વચ્ચે પડી પરિસ્થિતી સંભાળી લીધી. જોગજી પોલિસ સ્ટેશન ની બાર નીકળી ગયો.
"ખાન આ માણસ ગાંડો થઈ ગયો છે, એનું કેવું છે કે આ બધા ખૂન આ છોકરીએ કર્યાં છે." ઈ. રાહુલ એ ગુસ્સાથી ખાનને સ્કેચ બતાવ્યું.
"સર કામ ડાઉન, હું જાણું છું કે આ ખબર તમારા માટે શોકિંગ છે પણ..."
"નો વે ખાન, આધ્વીકા આ ખુન ક્યારેય કરે જ નહી, આ સ્કેચ આધ્વીકા નું છે. તમે જાઓ અને આ ઇન્ફોર્મેશન કન્ફોર્મ કરો. અને એ માણસ વિશે પણ તપાસ કરો."

***

ઈ. રાહુલ હકીકત માં પરત ફર્યાં. પોતાની કેબિન માંથી બાર આવી એમણે એક નજર જેલમાં બેઠેલી આધ્વીકા પર નાખી, અને સડસડાટ પોલીસ સ્ટેશનના પગથીયા ઉતરી ગયા.


***

"મામી તમે રડો નઈ પ્લીઝ, મે વકીલ ને ફોન કર્યો છે. આપણે આધ્વીકા ને જલ્દી છોડાવી લઈશું. હું છું ને મામી, તમે ચિંતા ના કરો." જિજ્ઞાસા એ આરાધના બેન ના ખભા પર હાથ મુક્યો. અને ફોન માં એક નંબર ડાયલ કરી ઓસરીમાં આવી ગઈ. અમુક ફોન કોલ્સ પતાવી જિજ્ઞાસા બાંકડા પર બેઠી. તેણે દાંત ભીડ્યાં અને મનોમન બોલી,
"હું તને વધારે સમય ત્યાં નઈ રહેવા દઉં આધ્વી, અને જેણે આ બધું કર્યું છે એને પણ જોઈ લઈશ હું. એટલી ઓળખાણ તો છે જ કે તને હેમખેમ બાર લાવી શકું, મે આટલા વર્ષ અમદાવાદ માં ઘાસ નથી કાપ્યું."


ક્રમશ: