riya shyam - 1 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 1

ભાગ - 1
વાચક મિત્રો
માતૃભારતીનાં પ્લેટફોમ પર મારી લખેલ પ્રથમ નવલકથા
સેતુ - કુદરતનો એક અદ્દભુત ચમત્કાર
હમણાંજ
માતૃભારતીનાં પ્લેટફોર્મ પર ખુબજ સરસ અને સરળ રીતે પબ્લિશ પણ થઈ અને સારી એવી વંચાઈ પણ ખરાં...
તે બદલ
વાચક અને લેખક વચ્ચે એક સેતુ સમાન
તેમજ
લેખક અને વાચકને જોડતી કડી સમાન
માતૃભારતીની પુરી ટીમનો દિલથી ખુબખુબ આભાર.
સાથે-સાથે
માતૃભારતીના તમામ લેખકો અને વાચકો
જે રોજ-બરોજ
માતૃભારતીનું કદ
વિશાળમાંથી અતિવિશાળ તેમજ મજબૂત બનાવી રહ્યા છે, સાથે-સાથે
પોતાને અને માતૃભારતીને પણ,
પ્રસિધ્ધિના નવા શિખરો સર કરવામાં
પોતાનો સમય, જ્ઞાન અને જિજ્ઞાસાનું યોગદાન આપી રહ્યા છે, તે તમામ વાચકો તેમજ લેખકોને પણ હું સહૃદય અભિનંદન આપી, હું આપણા પુરા માતૃભારતી પરીવાર માટે ગર્વ અનુભવું છું.
મિત્રો
માતૃભારતીનાં પ્લેટફોમ પર
આજે હું
મારી એક નવી નવલકથા ચાલુ કરવા જઈ રહ્યો છું.
આ વાર્તા તેનાં પાત્રો તેમજ વાર્તાના દરેક પ્રસંગો બધુજ સેતુ વાર્તાની જેમ કાલ્પનિક છે.
પરંતુ આ વાર્તાને, પાત્રોને તેમજ એમા આવતાં દરેક પ્રસંગોને વાચક જાતે કનેક્ટ થઈ શકે એટલા વાસ્તવિક અને વાંચવાનો ઉત્સાહ વધારે એવાં લાગશે.
કાલ્પનિક હોવા છતાં, આ વાર્તા વાચકને વાસ્તવિકતાની નજીક લાગશે.
સેતુ વાર્તામાં પાત્રો ઓછા હતા.
આ વાર્તામાં પાત્રો થોડા વધારે છે,
પરંતુ, દરેક પાત્રોનું પ્રસંગ પ્રમાણેનું યોગદાન તમને જરૂરથી ગમશેજ
એવી હું આશા રાખું છું.
મારી નવી નવલકથાનું શીર્ષક છે
રીયા - શ્યામ ની કે વેદની
આ વાર્તાના મેઇન ત્રણ પાત્રો છે.
શ્યામ વેદ અને રિયા.
આ ત્રણેની બાળપણથી લઈને લગ્ન
અને
લગ્નથી લઈને લગ્ન-સંસાર સુધીની લાગણીસભર મિત્રતા અને દ્રિકોણીય પ્રણયકથા
જેને વાંચતા
તમે કોઈ ફિલ્મની સ્ટોરી વાંચતા હોય તેઓ અનુભવ તમને થશે.
આ વાત છે પ્રેમની
આ વાત છે થોડી પ્રણય ત્રિકોણની
આ વાત છે દોસ્તીની
આ વાત છે માણસાઈ ધર્મની
આ વાત છે અમીર-ગરીબ વચ્ચેનું અંતર ઘટાડી
ખરાબને,ખોટાને
સાચો રસ્તો બતાવતી
આ વાત છે સદાય
હળી-મળીને એકબીજા માટે જીવવાની

ગ્રામીણ બેંકની એક નાની શાખાનાં મેનેજર R.S.Sir
R.S.Sirની દિકરી રીયાના આજે લગ્ન હોવાથી રીયા
આજે સોળે શણગાર સજી, લગ્નનું પાનેતર પહેરી તૈયાર થઈને,
મનમાં હજારો સપના સજાવીને બેઠી છે.
રીયાની 2/5 ફ્રેન્ડ પણ રીયા સાથે તેનાં રૂમમાં બેઠી છે.
રીયાનો ભાવી પતિ વેદ,
જે આજે વરરાજાનાં રૂપમાં ઘોડા પર બેસી જાન લઇને આવવાની તૈયારીમાં છે.
વેદ આજે તેમની ફ્રેન્ડ રીયા સાથે લગ્ન કરી પોતાની ફ્રેન્ડ રીયાને કાયમ માટે તેની સાથે લઈ જશે.
એટલેજ રીયા આજે દુલ્હન બની તૈયાર થઇને, જે રૂમમાં બેઠી હતી,
ત્યાં રીયાની બધીજ ફ્રેન્ડ
રીયા અને વેદ વિશે, રીયા સાથે હળવી મજાક-મસ્તી કરી રહી હતી.
ત્યાંજ બેન્ડવાજા અને આતશબાજીનો જોરદાર અવાજ રીયાની ફ્રેન્ડ્સના કાન સુધી પહોંચતા,
રીયાની બધી ફ્રેન્ડ્સ રીયા પાસેથી ઊભી થઈ દોડીને વરરાજાને જોવા રૂમની બહાર નીકળી જાય છે.
અત્યારે,
રીયાની ફ્રેન્ડ્સની દોડવાની ઝડપ કરતા પણ વધારે ઝડપી
રીયાનું દિલ દોડવા લાગ્યું હતુ.
બેન્ડ અને આતશબાજીનો અવાજ પણ એક સમયે દબાઈ જાય,
એટલો અવાજ, અત્યારે રીયાનાં દિલનાં ધબકારાનો થઈ ગયો હતો.
કેમકે,
રીયા માટે, આજની ઘળીજએ પ્રકારની હતી.
પરંતુ
હાલ રીયાનાં દિલના ધબકારાની સ્પીડ, અને કાન ફાડી નાંખે તેવો તેનાં દિલનો ધક-ધક અવાજ ખાલી રીયાજ મહેસુસ કરી શકતી હતી.
વરરાજાનાં અવતારમાં
ઘોડા પર બેઠેલ વેદ ખુબજ શોભી રહ્યો હતો.
તેની આગળજ નાના-મોટા તમામ જાનૈયાઓ,
બેન્ડનાં તાલે નાચી રહ્યાં હતાં.
કે જેમાં,
સૌથી વધારે ઉત્સાહિત થઈ નાચતો વેદનો અને રીયાનો પણ મિત્ર શ્યામ મન મુકીને
પુરેપૂરો તાનમાં આવી નાચી રહ્યો હતો.
શ્યામની સાથે-સાથે વેદના પિતા સુધીરભાઈ,
શ્યામનાં પિતા પંકજભાઈ પણ જેવું આવડે તેવું
પણ, નાચીને પોતાની ખુશી વ્યકત કરી રહ્યાં હતાં.
વરરાજા બની ઘોડા પર બેઠેલ વેદની નજર વારે-વારે અને આમ, જરૂર કરતા વધારે ટોળામાં મન મુકીને નાચતા શ્યામ પર જતી હતી.
શ્યામ પોતાના બન્ને મિત્રો,
રીયા અને વેદના લગ્નની ખુશીને મન ભરી નાચીને વ્યકત કરી રહ્યો હતો.
અચાનક શ્યામની બાજુમાંજ નાચતા
બીજા એક જાનૈયાની નજર,
શ્યામે પહેરેલ બિલકુલ પતલા શર્ટનાં ખિસ્સામાં પડેલ મોબાઇલની લાઈટ પર જતાંજ...
તે ભાઈએ શ્યામને કોઈનો ફોન આવ્યો લાગે છે,
એમ જણાવ્યું.
શ્યામ નાચતા-નાચતાજ ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢી નંબર જુએ છે.
નંબર જોતાં જ...
તે બીજી સેકન્ડે ટોળાંમાંથી બહાર નીકળી,
બેન્ડનાં ઘૉઘાંટથી થોડે દુર જઇ ફોન ઉઠાવે છે.
વેદની નજર ઘોડા પર વરરાજા થઇને બેઠો હોવાં છતાં, પણ અત્યારે તેની નજર દુર અવળા ઉભા રહીને ફોન પર વાત કરતા પોતાના મિત્ર શ્યામ પરજ છે.
અવળો ફરીને ફોન પર વાત કરતો શ્યામ ફોનમાં વાતચીત પૂરી થતાં
શ્યામ મહાપરાણે થોડો સીધો થઈ, એક નજર વરઘોડા પર નાખે છે,
અને
બીજી નજર જેવી વેદ પર નાંખે છે...
એને ક્યાં ખબર હતી કે,
વેદની નજર ક્યારની તેની પરજ હશે.
બન્ને મિત્રોની નજર મળતાં જ,
શ્યામનાં શરીરમાં એક હળવી કંપારી છુટી જાય છે, અને એવીજ કંપારી વેદનાં શરીરમાં પણ.
થોડી સેકન્ડ એમની ચાર આંખો વાત કરે છે.
જે ચાર આંખોથી થયેલ વાતની ભાષા
અત્યારે ખાલી વેદ અને શ્યામજ જાણે અને સમજે છે.
ચાર આંખોથી ચાલતી આ વાતની બસ બીજીજ ક્ષણે શ્યામ ત્યાંથી જાણે અંતિમવાટે જતો હોય,
તેમ ત્યાંથી વીજળીવેગે નીકળી જાય છે.
વેદ શ્યામને જતો જોઇ રહે છે
શ્યામ દેખાતો બંધ થતાંજ...
વેદના ચહેરા પરની ચમક ખોવાઇ જાય છે, અને આજે વરરાજા થઈ ઘોડા પર બેઠેલ વેદનો ચહેરો વેદનામય થઈ જાય છે.
માંડવે પહોંચવા આવેલી જાન,
અને નાચી રહેલા જાનૈયાઓમાંથી,
શ્યામ આમ અચાનક ગાયબ થઈ ગયો છે, અને ક્યાંય, દેખાઈ નથી રહ્યો
એની સૌથી પહેલી જાણ શ્યામના પિતા પંકજભાઈને થાય છે.
શ્યામ નહીં દેખાતા પંકજભાઈ થોડીજવારમાં શ્યામ ક્યાં ગયો હશે ?
એની ચિંતામાં આવી જાય છે.
ફટાફટ પંકજભાઈએ ચારે બાજુ તપાસ કરી જોઇ.
પણ શ્યામ ક્યાંય નહીં દેખાતા પંકજભાઈ પુરેપુરા ટેન્શનમાં આવી જાય છે.
આમતો
શ્યામ આટલાંમાં અને આટલીવારમાં ના દેખાય, અને પંકજભાઈને ટેન્શન થાય, એટલો શ્યામ નાનો તો ન હતો.
પરંતુ...
પંકજભાઈએ બહુ સમય પહેલા જોયેલું એક દૃશ્ય વારંવાર તેમની નજર સામે આવે છે.
જે દૃશ્યનો સીધો સબંધ આજના રીયા અને વેદનાં લગ્નનાં દિવસને બરાબર લાગુ પડતો હતો.
આમતો
શ્યામ, વેદ અને રીયાની મિત્રતા વર્ષોજુની...
બાળપણથીજ તેઓ સાથે હસતા-રમતા, અને પાર્ટીઓ કરતા અને કોઈવાર એકબીજા સાથે લડતા-ઝઘડતા મોટા થયા છે.
પરંતુ આજ સુધી એમની મિત્રતામાં કે એકબીજા પ્રત્યેનાં પ્રેમ-ભાવમાં આજ સુધી કોઈ કમી નથી આવી.
વધુ ભાગ 2 માં