Richa shayam - 5 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 5

ભાગ - 5
ભાગ 4માં આપણે જાણ્યું કે,
હોટેલમાં શ્યામે ,અજયનાં લોફર મિત્રોની ધોલાઈ તો કરી
પરંતુ
એનાં કારણે હોટેલમાં જે નુકશાન થયું, તેમજ આ બબાલથી હોટલમા હાજર કસ્ટમરની સામે હોટલની જે પ્રેસ્ટીજ ખરાબ થઈ
એ કારણથી શ્યામ
બીજા દિવસથી હોટલ પર જોબ જવાનું બંધ કરી દે છે.
શ્યામે ફરી નોકરી છોડી તે જાણતા
પંકજભાઈની સાથે-સાથે, વેદ અને રીયાને પણ દુઃખ થાય છે,
પરંતુ,
આ વખતે શ્યામનો વાંક ન હતો.
થોડા સમય પછી..
આવુજ કંઇક વેદ સાથે પણ થાય છે.
થાય છે એવું કે,
એક-દિવસ રોજના નિયમ પ્રમાણે વેદ,
પોતાના બાઈક પર તેના પિતા ધીરજભાઈનું ટીફિન આપવા બેંક પર જાય છે.
એ સમયે વેદના પપ્પા ધીરજભાઈ,
બેંક મેનેજર RS સાથે કંઈક વાત કરતા હોય છે.
ધીરજભાઈ : સાહેબ, કેવી ચાલે છે રીયાની કોલેજ ?
RS : રીયાની કોલેજ તો સારી ચાલે છે ધીરજભાઈ
પરંતુ,
હમણાં થોડા સમયથી કોલેજની બહાર અમુક ટપોરી ટાઇપના છોકરાઓ
કોલેજમાં આવતી-જતી છોકરીઓને હેરાન કરે છે,
અને
ગઈકાલે તો હદ થઈ ગઈ, તેઓએ રીયાનો હાથ પકડવાની કોશિશ કરી.
RS અને ધીરજભાઈ વચ્ચે ચાલતી આ વાત સાંભળી વેદ સમસમી ઉઠે છે,
અને
જાણે કંઈ સાંભળ્યું ન હોય તેમ વેદ,
પપ્પાને ટીફિન આપી, કોઈને પણ ખબર ન પડે તેમ,
વેદ તેનાં પપ્પાનો સિક્યુરિટીનો ડંડો પોતાની બાઈકમાં ભરાવી ત્યાંથી સીધો રીયાની કોલેજ પર પહોંચી જાય છે.
કોલેજ છૂટતા જ પેલા ટપોરીઓ કોલેજના ગેટ પાસે આવી જાય છે, અને તેમની બાજુમાંથી નીકળતી છોકરીઓને પજવવાનું ચાલુ કરી દે છે.
વેદ પોતાની બાઈકમા ભરાવેલો ડંડો કાઢી તેઓને ફરી વળે છે.
વેદ એ લોકોની એટલી ધોલાઈ કરે છે કે,
તેઓ અધમુવા થઈ જાય છે.
થોડીવારમાંજ કોલેજના ટ્રસ્ટીઓ, પ્રોફેસરો, સ્ટુડન્ટ સાથે-સાથે રાહદારીઓનું ટોળું જમા થઈ જાય છે.
વેદ
પુરી કોલેજના સ્ટુડન્ટ અને ભેગા થયેલ ટોળાની વચ્ચે ટપોરીઓને ઉભા રાખી
એમનાં મોઢે..
કોલેજની બધી છોકરીઓને પોતાની બહેન કહેવડાવી માફી મંગાવે છે,
અને તેઓ
આજ પછી ભૂલથી પણ આ કોલેજની આજુબાજુ નહીં આવે એવું
બધાની વચ્ચે કાન પકડીને બોલાવડાવે છે.
ત્યારે
અહી કોલેજનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ જે બધા ભેગા થઇ ગયા હતા
એમાંથી ટ્રસ્ટીઓ પણ વેદની આટલી બહાદુરી જોઈને ખુશ થઈ જાય છે,
અને વેદને, અભિનંદન આપે છે.
એટલામાં રીયા ટ્રસ્ટીઓને કહે છે કે
સર, વેદ અભ્યાસની સાથે-સાથે એક સારો ગાયક પણ છે.
ટ્રસ્ટીઓ રીયાની વાત સાંભળતા જ
વેદ પાસેથી એક પ્રોમિસ માંગે છે કે,
આ વખતના કોલેજના એન્યુઅલ ફંક્શનમાં તે
પોતાના મધુરકંઠથી અમને બધાને પરીચિત કરાવે.
વેદ પણ એન્યુઅલ ફંકશનમાં ગાવા તૈયાર થઈ જાય છે.
ગાવુ એતો
વેદ માટે શોખનો વિષય હતો.
એમા પણ આટલી મોટી કોલેજના ફંક્શનમા ગાવાની ઓફર એતો વેદ માટે બહુ ખુશીની વાત હતી.
આમ તો રીયાની કોલેજમાં એન્યુઅલ ફંકશન દર વર્ષે થતુ જ હોય છે,
પરંતુ, આ વખતનું ફંકશન કંઈક ખાસ હોય છે.
આ વર્ષે રીયાની કોલેજને ૨૫ વર્ષ પુરા થતા હોવાથી કોલેજના મેનેજમેન્ટ તરફથી,
અતી ભવ્ય મ્યુઝિકલ ફંકશનનું આયોજન રાખેલ છે.
કે જે ફંક્શનમાં
આ વખતે ખાસ ચીફ ગેસ્ટ તરીકે,
મોટા-મોટા નામી ગીતકારો, સંગીતકારો અને સ્ટુડિયોના માલિકોને બોલાવ્યા હોય છે.
વેદ રીયાના મોઢે આ વાત જાણતા
વેદની ખુશીનો પાર નથી રહેતો
વેદને તો જાણે એનું ગાવાનું સપનું પુરૂ થવા, અને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટની (આલ્બમ બનાવવાનો) શરૂઆત થઇ રહી હોય એવું વેદને અત્યારે મહેસુસ થઈ રહ્યુ છે.
રીયા પણ આજે ખૂબ ખુશ છે.
રીયાની આજની ખુશીના બે કારણ છે.
એકતો વેદે આજે લોફરોને પાઠ ભણાવી પોતાને અને કોલેજની બીજી છોકરીઓને લોફરો ના ત્રાસથી છોડાવી,
તેમજ વેદને પોતાના ગાવાના ટેલેન્ટને લોકો સામે લાવવા માટેનું સારૂં સ્ટેજ મળી રહ્યુ હતુ.
કોલેજમાં ગાવાનું આમંત્રણ મળતા વેદ અને રીયા તો ખુશ થાય છે જ,
સાથે-સાથે વેદ અને રીયા બંનેને મનમાં એક બીજો સારો વિચાર આવે છે કે,
આ ફંક્શનમાં તેઓ
પોતાના મિત્ર શ્યામને પણ સાથે લઈ જશે.
જેથી શ્યામ પણ થોડો રિલેક્સ થાય, અને તેનો મૂડ પણ ચેન્જ થાય,
તેમજ રીયા વેદ અને શ્યામ ત્રણે
ઘણા સમયથી રૂબરૂ મળ્યા નથી તો એ બહાને સાથે મળી પણ શકશે.
વધું ભાગ 6 માં