riya shyam - 10 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 10

ભાગ - 10
ભાગ 9માં આપણે જાણ્યું કે...
શ્યામે, પોતાના મિત્ર વેદના ગળાના ઓપરેશન માટે પાંચ લાખ જમા કરાવ્યા છે, અને આજે રાત્રે વેદના ગળાનું ઓપરેશન થવાનું છે.
આ બધી હકીકતની જાણ...
હોસ્પિટલની આજુ-બાજુમાંજ આંટા મારી રહેલ, ખબરી રઘુએ પેલા ત્રણ બદમાશોને જાણ કરી દીધી છે.
આગળના દિવસે વહેલી સવારે વેદના પપ્પા ધીરજભાઈ જે બેંકમાં સિક્યુરિટી તરીકે કામ કરે છે, કે જે બેંકનાં રીયાના પપ્પા મેનેજર છે,
તે બેંક પાસે વહેલી સવારમાં લોકોનું ટોળું ભેગું થયેલું છે.
વહેલી સવારે બેંક પાસે ભેગા થયેલ ટોળાની વચ્ચે,
બેંકનો નાઈટ વોચમેન, બેહોસીની હાલતમાં, રોડ વચ્ચે પડેલ છે.
નાઈટ વોચમેનના કપડા પરથી, અને તેનાં હાથ-પગ પર થયેલ નિશાન પરથી કોઈ પણ કહી શકે કે,
તેની સાથે ઝપા-ઝપી થઈ હશે.
બેંકનું એટીએમ પણ તૂટેલું છે.
રાત્રે કોઈ ચોર ટોળકી લૂંટ કરવા આવી હોય તેવું ભેગા થયેલ લોકોના મોઢે સંભળાઈ રહ્યુ હતુ.
ભેગા થયેલ ટોળામાંથી કોઈ એક જાગૃત નાગરિક,
આ બનાવ વિશે પોતાના ફોનથી પોલીસને જાણ કરે છે.
લોકોનું ટોળુ વધતું જઈ રહ્યું છે.
લોકો અંદરો-અંદર બેંકના એટીએમમાં થયેલ તોડફોડ વિશે ચર્ચાઓ કરી રહ્યા છે.
થોડીવારમાં જ પોલીસ આવી જતાં,
પોલીસ ટોળાંને ઘટના સ્થળથી થોડા દૂર ઊભા રહેવાનું કહી, આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ, ફોટોગ્રાફ તેમજ હાજર વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ કરે છે.
સાથે-સાથે વોચમેનને હોશમાં લાવવાના પ્રયાસ અને ડોક્ટરને બોલાવવાની તૈયારી કરે છે.
અહીંયા હાજર વ્યક્તિઓમાંથી લગ-ભગ બધાજ, આ બનાવ બની ગયા પછી આવેલા છે.
બનાવ આગળની રાત્રે બન્યો હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.
બાકી વધારે Detail's તો, બેંકના સીસીટીવી ચેક કર્યા પછી જ ખબર પડે તેમ હોવાથી,
પોલીસ બેંક મેનેજરનો કોન્ટેક કરવાના પ્રયાસ કરે...
ત્યાં સુધીમાં તો વોચમેન હોશમાં આવતો હોય એવું પોલીસને લાગતા, પોલિશ વોચમેનની પાસે જાય છે.
વોચમેન થોડો હોશમાં આવતાંજ, સૌથી પહેલું એનું ધ્યાન પોતાના એક હાથમાં રહેલ કપડાના કોઈ નાના ટુકડા પર જાય છે.
વોચમેન તે કપડાનો ટુકડો જુએ છે.
તે કપડાનો ટુકડો બેંકની સામે આવેલ સ્કૂલનાં બસ ડ્રાઇવર પંકજભાઈ નાં શર્ટના ખિસ્સા પર લાગેલ, બસ ડ્રાઇવરનો લોગો હતો.
વોચમેન તે લોગો
પાસે બેઠેલ પોલીસને આપે છે.
પોલીસ વોચમેનને સરખો બેસાડી, પુરી ઘટના વિશે જણાવવા કહે છે.
વોચમેન રાત્રે બનેલ ઘટના જણાવે છે.
વોચમેન : સાહેબ, મારી ડ્યુટી રાતની છે. હૂં રાત્રે મારા સમયે બેંક પર હાજર થઈ ગયો, એટલે દિવસે ડ્યુટી પર હાજર ધીરજભાઈ ઘરે જવા નીકળવાની તૈયારી કરતા હતા.
ત્યાંજ સામેની સ્કૂલનાં બસ ડ્રાઇવર પંકજભાઈ જે ધીરજભાઈના ખાસ મિત્ર છે, તે રીક્ષા લઈને આવ્યાં, એટલે ધીરજભાઈ પંકજભાઈની રીક્ષામાં ઘરે જવા નીકળ્યાં.
એ લોકોને નીકળે લગ-ભગ અડધો કલાક વીત્યો હશે.
હું મારી પેલી ખુરશીમાં બેઠો હતો, ને અચાનક મારૂ ધ્યાન સામે પેલો સિંગલ રોડ દેખાય છે, ત્યાં ગયુ અને મે પંકજભાઈની રીક્ષા ઉભેલી જોઈ.
શિયાળો હોવાથી અંધારું વહેલું થઈ જાય છે, પરંતુ તે રીક્ષા પાસે આવેલ સ્ટ્રીટ લાઈટના આછા અજવાળામાં,
મે જોયું કે,
રીક્ષાની બાજુમાં ઉભા રહી પંકજભાઈ અને ધીરજભાઈ કંઈક વાત કરી રહ્યાં હતા.
મને સમજ નહોતી પડી રહી કે, અડધો કલાક પહેલા એ લોકો ઘરે જવા નીકળ્યા, તો પછી તેઓ અહી પાછા કેમ આવ્યાં હશે ?
પછી મને થયુ હશે, પંકજભાઈ ને કોઈ કામ પડયું હશે તો આવ્યાં હશે.
પરંતુ
ધીરજભાઈ અને પંકજભાઈ ખાસ્સો સમય તે જગ્યા પર ઉભા રહેતાં, અને તેઓ જયાં ઉભા હતા તે જગ્યા બેંકથી વધારે દુર નહીં હોવાથી મને થયુ લાવ ત્યાં જઈને જોતો આવુ કે વાત શું છે ?
એટલે
હું ખાલી એમજ એક આંટો મારી જાણવા માટે મારી જગ્યાએથી ઉભો થઈ ત્યાં જવા નીકળ્યો.
વધું આગળ ભાગ 11 માં