DESTINY (PART-18) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-18)


અડધી રાત્રે આવેલ નેત્રિનો ફોન ઉઠાવતાં જ નેત્રિ રડવા લાગે છે કાંઇ જ બોલતી નથી. જૈમિક ઘરમાંથી બહાર નીકળીને હેલ્લો........! નેત્રિ શું થયું બોલને કેમ બોલતી નથી.......? પણ નેત્રિ કાંઇજ બોલતી નથી બસ રડતી જ રહે છે અને અચાનક ફોન કપાઇ જાય છે. જૈમિક ફોન પર ફોન કરે છે પણ નેત્રિ ફોન ઉઠાવતી નથી રિંગ વાગે જ જાય છે પણ કોઇ જ જવાબ નહીં.

જૈમિકનું મન હડિયે ચડે છે એને કઈ સમજાતું નથી શું કરું......? શું થયું હશે એને.....? અને રડે છે કેમ આટલું......? ફોન પણ નથી ઉપાડી રહી......? પછી વિચાર આવે છે એની બહેનપણીને ફોન કરું તો જૈમિક ફોન કરે છે એક બે રિંગ વાગે છે તો એ પણ ફોન ઉઠાવતી નથી. જૈમિક પાછો હતાશ થઇ જાય છે કે આ પણ નથી ઉઠાવી રહી ફોન તોય બીજી વાર ફોન કરે છે.

રિંગ વાગે છે ટ્રિંગ........ ટ્રિંગ......... ટ્રિંગ......... ટ્રિંગ........! ફોન ઉઠતાં જ સામેથી અવાજ આવ્યો ભાઈ.........! જૈમિક કહે ક્યાં છે નેત્રિ........? કેમ રડે છે એ......? મારો ફોન કેમ નથી ઉપાડી રહી.......? મને બહુજ ચિંતા થાય છે એની જલ્દી એને ફોન આપ મને વાત કરાવ એની સાથે અને મને હજુ એનાં રડવાનો અવાજ સંભળાય છે અત્યારે પણ એ રૂમમાં રડી જ રહી છે શું થયું છે એને જલ્દી ફોન આપ એને પ્લીઝ.

સામેથી અવાજ આવે છે હા ભાઈ નેત્રિ રડી રહી છે અને ફોન આપીશ તો પણ એ રડવાનું બંદ નહીં કરે આજે. જૈમિક આટલું સાંભળતાં જ હતાશા ભર્યો જવાબ આપતાં કહે એ ચૂપ નહીં થાય એટલે કહેવા શું માંગે છે તું.......? શું થયું છે એવું તો એને......? તો તેણીનીએ કહ્યું ભાઈ એના પપ્પા નથી રહ્યા હવે.........!

જૈમિકને આટલું સાંભળીને જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ હોય બોલવાનું બંધ થઈ ગયું અચાનક બે ઘડી જે દર્દથી નેત્રિ ગુજરી રહી છે એ દર્દને એણે પણ મહેસૂસ કર્યો એનો અવાજ એકદમ ધીમો થઈ ગયો અને કહે નેત્રિને ફોન આપ પ્લીઝ.....! નેત્રિને ફોન આપે છે બહેનપણી ફોન પર બસ રડવાનો અવાજ સંભળાય છે.

ફોન લેતા જ જૈમિક કહે નેત્રિ.....! એટલું સાંભળતાં જ નેત્રિ ધ્રાસ્કો મૂકીને ચીસ પાડે છે પપ્પા............! એ સાંભળીને જૈમિકના હાથ ધ્રૂજવા લાગે છે નેત્રિનો મુકેલ એ ધ્રાસ્કો જૈમિકના હૃદયને છલ્લી છલ્લી કરી નાખે છે. નેત્રિને થતી વેદના એ એના હૃદયમાં મહેસૂસ કરી શકે છે. નેત્રિનો નાખેલો એક ચીસનો અવાજ જૈમિકને ડરાવી દે છે.

જૈમિક એની વેદના સમજે છે અને એને પણ કાંઈજ સમજાતું નથી કે શું કરું.....? પછી કહે છે નેત્રિ મારી વાત સાંભળ........! સામેથી રડતાં રડતાં અવાજ આવ્યો શું સાંભળું જૈમિક મારું બધું જ તો લૂંટાઈ ગયું હવે શું સાંભળું........?મારા જીવનનો એક માત્ર સહારો ભગવાને છીનવી લીધો જૈમિક હું કઈ રીતે રહી શકીશ પપ્પા વિના.

ભગવાનને મારી ખુશી નથી જોવાતી જૈમિક હું જેમાં ખુશ હોઉં એ હમેશાં ભગવાન છીનવી જ લે છે. પહેલાં મમ્મી છીનવી લીધી તો પપ્પાએ મને મા-બાપ બંનેનો પ્રેમ આપવાનું ચાલું કર્યું અને હવે પપ્પા પણ નઈ તો હું કોના સહારે જીવીશ મને કોણ મા-બાપનો પ્રેમ આપશે હવે......? મારી સાથે જ કેમ આવું થાય છે મેં શું બગાડી દીધું કોઈનું.....?

શું ભગવાન નથી જાણતા કે હું કોના સહારે જીવું છું.......? હું કઈ રીતે જીવું છું.....? મેં જીવનમાં ક્યારેય કઈ માંગ્યું નથી ભગવાન પાસે છતાં એમને તો જે હતું એ બધું છીનવી લીધું મારું જૈમિક હવે હું કઈ રીતે રહી શકીશ.....? કહો મને હું ઘરે જઈને હવે કોની સાથે રહીશ......? હું ઘરે જઈશ તો કોણ મારી રાહ જોશે......? કોણ મને એમના હાથે બનાવીને ખવડાવવા આવશે.....? હું ઘરે જઈશ તો મારી આંખ હવે જેને શોધશે એ ક્યાં મળશે મને.......?

મારું ઘર ખાલી થઈ ગયું જૈમિક હવે એ ઘર ઘર નઈ ખાલી મકાન થઈ ગયું જ્યાં જઈને પણ હવે હું કોને મળીશ......? કોની સાથે મસ્તી કરીશ........? કોની સાથે વગર કામની હજાર વાતો કરીશ.......? મારા ઘરે જવાથી ઘરમાં રોનક આવી જતી જૈમિક પણ હવે એ રોનક જોવા કોણ આવશે.........? કોણ હશે ત્યાં જે હવે મારી આતુરતાથી રાહ જોશે.........?

કોણ મારી માટે નાની નાની વાતમાં ઘર માથે કરશે.........? હું ખોટી હોઉં કે સાચી તોય કોણ હમેશાં મારો જ પક્ષ લેશે........? મમ્મીના ગયા પછી મારું સર્વસ્વ પપ્પામાં જ હતું જૈમિક પણ ભગવાને મારું સર્વસ્વ છીનવી લીધું. હું હવે સફળ એંજિનિયર થઈને કોને મારી સફળતા બતાવીશ.......? હું પગભર થઈને કોની શાબાશી મેળવીશ.......?

જૈમિક મારા આવા હજારો પ્રશ્નો છે જેનો જવાબ ફક્ત મારા પપ્પા પાસે જ હોત અને હવે આ બધાં પ્રશ્નો જવાબ વિનાના જ રહી જશે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. જૈમિક આટલું સાંભળી કઈ સમજી નહોતો શકતો કે શું કહું નેત્રિના આવા હજારો પ્રશ્નનો એકપણ જવાબ નહોતો એની પાસે તો એને કહ્યું જવાબ એક જ છે નેત્રિ અને એ એજ કે પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા હવે અને એ તારી જવાબદારી મને સોંપી ગયા છે હવે માટે તું રડી લે તારે રડવું હોય એટલું, તારું મન હળવું કરી લે, કેમકે હું તને તારા પપ્પા નઈ આપી શકું પાછા એ હકીકત છે પણ એટલું વચન આપીશ કે કોઈ હોય કે નઇ હું હર હમેશ તારી સાથે હતો, છું અને રહીશ. મારા શરીરના છેલ્લાં શ્વાસ સુધી હું તારો હાથ ક્યારેય નઈ મૂકું નેત્રિ.

હવે તું થોડી શાંત થઈ જા આપણે ઘરે પણ જાઉં પડશે તો હું આવું છું સાથે ઘરે. નેત્રિ કહે છે ના તમારે આવવાની જરૂર નથી એક સબંધી અહીંયા રહે છે એમને બહેને ફોન કરીને કહી દીધું છે તો એ લેવા આવતાં જ હશે મને તો હું એમની સાથે જ જઈશ. જૈમિક કહે છે પણ મારે તારી સાથે આવવું છે નેત્રિ હું તને આમ એકલી ના મુકી શકું માટે હું આવીશ જ.

નેત્રિ કહે તમે જીદ ના કરો કેમકે ત્યાં પરિવારવાળા બધાં હશે અને અત્યારે આવા સમય પર હું નથી ઇચ્છતી કે કોઈ ચર્ચા થાય માટે તમે પછી આવજો. જૈમિક કહે ઠીક છે તો તું જા હું થોડા દિવસ પછી આવું.

થોડાક દિવસ પછી જૈમિક, જૈમિકનો ભાઈ, મિત્ર અને નેત્રિની બે બહેનપણી એક સાથે બેસણામાં જાય છે. ત્યાં જતાં જ બધાં ઘરમાં જાય છે નેત્રિ જૈમિકને જોઈને એવી ગળે લાગીને રડવા લાગે છે કે જૈમિક પણ રડવા લાગે છે અને કાંઈજ બોલતી નથી. જૈમિક નેત્રિના મોઢાં સામે જોવે છે અને વિચારે છે આ એ નેત્રિ નથી જેને હું જાણું છું. એ સમજી જાય છે કે નેત્રિ હવે તૂટી ગઈ છે જો હવે એને કોઈ સાચવી શકે તો બસ એ હું જ છું અને હું સાચવીશ કેમકે એની પાસે ખોવા માટે બસ હું એકલો જ છું હવે એ હું ભલીભાતી જાણું છું.


જૈમિક એના માથા પર હાથ મૂકીને એને કહે છે ના રડીશ નેત્રિ હવે પપ્પા નહીં આવી શકે પાછા અને એને ગળે લગાવીને આશ્વાસન આપે છે. નેત્રિના મોટા બહેન આવે છે જૈમિકની સામે જોવે છે અને એ સારી રીતે ઓળખે છે કે આ એજ છોકરો છે જેની સાથે નેત્રિ લગ્ન કરવાનું કહે છે. તો મોટા બહેન જૈમિકને કહે છે એને સવારનું પાણી પણ નથી પીધું તમે એને પાણી પીવડાવો.


જૈમિક નેત્રિને પાણી આપે છે લે પાણી પી લે થોડુક. નેત્રિ ના કહે છે બસ રડતી જ રહે છે. જૈમિક ફરીથી કહે પાણી તો પીવું જ પડશેને નેત્રિ પાણી પીધા વિના થોડી ચાલશે. એમ કહેતાં કહેતાં નેત્રિ સામે જોવે છે નેત્રિને અચાનક ચક્કર આવવા લાગે છે ને જૈમિકના ગળે લાગેલા હાથ છૂટા પડવા લાગે છે તો તરત જ જૈમિક બાજુમાં પડેલ પલંગ પર બેસીને નેત્રિને પોતાના ખોળામાં સુવડાવે છે અને એને પાણી પીવડાવે છે.

જૈમિકની આંખમાંથી પણ ધડધડ આંસુડા વહેવા લાગે છે અને નેત્રિને એટલું જ કહે છે હું છું તારી સાથે તું ચિંતા ના કરીશ. નેત્રિ કહે હા તમે છો પણ પપ્પા તો નથી ને......? જૈમિક કહે હા પપ્પા નથી અને એમની જગ્યા પણ ક્યારેય કોઈ નઈ લઈ શકે હું પણ નઈ. તારે એમની માટે જ હવે હિંમત રાખવાની છે અને એમનું તને સફળ જોવાનું સપનું તારે પૂરું કરવાનું છે એમ કહીને હિંમત આપે છે ને પછી બધાંય એના સાથે આવેલ નેત્રિને સાંત્વના આપે છે અને ત્યાંથી વિદાય લે છે.

( આ ધારાવાહિકમાં આજનો આ ભાગ લખતાં પહેલીવાર મારા હાથ ધ્રૂજયા છે કોઇના છૂટા થવાની વેદના એ દુનિયાની બધીજ વેદનાથી ઉપર છે જે સૌ કોઈ જાણે છે કેમકે કોઇને કોઇ ક્યારેક નજીકનું બધાને છૂટું થઇ જ જાય છે પણ હિંમત રાખીને આગળ વધવું જ પડે છે કેમકે જીવનનો આ નિયમ છે જેણે જન્મ લીધો છે એને મૃત્યુ પણ આવવાનું છે એક દિવસ આપણું પણ આવશે જ એ હકીકત સ્વીકારવી રહી.)