ASHRAM WER - SERIES REVIEW books and stories free download online pdf in Gujarati

AASHRAM REVIEW BY ANKIT CHAUDHARY

આશ્રમ ! નામ સાંભળતા જ સતયુગ ની આશ્રમ શાળા ઓ ની યાદ આવી જાય છે. પણ અત્યારે હું આ કળિયુગ ના આશ્રમ ની વાત કરી રહ્યો છું. હા હા એ જ આશ્રમ જે ને MX Player દ્વારા હિન્દી માં રજૂ કરવામાં આવી છે. જ્યાં બાબા નો પાખંડ બધી બાજુ એ છવાયેલો છે.

હું અંકિત ચૌધરી આજે પ્રથમ વખત કોઈ web series નો રિવ્યુ પ્રથમ પાંચ ભાગ ને આધારે લખવાની કોશિશ કરી રહ્યો છું. તો સ્વાગત છે આપ સર્વ નું મારા આ બ્લોગ ઉપર. અત્યાર નો માનવી જિંદગી માં પરમ સુખ માણવા માટે ધર્મ અને આસ્થા ની નામે કચરો ફેલાવી રહેલા બાબા ઓ ના હાથ ની કઠપૂતળી બની જાય છે. પણ કહેવાય છે ને કે સચ્ચાઈ ફૂટી ફૂટી ને બહાર આવે છે. એક વખત આ વેબ સિરીઝ જોવા જેવી ખરી જેમાં આશ્રમ માં ચાલી રહેલા ફ્રોડ બાબા ઓ ના ધંધા તમારી સામે અવશ્ય આવશે.


MX player એટલે વેબ સિરીઝ માટેનું બેસ્ટ પ્લેટફોર્મ જ્યાં સચોટ વાર્તા ને નિસંકોચ બતાવવામાં આવે છે. આજે ધર્મના નામે, આસ્થા ના નામે કેટ કેટલા સંપ્રદાયો અને બાબા ઓ પ્રજાને શ્રદ્ધા અને આસ્થા નામે અવળા રસ્તે ચડાવી રહ્યા છે, આવા બાબા ઓ સાથે કે સંપ્રદાયો સાથે જોડાયેલા લોકો માટે આ વેબ સીરીઝ લાલબત્તી સમાન છે. ત્યારે એક વખત દરેક વ્યક્તિએ આ વેબ સીરીઝ જોવી જોઈએ એવું હું માનું છું.

હું કોઈપણ સંપ્રદાયના સમર્થનમાં કે વિરોધ માં નથી. એ તમારો વ્યક્તિગત આસ્થા નો વિષય છે. પરંતુ જો તમે કોઇ સંપ્રદાય કે કોઇ બાબા ઓ કે ચોક્કસ વૈચારિક પદ્ધતિમાં ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલા હોય તો તમારે આ પ્રશ્નો તમારા આત્માને, તમારી જાતને જરૂર પૂછવા જોઈએ. અને એનો જવાબ શું આવે છે એ જાણ્યા બાદ તમારે તમારી જાતે એ જવાબનું સ્વ-મૂલ્યાંકન કર્યા પછી જ કોઇ સંપ્રદાય કે ધાર્મિક ક્ષેત્રના ચોક્કસ વિચારો સાથે સંકળાયેલા બાબા ઓ સાથે જોડાયેલા રહેવુ કે કેમ તેનો નિર્ણય તમારે જાતે કરવો જોઇએ.


Cast :-

Bobby Deol as Baba Nirala/Monty
Aaditi Pohankar as Pammi
Tushar Pandey as Satti
Darshan Kumaar as Ujagar Singh
Chandan Roy Sanyal as Bhopa
Anupriya Goenka as Dr. Natasha
Adhyayan Suman as Tinka Singh
Tridha Choudhury as Babita
Vikram Kochhar as Sadhu
Sachin Shroff as Hukum Singh
Anurita Jha as Kavita
Rajeev Siddhartha as Akki
Rupesh Kumar as Nonny
Parinitaa Seth as Sadhvi Mata
Tanmaay Ranjana as Dilawar
Preeti Sood as Sanober
Jahangir Khan as Michael
Kanupriya Gupta
Navdeep Tomar
Adarsh Pandey as A member of Bada Mohalla.
Jaimin Panchal as A member of Bada Mohalla


સીરીઝ ની શરૂઆત :-

સીરીઝ ની શરૂઆત આશ્રમ ની એક મોર્ડન થી શરૂ થાય છે. જે પમ્મી નામની એક છોકરીને જગાવવા આવે છે. પણ એ છોકરી એટલી ડરેલી હોય છે કે મોર્ડન ઉપર હમલો કરી દે છે. પછી ત્યાં આવતા બે માણસો ઉપર પણ હમલો કરી દે છે. આ છોકરી નો રોષ શરૂઆત માં ઘણા પ્રશ્નો કરી જાય છે. પણ કેમ ? તો આ સિરીઝ થોડા સમય પહેલા ની કથા નું પણ વર્ણન કરી જાય છે.

પમ્મી નામની એક દલિત છોકરી જે પોતાના પિતરાઈ ભાઈ ના લગ્ન માં જવા માટે એક શરત મૂકી દે છે. “ કે ભાઈ તું ઘોડી પર નઈ ચડે તો હું તારા લગ્ન માં નઈ આવું!” ત્યારે એનો પિતરાઈ ભાઈ પણ હટ પકડી લે છે કે “ જાન જશે તો વરઘોડો કરીને જ નહિ તો નઈ !” આખરે પમ્મી અને તેના ભાઈ ની જીદ આગળ તેના પિતા અને કાકા જુકી જાય છે. લોવર કાસ્ટ અને ઉપર કાસ્ટ નો ભેદ નાના અને મોટા મહોલ્લા રૂપે સાફ બતાવવામાં આવ્યો છે. લોવર ક્લાસ અને ઉપર ક્લાસ વચ્ચે ની જંગ સાફ નજર આવી રહી છે. પછી આ કાશિપુર વાળા બાબા ની એન્ટ્રી થાય છે. જે આ બંને ક્લાસ વચ્ચેની જંગ ને શાંત કરે છે. જો આખી સ્ટોરી ની વાત કરવા જઈશ તો 10 કલાક જેવું થઈ જાય સો મહત્વની બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દઈએ.

બાબા ના કરતૂત બીજા ભાગ થી ખુલવાનુ શરૂ થઈ જાય છે. પહેલા તો રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા એક કંપની ને આપવામાં આવેલી જંગલ ની જમીન નું ખોદકામ કરતો એક છોકરીનું કંકાલ નીકળે છે. આ વાત ને દબાવવાની કોશિશ રાજ્યના મુખ્યમંત્રી , Pl ,અને બાબા ના સાથીદારો દ્વારા જબરજસ્ત કરવામાં આવે છે. પણ કહેવાય છે ને કે કોઈ રાજ છુપું રહેતું નથી. બસ આ કંકાલ જ હતું જે બાબા ના રહસ્યો ખુલવાની શરૂઆત હતી.

નીચી કાસ્ટ ના ભેદભાવ અને મહેણાં સાંભળી પમ્મી નામની દલિત છોકરી સાધ્વી બનવાના સ્વપ્ન જોવા લાગે છે. પમ્મી ને પોતાના માતા પિતા તરફ થી સાધ્વી બનવા માટે સાથ આપવામાં આવતો નથી એટલે તે ઘર છોડી ને ભાગી જવાનો રસ્તો પસંદ કરે છે. પણ કાશિપુર વાળા બાબા નો ઢોંગ તો જુવો! એ પમ્મી રાખવા માટે સાફ ના કહી દે છે. “ જે પોતાના મા બાપ ની ના થઈ શકી એ આ આશ્રમ ની શું થશે !” બાબા ની આ વાત થોડા સમય માટે તમારું દિલ જરૂર જીતી લેશે. પણ ધીરે ધીરે બાબા ના કરતૂત પણ એક પછી એક ખુલતા જ જાય છે.

વિનંતી :-

બાબા ના ચક્કર માં આવી પોતાની અમૂલ્ય લાઈફ બરબાદ ન કરવી. બાબા ઉપર ક્યારેય સમર્પિત ન થઈ જવું કેમકે એ પણ એક માણસ જ છે ભગવાન નઈ! બાબા ઓ ખાલી નોટ બનાવવા માટે જ ધર્મ ના નામે અંધવિશ્વાસ ફેલાવે છે. તમારી આસ્થા ની મને કદર છે પણ તમારી ભાવના ઓ સાથે કોઈને પણ છેડછાડ ના કરવા દો. બને ત્યાં સુધી આવા બાબા ઓ થી દૂર રહો. અને થોડા પ્રશ્નો તમારી જાત ને પણ પૂછો ;

1. તમે જે સંપ્રદાયો સાથે જોડાયેલા છો એ સંપ્રદાયો કે બાબા ઓ તમને સમાજીક અને ધાર્મિક માળખે સમાનતાની વ્યવસ્થા આપે છે ખરા??

2. જે જે સંપ્રદાયો કે વાડાઓ કે બાબાઓએ તમને આ લોકમાં સુખી કર્યા ખરા ??? તમને વિરતા પ્રદાન કરી, તમને નિડર, બહાદુર, શાસ્ત્રોક્ત અને શસ્ત્રોક્ત કેળવણી આપી કે પછી તમને પરલોકમાં મોક્ષ મળે, ત્યાગમાં શાંતિ મળે, કે પછી નિવૃત્તિમય ભક્તિ માર્ગની વાતો કરી?? આ જરા વિચારજો.

3. આ સંપ્રદાયોમાં કે બાબાઓ સાથે જોડાયા પછી તમારી ગણતરી શક્તિશાળી, સાહસીક પ્રજામાં થઇ ખરી?? કે પછી આજેય તમે દુર્બળ, સાહસહીન કે શક્તિહીન છો??

4. આ સંપ્રદાયોમાં જાડાયા બાદ તમે પૂર્ણ પ્રમાણીક, સત્યનિષ્ઠ, વચનપાલન વ્યક્તિત્વને નિખારી શક્યા છો ખરા?? કે પછી આવા ગુણો વિકસ્યા જ નથી??

5. આજેય આપણા ધર્મમાં ગરીબી, અજ્ઞાનતા, ઝૂંપડપટ્ટી, જેવી અનેક સમસ્યાઓ છે, તમે જેમના અનુયાયીઓ છો, શુ એમની જવાબદારી નથી કે આ તમામ સમસ્યાઓને તેઓ એમની પાસે રહેલી શક્તિઓથી દૂર કરે?? શુ એમને આ સમસ્યાઓ દૂર કરી ખરી?? જો એ સમાનતા આપે છે તો શુ એમને અહી એમની શક્તિનુ રોકાણ કર્યુ ખરા??

6. કોઇ સંપ્રદાય કે સમુદાય કે બાબાઓએ જે વર્ણવ્યવસ્થાના લીધે એક સમુદાયમાં ગરીબાઇ, દાસતા, અશિક્ષણ આવ્યુ અને આવી વ્યવસ્થાને દૂર કરીને આ તમામમાં સમાનતા લાવી શાસ્ત્રોમા રહેલી ક્ષતીઓ દુર કરવાનુ કાર્ય કે કોઇ ધાર્મિક ક્ષેત્રની ક્રાંતી એમને કરી ખરી?? કે જે ક્રાંતિના લીધે આપણે બધાય એક નેજા હેઠળ આવ્યા હોઇએ.

7. તમે જે ધર્મમાંથી આવો છો એ ધર્મને સંબોધીત કરનાર એક પણ શબ્દ તમારી પાસે નથી. ( હિન્દુ શબ્દ એ સિન્ધુ સંસ્કૃતિ ઉપર ઉતરી આવેલ છે) ઉપરથી તમે તો સંપ્રદાયોમાં વિભાજીત થયા. ત્યારે સર્વ જ્ઞાતિની પ્રજા ધર્મના એક નેજા હેઠળ આવે એવા પ્રયાસો એમને કર્યા ખરા ?? કે પછી તમે સંપ્રદાયોમાં વિભાજીત થયા??

આવા તો અનેક પ્રશ્નો-સવાલો છે જો એ કરીશુ તો આ લેખ લંબાઇ જશે. માટે કમ સે કમ આ સવાલો તો તમારે તમારી જાતને કરવા જોઇએ અને ત્યારબાદ જ કોઇ સંપ્રદાયો કે બાબાઓ સાથે જોડાવુ જોઇએ. આજે અધોગતિના મૂળીયા શોધી એમાં રહેલી ક્ષતિઓ દુર કરીને ખરા અર્થમાં આપણે સૌએ એક વિશ્વ ધર્મનુ ગૌરવ વૈભવ જગતમાં વધારવાનુ છે, નહી કે કોઇ બાબાઓ કે સંપ્રદાયોમાં જોડાઇને.
આપ સૌને નમ્ર વિનંતી આ સવાલોના જવાબ મળ્યા પછી આપ સૌ આત્મમંથન કરીને ખરા અર્થમાં ધાર્મિક ક્ષેત્રથી એક નવી ઉર્જા ઉત્પન્ન કરીને સાહસિક, નિડર, નિષ્ઠાવાન, સત્યનિષ્ઠ બનીને ધર્મ અને શાસ્ત્રો સાથે સીધા સંકળાજો. જે સુખ-દુખ, ભૌતિક સગવડો-અગવડો, દરિદ્રતા-સંપન્નતા છે એ આ લોકમાં જ છે.. પરલોક, કે સ્વર્ગ કે નર્ક જેવી બાબતોથી ડરીને કે કોઇ બાબાઓ કે સંપ્રદાયોના આભા હેઠળ આવીને કોઇ વાડાઓમાં વિભાજીત ન થશો. ભુતકાળમાં લંપટ-દંભ-અનૈતિકતા પર ભક્તિનો નકલી વરખ લગાવી સામાન્ય જનમાનસ સાથે રમત રમતાં આવા દુષ્ટ બાવાઓને હિન્દુ સમાજે તો ખુલ્લા પાડ્યા જ છે અને કાનૂન સમક્ષ પણ ધર્યા છે. અને આવુ માત્ર હિન્દુ સમાજમાં જ દંભી બાવાઓ છે એવું નથી મુસ્લીમ ધર્મગુરુઓ અને ખ્રિસ્તી ધર્મગુરુઓનાં પ્રપંચો અને પાપલીલાઓ પણ ભુતકાળમામ જોઇ જ છે.
એકવાત બીજી કે વેબસીરીઝમાં દર્શાવેલી અંગત પળોને નિહાળવાની બાબતનો હુ સમર્થક નથી. એ બાબતે સેન્સરબોર્ડએ તમામ વેબસીરીઝને પોતાના દાયરામાં લેવી જોઇએ. જે કાનુની પ્રક્રીયા છે.

એક વખત વેબ સીરીઝ પણ જોજો.

વિનંતી સહ: શબ્દોને કોપી પેસ્ટ કરી કોઇ છેડછાડ કરવી નહી.

Anki Chaudhary