Sky Has No Limit - 49 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-49

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-49
મોનીકાબેન મોહીતનાં આગ્રહ પછી મલ્લિકાનાં સાસુ સસરાં આવેલા અને બધી વાતચીત થઇ રહી હતી. તારાં પાપા અને મલ્લિકાનાં પાપાએ ડ્રીંક લીધુ હતું અમે લોકો એમને નાસ્તો આપી રહેલાં સાથે વાતો ચાલી રહેલી એમ મોહીત માં નાં મોઢે સાંભળી રહેલો.
મોહીતે માંને કહ્યું માં આમાં એવું કંઇ ના લાગ્યું કે પાપાને કોઇ આધાત લાગે એનાં માંબાપતો છે જ અવળીવાણીનાં આપણે ઓળખીએ જ છીએ અને મલ્લિકાની માં એનાં પાપા પર હાવી જ થઇ ગઇ છે પેલા જોકરનું કંઇ ચાલતું જ નથી.
માં એ કહ્યું "અહીં સુધી બરાબર હતું. એનાં પાપાએ તો પેટ ભરીને ઢીંચ્યું હતું પછી એવું લાગ્યું એટલે તારાં પાપાએ કાલીન્દી બહેનને ઇશારો કર્યો અને ના આપવા માટે કહ્યું કે હવે એમનો ગ્લાસ ના ભરશો શેઠ હવે મોજમાં છે કાબુમાં નથી.
એ સાંભળીને વિજયભાઈ બોલ્યાં અરે વેવાઇ તમે શું સમજો છો ? હું તો એક આખી બોટલ પી જઊં તો ડકાર ના મારું એટલી કેપેસીટી છે. પછી તારાં પાપા બોલ્યાં... તારાં પાપા પણ નશામાં જ હતાં પણ કડવું સત્ય બોલી ગયાં "હાં હાં ખબર છે તમારી કેપેસેટી મને વેવાણ બોલે એની સામે એક અક્ષર તો બોલાતો નથી તમારાથી અને પછી ખૂબ હસ્યાં. વિજયભાઇને ખોટું ના લાગ્યું એ પણ ખૂબ હસ્યાં અને બોલ્યાં સાલી વાતતો તમે સાચી જ કીધી આ કાલીનાં પ્રભાવ સામે આ મીયાં મીંદડી જ છે.
મોહીતની માં આંખે જોઇ શકાય એવી રીતે મોહીતને વર્ણન કરી રહેલાં મોહીતે રસથી પૂછ્યું પછી ?
પછી ત્યાં જ કાલીન્દીબેનનાં ફોન પર રીંગ આવી એમણે ત્યાં બેઠાં બેઠાં જ જોયું અને પછી હસતાં હસતાં ફોન ઉઠાવ્યો અને બોલતાં "હાં હાં દીકરા જો તારાં સાસરે જ બેઠાં છીએ.... શું વાત છે ? કંટાળી છું એકલી એકલી ? કેમ કોઇ નથી ?
અરે ના માં.. બધાં છે અહીં પાર્ટી જેવું છે મોહીતે એનાં ખાસ ફ્રેન્ડ્સ ને બોલાવ્યાં છે બધાં ભેગા થઇ હોબાળો કરશે ડ્રીંક પાર્ટી થશે... અરે વાત સાંભળ માં હવે મારે શું કરવું એમની વાતો પરથી અમને ધ્યાન આવી ગયું હતું કે એ મલ્લિકા સાથે વાત કરી રહ્યા છે એ બહુ ચાલાકીથી વાત કરી રહેલાં એમણે એવું કીધુ આપણાં ઘરે છે. એટલામાં મહારાજે ફરીથી મને બૂમ પાડી કીચનમાં જવુ પડ્યુ એ વખતે એમને મોકળું મેદાન મળ્યું હશે બધી વાત કરી હશે અને સાચુ કહુ મારામાં પણ એ જાણવાની તાલાવેલી હતી કે શું વાત ચાલે છે ? અને એમને કહી હું પણ તમારી સાથે વાત કરત.
હું મહારાજ સમજવવા ગઇ એમણે કેટલી વારમાં જમવાનું પીરસવાનુ છે બહુ મૂછતાં હતાં છે એમને સમજાવીને પાછી આવી ત્યારે એમની વાત ચાલુજ હતી મને હાંશ થઇ કે ચાલો હું પણ વાત કરીશ... પણ...
એમણે ફોનમાં એવું બોલ્યાં કે તારાં પાપા સાંભળીનાં શક્યા.. મોહીતે કહ્યું "એવુ શું બોલ્યા એ કહેને ?
મોનીકા બ્હેને કહ્યું "મલ્લિકા તારે તારી તબીયત સંભાળવાની શરીર સારું હશે ને તો આખું જગ જીતાશે હજી તારી ઉંમર સાવ નાની છે આટલાં સમયથી તને વૈતરુ કરીને ત્યાં સેટ થયાં છો અમે પણ અહીં પેટે પાટા બાંધી જણસો વેચીને તને અમેરીકા ભણવા મોકલી હતી કે તારી જીંદગી થાય અને તું અમારી એકની એક દીકરી હતી.
એ સાંભળ તને સ્પષ્ટ સમજાવું છું અહીં તારાં સાસુ સસરા પણ હાજર છે એમને કડવું અડવું લાગશે પણ આપણે આપણી જીંદગી અને અમારી દીકરીનો ખ્યાલ કરવાનો છે ને જીંદગી પહેલા આપણે સેવેલા સ્વપ્ન પ્હેલાં બાકી બધુ પછી હવે તો લોકો લગ્ન 30-35 વર્ષે કરે છે છોકરાં 40 પછી કરે આમ જીંદગી અને યુવાની ફેંકીના દેવાય એ છોકરાં બોકરાં થાય પછી આપણે ભણેલા ગણેલાં છીએ ગામનાં ગોબર નથી સમજી તું તારે મોહીત જોડે સ્પષ્ટ કરીને એબોર્શન કરાવી જ લે પછી બધુ. જોયું જશે એમ અભણની જેમ ઢોર જેવી જીંદગી નહીં જીવવાની અને મોહીત ના માને તો એનાં પર દબાણ કરી શકે એવાની મદદ લે કોઇપણ રીતે મનાવ... હું તારાં સાથમાં તારાં પડખે ઉભી છું.
એ વારે વારે અમારી સામે જોતાં જોતાં વાત કરતાં હતાં આપણે ઘરે જમણ નહીં જાણે આની આડકતરી રીતે સ્પષ્ટતા કરવા આવ્યા હોય એવું લાગી રહેલું આ સાંભળી તારાં પાપાનો ગુસ્સો સાતમાં આસમાને હતો અને પછી......
**********
મલ્લિકા મોહીત સાથે વાત કર્યા પછી એનાં કપટી મગજ સાથે જાણે જુગલબંધી કરી રહી હતી અને ખડખડાટ હસવા લાગી હતી અને જાણે કોઇ પીચાશણીનો આત્મા એનામાં પ્રવેશી ગયો હોય એવું લાગતું હતુ એણે ફોન હાથમાં લીધો અને ખાસ નંબર ડાયલ કર્યો રીંગ જઇ રહી હતી જઇ રહી હતી થોડીવાર રાહ જોઇ કોઇ રીસ્પોન્ડ ના થયો એને આશ્ચર્ય થયું વિચાર્યુ થોડીવાર પછી ફોન કર્યું પાછો.. એ રૂમ ખોલીને બહાર આવી અને ઇન્ટરકોમથી જોસેફ અને મેરીને બોલાવ્યાં.
જોસેફને કહ્યું "બહાર ગાર્ડનમાં ટીવી સ્ક્રીન મૂક અને સ્પીકર વગેરે ત્યાં ચાલુ કર. મેરી તું મારાં માટે રેડ વાઇન મારો ખાસ પસંદગી વાળો બનાવી લાવ સાથે ખારા કાજુ અને કંઇ પણ સ્પાઇસી નાસ્તો લાવ હું બહાર બેસીને ટીવી જોઊં છું.
અને સાંજનું જમવાનું મેરી તું પ્રીપેર કરજે કારણકે મીતાબેનને મેં ના પાડી છે એટલે કાલે ફોન કરીને એમને બોલાવી લેજે એમ ઓર્ડર કરી પાછી રૂમમાં આવીને કપડાં ચેઇન્જ કર્યા એકદમ હલકાં ફુલ્કા ટ્રાન્સપરન્ટ જેવાં અને સાવ ટૂંકા એનાં શરીરનાં અંગ અંગ દેખાય એવાં કપડાં પર્હયાં મીરરમાં પોતાનો દેહ અને વેષભૂષા જોઇને પોતાનું આવું મસ્ત સેક્સી રૂપ જોઇને ખુશ થઇ ગઇ અને ઉપર એણે રૂંવારૂંવા વાળુ મોટો ઓવરકોટ પહેરી લીધો એટલે એટલે અંદર શું પહેર્યું છે એ જણાય જ નહીં...
બધુ પહેરીને એ બહાર આવી ગાર્ડનમાં બેઠી મોટી રીલેક્સ આરામદાયક રીકલાયન ચેરમાં લંબાવ્યુ અને બાજુની ટીપોય પર મેરી રેડવાઇનનો ચીલ્ડ લાર્જ પેગ મૂકી ગઇ સાથે કાજુ નટ્સ અને સ્પાઇસી ચવાણું મૂક્યું આ જોઇને મલ્લિકા ખુશ થઇ ગઇ એણે મેરીને કહ્યું થેંક્સ ડાર્લીંગ અને સાંજે આપણાં બધાંની આમલેટ અને એગ કરી બનાવો સાથે રોલ્ટેડ બ્રેડ વીથ ચીઝ બનાવજે બધાં એજ ખાઇ શું.
મેરી એ કહ્યું "ઓકે મેમ.... મેરી પણ આશ્ચર્યથી બધાં ઓર્ડર એનાં પુરા કરી રહી હતી. જોસફેને કીધેલું એણે તૈયાર કરી દીધુ હતું અને એણે રીમોટ મલ્લિકાને આપી દીધાં અને મલ્લિકાએ કહ્યું તું બહાર બોબ સાથે બેસ જરૂર પડશે. બોલાવશે એમ કહીને બહાર કાઢ્યો પૂરી પ્રાઇવસી કરી નાંખી મલ્લિકાએ વાઇન પીવાનો ચાલુ કર્યો શરૂઆતમાં ધીમે ધીમે સીપ લીધી અને એણે એનું ગમતું રોમેન્ટીક ઇગ્લીંશ મુવી મૂક્યું એનાં મનમાંથી હજી મોહીત સાથેની પ્રેમગોષ્ટિઓ ભૂલી નહોતી... વાતાવરણાં ઠંડક હતી ચીલ્ડ વાતાવરણમાં એને વાઇન મજા આપી રહેલો.
વાઇન પુરો કરીને એણે મેરીને બીજો લાર્જ બનાવી આપવા કહ્યું એને થોડી થોડી અસર તો થવા માંડી હતી એણે મેરીને કહ્યું લાર્જ બનાવી લાવ અને સાથે બોટલજ લેતી આવજે... એન્ડ લીસન.. ઇફ યુ વોન્ટ્ યુ ડ્રીંક યુ એન્જોય બીયર વીથ મી. જા તું ફ્રીઝમાંથી ટીન લઇ લે મેઇન ડોર લોક રાખજે આપણાં બે સિવાય કોઇ ના જોઇએ.
ધીમે ધીમે વાઇનનો નશો એનાં માથે ચઢી રહ્યો હતો એ નશાનાં માહોલમાં ઝૂમી રહી હતી એને ભર ઠંડીમાં ઓવર કોટથી ગરમી લાગી રહી હતી એણે ઓવરકોટને ખભા પર માત્ર ટીંગાડી રાખ્યો અને શરીરનો ફ્રન્ટ ભાગ ખૂલ્લો કરી નાંખ્યો ત્યારે એને સારું લાગ્યુ.
બીજો લાર્જ પુરો થાય પહેલાં એણે જોયું કે મેરી એને દૂરથી જોઇ રહી છે એણે મેરીને હાથનાં ઇશારો કરીને બોલાવી... મેરી એની પાસે આવીને બોલી યસ મેમ...
એણે મલ્લિકાને જોઇ આવાં લગભગ ઉઘાડા શરીરમાં ક્યારેય જોઇ નહોતી એ યસ મેમ બોલીને એને જોઇજ રહી મલ્લિકાનાં ખૂબસૂરત શરીરને જોઇ રહી હતી એ મલ્લિકાએ જોયુ મલ્લિકાએ કહ્યું "મેરી શું તાક્યા કરે છે મને ?
મેરી થોડી છોભીલી પડી ગઇ એણે કહ્યું "કંઇ નહીં મેમ તમારું બોડીતો ખૂબજ સુંદર છે યુ આર વેરી બ્યુટીફુલ ત્યાં યુ એસ કલ્ચરમાં તો આવું ફરવું બેસવું ઉઠવું કાંઇ નવાઇ નહોતી એટલે મેરી માટે આમ નવાઇ નહોતી પણ મલ્લિકાને ક્યારેય આમ જોઇ નહોતી એટલે નવાઇ લાગી.
મલ્લિકાએ કહ્યું "થેંક્સ ડાર્લીંગ.... પણ મેરી તું મારું એક કામ કર એમ કહીને પાછો પેગ પીધો અને એના હાથમાં.........
વધુ આવતા અંકે ---પ્રકરણ-50