saanjni mulakat books and stories free download online pdf in Gujarati

સાંજની મુલાકાત.

એક સાંજની વાત ઓફિસ છૂટવાનો સમય થઈ ગયો હતો.

પાંચ વાગ્યા હશે ને મમ્મીનો ફોન આવ્યો.
shaadi.com માંથી કોલ આવ્યો હતો તેથી તારી મુલાકાત ગોઠવી દીધી છે.

મેં તારા મોબાઇલમાં એડ્રેસ ,ફોટો અને બધું જ મોકલ્યું છે, તારે ઓફિસથી છુટીને એ છોકરા જોડે મુલાકાત કરવાની છે.
"મેં તેને સાંજનો ટાઈમ આપી દીધો છે, તે પહોંચી ચૂક્યો હશે.
તમે મળી લો પછી આપણે કુંડળી મેચ કરીશું.

"મને પસંદ આવે પછી કુંડળી મેચ કરવાની શું જરૂર છે મમ્મી
મને મળવા તો દે."

"ઓકે કાવ્યા તું તો નહીં જ માને"

"હા મમ્મી હવે ફાઈનલ કરી જ દેવું છે નહીં તો તું મને છોડવાની નથી બસ હવે છુટવાની તૈયારીમાં છું.

"હું પહોંચી જઇશ જોઈ લઉં છું એડ્રેસ ,ફોટો મોબાઇલ નંબર બધું છે ને?"
"હા બેટા જલ્દી પહોચ"

એડ્રેસ અને ફોટો જોતા જોતા ઉતાવળમાં કાવ્ય એ પહોંચીને જોયું .
લાગે છે આ બ્લુ શર્ટ પહેરલ છે એ જ વ્યક્તિ હોવો જોઈએ.
"Hi સોહમ હું કાવ્યા છુ.
મારે આવતા મોડું થઈ ગયું.
so sorry"

મિસ કાવ્યા..
"હું સોહમ નથી તમારી ભૂલ થતી લાગે છે."
"I am so sorry"
મને એમ કે તમે જ સોહમ હસો જેમને મારે મળવાનું છે.
હું બાજુના ટેબલ પર બેસી જવું છું no problem."

'it's ok'
મોબાઈલ માં રીંગ વાગી.

"Hi કાવ્યા કાવ્યા હું સોહમ બોલું છું મારે આવતા મોડું થઈ જશે એક મિટિંગ એટેન કરવાની છે ,એ પૂરી કરીને હું આવું છું."
I am waiting for me.
ઓકે.

એક કલાક સાંભળીને કાવ્ય ને થોડો ગુસ્સો આવી ગયો.
પીક પણ કેવો મોકલ્યો હતો કે જોઈને ખબર જ ના પડે કે ચહેરો કેવો છે .
એ પણ ગોગલ્સ લગાવી રાખ્યા છે ,ચહેરા ઉપર ઓળખવાનું પણ કેવી રીતે.
મળવા માટે નક્કી કર્યા પછી આજની મીટીંગ કેન્સલ તો રાખવી જોઈએ ને."
"બાય ધ વે આઈ એમ આકાશ.
waiting time"
"હા જુઓને લેટ લતીફ છે."
ઊભા થઇને ફોટો બતાવતા.

"ફોટો જ એવો હતો એટલે મારાથી ભૂલ થઈ ગઈ તમને ઓળખવામાં અને હું સોહન છે, એવું સમજી બેઠી."
"ઓકે નો પ્રોબ્લેમ ત્યાં સુધી તમે અહીં બેસી શકો છો."
તમે કોનો વેઈટ કરો છો."
"મારે પણ એક છોકરી જોડે અહીં મુલાકાત કરવાની હોવાથી હું અહીં બેઠો છું."

"તમે કેવી રીતે ડિસાઈડ કરો છો કે સામેવાળુ કેવું છે?"

"હું પહેલી વાર માં કઈ જ ડિસાઈડ નથી કરી શકતો પણ એટલું જાણી શકાય છે કે બીજી મુલાકાત કરવી છે કે નહીં."

"oh great
હું તો પહેલી વારમાં પણ કશું જ નથી ડિસાઈડ કરી શકતી મને તો એ જ ખબર નથી પડતી કે પૂછવાનું શું? જણાવવાનું શું? વાત જ ક્યાંથી શરૂ કરવી ?શું પૂછવું?"

"એ તો તમારી પર ડીપેન્ડ કરે છે કે તમે શું જણાવવા માંગો છો .
મને નથી ખબર કે તમને શું પસંદ છે.
પણ મને તો બધા એવું જ જણાવતા હોય છે કે પહેલી ડેટ માં કે શું પસંદ છે. શું જમવાનું બનાવતા આવડે છે .
એજ્યુકેશન શું છે.
કુકિંગ ,હોબી ,જોબ કરવી કે નહીં,ફેમિલી ને જોડે રાખશો કે નહીં."

"ઓકે ઓકે બસ.
આ તો ખૂબ લાંબુ લિસ્ટ થઈ ગયું મારે તો લખીને રાખવું પડશે."
"શું બધું લેડીસ ને જ એડજેસ્ટ કરવાનું હોય ...જોબ કરવી કે નહીં ..‌‌ફેમિલીને સાચવવાનું ....કુકિંગ આવડે છે કે નહીં ...જેન્સ ને તો કશું પૂછવાનું જ નહીં.."

"ના ના હું તો એવું નથી માનતો બન્ને જોબ કરતા હોય બંને ની ફેમિલી હોય છે બંને એ એડજસટ કરવું પડે.

તમે એરેન્જ મેરેજ માટે અહીં મળવા આવ્યા છો તો લવ મેરેજ કેમ પસંદ ન કર્યા.
તમને તમારું પસંદનું તો મળી રહે."

"એ પણ કર્યું હતું પણ ત્યાં પણ ધોખેબાજી જ છે. આજકાલ સાચો લવ હોય છે જ ક્યાં"

"સોરી કોલ આવે છે હું વાત કરી લઉં."

રસ્તો ક્રોસ કરીને આ સાઈડે આવવાનું છે સામે જ કાફે દેખાઈ જશે.
જલ્દી આવી જાવ હું રાહ જોવું જ છું.

"ચલો તમારે તો કોલ આવી ગયો છે, હું મારા ટેબલ પર જાવ."
હાય આકાશ.
કેમ છો?
મજામાં.
" હાય કાવ્ય મારે આવતા મોડું થઈ ગયું એના માટે હું ખૂબ દિલગીર છું."
"કઈ વાંધો નહીં."
"આ જગ્યા જોયેલી હોય એવું લાગે છે.
"તમે કઈ લેશો કે પછી."
"હું તો કલાકથી બેઠી છું મેં તો લઈ લીધું."
ઓકે સારું કર્યું મારે તો કશું લેવું નથી.
હું તો ખૂબ ઉચી ફેમીલી બીલોગ કરુ છું."
"ઓકે"
"મને તો જરાય ટાઈમ મળતો નથી, જોવોને હમણાં પણ આવતા મોડું થઈ ગયું."
"ઓકે"
"આપના લગ્ન થાય તો તમારે બધું મેનેજ કરવું પડશે.
ધીરે-ધીરે તમે બધું શીખી જશો."
"અરછા"
"જુઓ હજી પણ એક બિઝનેસમેન મળવા આવે છે. હવે એમને ના પણ કેવી રીતે પાડવુ ચલો તો હું તો નીકળુ છું આપણે ફરી મિટિંગ ગોઠવી શું."
"ઓકે તમે જઈ શકો છો."
"કેમ તમારી ડેટીગ તો બહુ જલ્દી પૂરી થઈ ગયી આકાશે કાવ્યા ને કહ્યું."
"હા એકદમ નમૂનો હતો."
"હા પણ તમારે કેવું રહ્યું."
"છોકરી તો ખુબ જ સરસ હતી ફરી મળવાનું કરી મુલાકાત ગોઠવી દીધી છે એ પણ અહીં જ."

"સરસ મારે પણ ફરી બીજી મુલાકાત માટે અહીં જ આવવાનું છે. પણ બીજા છોકરો જોડે ....આ તો હવે બિલકુલ નમૂનો છે‌.. તેની જોડે તો ટાઈમ પણ નથી."
"અરે રિલેક્સ જ્યાં સુધી કોઈ પસંદ ન આવે ત્યાં સુધી શોધવું તો પડશે ને."

"હા પણ મમ્મી ખૂબ ઉતાવળ કરે છે,, મને તો થાય છે કોઈને પણ હા પાડી દઉં."

"તમારો નંબર આપતા જાવ ફરી ક્યાક અહી મળી જઈએ અને નહીં મળી શકીએ તો એક ફ્રેન્ડ તરીકે વાત જરૂર કરીશું."
"સારુ નોટ કરી લો અને હવે ખૂબ મોડું થઇ ગયું છે નીકળવું પડશે."
"હા જરૂર જોવો ને વરસાદ પણ આવવાનું હોય એવું લાગે છે."
"મારી જેની જોડે મુલાકાત કરવાની હતી એ તો સફળ થયી નહીં પણ તમારી જોડે આ સાંજની મુલાકાત ખૂબ જ સરસ રહી.
ઓકે તો બાય મિસ્ટર આકાશ."
good bye.
એક વીક પછી ફરી કાવ્યા ની મુલાકાત એક છોકરા જોડે એ જ કાફે માં કરવાની હતી.... અને તે ફરી એવી જ સાંજ હતી એવી જ મુલાકાત અને આજે પણ આકાશ તેની ટેબલ પર બેઠેલો જોઈને.

"ઓહ્ સરપ્રાઈઝ પણ આજે તમે પણ અહીં છો.
"હા આપણે તો ફરી ભેગા થઈ ગયા.
"by the way,
you looking gorgeous."
"thank you."
"હાઈ કાવ્યા કોણ છે તમારા આ જેની જોડે તમે વાતો કરી રહ્યા છો."
"મારા દુરના સંબંધી છે."
"you guys carry on."
"ચલો આપણે બીજા ટેબલ પર જઈએ."
"ઓકે"
"તમે તો ખૂબ જ કેરીગ લાગો છો ખુલ્લી કિતાબ જેવા, સાદા સિમ્પલ."
"હા હું એવી જ છું મને સાદા સિમ્પલ નેચરલ રહેવાનું ગમે છે."
"શું લેશો શું મંગાવું તમારા માટે."
"એક coffee"
"વેઈટર બે કોફી પ્લીઝ.
કોફી મુક્તા જ હાથ પર કોફી પડી ગઈ.
જરાક પણ ધ્યાન રાખવાની ખબર નથી પડતી આવી રીતના coffee મોબાઈલ પર પડત તો આ મોબાઈલ બગડી જાત તારા આખા વર્ષની સેલેરી નહીં હોય એટલી કિંમત છે ,મારા મોબાઈલ ની નોનસેન્સ.
"એને જાણી જોઈને નથી કર્યું ભૂલથી ઢોળાઈ ગઈ છે."
"તમે આ લોકોને ઓળખતા નથી એમને તો નોકરીએથી કાઢી જ મૂકવા પડે."
"સારું ચલો બીજી મુલાકાત ગોઠવીશું અત્યારે તો મારો મૂળ નથી."
"ઓકે મને પણ એવું જ લાગે છે."
By
કુદરતનો જાદુ પણ કમાલનો છે કોણ કોની નજીક આવશે કઈ જ કહી શકાતું નથી.

"કેમ ગુસ્સામાં છો.?"
"કશું નહીં બસ બધા જ એક એકથી ચડિયાતા નમુના ના મળે છે.
"પણ તમે કેમ એકલા એકલા બેસી રહ્યા છો તમારી ડેટ ફીક્સ હતી તો શું થયું.?"
"કારણ તો ખબર નથી પણ મને લાગે છે તેને મળવા નથી આવવું એટલે બહાના થઈ રહ્યા છે."

"છોકરી આવવાની જ નહોતી તો પછી ખાલી ખાલી કેમ બેસી રહ્યા હતા."
"મેં વિચાર્યું કે શુ રીઝલ્ટ આવે છે તે જોઈને જવું."
"હા તો જોયું હશે ને કેવો લાગ્યો નમુનો જરાય પણ કોમનસેન્સ નહીં."
"હું તમને કંઈક કહેવા માગું છું."
"તમને એવું નથી લાગતું કે આટલા બધા નમુના જોઈ લીધા તો એક નમૂનો વધું જોઈ લો.
મારા વિશે શું ખ્યાલ છે તમારો?"
"હા મને પણ એવું લાગે છે ચલો ત્રીજી મુલાકાત આવતા વીકે તમારી જોડે ગોઠવી દઈએ."

"ફરી આ ઢળતી એક સાંજ હોય મારી તમારી ત્રીજી મુલાકાત હોય."

એક સાંજ- "મને અજાણતામાં જ હાથે સ્પર્શી
બીજા હાથને ને બધું કહેવાય ગયું બોલ્યા વિના... ખુબ જ સુંદર પ્રેમની પ્રથમ પગથી પર પહેલું પગલું પડયુ."