collage life books and stories free download online pdf in Gujarati

કોલેજ લાઈફ 

રાત્રે રમીલાબેનની ઊંઘ ઊડી ગઈ ને દિવાલ પરની ઘડિયાળ પર નજર કરી તો રાત્રિના ત્રણ વાગ્યા હતા. હજુ સવાર થયું ન હતું, એટલે ફરી તે સૂઈ ગયા. પણ એક ચિંતા તેને ઊંઘ આવવા દેતી હતી નહિ, તે ચિંતા હતી તેના દીકરા અંકિતનો કોલેજનો પહેલો દિવસ. અને સાથે તેમની દીકરી વિશાખાનો પણ, સવારે બંનેને કોલેજ જવાનું હતું એટલે રમીલાબેનને ઊંઘ આવતી હતી નહિ.

જેમ તેમ કરી સવારના છ વાગ્યા એટલે રમીલાબેન ઉઠ્યા અને અંકિતના રૂમમાં જઈ અંકિત ને જગાડે છે.

અંકિત બેટા.... ઓ અંકિત બેટા

ઉઠ હવે તારે કોલેજ જવાનું મોડું થશે.

અંકિત ઉઠીને ઘડિયાળ તરફ જુએ છે તો સવારના સવા છ થઈ ગયા હતા. તેને કોલેજ જવા માટે મમ્મીને વહેલું જગાડવાનું કહ્યું હતું. અંકિતને સાત વાગ્યે તો કોલેજ જવાનું હતું. તો પણ અંકિત તેના મમ્મી ને કહ્યું તું ચિંતા ન કર હું કોલેજ આરામ થી પહેચી જઈશ.

રમીલાબેન વોશરૂમ જતા પહેલા ફરી અંકિત ને કહ્યું બેટા તું ઉઠી જજે હું થોડીવારમાં નાસ્તો બનાવી આપુ છું.

રમીલાબેન વોશરુમ જઈ ફટાફટ હાથ મો ધોયું અને હોલમાં આવીને જોયું તો સાડા છ થઈ ગયા. વિચાર આવ્યો મારાથી આટલા સમયમાં નાસ્તો નહિ થાય અને અંકિતને નાસ્તા કર્યા વગર કોલેજ જવું પડશે. યાદ આવ્યું કે વિશાખાને જગાડું જો તે કામમાં મદદ કરે તો આરામથી અંકિત નાસ્તો કરી કોલેજ જઈ શકે.

રમીલાબેન વિશાખાના રૂમ માં દાખલ થયા જોયું તો વિશાખા ઘસઘસાટ ઊંઘી રહી હતી. રમીલાબેન તેની પાસે જઈ માથા પર હાથ ફેરવતાં કહ્યું બેટા વિશાખા સાડા છ થઈ ગયા છે. તારે કોલેજ નથી જવાનું. આજે તારો પણ કોલેજનો પહેલો દિવસ છે.

આળસ મરડતી વિશાખા બોલી પહેલો દિવસ છે એટલે કોલેજ મોડી જઈશ તો ચાલશે. તું કેમ આટલી વહેલી જગાડે છે મને.

બેટા અંકિતને સાત વાગ્યે કોલેજ જવાનું છે મારે ઘર નું ઘણું કામ પડ્યું છે તું જો હેલ્પ કરે તો સારું રહેશે.

આશ્ચર્યથી વિશાખા બોલી કેમ મમ્મી અંકિતને વહેલું જવાનું છે તેણે તો મને કહ્યુ નહિ મારે વહેલું જવાનું છે. આમ પણ અમારી બંને ની કોલેજ તો એક જ છે. તો કેમ તેને વહેલું.?

બેટા એ તો કહેતો હતો કે તે કોલેજમાંથી પોલીસ અને સૈનિકની ભરતી વધુ થાય છે તેનું કારણ છે તે કોલેજમાં દાખલ થયા પહેલા ફિટનેસ ટેસ્ટ ફરજિયાત આપવાનો હોય છે જો પાસ થાય તો જ તેને કોલેજમાં એડમિશન મળે છે. એટલે તો તે કોલેજ "ફિટનેસ કોલેજ" ના નામ થી પણ જાણીતી છે.

મમ્મીને ખોળામાં માથું રાખીને બોલી પણ મમ્મી મને તો આવી ફિટનેસ ટેસ્ટ વિશે કશું કહેવામાં નથી આવ્યું.
શી ખબર બેટા.... હવે ઉઠ.....
તું વાતો કરી મારો સમય બરબાદ ન કર જલ્દી ઊઠીને ને મારો હાથ બટાવ.

હજુ તો વિશાખા વોશરૂમ જવા જાય છે તો ત્યાં ઓલરેડી અંકિત ગયો હોય છે. વિશાખાને ત્યારે મસ્તી સૂઝે છે. ને વોશરૂમનો દરવાજો બહારથી બંધ કરી દે છે. અંકિત દરવાજો ખખડાવે છે પણ વિશાખા દરવાજો ખોલતી નથી. ત્યારે અંકિત મમ્મીને સાદ પાડે છે.

"મમ્મી ઓ મમ્મી આ વિશાખાને સમજાવ મારે કોલેજ જવાનું મોડું થાય છે."

વિશાખા દરવાજો ખોલ બેટા... અંકિતને મોડું થાય છે. વિશાખા મમ્મી ની વાત માની દરવાજો ખોલીને ભાગી ત્યાં અંકિત તેની પાછળ દોડ્યો. ભાગતી ભાગતી વિશાખા મમ્મી ના પાલવ માં સંતાઈ ગઈ પણ અંકિત તેના વાળ પકડી તેને હોલ માં લઇ ગયો ને ગાંડી ગાંડી કહી હળવા હાથેથી થપાટ મારવા લાગ્યો. રડત્તી રડતી વિશાખા મમ્મી પાસે આવી.

મમ્મી આ વાંદરાને સમજાવ ને સવાર સવારમાં મને હેરાન કરી રહ્યો છે. મમ્મી પાસે આવી ને વિશાખા બોલી. ત્યાં પાછળથી અંકિત આવ્યો પણ મમ્મીએ હવે અંકિતને વિશાખા સાથે મસ્તી કરવા રોકે છે. અંકિત વિશાખાને હેરાન કરવાનું બંધ કરી ને નાસ્તો કરવા બેસે છે ને મમ્મી નાસ્તો આપે છે. ત્યાં વિશાખા ફ્રેશ થવા વોશરૂમમાં જાય છે.

અંકિત તૈયાર થઈ કોલેજ જતી વખતે વિશાખાને કહે છે. વિશાખા "હું જાવ છું ને કોલેજ માં તારી રાહ જોઇશ." વિશાખા એ અંકિતને સ્માઇલ આપી. હું આવું છું તેઓ ઈશારો કર્યો.

સાઈકલ લઈ અંકિત કોલેજ તરફ રવાના થયો. કોલેજ બહુ દૂર હતી નહિ એટલે આરામ થી તે સાયકલ ચલાવી રહ્યો હતો. કોલેજ આવતા તે ગેટમાં પ્રવેશ્યો ને સાયકલ પાર્કિંગમાં પાર્ક કરી. તેને ખબર હતી કે ફિટનેસ ટેસ્ટ કઈ બાજુ થઈ રહ્યો છે. તે ચાલતો ચાલતો ફિટનેસ ટેસ્ટ ડિપાર્ટમેન્ટ ગયો. જોયું તો એક મોટી હરોળ હતી. ને હજુ કોઈ પ્રોફેસર કે ડોક્ટર ત્યાં પહોંચ્યા હતા નહિ.

અંકિત ચૂપચાપ તે હરોળમાં જોડાઈ ગયો. હરોળમાં ઉભા રહેલા બીજા યુવાનો અંકિત તરફ જોઈ રહ્યા હતા. બધા પહેલી વાર અંકિતની આટલી ફિટનેસ બોડી જોઈ રહ્યા હતા. તેઓ મનમાં બોલી રહ્યા હતા આ બંદો તો પાસ જ થઈ જશે. આને તો કોલેજમાં એડમીશન પણ પાકું થઈ જાશે ને સૈનિક કે પોલીસ મેન પણ બની જશે. અંકિત લાઈનમાં ઉભો રહી ડોક્ટર અને પ્રોફેસરની રાહ જોઈ રહ્યો હતો.

થોડી વાર થઈ ત્યાં પ્રોફેસર અને ડોક્ટર આવ્યા. હજુ તો તે ફિટનેસ ટેસ્ટની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં અચાનક એક દુબળો પાતળો બહુ હેન્ડસમ અને પૈસાદાર લાગતો યુવાન વગર હરોળમાં જોડ્યા વગર બધાની આગળ ઉભો રહી ગયો. બધા યુવાનો કઈ બોલી શક્યા નહિ. કદાચ તેઓ આ યુવાનને જાણતા હશે.

ટેસ્ટ પ્રક્રિયા શરૂ થઈ. બધાને થોડી રાહત થઇ કે હવે તો બહુ રાહ જોવાની નહિ રહે. પણ બીજા કરતા અંકિતના મનમાં પેલા યુવાન ના વિચારો આવ્યા. ટેસ્ટમાં તે યુવાને પહેલો વારો લીધો. તે તેનું આઈડી બતાવતો ગયો તેમ તેમ પ્રોફેસર અને ડોક્ટર તેના ફોર્મ પર સહી સિક્કા કરતા ગયા. કોઈ પણ ટેસ્ટ લીધા વગર તેને ફિટનેસ ટેસ્ટ નું સર્ટી પણ આપી દેવામાં આવ્યું. અંકિત આ જોઈને ચોંકી ગયો તેને લાગ્યું કોઈ કોલેજનું અંગત હશે. પણ તેણે વધારે મનમાં ન લીધું ને તે તેમના વારાની રાહ જોવા લાગ્યો.

પછી અંકિતનો વારો આવ્યો ને એક પછી એક ટેસ્ટ આપતો ગયો ને તે પાસ થતો ગયો છેલ્લે તેને એક દોડ લગાવાની હતી તેમાં તે ફેલ થાય છે પણ થોડી સેકંડ માટે. ખાલી એક ટેસ્ટમાં ફેલ થવાથી અંકિતને નાપાસ કરે છે ત્યારે અંકિત કઈ બોલતો નથી પણ એક વિનંતી કરે છે. હું તે માટે રોજ પ્રેક્ટિસ કરીશ તમે મને પાસ કરી દો સર. એક પ્રોફેસરને અંકિતની વાત ગમી જાય છે ને તેને પાસનું સર્ટિફિકેટ આપી દે છે. થોડો ખુશ થતો થતો અંકિત કોલેજના પોતાના ક્લાસ રૂમ તરફ જાય છે.

તેનો ક્લાસ શરૂ થઈ ગયો હતો તે પ્રોફેસરની પરવાનગી લઈ અંદર ક્લાસ માં દખલ થઈ એક સીટ પર બેસી જાય છે. કોલેજનો પહેલો દિવસ હતો એટલે ખાસ કોઈ સ્ટુડન્ટ આવ્યા હતા નહિ. બે લેક્ચર લઈ ને પ્રોફેસર ક્લાસને રજા આપી દે છે. અંકિત પોતાના ઘરે પહોંચે છે.

અંકિત ઘરે પહોંચ્યો ત્યાં પાછળ વિશાખા પણ ઘરે પહોંચી. બંનેને રમીલાબેન પૂછવા લાગ્યા "કેવો રહ્યો દિવસ તમારા બન્ને નો"

ખુબ સરસ રહ્યો દિવસ હો મમ્મી તેમ વિશાખા મમ્મી ને હગ કરીને બોલી.

પણ અંકિત થોડો ચૂપ હતો એટલે રમીલાબેન તેની પાસે જઈ માથા પર હાથ ફેરવી કહ્યું કેમ બેટા થોડો અપસેટ હોય તેવું લાગે છે.!!

ના મમ્મી અપસેટ તો નથી પણ થોડી નવાઈ લાગી કોલેજ માં.

વિશાખા અને રમીલાબેન એક સાથે બોલ્યા "એવું તે શું થયું"

કઈ નહિ બસ ફિટનેસ ટેસ્ટમાં એક યુવાન આવ્યો અને કોઈ પણ ટેસ્ટ આપ્યા નહિ ને પ્રોફેસરે તેને સર્ટિફિકેટ આપી દીધું. જ્યારે હું બધામાં પાસ હતો ખાલી દોડ માં રેટિંગ ઓછું હતું તો નાપાસ કરવા લાગ્યા. પણ મે વિનંતી કરી તો પાસ કરી દીધો.

હે મમ્મી આવા લોકો કોણ હોય છે. જે પોતાના પાવર નો આવી રીતે ઉપયોગ કરતા હોય છે.

બેટા હું ખુશ છું તું પાસ થઈ ગયો. આવા લોકો કા તો ટ્રસ્ટી ના દીકરા હોય કા તો કોઈ અધિકારીના. જે પોતાના પિતાનો પાવરનો ગેરઉપયોગ કરતા હોય છે.
છોડ આ બધી વાતો. જલ્દી હાથ મો ધોઈ નાખ. હું તારી માટે જમવાનું તૈયાર કરું.

કોલેજનો બીજો દિવસ હતો. અંકિત આજે વહેલો ઊઠી ગયો હતો. જતી વખતે વિશાખાને કહેતો ગયો મારે જીમ જવાનું છે તો હું જાવ છું. પણ કોલેજમાં તારી રાહ જોઇશ. તે પોતાની સાઈકલ લઈ રવાના થયો. આમ તો તે જીમનો સમય સમયસર જ હતો. પણ જલ્દી પહોંચવાની ઉતાવળમાં તે સાઈકલ ફાસ્ટ ચલાવી રહ્યો હતો. જેથી એક કસરત પણ થઈ જાય ને વહેલો પણ પહોંચી જાય.

તે જીમ પહોંચ્યોને એક કલાક તેણે જીમ માટે ફાળવી હતી તે એક કલાક ત્યાં કસરત કરતો રહ્યો. પછી ત્યાંથી નીકળી કોલેજ પહોંચ્યો ને તે સાયકલ પાર્ક કરવા પાર્કિંગ તરફ જાય છે ત્યાં એક સફેદ કલરની મર્સિડીઝ કારની સાથે ટકરાય છે. અંકિત તો તેની સાઇડ પર જ સાયકલ ચલાવી રહ્યો હતો પણ ભૂલ મર્સિડીઝ કારની હતી એવું લાગ્યું. પણ કારની ટક્કર લાગતા અંકિત નીચે પડી જાય છે. ત્યાં કાર ઊભી રહી અને તેમાં થી એક બ્લેક જિન્સ અને સફેદ ટોપ પહેરેલી એક સુંદર છોકરી કાર માંથી નીચે ઉતરી. પહેલી નજરે તો અંકિતને તે છોકરી નિહાળતી રહી તેણે આવી બોડી વાળો છોકરો પહેલીવાર જ જોયો હતો. પણ ગુરુર માં તે છોકરી નીચે પડેલ અંકિત પાસે જઈ અંકિતને એક લાત મારીને કહ્યું "આંધળો છો દેખાતું નથી."
આવા જ કોલેજમાં ભીડ કરવા આવી જાય છે. આમ બક્તી બકતી તે કારમાં બેસી ગઈ. અંકિત એક શબ્દ બોલ્યો નહિ ને ઉભો થઇ પોતાના કપડાં સાફ કરવા લાગ્યો.

જેવી તે છોકરી કાર પાર્ક કરીને ત્યાંથી પસાર થઈ એટલે અંકિત બે હાથ જોડી માફી માંગે છે. પણ તે પોતાનું મો બગાડી ચાલતી થાય છે. અંકિત પણ તેની સાઇકલ પાર્ક કરી પોતાના ક્લાસ રૂમ તરફ જાય છે.

ક્લાસમાં અંકિત પ્રવેશ્યો. હજુ ક્લાસ શરૂ થયો હતો નહિ. કાલની સરખામણી માં આજે ક્લાસ ફુલ હતો. કાલે બેસ્યો હતો તે સીટ તરફ વળ્યો. તે સીટ પર નજર કરી તો ત્યાં પહેલી થી જ કોઈ બેસી ગયું હોય છે. ત્યારે તે સીટ પર કોણ બેઠું છે તે અંકિત નજર નથી કરતો ને બીજી ખાલી સીટ પર બેસે છે. પછી તેની સીટ તરફ નજર કરે છે તો પેલી કાર વાળી છોકરી બેઠી હોય છે. અંકિત તેની સામે જુએ છે તો તેની નજર પણ અંકિત પર પડે છે એટલે ફરી મો બગાડી કઈક મનમાં બબડી હોય તેવું લાગ્યું. અંકિતે તે તરફ ધ્યાન હટાવીને બોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે બોર્ડ પર કઈક લખ્યું હતું.

પ્રોફેસર આવ્યાને ક્લાસ શરૂ થયો. પહેલા પ્રોફેસર બધાનો પરિચય લેવા લાગ્યા. અંકિત પણ તેનો પરિચય સરળ રીતે આપે છે. પછી તે કાર વાળી છોકરી પરિચય આપે છે ત્યારે અંકિતને ખબર પડે છે કે છોકરી નું નામ સ્વાતિ છે.

ક્લાસ પૂરો થયો એટલે અંકિત ક્લાસ બહાર નીકળી પાર્કિંગ પાસે પહોંચ્યો. તેણે તેની સાઈકલ લીધી ને સામે કાર પર નજર કરી તો તેમાં પેલી સ્વાતિ એ કારમાં બેસીને કાર ચલાવવાની શરૂ કરી આ જોઇને અંકિત થોડી વાર ઉભો રહ્યો. ત્યાં સ્વાતિ બાજુ માંથી પસાર થઈ ને એટલું બોલતી ગઈ અહી આ ખટારા સાઈકલને અહી પાર્ક કરતો નહિ, નહિ તો સાઈકલ ને તોડી મરોડી નાખીશ. તો પણ અંકિત કઈ બોલતો નથી ને તે કાર ત્યાંથી નીકળી એટલે તરત તે તેની સાઈકલ લઈ ને ઘરે જવા નીકળ્યો.

અંકિત જેઓ કોલેજ બહાર નીકળ્યો કે પાછળ થી વિશાખા એ સાદ કર્યો.
"અંકિત ભૈયા થોભો હું તમારી સાથે આવું છું."
અંકિત વિશાખા નો અવાજ સાંભળી ત્યાં ઉભો રહે છે. વિશાખા આવી એટલે બંને સાથે ચાલવા લાગ્યા.
વિશાખા કેવો રહ્યો કોલેજ નો દિવસ.?
સારો હો ભાઈ બસ કોલેજ નવી છે એટલે સેટ થવામાં સમય લાગશે એવું લાગે છે.
તું કે તારો દિવસ કેવો રહ્યો.?
બસ તારી જેમ હો વિશાખા.
હા કોલેજ બહુ સારી છે.

ઘરના ગેટ પાસે અંકિત અને વિશાખાને જોઈ રમીલાબેન તેઓના મમ્મી બંને માટે પાણી આપે છે. પાણી પી ને બંને એ મમ્મી ને હગ કર્યું. રમીલાબેન બંનેના માથા પર હાથ મૂકીને કહ્યું કેવો રહ્યો કોલેજ નો દિવસ ?
બંને એ તેમની મમ્મી સામે સ્માઇલ કરી એકસાથે બોલ્યા સારો રહ્યો હો મમ્મી.

અંકિત અને વિશાખા સાથે સાઈકલ લઈને કોલેજ નીકળ્યા. આજે અંકિત ને જીમ માં રજા હતી એટલે સાથે નીકળ્યા. કોલેજમાં બંનેએ સાઈકલ પાર્ક કરી સાથે ક્લાસ તરફ નીકળ્યા. અંકિતની ક્લાસ પહેલા માળે હતી જ્યારે વિશાખાની કલાસ ત્રીજા માળે. અંકિત તો ક્લાસમાં જતો રહ્યો. વિશાખા દાદર ચઢી રહી હતી. દાદર ચઢતી વેળાએ તે એક પાતળા યુવાન સાથે ટકરાય છે. તે યુવાન ઉતાવળમાં દાદર ઉતરી રહ્યો હતો. વિશાખા પડતી પડતી તેને સંભાળે છે. બે સ્ટેપ નીચે ઉતરી ગયેલો યુવાન વિશાખા ને નિહાળતો રહ્યો. વિશાખા એ બહુ ધ્યાન આપ્યું નહિ ને તે દાદર ચડવા લાગી ત્યાં તે યુવાન કઈક બોલ્યો. વિશાખા સ્પષ્ટ સાંભળી શકી નહિ. બસ એટલું સાંભળી કે માલ બહુ મસ્ત છે. તે તેના ક્લાસમાં પહોંચી.

વિશાખાનો પણ બીજો દિવસ હતો. પણ પહેલા દિવસે કોઈ સ્ટુડન્ટ ન હોવાના કારણે ક્લાસ લેવામાં આવ્યો ન હતો. વિશાખા ક્લાસમાં પ્રવેશી. કાલની સરખામણીમાં આજે ઘણા સ્ટુડન્ટ હતા. તેણે તેની સીટ લીધી. થોડીવાર થઈ ત્યાં પ્રોફેસર આવ્યા. અને ક્લાસ શરૂ કર્યા પહેલા બધાનો પરિચય લેવા લાગ્યા. આગળની સીટ થી બધા એકપછી એક પરિચય આપી રહ્યા હતા. ત્યાં વિશાખા ની નજર દરવાજે થી આવતા તે યુવાન ને જોયો. તે યુવાન પ્રોફેસર ની પરવાનગી વગર ક્લાસમાં દાખલ થયો ને વિશાખા પાછળની લાઈન માં બેસી ગયો.

પ્રોફેસરે વિશાખાને પોતાનો પરિચય આપવા કહ્યું. વિશાખા ઉભી થઈ ને પોતાનો પરિચય આપ્યો. બધાએ પોતપોતાનો પરિચય આપી ચુક્યા હતા સિવાય કે પેલો યુવાન. પ્રોફેસરે તે યુવાન ને પોતાનો પરિચય આપવા કહ્યું નહિ. ને તેણે લેક્ચર શરૂ કર્યો ત્યાં પેલો યુવાન ઉભો થયો ને બોલ્યો.

હલ્લો સર મારું નામ વિક્રમ એમ કહી હસવા લાગ્યો.... હા હા હા
કોઈ તેને કહી પણ શક્યું નહિ કે હસવાનું બંધ કર ભાઈ અને નીચે બેસી જા. પણ બધા ચૂપ રહી તેને જોઈ રહ્યા હતા. આખરે વિક્રમ સીટ પર બેસી ગયો.

વિશાખા એટલું તો સમજી ગઈ કે છે તો કોઈ પૈસાદાર ની ઓલાદ. પણ પછી તે બાજુથી નજર હટાવી નોટિસ બોર્ડ પર ધ્યાન લગાવ્યું. પ્રોફેસર પણ વિક્રમ પરથી ધ્યાન હટાવી લેક્ચર આપવાનું શરૂ કર્યું. ચાલુ ક્લાસે વિક્રમ તરફ વિશાખાનું ધ્યાન તે બાજુ જતું રહેતું.

વિક્રમ તેના નખરા તો ચાલુ જ રાખ્યા. ગમે તેને સાથે ઈશારા કરવા, પ્રોફેસર ને યસ સર, યસ સર કહેવું. છતાં પણ પ્રોફેસર અને સ્ટુડન્ટ તેના પર કોઈ ધ્યાન આપતું ન હતું. બસ એટલું સમજી ક્લાસ પર ધ્યાન આપતા કે તે તો પાગલ છે પાગલ સાથે રહીએ કે તેની પર ધ્યાન આપીએ તો પાગલ થઇ જવાય.

પેલો લેક્ચર પૂરો થયો ને બીજા લેક્ચર માટે બીજા પ્રોફેસર ક્લાસમાં દાખલ થયા બધા સ્ટુડન્ટ્સ તેનું અભિવાદન કર્યું પણ સિવાય કે વિક્રમ. વિક્રમ ઉભો થયો નહિ. તે પ્રોફેસર શાંત સ્વભાવના હતા એટલે તેણે લેક્ચર કોઈ ઝંઝટ વગર શરૂ કર્યો. સરસ સમજાવવાની પ્રોફેસરની રીત થી બધાનું ધ્યાન બોર્ડ અને પ્રોફેસર પર હતું. ત્યારે વિક્રમ નું ધ્યાન વિશાખા પર અટકી ગયું. તે વારેવારે વિશાખાને એકીટસે નિહાળતો હતો.

અચાનક વિશાખાની નજર વિક્રમ પર પડી. વિક્રમનું એકીટસે નિહાળતા રહેવું થોડું વિચિત્ર લાગ્યું. વિશાખા સમજી ગઈ કે વિક્રમ તો પાગલ લાગે છે. પણ તેના વર્તન અને તેના પાવર થી જરા પણ વાકેફ હતી નહિ. બસ એટલું હતું કે વિશાખા પોતાની કારકિર્દી પર ફોકસ કરવા માંગતી હતી ને વિક્રમ સમય પસાર કરવા અને મોજ મસ્તી કરવા.

વિક્રમની આવી હરકતથી વિશાખાનું થોડું ધ્યાન ભંગ થતું હતું. છતાં પણ તે લેકસરમાં મન લગાડતી હતી. વચ્ચે વિચાર પણ એવો આવી રહ્યો હતો કે ઉભી થઈ એક થપ્પડ મારી આવું. પણ પ્રોફેસર જ કઈ કરતા નથી તો મારે કરવું યોગ્ય ગણાશે એટલે તેની જેટલો તો પાવર મારી પાસે નથી ને. આમ વિચાર તો ઘણા આવી રહ્યા હતા પણ તેનો ભણવા તરફ નો હેતુ તે કઈ કરવા દેતો ન હતો ને આમ લેક્ચર પૂરું થયું ને વિશાખા ચૂપચાપ ક્લાસ માંથી નીકળી અંકિત સાથે ઘરે જતી રહી. પાછળથી લાગ્યું વિક્રમ વિશાખાને શોધતો રહ્યો હોય તેવું. પણ વિશાખા ક્યાંય દેખાઈ નહીં એટલે તે પણ નીકળી ગયો.

આગળના દિવસે અંકિત તેના ક્લાસમાં જતો રહ્યો ને વિશાખા તેના ક્લાસ તરફ જઈ રહી હતી. બધા પોતપોતાના ક્લાસમાં પહેલેથી આવી ગયા હોય તેવું લાગ્યું. ત્યાં કોઈ દેખાઈ પણ રહ્યું ન હતું એટલે વિશાખાને લાગ્યું હું થોડી લેટ પડી. તે ઉતાવળમાં દાદર ચડવા લાગી ત્યાં વિક્રમ તેની આડો ઉભો રહ્યો હતો. તેને વિશાખાનો રસ્તો રોક્યો. વિશાખાએ કહ્યું વિક્રમ "મને જવા દે મારે ક્લાસમાં મોડું થઈ રહ્યું છે."

પણ વિક્રમ ત્યાંથી હટ્યો નહિ વિશાખાએ ફરી કહ્યું વિક્રમ મને જવા દે. તો પણ વિક્રમ રસ્તો આપ્યો નહિ એટલે વિશાખાએ તેને થોડો ધક્કો મારી રસ્તો કર્યો ને આગળ વધી ત્યાં વિક્રમે વિશાખાનો હાથ પકડ્યો. હાથ પકડવાની સાથે જ વિશાખા ગુસ્સે થઈ પણ માતા પિતા ના સંસ્કારે તેને રોકી. ફરી હાથ છોડાવવાની કોશિશ કરતી વિનંતી કરી "વિક્રમ મારો હાથ છોડ, મને જવા દે"

વિક્રમ વિશાખાનો હાથ છોડી રહ્યો ન હતો. હવે વિશાખાની ધીરજ ખૂટવા લાગી હતી. ત્યાંથી કોઈ પસાર પણ થઈ રહ્યું ન હતું. ને સાદ પાડી કોઈને મદદ માટે બોલવું પણ ઉચિત લાગતું ન હતું એટલે જોરથી તેને હાથ ખેંચ્યો એટલે વિક્રમના હાથમાંથી છુટ્ટી ગઈ ને ઝડપથી વિશાખા ક્લાસમાં જતી રહી.

પાછળ પાછળ વિક્રમ આવ્યો ને તે પણ ક્લાસમાં બેસી ગયો. વિશાખા થોડી ગમગીન થઈ ગઈ હતી. જ્યારે વિક્રમ તો જાણે ગર્વ અનુભવતો તો જાણે કે તે કઈ જીતી ગયો હોય. તેની નજર ફરી વિશાખા પર ટકી ગઈ. વિક્રમની તેના પર સતત નજરથી વિશાખા થોડી ધ્યાન ભંગ થઈ રહી હતી. તે કોઈ બહેઝ કે ઝગડો કરવા માગતી ન હતી એટલે બધું સહન કરી રહી હતી.

આજે વિશાખા વધુ સુંદર લાગી રહી હતી. પણ વિક્રમ તેના રૂપ કરતા તેની સાદગી પર મોહિત થઈ ગયો હોય તેવું લાગ્યું. વિક્રમ હવે વિશાખા સાથે વાત કરવા બેચેન બની રહ્યો હતો તે હવે ક્લાસ પૂરો થવાની રાહ જોઈ રહ્યો હતો.

ક્લાસ પૂરો થયો ને વિક્રમ ગેટ બહાર ઉભો રહી વિશાખાની રાહ જોવા લાગ્યો. ક્લાસમાં બધાની પહેલા વિક્રમ ને ક્લાસ માંથી બહાર જવું વિશાખા સમજી ગઈ એટલે નીચે ઉતરી અંકિતની રાહ જોવા લાગી. અંકિત આવ્યો એટલે બંને સાથે ચાલતા ચાલતા ગેટ પાસે પહોંચ્યા. આ બંને ને સાથે આવતા વિક્રમ થોડો ચોંકી ગયો. અત્યારે વિશાખા ને બોલાવી યોગ્ય નથી લાગતી એટલું સમજી ગયો ને વિશાખા ને નિહાળતો રહ્યો. વિશાખા સમજી ગઈ કે વિક્રમ મારી સાથે વાત કરવા માંગે છે પણ તેને વિક્રમ સામે જોયું પણ નહિ ને અંકિત સાથે વાત કરતી કરતી આગળ ચાલી.

વિશાખા નો ચહેરો પડી ગયેલો લાગતા અંકિતે પૂછ્યું "વિશાખા કોઈ પ્રૉબ્લેમ તો નથી ને"?
ચહેરા પર મુસ્કાન લાવીને બોલી "ના તો ભાઈ" બધું બરાબર જ છે. કોલેજના નવા દિવસો રહ્યા એટલે બધાને ઓળખવા ને સમજવા બહુ મુશ્કેલ પડે છે. ને આમ પણ મારી સાથે સ્કૂલના ફ્રેન્ડ હતા તેમાંથી કોઈ મારી સાથે કોલેજમાં નથી એટલે થોડું ગમતું નથી. પણ સમય જતાં બધું સારું થઈ જશે.

સારું અંકિત તું કહે તારે ક્લાસમાં કોઈ ફ્રેન્ડ બન્યો કે બની ? વિશાખા એ થોડી મસ્તી કરતી બોલી.
અરે વિશાખા ફ્રેન્ડ બનવાના ફાફા છે ને તું વળી.......એમ કહી અંકિત અટકી ગયો.

વાત આગળ ચાલે તે પહેલાં તો બંને સાઈકલ લઈ ઘરે પહોંચી ગયા. દરવાજો ખોલી બંને એ સાયકલ અંદર લીધી. ઘરમાં પ્રવેશ્યા ત્યાં તેમના પપ્પા ઘરે હતા. આખો દિવસ કામ પર જનારા પપ્પા આજે ઘરે જોઈ બંને એ પાસે જઈ એકસાથે બોલ્યા "પપ્પા કેમ આજે વહેલા આવી ગયા"

ઘનશ્યામભાઈ એ બંને ને પાસે બેસાડી કહ્યું દીકરાઓ પહેલા તમે કહો કોલેજમાં કેવું છે. બધું બરાબર છે ને એટલે કોલેજ તો અભ્યાસ માટે સારી તો છે ને.?
હા પપ્પા કોલેજ બહુ સારી છે...
પણ પપ્પા તમારું આજે મો કેમ પડી ગયું છે. તમારી તબિયત તો સારી છે ને. પપ્પા નો ચહેરો જોઈ જીજ્ઞાશા થી વિશાખા એ પપ્પાને પૂછ્યું.

માથા પર હાથ મૂકીને ઘનશ્યામભાઈ એ વિશાખા ને એટલું કહ્યું બેટી મને વચન આપ કે "હું એવું કોઈ પણ કામ નહિ કરુ જેનાથી આપણા પરિવાર ને દાગ લાગે"
ને હું આપણા સમાજ અને જ્ઞાતિમાં ગર્વ થી ચાલી શકું.

વિશાખા ઘનશ્યામભાઈ ને ગળે વળગી રડવા લાગી. ઘનશ્યામભાઈ એ વિશાખા શાંત કરી અને કહ્યું બેટા મને તારા પર ગર્વ છે પણ આજનો કળયુગ છે એવો એટલે કહેવું પડ્યું તને.

પપ્પાનો હાથ પકડી વિશાખા એ કહ્યું "પપ્પા હું તમારી દીકરી છું ને મારા લોહીમાં તમારા સંસ્કાર છે." તમે આ પ્રકારની ચિંતા કરશો નહીં. હું ક્યારેય એવું કામ નહિ કરું કે તમને કોઈ ઠેસ પહોંચે. પણ પપ્પા મને કહેશો કે આવી વાત અચાનક કેમ કરી.?

બસ બેટા તારી અને ઘરની માન મર્યાદાની ચિંતા થઈ એટલે.
પણ પપ્પા આવી વાત તો તમે ક્યારેય કરી નથી ને મને તમારા ચહેરા પર ચિંતાના વાદળો દેખાઈ રહ્યા છે. તમે અમારા થી કઈક તો છુપાવી રહ્યા છો એક વિશ્વાસ ની નજર થી ઘનશ્યામભાઈ ને વિશાખા એ કહ્યું.

તો સાંભળ બેટા હું કંપની માં પહોંચ્યો ને મારા બોસની કેબિનમાં ગયો. જોયું તો બોસનું મો પડી ગયું હતું ને તે ખૂબ રડી રહ્યા હતા. આ જોઇને હું થોડું તો સમજી ગયો કે કઈક તો બન્યું હસે નહિ તો બોસ આમ ઉદાસ અને રડે નહિ.
હું બોસ પાસે ગયો ને આશ્વાસન આપતા કહ્યું સર કોઈ પ્રોબ્લેમ.?
સરે મારી સામે જોયું પણ કઈ બોલ્યા નહિ ને ફરી રડવા લાગ્યા.

મે ફરી કહ્યું સર શું થયું છે.? તમે કેમ રડી રહ્યા છો.? મને કહેશો.
મારા પર રહેલો તેનો અતૂટ વિશ્વાસ થી તેઓ એ તેમના આંસુ લૂછ્યા ને મને તેમની ઉદાસી ની વાત કરી.

મારી દીકરી પુષ્પા ને આપેલી આઝાદી થી મારે આજે આવા દિવસો ભોગવવા પડયા. તે એક છોકરા સાથે ભાગી ગઈ..
રડતા રડતા બોલી રહ્યા હતા. ભૂલ મારી હતી મે ક્યારેય એ જાણવાની કોશિશ ન કરી કે તે શું કરે છે કોની સાથે સમય પસાર કરે છે. પણ જ્યારે સામે થી ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હા તેણે એક વાર તેના અફેર ની વાત કરી હતી પણ મે એ તરફ ધ્યાન આપ્યું નહિ ને આજે આ જોવું પડ્યું મારે.

દુઃખની વાત તો એ છે તેણે પાત્ર પસંદ કરવામાં ભૂલ કરી બેઠી. એક આવારા સાથે ભાગી ગઈ તે વાત નું દુઃખ છે તે કરતા કોઈ ગરીબ સાથે ગઈ હોત તો સારું હોત. સમય બહુ બદલાય ગયો છે. આપણા સંતાનો આપણા થી દુર જતા હોય તેવું લાગી રહ્યું છે. આપણી બધી પ્રકારની આઝાદી આપણે જ ભોગવી પડી રહી છે. પૈસા પાછળ ની આપણી આંધળી દોટ આપણને પરિવારની જવાબદારી અને પરિવારનો પ્રેમ ભૂલવા લાગ્યા છીએ. હજુ સમય છે જો સમયે એક બાપ જાગી જાય તો, બસ આઝાદી આપવી જરૂરી છે પણ તે આઝાદી પાછળ આપણા સંતાનો શું કરે છે તે જાણવું આપણી ફરજ રહેશે. તો જ આપણે આપણા સંતાનો ને સારી દિશા તરફ લઈ જઈ શકીશું.

ખંભે હાથ મૂકીને મે કહ્યુ સર કોઈ કાર્યવાહી કરી કે નહિ.?

કાર્યવાહી કેમ કરું આપણા ઘરમાં ખોટ હોય તો કોને કેવા જવું. હું ફરિયાદ લખવા જઈ રહ્યો હતો ત્યાં તેનો ફોન આવ્યો કે પપ્પા હું મારી મરજી થી જઈ રહી છું મારી પાછળ તમે કોઈ પણ પગલાં લીધા તો હું પણ પગલાં ભરવા પાછી પાની નહિ કરુ. આ સાંભળી ને મારા હાથમાંથી ફોન પડી ગયો.

ખુબ દુખી થયો છું હું જેના માટે આટલી મહેનત કરી રહ્યો હતો તે આજે મારી બધી મહેનત પર પાણી ફેરવી ને જતી રહી. હવે શું કરવું તે ખબર પડતી નથી.

મારી પાસે આશ્વાસન સિવાય કોઈ જવાબ હતો નહિ. આ જોઇને મને પણ મારા મનમાં ચિંતા થવા લાગી મારી ઘરે પણ દીકરી મોટી થઈ ગઈ છે. કદાચ તે આવું કામ કરશે તો.!!! આ ડર થી હું આજે દુઃખી છું.

વિશાખા એ પપ્પા નો હાથ પકડી એક પ્રોમિસ આપ્યું. પપ્પા હું ફરી પ્રોમિસ કરું છું કે એવું હું ક્યારેય કામ નહિ કરું જેનાથી તમને દુઃખ થાય. આ સાંભળી ને ઘનશ્યામભાઈ બંને ને ગળે લગાડી લીધા.

સવારના સાત વાગી ગયા હતા. વિશાખા જાતે ઉઠી નહિ એટલે રમીલાબેન વિશાખાના રૂમમાં ગયા જોયું તો વિશાખા હજુ સુધી સૂઈ રહી હતી. બે ત્રણ સાદ કર્યા વિશાખા ઓ વિશાખા...બેટા કોલેજ જવાનું મોડું થશે..

વિશાખાની કોઈ હલચલ થઈ નહિ એટલે રમીલાબેન તેની પાસે જઈ માથા પર હાથ મૂક્યો. તેનું કપાળ ગરમ હતું. લાગ્યું તાવ હશે. કપાળ પર મમ્મી નો હાથ પડતાં તરત વિશાખા જાગી ગઈ. એટલે રમીલાબેન કહ્યું બેટા તારી તબિયત સારી નથી લાગી રહી. લાગે છે તાવ આવ્યો હોય. તું આરામ કર હું આપણા ફેમિલી ડોક્ટર ને અહી બોલવું છું.

વિશાખા ઉભી થઇ મમ્મી મારી તબિયત સારી જ છે. કોઈ ડોક્ટર ને બોલવાની જરૂર નથી. મારી પાસે દવા પડી છે તે લઈ લઈશ એટલે સારું થઈ જશે. પણ મમ્મી અંકિત કોલેજ ગયો કે નહિ.?

હા અંકિત ને જીમ જવાનું હોય છે એટલે તે તો નીકળી ગયો. તારા પપ્પા પણ જો ઉઠી ગયા છે તેને પણ આજે વહેલા બોસ ની ઘરે જવાનું હસે તેવું કહી રહ્યા હતા. સારું બેટા તું આરામ કર હું કિચનમાં કામ કરું.

અંકિત જીમમાંથી કોલેજ જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક છોકરી ને ત્રણ છોકરા છેડતી કરી રહ્યા હતા. આ જોઈ અંકિત તેની પાસે જઈ તેને સમજાવવા લાગ્યો પણ તેઓ એ અંકિત ની વાત સાંભળી નહિ ને અંકિત ને અપશબ્દો કહેવા લાગ્યા. અંકિતે ફરી રિકવેસ્ટ કરી પણ તેઓ માનવા તૈયાર થયા નહિ. તે સમયે ત્યાં સવારના સમય માં કોઈ ખાસ અવર જવર પણ હતી નહિ. ને તે છોકરી ખુબ ડરી રહી હતી.

અંકિત હવે છોકરીની હાલત જોઈ તેને છોડાવવાની કોશિશ કરી પણ તેઓ તે છોકરી ને છોડી રહ્યા ન હતા ને હવે તો તેઓ બળજબરી કરવા લાગ્યા હતા. અંકિત સમજી ગયો લાતો કે ભૂત બાતો છે નહિ માનતે"

તેમાંથી એક વ્યકિતએ તે છોકરીનો હાથ પકડી દૂર જઈ રહ્યો હતો. અંકિત આગળ આવી તે ગુંડા પાસે થી તે છોકરી નો હાથ છોડાવ્યો ને તે છોકરી ને એક બાજુ બેસાડી. ત્યાં તો તે ત્રણેય ગુંડાઓ અંકિત પર તૂટી પડ્યા. અંકિત તેની બોડી તાકાત બતાવવા ની શરૂઆત કરી. એક પછી એક ને મુક્કા મારી નીચે પછાડતો ગયો. તે ત્રણેય ગુંડાઓ ની ખુબ પીટાઈ કરી. ખુબ માર ખાયેલા ત્રણેય ગુંડાઓ વધુ માર સહન કરી શક્યા નહિ ને ત્યાં થી ભાગી ચૂંટ્યા.

તે સમયે સ્કુટી પરથી પસાર થયેલી સ્વાતિ એ આ બધું જોયું. તે થોડીવાર તો તે માની રહી ન હતી કે જેને હું ધિકકારી રહી હતી તે તો એક મસીહા છે. તે ત્યાં ઉભી રહી જોઈ રહી. આ બાજુ અંકિત તે છોકરી ને ઉભી કરી ને કપડાં સાફ કર્યા ને કહ્યું કઈ વાગ્યું તો નથી. એક સૂકુન ના શ્વાસ થી તે બોલી ભાઈ હું એકદમ સ્વસ્થ છું મને કઈ નથી થયું.

ત્યારે અંકિતે કહ્યું તે ગુંડાઓ સામે પોલીસ કેસ કરવો છે. આ અંભળી તે છોકરી ડરી ગઈ. ના ના હો.....
હું રહી થોડી ગરીબ અને ઉપર થી એક છોકરી. મારી તો બદનામી થશે ને મારા પપ્પા આ સહન પણ કરી શકશે નહિ તે કરતા બહેતર છે. કઈ થયું નથી તે ભૂલી જાવ.

અંકિતે ફરી કહ્યું કદાચ ફરી વાર તારી પર આવું કરશે તો...?

આજે કેમ એક ભાઈ બેનની રક્ષા કરવા પહોંચી ગયો તેમ કોઈ બીજો ભાઈ પણ આવી જાશે.
હવે હું કોલેજ જાવ જો બધા જોઈ જાશે તો અલગ અલગ વિચારો કરવા લાગશે. ને કોલેજ જવાનું મોડું પણ થઈ રહ્યું છે.

તે છોકરી તેની સાઈકલ લઈ નીકળી ગઈ. પાછળ અંકિત પણ કોલેજ તરફ રવાના થયો. ને સ્વાતિ પણ થોડી દૂર રહી અંકિતની પાછળ ચાલી.

કોલેજમાં પહોંચતા અંકિતને મોડું થઈ ગયું હતું. તેના કપડા પણ થોડા ખરાબ થયા હતા. તે ક્લાસમાં પ્રવેશ કર્યો ત્યાં પ્રોફેસરે તેને રોક્યો ને સવાલ કર્યો "કેમ અંકિત આજે મોડું થયું".?

અંકિત પ્રોફેસરને પ્રણામ કરી કહ્યું સર એક કામ થી મારે મોડું થયું છે પણ હવે આવું નહિ થાય. ત્યાં પાછળ થી સ્વાતિ આવીને અંકિતની વાત માં વાત પરોવી કહ્યું હા સર તે સાચું કહી રહ્યો છે. તે એક કામમાં ફસાયો હતો. એટલે તેને મોડું થયું.

પ્રોફેસરે અંકિતને જવા દીધો પણ સ્વાતિને રોકીને કહ્યું તેને તો કોઈ કામ હતું પણ તારે શું કામ હતું. ત્યારે બસ સ્વાતિ એટલું બોલી સર છોકરા કરતા છોકરીને કામ વધુ હોય છે. આ જવાબ સાંભળી ને પ્રોફેસરે તેને પણ બેસી જવાનું કહ્યું.

લેક્ચર શરૂ થયું અંકિત નું ધ્યાન બોર્ડ અને પ્રોફેસર પર હતું પણ સ્વાતિ વારેવારે અંકિત તરફ નજર કરી રહી હતી. સ્વાતિ નું આ રીતે સતત અંકિત તરફ એકીટસે જોવું તે અંકિત ને ખબર હતી નહિ. અંકિત સ્વાતિ તરફ નજર પણ કરવા માંગતો ન હતો પણ અંકિતને થોડી નવાઈ લાગી કે તેણે પ્રોફેસર સામે મારી હા માં કેમ હા મિલાવી. જોકે તે મને તો નફરત કરી રહી છે. હસે જે હોય તે મનમાં કહી ને ફરી ધ્યાન પ્રોફેસર લઈ રહેલા લેક્ચર પર કર્યું.

સ્વાતિ ના મનમાં વિચારો આવવા લાગ્યા. તેનું મન અત્યારે અંકિત પર સ્થિર થઈ ગયું. વિચારોમાં ખોવાઈ ગઈ હતી. હું જેને કેવો માની રહી હતી તે અંકિત તો બહુ સારો છોકરો છે. ભૂલ નો પસ્તાવો કરી રહી હતી. તે ભૂલ માટે અંકિતની માફી માંગવાનો વિચાર બનાવી લીધો. હવે સ્વાતિ લેક્ચર પૂરું થવાની રાહ જોઈ રહી હતી.

લેક્ચર પૂરું થયું એટલે બધાની પહેલા સ્વાતિ બહાર નીકળીને અંકિતની રાહ જોવા લાગી. અંકિત ક્લાસમાંથી બહાર આવ્યો એટલે તેને રોક્યો ને કહ્યું
"અંકિત બાજુમાં આવીશ મારે વાત કરવી છે."

અંકિતે સ્વાતિ પર નજર કરી. જોતા જ સમજી ગયો કે તે કઈક કહેવા માંગે છે. એટલે પહેલા અંકિત સ્વાતિ સામે માફી માંગે છે.
"મારી કોઈ ભૂલ થઈ હોય તો સ્વાતિ મને માફ કરજે."

માફી શબ્દ સાંભળતા જ સ્વાતિએ તેના પર સ્માઇલ કરી.
ના ના અંકિત તારી કોઈ ભૂલ થઈ નથી.
"માફી તો હું તારી પાસે માંગવા આવી છું."
આ સાંભળી અંકિત થોડો નવાઈ પામ્યો. જે મને જોતા જ મો બગાડનારી આજે મારી પર મહેરબાન અને માફી કેમ માંગી રહી છે.

અંકિતે જાણવાની કોશિશ સાથે સ્વાતિ ને પૂછ્યું તમે કેમ મારી પાસે માફી માંગો છો. તમારી તો કોઈ ભૂલ નથી.

બસ અંકિત તારો આ સ્વભાવે મારો ઘમંડ ને ચકનાચૂર કરી નાખ્યો છે. હું તારી આગળ બહુ શર્મિંદા છું. મારી ભૂલનો મને પસ્તાવો થઈ રહ્યો છે.

પણ તમારાથી કોઈ ભૂલ થઈ હોય તેવું તો મને લાગ્યું નહિ. હા પણ તમે વિચારી રહ્યા છો કે મારા કારણે તું સાઈકલ પરથી પડી ગયો. પણ તે સમયે ભૂલ મારી હતી મારે તમારી આવતી કાર જોઇને એકબાજુ થઈ જવું જોઈતું. અંકિતની આ વાત તેનો સારો સ્વભાવ બતાવી રહ્યો હતો.

સ્વાતિ સમજી ગઈ કે અંકિત મને કોઈ પણ રીતે માફી માંગવા નહિ દે. એટલે થોડી તેની નજીક આવી અને હાથ જોડી કહ્યું "અંકિત સોરી" હવે હું ક્યારેય તારા પ્રત્યે ખરાબ વર્તન નહિ કરુ.

અંકિતે એક સ્માઇલ કરી કહ્યું ઓકે ઓકે સ્વાતિ. બસ અહી માફી ન માંગ લોકો મારા પ્રત્યે શું વિચાર છે.!!!
વિશાખા ગેટ પાસે મારી રાહ જોઈ રહી છે. બાય સ્વાતિ. એમ કહી અંકિત ત્યાંથી નીકળી ગયો. અસલ માં તેને ખબર પણ હતી નહિ વિશાખા કોલેજ આવી છે કે નહિ.
સ્વાતિ એ સ્માઇલ કરી બાય કહ્યું.

અંકિત ગેટ તરફ જઈ રહ્યો હતો ને સ્વાતિની નજર બસ તેની તરફ અટકી રહી. પછી તે પણ ત્યાંથી નીકળી ગેટની બહાર અંકિત ક્યારે નીકળે છે તેની રાહ જોવા લાગી. ઘણો સમય થયો એટલે સ્વાતિ એ બહુ રાહ જોઈ નહિ ને તે અંકિત પહેલા ઘરે જવા નીકળી ગઈ.

અંકિત ગેટ પાસે પહોંચ્યો ને વિશાખા ની રાહ જોવા લાગ્યો. બધા નીકળી ગયા પણ વિશાખા દેખાઈ નહિ એટલે મનમાં વિચાર આવ્યો કે કદાચ તે વહેલી નીકળી ગઈ હશે. અંકિત પણ તેની સાઈકલ લઈ ઘર તરફ નીકળ્યો.

અંકિત ઘરે પહોંચ્યો જોયું તો વિશાખા બેડ પર સૂતી હતી. થોડીક ગભરાટ થઈ ને તેની પાસે જઈ પૂછ્યું
શું થયું વિશાખા.?
તું ઠીક તો છે ને ?

વિશાખા કઈ બોલી નહિ એટલે અંકિતે તેના કપાળ પર હાથ મૂક્યો. હાઈ તાવ હતો. તરત તેણે ફ્રેન્ડને ફોન કરી ગાડી લઈ આવવા કહ્યું. દસ મિનિટમાં તે ગાડી લઈ પહોંચી ગયો. બંનેએ વિશાખા ને ઉંચકી ગાડીમાં બેસાડીને સાથે અંકિતે તેના મમ્મી ને લીધા. ગાડી સીધી હોસ્પિટલ ગઈ.

હોસ્પિટલમાં જઈ વિશાખાની ડોકટરે તાત્કાલિક સારવાર શરૂ કરી. અંકિતે તેમના પપ્પા ઘનશ્યામભાઈને ફોન કરી અહી હોસ્પિટલ આવવા કહ્યું. ઘનશ્યામભાઈ તેમના બોસ સાથે વ્યસ્ત હતા ને સાંજ સુધી તે આવી શકે તેમ હતા નહિ. ત્યાં વિશાખાનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં વાયરસ ફીવર આવ્યો એટલે ડોકટરે કહ્યું વિશાખાને દાખલ કરવી પડશે. બધી જવાબદારી અંકિત પર આવી ગઈ હતી એટલે ડોક્ટર ને કહ્યું ભલે સાહેબ અમે દાખલ થવા તૈયાર છીએ બસ મારી બહેન વિશાખાને જલ્દી સાજી કરી દો.

ડોક્ટર નું સારા આશ્વાસનથી અંકિતે થોડી રાહત નો શ્વાસ લીધો. વિશાખાને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવી. તેની પલંગની એક બાજુ અંકિત હતો ને બીજી બાજુ તેમના મમ્મી. અંકિત કરતા રમીલાબેનના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા હતા.

સાંજ પડી એટલે ઘનશ્યામભાઈ હોસ્પિટલ પહોંચ્યા. ને પહેલા વિશાખાની તબિયત પૂછી. વિશાખાની તબિયત પહેલા કરતા સારી હતી. તે તેના પપ્પાને જોઈ ઉભી થઇ ને પોતાની તબિયત વિષે કહ્યું. વિશાખા ને બોલતી જોઈ બધા ના ચહેરા પર થોડી રોનક આવી.

બધા વાતો કરી રહ્યા હતા ત્યાં ડોક્ટર ચેકઅપ કરવા આવ્યા ને વિશાખાનું ચેકઅપ કર્યું. ડોકટરે કહ્યું તબિયત સુધારા પર છે પણ કાલ સુધી અહી રહેવું પડશે. એમ કહી ડોક્ટર બીજા પેશન્ટ પાસે બીજા રૂમમાં ગયા. ડોક્ટરની વાત સાંભળી વિશાખા ના ચહેરા પર ખુશી છવાઈ.

સવારે સ્વાતિ વહેલી કોલેજ આવી ગઈ હતી ને ગેટ પાસે કોઈની રાહ જોવા લાગી. બધા સ્ટુડન્ટ એક પછી એક આવવા લાગ્યા હતા. પણ જેની સ્વાતિ રાહ જોઈ રહી હતી તે હજુ સુધી આવ્યો ન હતો. ક્લાસ નો સમય થયો એટલે સ્વાતિ ક્લાસમાં જતી રહી. ક્લાસ શરૂ થયો તો પણ જેની સ્વાતિ રાહ જોઈ રહી તે ક્લાસમાં આવ્યો ન હતો. આમ તેમ નજર કરતી સ્વાતિ ને બાજુમાં બેઠેલી તેની ફ્રેંડે કહ્યું "કેમ સ્વાતિ કોઈની રાહ જોઈ રહી છો.?"

ત્યારે સ્વાતિ તેની સામે નજર કરી કહ્યું હા.
કોણ તે કહીશ મને સ્વાતિ.? પણ લગભગ તો બધા સ્ટુડન્ટ તો આવી ચૂક્યા છે. તેણે પણ બધી બાજુ નજર કરી નોટિસ કર્યું કે કોણ નથી આવ્યું. તે ફ્રેન્ડ જોઇને સમજી ગઈ કે ફિટનેસ મેન અંકિત નથી આવ્યો.

સ્વાતિ તું અંકિતની રાહ જોઈ રહી છે ને.? એમ બાજુના બેઠેલી ફ્રેન્ડ બોલી હા તો. સ્વાતિએ મોં હલાવી કહ્યું.
કેમ વિશાખા તારે શું કામ પડ્યું કે અંકિત ની આટલી બધી રાહ જોઈ રહી છે.
બસ એમ જ કહી સ્વાતિએ ક્લાસ તરફ ધ્યાન આપ્યું.

ક્લાસ પૂરો થયો ને સ્વાતિ બહાર નીકળી ને ગેટ પર ફરી અંકિતની રાહ જોવા લાગી. તેને એમ હતું કદાચ બીજા કલાસમાં હોય અથવા ફિટનેસ ક્લાસ શરૂ થયો હોય તો અહીથી તો નીકળશે ને. પણ ઘણી રાહ જોઈ પણ અંકિત ન દેખાતા તે પણ ઘરે જવા નીકળી.

વિશાખા ની તબિયત સુધારા પર હતી. ડોક્ટર ફરી તેનું ચેક અપ કરવા આવ્યા ને બધું બરાબર લાગતા વિશાખાને હોસ્પિટલ માંથી રજા આપી દે છે. ને બે દિવસ ઘરે આરામ કરવાનું કહ્યું. વિશાખા ચાલી ને ઘરે પહોંચે છે.

સ્વાતિ પોતાના રૂમમાં હતી જ્યારે વિક્રમ તેમના ફ્રેન્ડ સાથે બહાર હતો. અને તેમની મમ્મી અમિતાબેન કોઈ પાર્ટીની તૈયાર કરી રહી હતી. ને સ્વાતિ ના પપ્પા પોતાની કંપનીમાં હતા. સાંજનો સમય થવા આવ્યો હતો. અમિતાબેન તરફ થી પાર્ટી ની બધી તૈયારી થઈ ચૂકી હતી. બસ ફ્રેન્ડની રાહ જોઈ રહી હતી. ધીમે ધીમે એક પછી એક અમિતાબેનની ફ્રેન્ડ આવવા લાગી. બધી ફ્રેન્ડ આવી જતા પાર્ટી શરૂ થઈ.

હોલમાં મ્યુઝિક શરૂ થયું ને પાર્ટી માં આવેલા બધા મ્યુઝિક પર ડાન્સ કરવા લાગ્યા. મ્યુઝિક એટલું ફાસ્ટ વાગી રહ્યું હતું કે સ્વાતિ ને થોડી પરેશાની થઈ રહી હતી. પણ મમ્મીની પાર્ટી હોવાથી તે કઈ કહી શકે તેમ હતી નહિ. એટલે તે તેના પપ્પા રાજુભાઈ ની રાહ જોવા લાગી. કારણ કે રાજુભાઈ આવી પાર્ટીને બહુ મહત્વ આપી રહ્યા ન હતા આવી પાર્ટી તેમને બિલકુલ ગમતી નથી. રાજુભાઈ ને આવવાની હજુ થોડી વાર હતી. મ્યુઝિક ના ત્રાસ થી બચવા સ્વાતિ એ તેને ગમતું મ્યુઝિક સાંભળવા લાગી.

થોડો સમય થયો એટલે વિક્રમ ઘરે પહોંચ્યો. જોયું તો મમ્મીની પાર્ટી શરૂ હતી. અમિતાબેન વિક્રમને જોઈ તેને પણ પાર્ટીમાં જોઈન થવા કહ્યું. વિક્રમ પણ પાર્ટીમાં જોઈન થઈ ડાન્સ કરવા લાગ્યો. વિક્રમ સિવાઈ બધી મહિલા જ હતી તે મહિલાઓ વિક્રમ ની મમ્મી ની ઉંમર ની જ હતી. છતાં પણ ઉંમરની કોઈ પરવા કર્યા વગર બધા સાથે ડાન્સ કરતો રહ્યો.

સ્વાતિ તેમના રૂમનો દરવાજો ખોલી ને હોલમાં તે જોવા બહાર આવી કે પાર્ટી પૂરી થઈ કે હજુ ચાલુ છે. પણ પાર્ટી તો ચાલુ જ હતી. તેને બધા તરફ નજર કરી તો બધાની સાથે વિક્રમ પણ ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતા કરતા વિક્રમ ની નજર સ્વાતિ પર પડી એટલે વિક્રમે સ્વાતિ ને ઈશારો કર્યો કે તું પણ અમારી સાથે જોઈન થઈ જા પણ સ્વાતિ ના નો ઈશારો કરી રહી હતી. વિક્રમ સ્વાતિ પાસે આવ્યો.

સ્વાતિ આવ ને સાથે ડાન્સ કરીએ.? હાથ પકડી વિક્રમે કહ્યું
ના ના ભાઈ આ પાર્ટી તો મમ્મી ની છે. આપણી પાર્ટી હોય તો કઈક અલગ વાત હોત. આમ પણ મમ્મી ની પાર્ટી બોરિંગ હોય છે. જૂના ગીતો જૂના સમયના ડાન્સ. મને તો વેસ્ટર્ન પાર્ટી પસંદ છે. તું જા વિક્રમ મારે આવી પાર્ટી જોઈન નથી કરવી.

જેવી તારી મરજી કહી વિક્રમ ફરી પાર્ટીમાં જોઈન થઈ ગયો.

સ્વાતિ એ તેમનો રૂમનો દરવાજો બંધ કરી ફરી મ્યુઝિક સાંભળવા લાગી. પણ બહાર પાર્ટીનો અવાજ થી તેને મ્યુઝિક પણ બોરિંગ લાગી રહ્યું હતું. દર વખત ની જેમ તેને પપ્પા ને ફોન કરવાનું ઉચિત સમજ્યું. પપ્પા ને ફોન કરી ઘરે વહેલા આવવાનું કહ્યું. રાજુભાઈ દીકરી સ્વાતિની વાત સમજી ગયા. તેને ખબર પડી ગઈ કે મારી પત્ની આજે ઘરે પાર્ટી કરી રહી છે. જો હું જલ્દી નહિ જાવ તો પાર્ટી પૂરી નહિ થાય ને સ્વાતિ બોરિંગ થતી રહેશે. પોતાની ઓફિસ બંધ કરી રાજુભાઈ કાર લઇ ઘરે જવા નીકળ્યા.

થોડી વાર થઈ ત્યાં રાજુભાઈ ઘરે પહોંચ્યા. રાજુભાઈ ને જોઈ ને તેમની પત્ની અમિતાબેન ડાન્સ કરતા કરતા ઊભા રહી ગયા. રાજુભાઈ કઈ બોલે તે પહેલાં તેને મ્યુઝિક બંધ કર્યું. મ્યુઝિક બંધ થતાં ત્યાં ઉભેલી તેમની બધી ફ્રેન્ડ સમજી ગઈ ને એક પછી એક બાય બાય કહીને નીકળવા લાગી.

અમિતાબેન અને વિક્રમ સાથે ઉભા હતા. મ્યુઝિક બંધ થતાં સ્વાતિ તેના રૂમમાંથી બહાર આવી. પપ્પા ને જોઈ ખુશ થઈ ને પાસે જઈ પપ્પા ને હગ કર્યું. થોડા ગરમ થયેલા રાજુભાઈનો મગજ સ્વાતિ ના હગ થી ઠંડો પડી ગયો. પણ તેમની પત્ની ને લાસ્ટ વોર્નિંગ આપી કે આજ પછી આ ઘરે તારી કોઈ પાર્ટી થવી ન જોઈએ. જો પાર્ટી કરવી હોય તો બહાર.

વિક્રમ વચ્ચે પડ્યો પણ પપ્પા કેમ ? તમે પાર્ટી કરો છો, સ્વાતિ કરે છે, હું કરું છું તો મમ્મી કેમ પાર્ટી ન કરે ?

બેટા પાર્ટી નું કોઈ કારણ હોય કોઈ રૂપ હોય આમ મન ફાવે ત્યારે પાર્ટી કરવી યોગ્ય નથી. ખાસ ત્યારે કે આપણા ઘરના સભ્ય ને કોઈ તકલીફ થઈ રહી હોય ત્યારે. હું પાર્ટી માટે ક્યારેય ના કહી નથી. પણ થોડું સમજવું જોઈએ.

અમિતાબેનને રાજુભાઈની વાત ઝેર જેવી લાગી રહી હતી તે વધારે તેમના પતિ નું ભાષણ સાંભળવા માંગતી ન હતી એટલે તે તેમના રૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો.

સ્વાતિ એ પપ્પાને સોફા પર બેસાડ્યા ને તેમના માટે ઠંડુ પાણી લાવી. ને સ્વાતિ તેમના પપ્પા સાથે વાતો કરવા લાગી. બંને આજ ની બનેલી ઘટનાઓ વિશે વાતો કરવા લાગ્યા.

વિશાખા એકદમ સ્વસ્થ થઈ જતાં બીજે દિવસે સવારે કોલેજ જવા નીકળી. કોલેજ પહોંચીને ક્લાસમાં પહોચી. ક્લાસ હજુ શરૂ થયો ન હતો. તે તેની સીટ પર બેસીને બેગ માંથી બુક કાઢીને વાંચવા લાગી. ત્યાં બાજુમાં વિક્રમ આવીને બેસી ગયો. વિક્રમને જોઈ થોડું વિશાખા અપસેટ થઈ પણ તેની સામે જોયું નહિ. વિક્રમ તો વાંચતી વિશાખાને નિહાળતો રહ્યો.

પ્રોફેસર આવતા ક્લાસ શરૂ થયો. વિશાખા એ પ્રોફેસર આપી રહેલ લેક્ચર પર ધ્યાન આપ્યું. પણ બાજુમાં બેઠેલો વિક્રમ વિશાખા નું ધ્યાન ભંગ કરાવી રહ્યો હતો. તો પણ તે લેક્ચર પર વિશાખા ધ્યાન આપી રહી હતી. વિચાર આવ્યો આ સમયે વિક્રમ ને પ્રેમ થી કહી દઉ કે થોડે દૂર બેસ વિક્રમ. પણ ક્લાસ શરૂ હતો એટલે વિશાખા ને ઉચિત લાગ્યું નહિ ને તે લેક્ચર પૂરું થવાની રાહ જોવા લાગી.

લેક્ચર પૂરું થયું પ્રોફેસર ક્લાસ બહાર નીકળતાની સાથે જ વિશાખા એ વિક્રમ ને કહી દીધી વિક્રમ તું તારી સીટ પર બેસી જાય તો સારું. વિક્રમ ને થોડું દુઃખ લાગ્યું પણ ક્લાસના બધા સ્ટુડન્ટ વિક્રમ તરફ જોઈ રહ્યા હતા. એટલે વિક્રમ વિશાખાનું માન રાખી તેની સીટ પર જઈ બેસી ગયો.

વિક્રમ ક્લાસ પૂરો થવાની રાહ જોઈ રહ્યો તે વિશાખાને કઈક કહેવા માંગતો હતો. ક્લાસ પૂરો થયો એટલે વિશાખા ઝડપથી ગેટ પાસે પહોંચી. અંકિત ગેટ પાસે વિશાખાની રાહ જોઈ રહ્યો હતો. વિશાખા આવી એટલે બંને સાથે ચાલવા લાગ્યા. પાછળ આવેલ વિક્રમ આ બંનેને જોઈ પાછો વળી ગયો. વિક્રમ એમ સમજ્યો કે વિશાખાનો કોઈ બોય ફ્રેન્ડ હશે. મનમાં હજુ એક દોસ્તી ના અંકુર ફૂટ્યા જ હતા ત્યાં આ દ્રશ્ય જોઈ તે દોસ્તીના અંકુર કરમાઈ ગયું. નિરાશ થઈ વિક્રમ પોતાનું બુલેટ લઈ નીકળી ગયો.

જેટલો પ્રેમ વિશાખા અને અંકિત વચ્ચે ભાઈ બહેનનો છે તેટલો વિક્રમ અને સ્વાતિ વચ્ચે ન હતો. તેનું કારણ છે સ્વતંત્રતા અને પરિવાર. પરિવાર નો પ્રેમ જ સંબંધ મજબૂત કરે છે. જ્યારે વધુ પડતી સ્વતંત્રતા સંબંધમાં થોડી ખટાશ પેદા કરે છે. આવું જ વિક્રમ અને સ્વાતિ વચ્ચે છે. ભલે બંને ભાઈ બહેન રહ્યા પણ પોત પોતાની લાઈફ જીવવામાં સંબંધને મહત્વ આપતા ન હતા. બીજું કારણ હતું માં અને બાપ. માં બાપ વચ્ચે જ પ્રેમ ન હોય તો તેમના દીકરા દીકરી વચ્ચે કેમ પ્રેમ રહેવાનો. હા તે પરિવાર માં રાજુભાઈ નો સારો સવભાવ અને સારી વિચારધારા વાળા હતા બાકી બધા તો મોજ શોખ અને સ્વાર્થથી જીવવા વાળા. હા સ્વાતિ થોડી પ્રેમભાવ વાળી છે. પણ પૈસાના પાવરથી તે તેનો પ્રેમભાવ વ્યક્ત કરી શકતી ન હતી.

વિક્રમના મનમાં શંકા હતી કે વિશાખાનો કોઈ બોયફ્રેન્ડ હોય શકે તે ખાતરી કરવા વિક્રમ કોલેજ ના ગેટ પાસે વિશાખાની રાહ જોવા લાગ્યો. સવારમાં તો વિશાખા એકલી જ આવતી હોય છે. અંકિત તો વહેલો જીમમાં જતો અને ત્યાંથી તે કોલેજ આવતો. વિશાખા સાઈકલ લઈ આવતી જોઈ વિક્રમ તેમની સામે આવી ને ઉભો રહ્યો.

સામે આવતા વિશાખા ઉભી રહી ગઈ.
આમ રસ્તો રોકાવાનું કારણ જાણી શકું.? વિક્રમ સામે નજર કરીને વિશાખા બોલી. વિશાખા નો આવો સવાલ સાંભળી ને તો તે આગળ કઈ બોલી શકતો નહિ ને વિશાખા માટે રસ્તો કરી દીધો. પણ ફરી આગળ ઉભો રહી ગયો ને વિક્રમે વિશાખા સામે પ્રસ્તાવ મૂક્યો. "તું મારી ફ્રેન્ડ બનીશ"?

વિશાખા તેની સામે જોઈ થોડી હસી ને કહ્યું જરા વિક્રમ અરીસામાં મો જોઈ લેજે પછી આવીને મારી સાથે ફરેન્ડશીપ નો પ્રસ્તાવ મૂકજે. આ સાંભળીને વિક્રમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. તેણે વિશાખાને એક થપ્પડ મારી અને વોર્નિંગ આપી હું તને મારી ગર્લફ્રેન્ડ બનાવીને જ રહીશ તે માટે હું કોઈ પણ હદ પર જઈ શકીશ. વિશાખાએ પણ કહી દીધું વિક્રમ હું તારાથી ડરતી નથી તારાથી થાઈ તે કરી લેજે. આ સાંભળીને વિક્રમે ફરી વિશાખાને થપ્પડ મારવા જઈ રહ્યો હતો. ત્યાં અંકિત ની એન્ટ્રી થઈ ને વિક્રમ ની હાથ પકડી એક બાજુ લીધો. ને એકજ થપ્પડ મારી કે વિક્રમ નીચે પડી ગયો.

અંકિત વિશાખા ને પૂછ્યું તું ઠીક તો છે ને ? આ કોણ છે ને તને કેમ હેરાન કરી રહ્યો છે.?

અંકિતનો સાથ મળતા હિમ્મત થી વિશાખા બોલી. અંકિત આ મારા ક્લાસ નો વિક્રમ છે. મે ફ્રેન્ડશીપ માટે ના કહી તો તે મારી સાથે બળજબરી કરવા લાગ્યો.
અંકિતે વિક્રમને વોર્નિંગ આપી કે આજ પછી વિશાખા ને પરેશાન કરવાની કોશિશ કરી છે તો આનું પરિણામ સારું નહિ આવે.

અંકિત વિશાખાનો હાથ પકડી કોલેજ તરફ આગળ વધ્યા. પાછળ વિક્રમ તેનું બુલેટ લઈ કોલેજ આવવાને બદલે કઈક બીજે ગયો. તે ગયો તેના આવારા અને ગુંડા ફ્રેન્ડ પાસે ને ત્યાં બધી વાત કરી. વિક્રમ બદલો લેવા માંગતો હતો ને અંકિત નું પાણી ઉતારવા માંગતો હતો. વિક્રમ ધારેત તો પોલીસને બોલાવી અંકિત ની પીટાઈ કરવી શકે તેમ હતો પણ તેણે તેમના ફ્રેન્ડ ને પીટાઈ નું કામ શોપ્યું.

વિક્રમ અને તેમના ચાર પાંચ ફ્રેન્ડ હાથમાં હથિયાર લઈ રસ્તા પર ઊભા રહી અંકિત ની રાહ જોવા લાગ્યા. કોલેજ પૂરી થવાનો સમય પણ થઈ ગયો હતો. અને તે રસ્તે અવર જવર પણ બહુ હતી નહિ. સામે થી અંકિત અને વિશાખા ને આવતા જોઇને વિક્રમે તેમના ફ્રેન્ડ ને આંગળી સિંધીને ને કહ્યું કે પેલો આવી રહેલો અંકિત છે. બધા ફ્રેન્ડ સજાગ થઇ ગયા.

રસ્તા વચ્ચે વિક્રમ અને તેમના ફ્રેન્ડ ને જોઇને અંકિત સમજી ગયો કે ઝગડો નહિ પણ કદાચ યુધ્ધ પણ થશે. એટલે વિશાખા ને કહ્યું તું બીજા રસ્તે થી જતી રહે હું આ લોકોને પાઠ ભણાવીને આવું. વિશાખા ને તેના ભાઈ પર વિશ્વાસ હતો કે તે દસ લોકો પર ભારી પડી શકે છે. એટલે તું તારું ધ્યાન રાખજે ને જલ્દી ઘરે આવી જજે એમ કહી વિશાખા બીજા રસ્તે ઘર તરફ ચાલી. ચાલતી ચાલતી તે એક બે વાર અંકિત તરફ પાછળ વળીને નજર પણ કરી.

અંકિત આગળ વધ્યો. આગળ આવતા વિક્રમ અને તેના ફ્રેન્ડ લડવા માટે તૈયાર થઈ ગયા. અંકિત પાસે કોઈ હથિયાર પણ હતું નહિ તેની પાસે રહેલી તેની હિમ્મત હથિયાર બરાબર હતી. પાસે આવતા જ એક યુવાને અંકિત પર લાકડી વડે હુમલો કર્યો. લાકડી અંકિત ને લાગે તે પહેલાં તે લાકડી પકડી અંકિતે તેને એક મુક્કો મારી દૂર ફેકી દીધી. તેનો એક યુવાન નીચે પડતા બીજા ત્રણ યુવાનો એક સાથે લાકડી લઈ અંકિત પર તૂટી પડ્યા. આ ત્રણ ને પહોંચવા માટે અંકિત ને લાકડી ની જરૂર હતી. પેલા યુવાન ના હાથ માંથી લાકડી પડી હતી તે દૂર હતી. અંકિત દોડીને તે લાકડી હાથમાં લીધી ને ત્રણેય સાથે ફાઇટ કરવા લાગ્યો.

ધીરે ધીરે એક પછી એક ને અંકિત પરાસ્ત કરવા લાગ્યો. હા એક બે વાર તેને લાકડી વાગી હતી હતી. પણ ફિટનેસ બોડી ને કારણે તે લાકડી નો ઘા તેની પર બહુ અસર થઈ ન હતી. પણ જ્યારે અંકિત નો લાકડી વડે ઘા પડી રહ્યો હતો તે સામે વાળા યુવાનો સહન કરી શકતા ન હતા. આખરે ચારેય યુવાનો ઘાયલ થઈ ગયા હતા અને પોતાની જાન બચાવવા ત્યાં થી ભાગી ચૂંટ્યા. પણ વિક્રમ ત્યાં જ ઉભો રહ્યો.

અંકિત વિક્રમ પાસે આવ્યો કહ્યું. વિક્રમ આવી રીતે ઝગડો આગળ વધારવાની કોઈને ફાયદો નથી. નુકશાન જ છે. એટલે બહેતર છે તું માની જા. વિશાખા મારી બહેન છે. ને મારી બહેન માટે હું જાન પણ દઈ શકુ છું. એટલે આજે હું જવા દવ છું ફરી વાર આવો કોઈ પ્રયાસ કર્યો તો હાલત બુરી થશે તારી જાણી લેજે. વિક્રમ બહુ ક્રોધિત હતો પણ આ સમયે અંકિત વાત સાંભળ્યા છૂટકો હતો નહિ. અંકિત જતા જતા ફરી વાર કહેતો ગયો. વિશાખા પર આંખ પણ મિલાવી છે તો આંખ ફોડી નાખીશ.

ત્યાં થી પસાર થયેલા બધા લોકોએ આ ઘટના જોઈ હતી. એટલે વિક્રમ ની ઈજ્જત તો જતી રહી હતી એટલે ચૂપચાપ તેનું બુલેટ લઈ ફાર્મ હાઉસ જતો રહ્યો. તેના મન માં લાગ્યું કે કા તે હજુ બદલો લેશે કા તો તે થોડા દિવસ ફાર્મ હાઉસ રહેશે. અને આ બનેલી ઘટના ને તેના ઘરે જાણ કરવા માંગતો ન હતો. મોટું કારણ આજ હતું એટલે ફાર્મ હાઉસ જતો રહ્યો.

સ્વાતિને અંકિતના જ વિચાર આવી રહ્યા હતા. સ્વાતિ અંકિત સાથે દોસ્તી કરવા માંગતી હતી. બે દિવસથી સ્વાતિ બહાર હતી આજે તે કોલેજ જઈ રહી હતી એક વિશ્વાસ સાથે કે હું અંકિત સામે દોસ્તી નો પ્રસ્તાવ રાખુંને તે મારો પ્રસ્તાવ મંજુર કરી મારી સાથે દોસ્તી કરે. તે કોલેજ પહોંચીને તેની સ્કુટી પાર્ક કરી. પાર્ક કરતી વખતે તેણે અંકિતની સાથે વિશાખાને જુએ છે. સ્વાતિને ખબર નથી કે વિશાખા અંકિતની બહેન છે. તે કઈક બીજું સમજીને તે સમયે અંકિતને મળવું યોગ્ય લાગ્યું નહિ ને તે પણ ક્લાસ તરફ ચાલવા લાગી.

અંકિત તેના ક્લાસમાં પહોંચ્યો પાછળથી સ્વાતિ પણ ક્લાસમાં પહોચી. સ્વાતિ અંકિત વિશે ઘણું જાણવા માંગતી હતી પણ અંકિત કોલેજ જોઈન થયો એને હજુ થડા દિવસ જ થયા હતા. ક્લાસમાં સ્વાતિ એ અંકિત વિશે જાણવાની કોશિશ કરી પણ તેને કોઈ ખાસ જાણકારી મળી નહિ. એટલે તેની પાછળ જઈ જાણકારી મેળવવી યોગ્ય લાગી.

ક્લાસ શરૂ થયો સ્વાતિ નું ધ્યાન અભ્યાસ પર નહિ પણ અંકિત પર વધુ હતું. અંકિતને એકીટસે નિહાળવું આજુ બાજુના બેઠેલા સ્વાતિના ફ્રેન્ડ સમજી ગયા કે સ્વાતિ અંકિત પર મરવા લાગી છે. જો કે અંકિત પર બધી છોકરી ફિદા હતી જ પણ અંકિત કોઈની સામે ક્યારેય નજર કરતો ન હતો એટલે બધી છોકરીઓ નિરાશ થઈ અંકિતને ભૂલી જવાનું યોગ્ય માન્યું.

પણ સ્વાતિને એક વિશ્વાસ હતો કે તે મારી ફ્રેન્ડશીપનો સ્વીકાર જરૂરથી કરશે. પણ તે હવે યોગ્ય સમયની રાહ જોવા લાગી ને તેના વિશે માહિતી મેળવવી જરૂરી લાગી. પહેલા તો તેને વિચાર કર્યો કે તે ક્યાં રહે છે ને તેના ઘરે કોણ કોણ છે. એટલે ક્લાસ પૂરો થવાની રાહ જોવા લાગી.

ક્લાસ પૂરો થયો એટલે અંકિત અને વિશાખા બંને એક સાથે સાઈકલ લઇ ઘર તરફ ધીરે ધીરે નીકળ્યા. પાછળથી સ્વાતિ પોતાની સ્કુટી લઈ આવી રહી હતી. અંકિતે એકવાર તો નોટિસ કર્યું કે સ્વાતિ તેની પાછળ પાછળ આવી રહી છે. પણ બીજી વાર તેણે પાછું વળીને જોયું તો સ્વાતિ ત્યારે દેખાઈ નહિ. અસલમાં સ્વાતિને ખબર પડી ગઈ હતી કે અંકિત મને જોઈ છે. એટલે તે થોડી દૂર રહી પીછો કરવા લાગી હતી અંકિત તેને જોઈ ન શકે.

સ્વાતિ એ અંકિત અંને વિશાખા ને એક સાથે એક ઘરમાં જતા જોઈ સમજી ગઈ કે અંકિત અને વિશાખા ભાઈ બહેન છે. તે એક સામાન્ય મકાન હતું. અને તેણે નોટિસ કર્યું કે અંકિત એક સામાન્ય પરિવારથી છે. તેમના મનમાં રહેલી શંકા આ જોઈ દૂર થઈ ગઈ. તે અંકિતના મકાનની થોડી પાસે આવી અને તેણે તે મકાન ની બાજુમાં આવેલી ચા ની દુકાનને જોઈ તેની પાસે આવી. તેણે ચા ની દુકાનવાળા ને પૂછ્યું. પેલું ઘર અંકિત નું છે ને ?

ચા વાળા ભાઈ એ કહ્યું હા તે ઘર અંકિતનું છે.
અંકિતની ઘરે કોણ કોણ રહે છે.? સ્વાતિ એ ફરી સવાલ કર્યો.
જવાબ આપવાને બદલે તે ચા વાળાએ કહ્યું તમે કેમ આવું પૂછી રહો છો.? તમે જાતે તેની ઘરે જઈ જાણી શકો છો મને આવી રીતે કેમ પૂછી રહ્યા છો.

ત્યારે સ્વાતિ એ વિનમ્રતાથી કહ્યું કાકા હું તેમની ફ્રેન્ડ છું ને મારે જાણવું છે એટલે તમે સમજી જાવ ને.!!!
ચા વાળા ભાઈ સ્વાતિ સામે નજર કરી તે સમજી ગયો આટલી પૈસા વાળી છોકરી આવી રીતે તો સવાલ કરે નહિ લાગે છે કે ફ્રેન્ડ હસે ને થોડી માહિતી મેળવવા માંગતી હશે.

બેટી અંકિત અને વિશાખા બંને ભાઈ બહેન છે. જેઓ એક સાથે કોલેજમાં ભણે છે. પપ્પા એક સામાન્ય કંપનીમાં નોકરી કરે છે ને મમ્મી ઘર કામ. સામાન્ય ફેમિલી થી છે. બસ આની સિવાય હું વધારે કઈ જાણતો નથી.

સ્વાતિ ને આ જાણીને ચહેરા પર થોડી રોનક આવી ને પર્સમાંથી સો રૂપિયા કાઢીને તે ચા વાળા ભાઈને આપ્યા. પહેલા તો તે ચા વાળા ભાઈએ ના કહી પણ સ્વાતિ પ્રેમથી આપી રહી હતી એટલે તે ના કહી શક્યો નહિ. સ્વાતિ ખુશી ખુશી ઘરે પહોંચી.

ઘરે જઈ જોવે છે તો વિક્રમ ઘરે હોતો નથી એટલે સ્વાતિ એ તેમના મમ્મી અમિતાબેનને પૂછ્યું, "મમ્મી વિક્રમ ભાઈ કેમ દેખાઈ રહ્યો નથી".?
બેટી તે આપણા ફાર્મ હાઉસમાં છે ને તે કહી રહ્યો હતો કે હું થોડા દિવસ ત્યાં રહીશ. આ સાંભળી ને સ્વાતિ કઈ સમજી શકી નહિ પણ એટલું સમજી કે થોડા દિવસ વિક્રમ ત્યાં પાર્ટી કરવા માંગતો હશે એટલે.

સ્વાતિ હોલમાં બેસીને ટીવી જોવા લાગી ત્યાં તેમના પપ્પા રાજુભાઈ આવી પહોંચ્યા. પપ્પા ને જોઈ સ્વાતિ તેમના માટે ઠંડુ પાણી લાવી અને પાસે બેસીને વાતો કરવા લાગી. રાજુભાઈ ને ઘરના જો કોઈ વ્હાલું હોય તો તે હતી તેમની દીકરી સ્વાતિ. સ્વાતિને કોલેજના દિવસો કેવા જઈ રહ્યા છે તે જાણવા સ્વાતિના માથા પર હાથ મૂકીને પૂછ્યું.
મીઠી સ્માઇલથી હળવો ઉતર આપ્યો. પપ્પા તમે જે કોલેજ ના ટ્રસ્ટી હોય ત્યાં કોઈ અમારે તકલીફ તો ન હોય અને તમારી દીકરી હોશિયાર છે એટલે કોલેજમાં અમારું ભણવું તે સારું જ રહેવાનું. આ સાંભળીને સ્વાતિ ઉપર રાજુભાઈ ગર્વ કરવા લાગ્યા.

રાજુભાઈએ એક મહત્વની વાત સ્વાતિને કરી તે વાત હતી તેમની કોલેજની. જે કોલેજમાં ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલેજમાં યોજાનાર હતો પોત પોતાનું ટેલેન્ટ દર્શાવતું એક પ્રોગ્રામનું આયોજન. જે પ્રોગ્રામ માં પાર્ટીસિપેટ માટે એક ફોર્મ ભરવાનું હતું ને એક હજાર ફી ભરવાની હતી. આ ફી ના આવેલા રૂપિયાથી પોગ્રામમાં વિજેતાને ઈનામ રૂપે આપવામાં આવશે.

પપ્પા મને થોડું ડીપમાં સમજાવશો કે તેમાં કેવું આયોજન છે ને તેમાં કોણ કોણ તેમાં પાર્ટીસિપેટ લઈ શકે છે તે થોડું વિસ્તારથી સમજાવશો.

બેટા કાલે આ બધું કોલેજમાં જાણ કરવામાં આવશે. અને કોણ કોણ તેમાં ભાગ લઈ શકશે તે પણ કહેવામાં આવશે. પણ થોડી માહિતી આપી દઉ બસ તને.
ગીત, મ્યુઝિક, ડાન્સ, ફેશન, યોગા, જાદુ, આવી કોઈ પણ ટેલેન્ટ તમે ત્યાં બતાવી શકશો. આ સાંભળી ને સ્વાતિને ભાગ લેવાની ઈચ્છા થઈ તેણે પપ્પા ને કહ્યું પપ્પા મે એક મારા ડ્રેસ ની ડીઝાઈન તૈયાર કરી છે તે હું પહેરી કેટવોક કરી શકું?

જરૂરથી બેટા તારી આ કલા ને હું તાળીઓથી વધાવિશ. મને તારી પર ગર્વ છે તું મારું નામ રોશન કરીશ નહિ કે વિક્રમની જેમ બદનામ કરીશ. અને બેટા કોઈની પાસે ટેલેન્ટ હોય અને તે ભાગ લઈ શકે તેમ ન હોય તો તેની તું મદદ કરી શકે છે. અને જરૂર પડે તો મારો સપોર્ટ પણ આપીશ. ઘણા એવા હોય છે જેની પાસે ટેલેન્ટ તો હોય છે પણ કોઈ કારણથી તે પોતાનું ટેલેન્ટ બનાવી શકતા નથી.

કોલેજના પ્રાર્થના હોલમાં બધાને બેસાડવામાં આવે છે ને ત્યાં બધા પ્રોફેસર અને કોલેજના ટ્રસ્ટીઓ હાજર થયા હોય છે. ત્યારે પ્રિન્સિપાલ એક જાહેરાત કરે છે.
આવતી દસ તારીખે એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રોગ્રામમાં જેની પાસે કોઈ પણ યોગ્ય ટેલેન્ટ હોય તે રજૂ કરી શકો છો. જેમાં સારું પર્ફોમ કરનાર ને ઇનામથી બિરદાવવામાં આવશે.

પ્રિન્સિપાલ વધુ જાણકારી આપતા કહ્યું આ આયોજનમાં તમે ગીત, સંગીત, ડાન્સ, યોગા, નૃત્ય, ફેશન, જાદુ, સિંગલ રમત, પ્રવચન, અભિનય વગેરે વગેરે તમારી ટેલેન્ટ પ્રદશિત કરી શકો છો જેમાં કોલેજ તરફથી જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.

તેમાં ભાગ લેવા માટે એક ફોર્મ અને થોડી ફી રાખવામાં આવી છે. જે ફી આવશે તે વિજેતા ને સન્માનિત કરવામાં આવશે. અને સાથે સર્ટિફીકેટ પણ આપવામાં આવશે. ટ્રસ્ટીઓ દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. અને તમારી ટેલેન્ટ ને બધી પ્રકારની મદદ કરવામાં આવશે. જેમાં રાજ્ય કે રાષ્ટ્ર લેવલના આયોજનમાં અમારી કોલજ તરફ થી બધી પ્રકારની મદદ કરવામાં આવશે. આનાથી તમારું અને કોલેજ નું નામ રોશન થાશે.

આ સાંભળી બધા સ્ટુડન્ટ તાળીઓથી આ આયોજનને વધાવી લીધું. બધા સ્ટુડન્ટના ચહેરા પર ખુશી છવાઈ હતી. જાણે કે ભાગ લેવા તલપાપડ થઈ રહ્યા હોય. બધા એક બીજા વાતો કરવા લાગ્યા ને પ્રાર્થના હોલ કલરવ થી ગુંજી ઉઠયું.

બધાને પ્રોફેસરે શાંત કર્યા ને પોત પોતાના ક્લાસમાં જવાનું કહ્યું. બધા સ્ટુડન્ટ શિસ્તતા પાળતા પોત પોતાના ક્લાસમાં ગયા.

ઘનશ્યામભાઈ નોકરી પરથી આવીને સોફા પર બેસ્યા. પપ્પાને સોફા પર જોઇને વિશાખા પાણી અને રૂમાલ લાવી. પાણી આપી ને વિશાખા તેમની પાસે બેસી ગઈ. ત્યાં તેમના રૂમમાંથી અંકિત બહાર આવ્યો ને પપ્પાની બીજી બાજુ બેસી ગયો.

વિશાખા કોલેજમાં યોજાનાર આયોજનની વાત કરે છે. પપ્પા કોલેજમાં એક સરસ આયોજન થઈ રહ્યું છે. તે આયોજનમાં બધાને પોતાની કુશળતા બતાવવાનો મોકો મળ્યો છે. હા થોડી નજીવી ફી છે પણ તે બહાને આપણામાં રહેલું ટેલેન્ટ તો બધાની સામે લાવી શકીશું.

વિશાખાની વાત પૂરી થઈ એટલે ઘનશ્યામભાઈ એ કહ્યું બેટા વાત તો સારી છે. તારી પાસે કોઈ એવી કુશળતા હોય તો તું ભાગ લે, ફી ની ચિંતા ન કર હું ભરી આપીશ.

અરે પપ્પા હું તો સાવ સીધી સાદી મારી પાસે રસોઈ સિવાઈ ક્યાં કોઈ ટેલેન્ટ છે. તે આ આયોજનમાં ચાલે નહિ. હું અંકિત ભાઈ ની વાત કરું છું. તેમની બોડીની તાકાત જો પ્રદશીત કરે તો બધા અંકિતને ઓળખે અને તેમનામાં રહેલી તાકાતને બધા જાણી શકે. તમારી શું કહેવું છે પપ્પા !!!

અંકિત તેમના પપ્પાની થોડો નજીક આવીને બોલ્યો. પપ્પા તમે વિશાખાની વાતમાં આવતા નહિ. હું કોઈ આવા આયોજનમાં ભાગ લેવાનો નથી. મે મારી બોડી શોખથી બનાવી છે નહિ કે દુનિયાને બતાવવા. આપ પણ બધાની સામે મારે અર્ધનગ્ન નથી થવું.

જેવી તારી મરજી દીકરા આમ પણ એ સારું નહિ ને સ્ટેજ પર અર્ધનગ્ન થવું. આપણા આ સંસ્કાર નથી. ભલે ને પછી એ કોઈ કુશળતા હોય.

વિશાખા થોડી નારાજ થઈ પણ તેને તેના પપ્પાની વાત સાચી લાગી. એટલે તેણે પણ અંકિતને એ વાત ત્યાંથી પૂરી કરી અને ઘરની અને વ્યવહારિક વાતો કરવા લાગ્યા.

કોલેજમાં બધા ભાગ લેવા માટે ફોર્મ ભરવા લાગ્યા હતા. અંકિત અને વિશાખાનો કોઈ વિચાર જ હતો નહિ એટલે તે કાઉન્ટર પર જતા ન હતા. પણ જે જે સ્ટુડન્ટ ભાગ લેતાનાં હતા તેનું એક બોર્ડ પર નામ લખવામાં આવી રહ્યું હતું. બધાની સાથે સ્વાતિ એ પણ ફોર્મ ભર્યું. સ્વાતિ નોટિસ કરી રહી હતી કે અંકિત ફોર્મ ભરી ભાગ લેવા માંગે છે કે નહિ. પણ પાંચ દિવસ વિતી ગયા પણ બોર્ડ પર અંકિત નું નામ ન જોયું. સ્વાતિને થોડી નવાઈ લાગી કે અંકિત કેમ ભાગ નથી લઈ રહ્યો.!!!

આખરે છઠ્ઠા દિવસે અંકિતને પૂછ્યા વગર સ્વાતિ અંકિત નું ફોર્મ અને ફી ભરી દે છે. આ વાત અંકિતને જાણ હતી નહિ પણ સાતમા દિવસે વિશાખા તે બોર્ડ પર ધ્યાન જાય છે ત્યારે તેમાં નીચે અંકિત નું નામ જોઈ જાય છે. ત્યારે વિશાખા અંકિતને મળે છે ને બોર્ડ પર તેમનું નામ લખેલું બતાવે છે. ત્યારે અંકિત કહે છે. વિશાખા મે ફોર્મ ભર્યું નથી કે નથી ફી ભરી. જો મારે ભાગ જ લેવો હોય તો હું તને પેલા જાણ કરું, આમ છુપી રીતે હું ભાગ ન લઉ ને.

તો અંકિત આ તારું નામ કેમ આવ્યું તે કહીશ મને.?
વિશાખા ખરેખર મને ખબર નથી. એક કામ કરીએ ચાલ કાઉન્ટર પર જઈને જાણી આવીએ.

બંને કાઉન્ટર પર જઈ પૂછે છે અંકિત નું ફોર્મ કોણે ભર્યું.? ત્યારે જવાબ મળે છે જે સ્ટુડન્ટને ભાગ લેવાનો હોય છે તે જ ફોર્મ ભરે છે બાકી બહારના આવીને કોઈ ફોર્મ ભરી નથી જતા.

અંકિત થોડો નવાઈ પામ્યો. પણ સર બોર્ડ પર મારું નામ છે અને મે કોઈ ફોર્મ ભર્યું નથી. તો હું જાણી શકું મારું ફોર્મ કોણે ભર્યું.?

અંકિત આ વિશે મને કોઈ ખબર નથી. હું તે નોટિસ નથી કરતો કે ફોર્મ ભરનાર તે જ સ્ટુડન્ટ છે કે નહિ. મારું કામ ફોર્મ અને ફી લેવાનું. અંકિત એક સલાહ આપુ હવે ફોર્મ અને ફી ભરાઈ ગઈ છે તો ભાગ લેવામાં તને શું પ્રોબ્લેમ છે.?

સરની વાત તો સાચી હતી પણ આવી રીતે કોઈ અજાણ્યા ફોર્મ અને ફી ભરી જાય તે અંકિતને યોગ્ય લાગતું ન હતું. વિશાખા એ કહ્યું ભાઈ હવે બધું થઈ ગયું છે તો ભાગ લઈ જ લે. આમ પણ તને આ બહાને બધા ઓળખશે તો ખરા. વિશાખાની વાત માની ને અંકિતે ભાગ લેવાનું મન મનાવી લીધું.

તે દિવસે કોલેજમાં પ્રોગ્રામનું આયોજન સુંદર રીતે થયું હતું. બધા સ્ટુડન્ટ પ્રોફસરો અને કોલેજમાં ટ્રસ્ટીઓ અને શહેરના મહાનુભાવો ઉપસ્થિત થઈ ગયા હતા. ભાગ લેનાર બધા સ્ટુડન્ટ પણ ત્યાં આવીને પોતાનું પર્ફોમન્સ બતાવવા આગળ બેસીને ઉતાવળ કરી રહ્યા હતા.

દીપ પ્રગટાવી પ્રોગ્રામ શરૂ થયો. એક પછી એક સ્ટુડન્ટ પોતાનું ટેલેન્ટ બતાવવા લાગ્યા. કોઈ ગીત ગાઈ, કોઈ ડાન્સ કરી, પોતાની પ્રતિભા બતાવી રહ્યા હતા. હવે વારો આવ્યો સ્વાતિ નો સ્વાતિ એ તેમણે બનાવેલો મોર્ડન ડ્રેસ પહેરી કેટવોક કરી બધાને મંત્ર મુગ્ધ કરી મુક્યા. તેમની સુંદરતા ના તો બધા યુવા વર્ગ દિવાના થઈ ગયા. બધા ને એમ લાગી રહ્યું હતું કે ટોપ વિજેતા તો સ્વાતિ જ થશે.

છેલ્લે વારો આવ્યો અંકિતનો ખબર નહિ તેનું છેલ્લે નામ કેમ આવ્યું પણ થોડી તૈયારી કરેલ અંકિત સ્ટેજ પર આવ્યો. અંકિત નું સ્ટેજ પર જોઈ વિશાખા કરતા સ્વાતિ વધુ ખુશ દેખાઈ રહી હતી. પહેલા તેમને પોતાની શર્ટ ઉતરી પોતાની મસલ્સ નું પ્રદર્શન કર્યું.

અંકિત ની આવી બોડી જોઇને ઘણી કોલેજની છોકરીઓ તો દીવાની થઈ ગઈ. કોઈક તો તેનો ફોટો પણ ક્લિક કરવા લાગી. કોઈક તો સપના જોવા લાગી તો કોઈક તો ફ્રેન્ડ બનવા આતુરતા દર્શાવવા લાગી.

અંકિતે સ્ટેજ પરથી ચાર યુવાનને બોલાવ્યા ને એક એક ને ખંભા પર લટકવાનું કહ્યું અને બીજા બે ને આગળ પાછળ ડોક પર લટકવાનું કહ્યું. ચારેય અંકિત ની બોડી પર લટકી ગયા. અંકિતે ચારેય ને ઉંચકી ને ગોળ ગોળ ફરવા લાગ્યો. આ જોઈને જોનારા બધા તાળીઓ પાડવા લાગ્યા.

પછી ફરી બે સ્ટુડન્ટ ને અંકિતે બોલાવ્યા. અંકિત નીચે બેસીને તેમના હાથની હથેળી જમીન પર રાખી અને બંને ને એક એક હથેળી પર ઊભું રહવાનું કહ્યું. બંને સ્ટુડન્ટ એક એક હાથની હથેળી પર ઊભા રહી ગયા. બંને ના બેલેન્સ જાળવવા માટે તેમને એક એક લાકડી આપવવામાં આવી. ધીરે ધીરે અંકિત બંનેને હથેળીમાં ઉપાડીને ઊભો થયો. આ જોઇને બધા ઊભા થઈ તાળીઓ પાડવા લાગ્યા. બધાની વચ્ચે સ્વાતિ ની તાળીઓ નો અવાજ વધુ આવી રહ્યો હતો.

હવે આવ્યો વિજેતા જાહેર કરવાનો સમય. કોલેજમાં ટ્રસ્ટીઓ ટ્રોફી આપવા આગળ આવ્યા. ને પ્રિન્સિપાલ હાથમાં માઇક લઈ ત્રણેય વિજેતાના નામ જાહેર કરે છે. વિજેતા નું નામ જાણવા બધા સ્ટુડન્ટ અને ઉપસ્થિત બધા શાંત થઈ સ્ટેજ પર નજર ધ્યાન કર્યું ને જાણવાની ઉત્સુકતા દર્શાવવા લાગ્યા હતા.

હાથમાં માઇક આવતા પહેલા પ્રિન્સિપાલ બધાનો હાજર રહેવા અને ભાગ લેવા માટે સ્ટુડન્ટ નો આભાર વ્યક્ત કરે છે.
ત્રીજો નંબર જાહેર થાય છે. ત્રીજો નંબર હોય છે. એક ગીત ગાનાર એક સ્ટુડન્ટ નો તે આગળ આવી તેની ટ્રોફી સ્વીકારે છે.
ત્યાર પછી બીજો નંબર જાહેર કરે છે. બીજો નંબર હોય છે સ્વાતિ નો. સ્વાતિ પણ સ્ટેજ પર આવી તેની ટ્રોફી સ્વીકારે છે. હવે બધાની બેચેની દૂર થવા જઈ રહી હતી. જેને બધાનો ઇન્તજાર હતો તે હવે ખતમ થવા જઈ રહ્યો હતો.

પ્રિન્સિપાલ થોડા આગળ આવ્યા ને પહેલો નંબર મેળવનાર ની જાહેરાત કરે છે. "પહેલો નંબર મેળવનાર સ્ટુડન્ટ છે અંકિત"
અંકિતનું નામ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. પછી બધાએ તાળીઓ પાડીને અંકિતને વધાવી લીધો. અંકિત જેમ જેમ સ્ટેજ પર આવી રહ્યો હતો તેમ તેમ તાળીઓ વધી પડી રહી હતી.

અંકિતનો તો ખુશીનો કોઈ પાર રહ્યો નહિ. તે હજુ માની રહ્યો ન હતો કે હું ટોપ વિજેતા જાહેર થઈશ. સ્ટેજ પર આવતી વખતે અંકિત ની નજર સ્વાતિ પર પડે છે. બહુ ખુશ દેખાતી સ્વાતિને અંકિત સમજી જાય છે. અંકિત સ્ટેજ પર પહોંચે છે.

કોલેજમાં ટ્રસ્ટી ટ્રોફી લઈ અંકિત પાસે આવી અંકિતને ટ્રોફી આપી. અંકિતે ટ્રસ્ટીને પગે પડીને આશીર્વાદ લીધા. પછી અંકિતને માઇક આપી બે શબ્દો કહેવા કહ્યું.

હાથમાં માઇક લઈને અંકિતે પહેલા તો બધાનો આભાર વ્યક્ત કર્યો. પછી તેને સપોર્ટ કરનારનો આભાર વ્યક્ત કર્યો. આગળ તેને વાત કરી તે બધાને ખૂબ પસંદ આવી.
તમારુ મન કહે તે કરો,
પોતાનામાં રહેલું હુનર બહાર લાવો,
સખત મહેનત કરો.
આટલું સાંભળીને બધા ઊભા થઈ ફરી તાળીઓ પાડીને અંકિતને વધાવવા લાગ્યા.

ટ્રોફી મેળવી અંકિત ઘરે આવે છે. અંકિતના હાથમાં ટ્રોફી જોઇને રમીલાબેન બહુ ગર્વ મહેસૂસ કરે છે. અંકિત ને ગળે લગાડી કપાળ પર ચુંબન કર્યું. અંકિત બધો શ્રેય તેમની મમ્મીને આપે છે. મમ્મી જો તે આટલું બધું મારા પાલન પોષણમાં મારા પર આટલું ધ્યાન અને પ્રેમ ન આપ્યો હોત તો આજે હું ટ્રોફીને લાયક ન હોત.

ત્યાં ઘનશ્યામભાઈ આવીને બોલ્યા બધો શ્રેય તારી મમ્મીને આપીશ કે મારા માટે પણ રાખીશ.
પપ્પાને જોઈ અંકિત દોડીને ગળે વળગી ગયો. પપ્પા તમારી હિમ્મત અને સંસ્કાર થી જ હું આ જગ્યાએ છું.
લવ યુ પપ્પા....
લવ યુ ટુ બેટા...

તે દિવસ આનંદનો દિવસ હતો. અંકિત નું ઘર સામાન્ય હતું એટલે ખુશીની પાર્ટીનું આયોજન તો થયું નહિ પણ બધાને ગમતું ભોજન રમીલાબેને બનાવીને બધાને ખુશ કરી દીધા.

તે રાત્રે અંકિત વિચારતો રહ્યો કે મારી ફી અને ફોર્મ કોણે ભર્યું હશે.!!! ઘણા વિચાર પછી યાદ આવ્યું કે આ સ્વાતિનું કામ હશે. સ્વાતિનું આ કામ હોય તો મારે સ્વાતિને ફી ના પૈસા આપીને આભાર વ્યક્ત કરવો જોઈએ. હવે અંકિત સવાર થવાની રાહ જોવા લાગ્યો.

સવારે અંકિત કોલેજ પહોંચે છે. ગેટ પાસે જેની તે રાહ જોવા માંગતો હતો તે સ્વાતિ અંકિતની રાહ જોઈ રહી હતી. અંકિતને જોઈ સ્વાતિના ચહેરા પર ખુશી આવી. પાસે અંકિત આવ્યો એટલે
હેલ્લો અંકિત કહ્યું.
હેલ્લો સ્વાતિ.
સ્વાતિ હું તારો આભાર વ્યક્ત કરવા તને જ મળવા આવ્યો છું. હજુ તો આટલી વાત થઈ ત્યાં ક્લાસ શરૂ થયો એટલે બંને ક્લાસ તરફ ચાલતા થયા.

ક્લાસમાં આવીને બંને સાથે બેસ્યા. એક બીજા સામે જોઈને સ્માઇલ કરી રહ્યા હતા. બંને વચ્ચે થોડી લાગણી બંધાઈ હોય તેવું લાગી રહ્યું હતું. લેક્ચર કરતા બંનેની નજર એકબીજા પર રહેતી હતી. હવે એક લેક્ચર પૂરું થયું એટલે સામેથી સ્વાતિ એ કહ્યું ક્લાસ પૂરો થાય એટલે મારી સાથે કોફી લઈશ.?

આ સાંભળી ને અંકિતના ચહેરા પર થોડી રોનક દેખાઈ આવી. મીઠ્ઠી સ્માઇલ સાથે હા કહી. પણ એક શરત મૂકી તે કોફી મારી તરફ થી હોય તો. તું કોફી પીવડાવે કે હું પીવડાવું પણ મારા માટે મહત્વ છે તારી સાથેની પહેલી મુલાકાત. અંકિત મનમાં ખ્યાલ આવ્યો કે જો હું એકલો સ્વાતિ સાથે જઈશ અને પછી વિશાખાને ખબર પડશે તો...!!!
મનમાં વિચાર બનાવી લીધો કે વિશાખાને પણ સાથે લઈ જઈશ.

વિચારોમાં ખોવાયલો અંકિતને જોઇને સ્વાતિ કહ્યું કેમ અંકિત ક્યાં ખોવાઈ ગયો.?
કઈ નહિ સ્વાતિ. બસ વિચારી રહ્યો હતો વિશાખાથી હું કોઈ વાત છૂપાવી રહ્યો નથી તો તેના વગર કોફી કેમ પી શકું.!!!

બસ આટલી જ વાતમાં તું વિચારો કરવા લાગ્યો. અંકિત તો પછી વિશાખાને પણ સાથે લઈ લે. આમ પણ મજા આવશે મારે એક ઓળખાણની સાથે એક ફ્રેન્ડ તો બનશે. બંને ક્લાસ પૂરો થવાની રાહ જોવા લાગ્યા.

ક્લાસ પૂરો થતાં બંને પાર્કિંગ પાસે ઊભા રહી વિશાખાની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં વિશાખા આવી ત્યાં અંકિતે કહ્યું ચાલ આજે કોફી પીએ. વિશાખાને થોડું વિચિત્ર લાગ્યું પણ અંકિત ની સાથે સાઈકલ લઇ ચાલવા લાગી. પાછળ સ્વાતિ પણ આવી રહી હતી.

એક કોફીશોપ માં અંકિત અને વિશાખા સાથે બેઠા ત્યાં પાછળથી સ્વાતિ આવી. એટલે અંકિત ઉભો થઇ વિશાખાને સ્વાતિનો પરિચય કરાવે છે.
વિશાખા આ સ્વાતિ છે. મારી કલાસમેટ.
આપણે જે વાત વિશે વિચારી રહયા હતા તે આપણી વગર પૂછ્યે મદદ કરનાર.

વિશાખા ઉભી થઇને સ્વાતિને હેલો અને થેંક યુ કહ્યું. સામે સ્વાતિ એ વેલકમ કહ્યું.
અંકિતે પહેલા ત્રણ કોફીનો ઓર્ડર કર્યો પછી તેના પોકેટ માંથી ફી ના પૈસા કાઢીને સ્વાતિ ને આપ્યા. ત્યારે સ્વાતિ સમજી ગઈ કે જો ફ્રેન્ડ બનવું હોય તો આ પૈસા લેવા પડશે. એટલે સ્વાતિ એ પૈસા લીધા ને થેંક યુ કહ્યું.

થેંક યુ સાંભળી વિશાખા બોલી સ્વાતિ તે કેમ થેંક યુ કહ્યું.
મારી કોફી સ્વીકારવાના માટે.
આ સાંભળી બધા હસવા લાગ્યા.

એટલે આ બધું સ્વાતિ તારું કામ હતું ને !!!
તો હવે તારો સ્વાર્થ પણ જણાવી દે. હસતી હસતી વિશાખા બોલી.

સ્વાર્થ.!!!!
દુનિયા સ્વાર્થ વગર ક્યાં ચાલે છે. ભણે તો નોકરીના સ્વાર્થ માટે. ભક્તિ કરે તો ભગવાન મેળવવાના સ્વાર્થ માટે. બધું તો સ્વાર્થ ઉપર ચાલી રહ્યું છે. મારો પણ સ્વાર્થ હતો અંકિત સાથે દોસ્તી કરવાનો. એમ કહી સ્વાતિએ અંકિત તરફ દોસ્તી માટે હાથ લંબાવ્યો.

દોસ્તી માટે લંબાવેલ હાથ કોઈ અંકિત વિશાખા તરફ નજર કરી. એક ઈશારાથી અંકિતને વિશાખા એ પરમિશન આપી અને બંને એ હાથ મિલાવી દોસ્ત બન્યા. તો પછી વિશાખા કેમ બાકી રહી જાય તેણે પણ સ્વાતિ સામે હાથ લંબાવ્યો ને બંને એ પણ હાથ મિલાવ્યા. બધા ના ચહેરા પર એક અલગ ખુશી છવાઈ ગઈ. ત્યાં કોફી આવતા બધાએ હોંશે હોંશે કોફી પી છુંટા પડયા.

ઘરે જતી વખતે અંકિત અને વિશાખા સાઈકલ લઈ સાથે ચાલતા હતા. ત્યારે અંકિતે વિશાખા સ્વાતિનો સ્વભાવ તને કેવો લાગ્યો.? એમ પૂછ્યું.

ભાઈ આ સવાલમાં તારો સ્વાર્થ દેખાઈ રહ્યો છે. કેમ તું આગળ નું વિચારે છે. તે પૈસાદાર છોકરીને આપણે સામાન્ય. આ મિત્રતા અત્યારના સમય માં બહુ ન ચાલે. પણ તું કોઈ સ્વાર્થ વગર તેની સાથે મિત્રતા રાખજે. જેથી મિત્રતા લાંબો સમય સુધી ચાલી શકે. વિશાખાની આવી હિતેચ્છુ વાત સાંભળીને અંકિત પણ ગર્વ કરવા લાગ્યો. વિશાખા તું આટલી હોશિયાર છે તે આજે ખબર પડી મને. એમ કહી હસવા લાગ્યો. ને ત્યાં તો ઘર આવી ગયું.

બીજે દિવસે સ્વાતિ ક્લાસમાં અંકિતને બહાર મળવાનું કહે છે. અંકિત પહેલા તો ના પાડે છે. પણ સ્વાતિ નો એક પ્રેમભર્યો આગ્રહ થી ના પાડી શક્યો નહિ. અને મળવા માટે હા પાડી. ત્યારે સ્વાતિ એ કહ્યું કોલેજ માં નહિ હું બહાર મળવાની વાત કરું છું.
સ્વાતિ અહી મળીએ કે બહાર શું ફર્ક પડે કરવી છે તો વાતો જ ને. !!!
હા પણ નવી જગ્યા હોય તો નવી વાતો હોય..

ઓકે સ્વાતિ તું કહે ક્યાં મળીશું બોલ.?
આજે પાંચ વાગ્યે લવ ગાર્ડનમાં.
અંકિતે હા પાડી ને સ્વાતિ ના ચહેરો ખીલી ઊઠયો.

સાંજે સમયે પાંચ વાગ્યે સ્વાતિ પહેલા તો અંકિત લવ ગાર્ડનમાં આવી પહોંચ્યો હતો. પણ આજે સ્વાતિ થોડી લેટ હતી. લેટ આવવાનું કારણ કહું તો, તે જાણવા માંગતી હતી કે અંકિત પણ મારા પ્રત્યે લાગણી છે કે બસ ટાઈમ પાસ છે. સ્વાતિ દસ મિનિટ મોડી આવી એટલે અંકિતે કહ્યું કેમ સ્વાતિ મોડી. ?
તારી કેટલી હું રાહ જોઈ રહ્યો હતો.

સ્વાતિ અંદરથી ખુશી વ્યક્ત કરી રહી હતો. તે હવે સમજી ગઈ કે અંકિત પણ મારા પ્રત્યે લાગણી છે. સ્વાતિ એ સોરી કહી બન્ને ગાર્ડનમાં જઈ બેસ્યા.

સ્વાતિ એ એક ચોકલેટ અંકિત ને આપી કહ્યું "કુછ મીઠા હો જાએ."
અંકિત ને પ્રિય ચોકલેટ એટલે ના તો કહી શકે નહિ. તેણે સ્વાતિ પાસે થ ચોકલેટ લીધી ને તેમના બે ટુકડા કર્યા એક સ્વાતિને આપ્યોને બીજો તેણે લીધો ને બંને ચોકલેટ ખાવા લાગ્યા. ત્યારે અંકિતે કહ્યું સ્વાતિ મને ખબર હતી તું જાણી જોઈને એક જ ચોકલેટ લાવી હતી. સ્વાતિ એ એક સ્માઇલ કરી હસી.

અંકિતે પણ સ્વાતિ સામે સ્માઇલ કરી. ખબર નહિ અંકિતની નજર સ્વાતિના ચહેરા પર થી હટતી જ નહતી. તે બસ સ્વાતિની સુંદરતા નિહાળતો જ હતો. આજે તૈયાર થઈને આવેલી સ્વાતિ ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાંથી પસાર થનાર બધા અંકિત કરતા સ્વાતિ પર વધારે નજર કેન્દ્રિત કરી રહ્યા હતા.

અંકિત તો ચૂપ હતો. અને સ્વાતિ વાતો કરવા તલપાપડ બની રહી હતી. થોડી વાર બંને ચૂપ રહ્યા પછી વાતની શરૂઆત સ્વાતિ કરી. પછી તો વાતો વાતો માં બંને ખોવાઈ ગયા. ને સાંજ પડી ગઈ તે ખબર ન રહી. થોડું અંધારું થયું એટલે બંને ઘરે જવા ચાલતા થયા. ત્યારે સ્વાતિ એ ફરી આભાર વ્યક્ત કર્યો ને કહ્યું થોડી ભૂખ લાગી છે મને તો તું ઇચ્છે તો થોડો સાથે નાસ્તો કરીએ.

અંકિતને પણ થોડી ભૂખ લાગી હતી એટલે તે ના કહી શક્યો નહિ ને બંને એક આઈસ્ક્રીમ પાર્લર માં જઈ એક એક આઈસ્ક્રીમ ખાધું ને થોડી ત્યાં પણ વાતો કરી. સાવ અંધારું થઈ ગયું હતું એટલે બંને પોત પોતાના ઘરે જવા છૂટા પડયા.

રાત્રે સ્વાતિ તેના પપ્પા રાજુભાઈને અંકિત વિશે વાત કરી. રાજુભાઈએ અંકિતને તે પ્રોગ્રામમાં જોઈ ત્યારે જ સમજી ગયા હતા કે અંકિત સારા ઘર થી છે. પણ આજે સ્વાતિએ અંકિતની વાત કરી એટલે તેને નવાઈ લાગી.

બેટા સ્વાતિ કેમ આજે અંકિતની વાત કરે છે.?
કઈ નહિ બસ તે આજે મારો ફ્રેન્ડ બન્યો ને તે ખુશી હું તમારી સાથે વ્યક્ત કર્યા વગર તો રહી ન શકું. એમ પપ્પા પર વિશ્વાસ થી સ્વાતિએ વાત કરી.

તો પછી સ્વાતિ એક વખત ઘરે જમવા બોલાવ અમે પણ તારા ફ્રેન્ડને સારી રીતે જાણી શકીએ.
સારું, અને ગુડ નાઈટ પપ્પા કહી સ્વાતિ તેના રૂમમાં જઈ સૂઈ ગઈ.

કોલેજમાં અંકિતને સ્વાતિ મળે છે ને ત્યારે વિશાખા પણ અંકિતની સાથે હોય છે. બેઝિઝકથી સ્વાતિ અંકિતને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપે છે. અંકિત કોઈ જવાબ નથી આપતો. ફરી સ્વાતિ કહે છે અંકિત તું મારી ઘરે જમવા આવીશ ને.?

ત્યારે અંકિત વિશાખાને પૂછે છે જો તું હા કહે તો હું સ્વાતિને ત્યાં જમવા જાવ.?
ત્યારે વિશાખા કહે ભાઈ તારી ફ્રેન્ડ છે ને ફ્રેન્ડ ના આમંત્રણનો ક્યારેય અસ્વીકાર કરવો નહિ. તું જઈ શકે છે.
સ્વાતિએ વિશાખા નો આભાર માન્યો ને અંકિતને કહ્યું હું તને કાલે કોલેજ પૂરી થાય પછી ત્યાંથી ઘરે લઈ જઈશ.

તે દિવસે જાણે કે છોકરી જોવા જતો હોય તેમ અંકિત તૈયાર થઈ કોલેજ પહોંચ્યો ને ક્લાસ ક્યારે પૂરો થાય તેની રાહ જોવા લાગ્યો. બાજુમાં બેઠેલી સ્વાતિ પણ ખુશ હતી. તે આજે તેની પસંદ તેના પપ્પા ને બતાવવા જઈ રહી હતી. મનમાં પ્રેમ ના અંકુર તો ફૂટી ગયા હતા પણ તેના પપ્પા ને અંકિત પસંદ આવે તો આ ફ્રેન્ડશીપ લવશીપ સુધી જઈ શકે તેમ હતી.

આમ ક્લાસ પૂરો થયો ને વિશાખા તે દિવસે ખાસ અંકિત માટે મર્સિડીઝ કાર લાવી હતી. આ કાર અંકિત સાથેની ટક્કર પછી સ્વાતિ કોલેજ લાવી ન હતી. પાર્ક કરેલી કાર કોલેજમાં ગેટ પાસે ઊભી રહીને અંકિત તેમાં બેસી ગયો. જોનારા બધા અલગ રીતે નોટિસ કરવા લાગ્યા. તે સમયે વિશાખા જાણી જોઈને ક્લાસમાં રોકાઈ જેથી અંકિત કોઈ ડર વગર સ્વાતિ સાથે જઈ શકે.

કાર એક બંગલોમાં પ્રવેશ કરી. આગળ સરસ મજાનું ગાર્ડન હતું. અલગ અલગ પ્રકારના ફૂલોથી ગાર્ડન ખીલી ઉઠ્યું હતું. જાણે કે ખુશ્બુ અંકિતનું સ્વાગત કરી રહી હોય તેમ. બહુ મોટું પાર્કિંગ તરફ કાર ગઈ ને ત્યાં અંકિત નજર કરે છે તો ચાર પાચ મોટી કાર પડી હોય છે. સ્વાતિ કારમાંથી નીચે ઉતરી અને અંકિતને સાથે આવવા કહ્યું. અંકિત આવા બંગલામાં પહેલીવાર દાખલ થયો હતો.

એક આલીશાન બંગલામાં અંકિત દાખલ થયો. તેની નજર આજુબાજુ સુશોભિત અને ગોઠવેલી અલગ અલગ વસ્તુ તરફ હતી. પણ સાથે સ્વાતિ જઈ રહી હતી તે પાછળ પાછળ પણ જઈ રહ્યો હતો. એક મોટા હોલમાં દાખલ થયો ને એક મોટો સોફા પર અંકિતને બેસવાનું સ્વાતિએ કહ્યું. અંકિત આવા મોંઘા દાત સોફા પર પહેલીવાર બેઠો. ત્યાં એક સુંદર છોકરી પાણી લઈને આવી તે જોઈને અંકિત સમજી ગયો અહી કામ કરનારી છોકરી જો આટલા સારા કપડાં પહેરતી હોય તો આ કેટલા પૈસાદાર હશે તે વિચાર કરવા લાગ્યો.

ફ્રેશ થઈ સ્વાતિ અંકિત પાસે આવીને બેસી ગઈ. પહેલા પૂછ્યું અંકિત કેવું લાગ્યું મારું ઘર...?
સાચું કહું સ્વાતિ પહેલીવાર આવો બંગલો જોઉ છું એટલે તું સમજી જા...
ત્યાં સ્વાતિ ના પપ્પા રાજુભાઈ હોલમાં આવ્યા. અંકિત ઉભો થઇ તેને પ્રણામ કર્યા.

અંકિતની સાદગી જોઈ રાજુભાઈને ગમ્યું. આજે તે પહેલીવાર કોઈ સરળ છોકરા સાથે મુલાકાત કરી રહ્યા હતા તે પણ તેની દીકરીની પસંદગી પરના. થોડા મનમાં ખુશ હતા મારી દીકરી આવા સારા છોકરા ની ફ્રેન્ડ છે.

પાસે બેસીને રાજુભાઈ અંકિત સાથે વાતો કરે છે. એકદમ સરળ રીતે રાજુભાઈ ને બધા સવાલનો જવાબ અંકિત આપે છે. રાજુભાઈ વાતો વાતો માં ઘણા સવાલ પૂછે છે. પણ અંકિત બધું સાચું જ બોલે છે. જ્યારે સવાલ આવ્યો તેની પરિસ્થિતિનો ત્યારે અંકિત કહે છે સર અમારું ઘર સામાન્ય છે. પણ ખાનદાની મોટી છે અમારી. હા સગવડ અમારી પાસે બહુ નથી પણ પ્રેમથી હર્યો ભર્યો પરિવાર છે. આ જવાબથી રાજુભાઈને તેમના મગજ પર ઘણો પ્રભાવ પડ્યો કારણ કે બાપ દીકરીના પ્રેમ સિવાય આ ઘર માં પ્રેમ જેવું કંઈ હતું નહિ.

એક વેઇટર પાસે આવીને કહ્યું સર ભોજન પીરસાઈ ગયું છે. રાજુભાઈ ઊભા થઈ અને અંકિતને કહ્યું ચાલ બેટા. અંકિત ડાઇનિંગ ટેબલ રાજુભાઈ પાસે બેસ્યો. અને અંકિતની બાજુમાં સ્વાતિ બેઠી. ધીરે ધીરે બધી વાનગી વેઈટર દ્વારા પીરસવામાં આવી. પ્લેટ પર આવી રહેલી વાનગીઓ પહેલી વખત જોઈ રહ્યો હતો. બધાની સાથે અંકિત પણ જમવા લાગ્યો. બાજુમાં બેઠેલી સ્વાતિ અંકિતને ભરપેટ જમજે તેઓ આગ્રહ કરી રહી હતી. રાજુભાઈ સ્વાતિનો અંકિત તરફ નો ભાવ જોઈ રહ્યા હતા. તે હવે બધું સમજવા લાગ્યા હતા.

જમીને સ્વાતિ અંકિતને તેના રૂમમાં લઈ ગઈ. અંકિત તેનો સુશોભિત રૂમ જોઇને બસ જોતો જ રહી ગયો. અંકિતને બેડ પર બેસાડ્યો ને સ્વાતિ એ તેમની થોડી વસ્તુઓ બતાવવા લાગી. મોંઘી દાત અમુક વસ્તુઓ પહેલી વાર જોઈ રહ્યો હતો. ત્યારે એક વસ્તુ પર અંકિતનું ધ્યાન તે તરફ વારે વારે જઈ રહ્યું હતું. સ્વાતિ એ તે વસ્તુ લઈ અંકિતના હાથમાં મૂકીને કહ્યું અંકિત આ મારા તરફ થી ભેટ છે. અંકિત ના કહી શક્યો નહિ ને તે વસ્તુ લઈ લીધી. ઘણો સમય સ્વાતિ સાથે વિતાવી પછી સ્વાતિને અંકિતે કહ્યું મને ઘરે મૂકી જા ઘરે બધા મારી રાહ જોઈ રહ્યા હશે.

કાર લઇ સ્વાતિ અંકિતને ઘરે મૂકવા જાય છે. અંકિતના ઘર પાસે કાર ઊભી રહે છે ને તેમાંથી અંકિત બહાર નીકળે છે. અંકિતને કાર માંથી બહાર નીકળતા રમીલાબેન જુએ છે. થોડી નવાઈ લાગે છે કે આટલી મોંઘી કારમાં અંકિત અને તે પણ એક છોકરી સાથે. અંકિત ઘરમાં પ્રવેશ્યો એટલે તરત રમીલાબેન પ્રશ્ન કર્યો.
"અંકિત કોણ હતી તે છોકરી જે તને કાર લઇ ઘરે મૂકવા આવી.?"

બેઝિઝક અંકિતે જવાબ આપ્યો મમ્મી તે મારી ફ્રેન્ડ સ્વાતિ હતી. જેની મે એકવાર વાત કરી હતી આજે તેણે મને તેના ઘરે જમવા બોલાવ્યા હતો.

ત્યાં વિશાખા આવી અંકિતના હા માં હા મિલાવીને કહ્યું મમ્મી સ્વાતિને હું પણ ઓળખું છુ. અમારી કોલેજમાં ભણે છે. ને અમારી સારી ફ્રેન્ડ છે.

બેટા અમને તો તમારી પર વિશ્વાસ છે. પણ આટલી મોંઘી કાર માં તું આવ્યો એટલે મારે પૂછવું પડ્યું. બેટા પણ એટલું યાદ રાખજો મોટા માણસો પાસે પૈસા તો હોય છે પણ દિલ હોતું નથી. વિશાખા કિચનમાં કામ કરવા લાગી જ્યારે અંકિત બુક વાંચવા લાગ્યો.

આ બાજુ રાજુભાઈ એ સ્વાતિને પાસે બેસાડીને એક અલગ સવાલ કર્યો.
સ્વાતિ બેટા અંકિત પ્રત્યે તું શું વિચારી રહી છે.? હું તારા મનની વાત જાણી ગયો છું. બસ તારા મોઢે જાણવા માંગુ છું.

સ્વાતિ રજુભાઈની ગોદમાં બેસીને વ્હાલ કરવા લાગી એટલે રાજુભાઈ સમજી ગયા કે તે અંકિતને પસંદ કરે છે. ત્યારે રાજુભાઈ સ્વાતિને એક સલાહ આપે છે. બેટા પૈસા કરતા ખાનદાની મોટી હોય છે પણ ખાનદાનીથી ઘર ચાલતું નથી. ઘર ચલવવા માટે પૈસાની જરૂર પડે છે.

દરેક સંબંધમાં જેમ આત્મીયતા જરૂરી છે એમ એક નિશ્ચિત અંતર પણ હોવું જોઈએ. તો જ એ સંબંધની ગરિમા ટકે અને તને જ એ સંબંધ લાંબા સમય સુધી મહેંક્યા કરે. દીકરી અને પિતા વચ્ચેના સંબંધને આ વાત સૌથી વધુ લાગુ પડે. દીકરો કેટલીક વાતો પિતા સમક્ષ ઉચ્ચારી નહીં શકે. પણ એક દીકરી વિના સંકોચે બાપ ને બધી વાત કરે છે. તેમ બેટા તું પણ મને બધી વાત કહેજે જેથી દીકરી અને પિતા વિષેની ગરિમા જળવાઈ રહે.

બેટા કડક પિતાનાં બાળકો ક્યારેક પોતે સાચા હોવા છતાં સાચી દલીલ નહીં કરવાના જે સંસ્કાર મળતા હોય છે તે મોટા થયા પછી ધંધામાં કે પોતાનું જીવન નિર્વાહમાં બધાનું મન જીતી લેવામાં કામ લાગતા હોય છે. મને વિશ્વાસ છે તારા પર કે તું એક દિવસ વિક્રમ કરતા મારું નામ એક દિવસ રોશન કરીશ. રાજુભાઈ સ્વાતિના માથા પર હાથ મૂકી શિખામણ આપતા રહ્યા ને સ્વાતિ રાજુભાઈના ખોળામાં ક્યારે સૂઈ ગઈ તે રાજુભાઈને ખબર ન રહી.

અંકિત અને સ્વાતિ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યા હતા. આ વાત વિશાખાને ખબર હતી. વિશાખા સ્વાતિને સારી રીતે જાણી ગઈ હતી અને અંકિત માટે યોગ્ય પાત્ર પણ માની રહી હતી. એટલે કોલેજ માં અંકિતને હમેશાં સ્વાતિ સાથે સમય પસાર કરવા આગ્રહ કરી રહી હતી. અંકિત પણ સમજી ગયો હતો કે વિશાખા મારા સારા માટે તે આ બધું કરી રહી છે. અંકિત પણ એક વાત વિશાખાથી છુપાવતો ન હતો.

હવે સ્વાતિ અંકિતને પ્રપોઝ કરવાનું વિચારી રહી હતી. તે એક સારા સમયની રાહ જોઈ રહી હતી. આ બાજુ અંકિત પણ સ્વાતિની જેમ વિચારી રહ્યો હતો. પણ મુંજવણ હતી સ્વાતિ રહી અમીર અને હું રહ્યો સામાન્ય. તેની બધી જરૂરિયાત તો મારાથી પૂરી કરવી અસંભવ છે. છતાં અંકિતે નસીબ પર છોડી દેવું ઉચિત માન્યું.

તે સમય બહુ જલ્દી આવી ગયો. સ્વાતિનો બર્થ ડે હતો. ને એક પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં કોલેજમાં બધા ફ્રેન્ડને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં અંકિત તો ખાસ હતો પણ સાથે વિશાખાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સમયે વિક્રમ ફાર્મ હાઉસથી ઘરે આવી ગયો હતો પણ કોલેજ બહુ ઓછો જતો હતો એમ માનો તો તેનું અભ્યાસમાંથી મન જ ઉડી ગયું હતું. સ્વાતિએ ભાઈ વિક્રમ ને પણ પાર્ટીમાં હાજર રહેવા કહ્યું હતું.

રાતની પાર્ટી હતી એટલે અંકિત ને ઘરેથી ઘનશ્યામભાઈ એ પરવાનગી આપી પણ વિશાખાને આપી નહિ. આમ પણ તે ઘર આવી કોઈ પાર્ટીની ઉજવણી કરવામાં કોઈને રસ હતો નહિ પણ અંકિતની ખાસ ફ્રેન્ડ ની પાર્ટી હતી એટલે ઘરેથી કોઈ ના કહી શક્યું નહિ ને અંકિતને પરવાનગી આપી પણ મોડું ન કરવા પણ કહ્યું. ત્યારે અંકિતે કહ્યું પાર્ટી છે એટલે મોડું તો થશે પણ જો વધારે મોડું થશે તો ફ્રેન્ડને ત્યાં રોકાઈ જઈશ. અને સવારે ઘરે આવી જઈશ.

પાર્ટી શરૂ થવાની તૈયારીમાં હતી. બધા ફ્રેન્ડ એક પછી એક આવવા લાગ્યા હતા. દરવાજા પર ઊભી રહી સ્વાતિ બધાનું સ્વાગત કરી રહી હતી. પણ તેની એક નજર એક વ્યક્તિના ઇન્તજારમાં હતી તે હતો અંકિત જે હજુ સુધી પાર્ટીમાં પહોંચ્યો ન હતો. વિક્રમ પણ પાર્ટીમાં હાજર હતો. તે જોઈ રહ્યો હતો કે સ્વાતિ કોનો આવી રીતે ઇન્તજાર કરે છે. અસલમાં સાઈકલ લઇને આવતા અંકિતને મોડું થાય છે. પણ આખરે થોડો લેટ પણ ત્યાં પહોંચી તો જાય છે.

અંકિતને સ્વાતિ સ્વાગત કરી અંદર લાવે છે. સ્વાતિની સાથે અંકિતને જોતા વિક્રમ તો અસમંજસ પડી જાય છે. કઈ ખબર જ પડી રહી ન હતી કે સ્વાતિ સાથે અંકિત. પણ પાર્ટી તેમની બહેનની હતી એટલે કોઈ બખેડો કરવા માંગતો ન હતો. એટલે એક બાજુ ઉભો રહી પાર્ટી માણી રહ્યો હતો.

પોતાની હર્ષની ઉજવણી કરવા સ્વાતિ કેક પાસે આવી. તેની એક બાજુ તેમના મમ્મી પપ્પા હતા તો બીજી બાજુ અંકિત અને તેમના ફ્રેન્ડ હતા. બધા રાહ જોવા લાગ્યા કે સ્વાતિ ક્યારે કેક કાપે. આખરે તેનો સમય થયોને સ્વાતિ એ કેક કાપી ને બધા
હેપી બર્થ ડે ટુ યુ
હેપી બર્થ ડે ટુ યુ
ડિયર સ્વાતિ......કહેવા લાગ્યા. ને તાળીઓથી આખો હોલ ગુંજી ઉઠયો.

કેકનો પહેલો ટુકડો સ્વાતિ એ તેના પપ્પાને ખવડાવ્યો. રાજુભાઈ થોડો ખાઈને વધેલો ટુકડો સ્વાતિને ખવડાવ્યો. જ્યારે બીજો તેની મમ્મીને ખવડાવ્યો પણ તેણે સ્વાતિને ન ખવડાવ્યો. સ્વાતિએ હજુ એક ટુકડો લઈ વિક્રમને ખવડાવવા ગઈ પણ તે ના પાડી રહ્યો હતો એટલે તે ટુકડો અંકિતને ખવડાવ્યો.

થોડું વિચિત્ર વાતાવરણ બની રહ્યું હતું. રાજુભાઈને સ્વાતિ ખુશ હતા જ્યારે અમિતાબેન અને વિક્રમ નાખુશ હતા. પણ બધા ફ્રેન્ડ તો પાર્ટી માણવા આવ્યા હતા એટલે તેઓ મ્યુઝિક શરૂ થતાં, બધા મ્યુઝિકના તાલે ઝૂમવા લાગ્યા. મ્યુઝિક શરૂ થતાં અમિતાબેન અને વિક્રમ તેના રૂમમાં જતા રહ્યો. જ્યારે રાજુભાઈ તેની દીકરી સ્વાતિ ને કહ્યું. બેટા તમે બધા પાર્ટીનો આનંદ લો હું મારા રૂમમાં આરામ કરું.
ભલે પપ્પા કહી તે પણ મ્યુઝિક પર ઝૂમવા લાગી.

બધા પોત પોતાની મસ્તીમાં ડાન્સ કરતા હતા. પણ અંકિત એક બાજુ ઉભો રહી બધાનો ડાન્સ નિહાળી રહ્યો હતો. ફ્રેન્ડ સાથે ડાન્સ કરતી સ્વાતિની નજર એક બાજુ ઉભેલો અંકિત પર પડે છે. એટલે સ્વાતિ ત્યાં જઈ અંકિતનો હાથ પકડીને સાથે ડાન્સ કરવા કહે છે.

સ્વાતિ "મને ડાન્સ નહિ આવડતો".!!
તમે બધા ડાન્સ કરી પાર્ટીની મજા માણો.

અરે અંકિત તું મારો ખાસ ફ્રેન્ડ અને તું ડાન્સ કરીશ નહિ તો પાર્ટી તો ફિક્કી લાગશે. પ્લીઝ અંકિત મારી સાથે ડાન્સ કર ને.??

અંકિત સ્વાતિને ના પાડી શક્યો નહિ ને સ્વાતિ જેમ ડાન્સ કરી રહી હતી તે પ્રમાણે કરવાની કોશિશ કરવા લાગ્યો. ડાન્સ કરતી વખતે તે સ્વાતિને ગળે પણ લાગે છે. સ્વાતિ પણ થોડી નજીક આવવાની કોશિશ પણ કરતી હતી.

પાર્ટી મોડે સુધી ચાલી. બધા ડાન્સ કરી થાક્યા એટલે ડિનર કરી બધા પોત પોતાના ઘરે જવા નીકળી ગયા. બધાની જમવાની વ્યવસ્થામાં અંકિત અને સ્વાતિ બધાની પાછળ જમવાનો સમય મળે છે. એટલે ઘણું મોડું થઈ ગયું હોય છે. તો રાતના બાર થઈ ચૂક્યા હોય છે. એટલે આ સમયે અંકિતનું ઘરે જવું ઉચિત હતું નહિ એટલે તે વિચારવા લાગ્યો કે અત્યારે હું રાત ક્યાં રોકાઈશ.

વિચારોમાં ડૂબેલ અંકિતને સ્વાતિ સમજી જાય છે.
"અંકિત અત્યારે તારે ઘરે જવાની જરૂર નથી તું અહી રાત રોકાઈ શકે છે."

ત્યાં વિક્રમ તેમાં રૂમમાંથી બહાર આવે છે. ને સ્વાતિ ને એક સવાલ કરે છે.

સ્વાતિ તને ખબર છે હું અત્યાર સુધી ફાર્મ હાઉસમાં રોકાયો તેનું કારણ જાણે છે તું.? જેને મને માર્યો હતો તે તું જાણે છે.?
વિક્રમના સવાલથી સ્વાતિ ચોકી ગઈ. કહ્યું ભાઈ આ વિશે મને કઈ ખબર નથી. હા મને ખબર છે ભૂલ તારી જ હશે તો તને આવી સજા મળી હશે.

તો જાણી લે સ્વાતિ મને મારનાર અને કોલેજમાં બદનામ કરનાર કોઈ નહિ આ અંકિત છે. હું કોલેજમાંથી કાઢી મૂકવા મે પપ્પા ને કહ્યું પણ તેણે મારી એક વાત માની નહિ ને મને ધમકાવવા લાગ્યા. એટલે મારે મો છુપવવા ફાર્મ હાઉસ જવું પડ્યું પણ આનો બદલો એક દિવસ જરૂર લઈશ.

વિક્રમ તું જેવું કરે છે તેવું ભોગવે છે. રહી વાત અંકિતને કઈ કરવાની તો તે હું હોઈશ ત્યાં સુધી તો હું કરવા પણ નહિ દઉ. ભાઈ એક સલાહ આપુ મારી જેમ સુધરી જા અને પછી તો જીવન જીવવાની કેવી મજા આવે છે.

સ્વાતિની સલાહ બોરિંગ લેક્ચર જેવી લાગી રહી હતી એટલે થોડો ગુસ્સો કરી તેના રૂમમાં જતો રહ્યો.

સ્વાતિ પણ અંકિતને તેના રૂમમાં લઈ ગઈ ને કહ્યું મારા ભાઈ અંકિતનું ખોટું લગાડીશ નહિ તે એવો જ છે. અંકિત તે જે કર્યું હશે મારા ભાઈ વિક્રમ પર સારા માટે કર્યું હશે. મે મારા ભાઈને સુધારવાની ઘણી કોશિશ કરી પણ તે સુધર્યો નહિ પણ તે કે કઈ કર્યું તેનાથી તેમાં થોડો ફરક તો પડ્યો છે. ચાલ આ બધી વાત છોડ અને મારી પાસે બેસ. અને મારી ગિફ્ટ ક્યાં.?

અંકિત તેની પાસે બેસ્યો ને સ્વાતિ સામે એક સ્માઇલ કરી ખિસ્સા માંથી એક ચેઇન કાઢીને સ્વાતિ ના હાથમાં આપી ને કહ્યું આ મારા તરફથી બર્થ ડે ગિફ્ટ. સ્વાતિ ચેઇન જોઇને રાજી થઈ ગઈને અંકિત ને કહ્યું તું હવે મને તારા હાથે ગાળામાં પહેરાવી દે. અંકિત ના કહી શક્યો નહિ ને અંકિતે સ્વાતિના ગાળામાં ચેઇન પહેરાવી ને બંને ગળે વળગ્યા.

સ્વાતિએ અંકિતની આંખમાં આંખ પોરવીને કહ્યું
અંકિત " આઇ લવ યુ."
અંકિત તો કઈ સમજ્યો નહિ કે સ્વાતિએ મને પ્રપોઝ કરી.

થોડો નર્વસ થઈ સ્વાતિને કહ્યું સ્વાતિ હું પણ તને પ્રેમ કરું છું. પણ તું ક્યાં ને હું ક્યાં.!!!

અંકિત હું કઈ જાણું નહિ બસ તું પસંદ છે મને અને હું તને પ્રેમ કરવા લાગી છું. ભલે તું પ્રેમ મને કરે કે ન કરે પણ હું તને પ્રેમ તો કરતી જ રહીશ.

પણ સ્વાતિ આ પ્રેમ આપણો ક્યાં સુધી ચાલશે.?

અંકિત તે સમય પર છોડી દે અત્યારે જે આપણ પ્રેમ કરવાનો સમય મળ્યો છે તો પ્રેમ કરી લઈએ.

બસ તો પછી અંકિતે પણ
"આઈ લવ યુ સ્વાતિ" કહી દીધું ને સ્વાતિ ને ગળે લગાડી લૈધી. ને બંન્ને મોડે સુધી પ્રેમ ની વાતો કરતા રહ્યા.

અંકિત, સ્વાતિ અને વિશાખા ત્રણેય એક સાથે કોલેજ જવા લાગ્યા હતા. વિશાખા બીજા ક્લાસમાં હતી. પણ સ્વાતિતો ક્લાસમાં હમેશા અંકિતની બાજુમાં બેસતી. હાથમાં હાથ પરોવી કોલેજમાં ફરવું એટલે બધા તો સમજી જાય ને. અને ધીરે ધીરે કોલેજમાં વાત પણ ફેલાઈ ગઈ હતી કે અંકિત અને સ્વાતિ એક બીજાના પ્રેમમાં છે. હવે વાત રાજુભાઈ સુધી પહોંચી ગઈ.

સાંજે રાજુભાઈએ સ્વાતિને બોલાવી ને વાત કહે છે.
બેટા સ્વાતિ તું અંકિત વિશે શું વિચારી રહી છે એટલે ખાલી પ્રેમ છે કે દોસ્તી. ?
બાપ દીકરી વચ્ચે પ્રેમ બહુ હતો એટલે સ્વાતિ તેના પપ્પાને કોઈ વાત છુપાવા ન્હોતી માંગતી. એટલે તેની ખોળામાં બેસીને કહ્યું.
પપ્પા હું અંકિત ને પ્રેમ કરવા લાગી છું. જો તમને અંકિત પસંદ હોય તો અમને બંનેને આશીર્વાદ આપી દો.

આટલી વાતમાં રાજુભાઈ સમજી ગયા કે મારી દીકરી અંકિત સાથે લગ્ન કરવા માંગે છે. માથા પર હાથ મૂકીને કહ્યું.
બેટા અંકિત ને કહેજે "હું કાલે તારા પપ્પા ને મળવા આવીશ."

સવારે સ્વાતિ કોલેજ વહેલી પહોંચીને અંકિતની રાહ જોવા લાગી. ચહેરા પર ખુશી છવાઈ હતી. અંકિત અને વિશાખા સાથે આવી રહ્યા હતા. કોલેજ ગેટ પર સ્વાતિ ઉભી હતી અને ખુશ દેખાઈ રહી હતી. ખુશ ચહેરો જોઈ અંકિતે કહ્યું કેમ સ્વાતિ આટલી બધી કેમ ખુશ દેખાઈ છે.?
પહેલા તો સ્વાતિ અંકિતને ગળે વળગે છે પછી કહે છે. અંકિત તારી ઘરે મારા પાપ્પા તારા પપ્પાને મળવા અને આપણા લગ્નની વાત કરવા આવી રહ્યા છે.

અંકિત પણ ખુશ થયો પણ મનમાં એક વિચાર આવ્યો કે પપ્પા આ પ્રેમ ને સ્વીકાર કરશે પણ લગ્ન માટે હા પાડશે.? અમે રહ્યા સામાન્ય પરિવાર થી અને તે એક પૈસાદાર.

વિચારોમાં પડેલ અંકિતને જોઈ વિશાખા બોલી ભાઈ બહુ વિચાર નહિ જે થવાનું છે તે થશે. પણ સારા વિચાર જો કરીશું તો સારા વિચાર આવશે. ચાલ ક્લાસમાં મોડું થાય છે.

સાંજે અંકિત પપ્પાની રાહ જોઈ રહ્યો હતો તે વાત કરવા તલપાપડ થઇ રહ્યો હતો. વિશાખા કિચનમાં રસોઈ બનાવી રહી હતી. તે જોઈ રહી હતો કે અંકિત પપ્પા સાથે વાત કરવા તેની રાહ જોઈ રહ્યો છે. થોડીવાર થયા ત્યાં ઘનશ્યામભાઈ ઘરે આવ્યા તે બેસ્યા ત્યાં અંકિત પાણી લઈને આવ્યો ને બાજુમાં બેસી ગયો. ઘનશ્યામભાઈ સમજી ગયા કે અંકિત કોઈ વાત કરવા માંગે છે. એટલે અંકિતને કહ્યું બેટા જે વાત કરવી હોય તે કરી દે. તારો આવો પ્રેમ જોઇને હું સમજી જાઉ છું કે તું કઈક વાત કરવા માંગે છે.

પપ્પા હું એક સ્વાતિ નામની છોકરીને પ્રેમ કરું છું. થોડા દિવસમાં જ આ બધું થઈ ગયું કે હું તમને જાણ કરી ન શક્યો. પણ હવે સ્વાતિ અમારા પ્રેમનું નામ આપવા માંગે છે. તેમાં પપ્પા અહી તમને મળવા અને વાત કરવા કાલે આવી રહ્યા છે. પપ્પા મને ખબર તમે જે કંઈ કરશો તે અમારા ભલા માટે જ કરશો.

માથા પર હાથ મૂકી ઘનશ્યામભાઈ કહ્યું બેટા માં બાપ હંમેશા સંતાનનું ભલું જ ઇચ્છતા હોય છે. હું પણ તારું ભલું જ ઇચ્છું છું. ભલે સ્વાતિ ના પપ્પા અહી આવે મારા તરફ થી કોઈ કચાસ બાકી નહિ રહે.
અંકિતના ચહેરા પર રોનક આવી અને તે ઘનશ્યામભાઇને ભેટી પડ્યો.
કિચન માંથી જોઈ રહેલી વિશાખાના ચહેરા પર પણ ખુશી છવાઈ.

સવારે બધી તૈયારી થઈ ગઈ હતી. બસ રાજુભાઈની રાહ જોવાઇ રહી હતી. ત્યાં બહાર એક મોટી ગાડી આવીને તેમાંથી રાજુભાઈ એકલા ઉતર્યા. તે ગાડી અને રાજુભાઈનો પહેરવેશ જોઇને ઘનશ્યામભાઈ સમજી ગયા કે સ્વાતિના પપ્પા આપણી બરાબરી ના નથી. રાજુભાઈ દરવાજા પર આવ્યા એટલે ઘનશ્યામભાઈ એ તેનું સ્વાગત કર્યું ને તેમને પાસે બેસાડ્યા. રમીલાબેન બહાર આવી રાજુભાઈ ને જય શ્રી કૃષ્ણ કહ્યું. ને વિશાખા ડ્રેસ પહેરી માથે ચુંદડી ઓઢી ને પાણી લઈ આવી. ને અંકિત આવીને રાજુભાઈને પ્રણામ કરી થોડો દૂર બેસ્યો.

રાજુભાઈ અંકિતનું ઘર જોઈ થોડા તો વિચારમાં પડી ગયા કે અહી સ્વાતિ કેવી રીતે રહી શકશે પણ પછી આ ઘર ની ખાનદાની જોઈ અને સ્વાતિના પ્રેમ ખાતર લગ્ન ની વાત કરવી યોગ્ય લાગી. ચા પી ને રાજુભાઈ એ વાત શરૂ કરી.

મારી દીકરી સ્વાતિ અંકિત ને પ્રેમ કરે છે. ને તેની ઈચ્છા આ ઘરની વહુ બનવાની છે. જો તમે હા પાડો તો આગળ વાત વધારીએ.

રાજુભાઈ હું આ સંબંધ માટે રાજી છું. મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારી દીકરી ત્યાં સુખ સગવડ ભોગવી રહી છે તે તેને અહી નહિ મળે. મારું ઘર સામાન્ય છે અહી પ્રેમ સિવાય અમે કોઈ સારી સગવડ નહિ આપી શકીએ.

ઘનશ્યામભાઈ તમારી આ ખાનદાની પર હું બહુ ખુશ થયો ને ગર્વ પણ અનુભવું છું કે તે આ ઘરની વહુ મારી દીકરી બનશે. પ્રેમ અને આદર સંસ્કાર શું હોય છે તે આ ઘરમાં ખબર પડી.
ઘનશ્યામભાઈ હું તમને થોડો વિચારવાનો સમય આપુ છું તમે વિચારી ને જવાબ આપજો. તમારો જે કઈ જવાબ હશે તેને હું યોગ્ય માની લઈશ. કહી રાજુભાઈ ઊભા થયા.

પરિવારના બધા સભ્યો ઊભા થઈ તેને બહાર પ્રેમથી વળાવા ગયા. જતા જતા રાજુભાઈ ફરી કહ્યું કે નિરાંતે પણ વિચારીને જવાબ આપજો.

અંકિત, વિશાખા બધા એક સાથે બેસીને ચર્ચા કરવા લાગ્યા કે રાજુભાઈને જવાબ શો આપવો. બધાના વિચારો લેવામાં આવ્યા ત્યારે અંકિત અને વિશાખા સ્વાતિને આ ઘરની વહુ થવા રાજીપો વ્યક્ત કર્યો. રમીલાબેન પણ થોડા રાજી હતા પણ ઘનશ્યામભાઈ મો પડી ગયેલું લાગ્યું એટલે અંકિતે કહ્યું પપ્પા તમારો જે નિર્ણય તે બધાનો નિર્ણય.

બેટા સ્વાતિ સુંદર અને સુશીલ છે. રાજુભાઈ પણ બહુ સારા માણસ છે. પણ સ્વાતિની રહેણીકરણી અને આપણી રહેણીકરણીમાં ઘણો ફરક છે. કદાચ સ્વાતિ તે મેનેજ પણ કરી લેશે પણ તે જે અત્યારે વી આઇ પી જીવન જીવી રહી છે તે જીવન આપણે નહિ આપી શકીશું. એટલે એસી ની ટેવાયેલી છોકરી અહી સામાન્ય વાતાવરણ માં મેનેજ નહિ કરી શકે. અત્યારે પ્રેમમાં ભલે કઈ દેખાતું નહિ હોય પણ મે ઘણા આવા કેસ જોયા છે. કે સગવડતા માં રહેલી છોકરીને સામાન્ય વાતાવરણમાં તેમને પછી ફાવતું નથી ને છૂટાછેડા સિવાય કોઈ રસ્તો હોતો નથી.

બસ પપ્પા હું સમજી ગયો તમારો નિર્ણય અમે બધા સ્વીકારીએ છે. થોડો અંકિત ગમગીન થયો પણ તેના પપ્પાનો નિર્ણય પર તે ક્યારે દુઃખ વ્યક્ત કરતો ન હતો તેનું કારણ હતું તેનો નિર્ણય સાચો નિર્ણય એટલે આ નિર્ણય પણ તેણે માન્ય કરી લીધો.

રાજુભાઈ ઘરે પહોંચ્યા એટલે સ્વાતિ તેને વળગીને પૂછવા લાગી. પપ્પા પપ્પા તમે હા પાડી ને.? તમને તેનો પરિવાર તો પસંદ આવ્યો ને.?

સ્વાતિ બેટા અંકિત અને તેનો પરિવાર બહુ ખાનદાની છે મને તો તેનો પરિવાર પસંદ પણ આવી ગયો પણ તેઓએ વિચારવા માટેનો સમય માંગ્યો છે. એટલે તેઓ વિચારી ને જવાબ આપશે.

ભલે પપ્પા આ બે જીંદગી અને બે પરિવારો વચ્ચે ની વાત છે એટલે વિચારવું તો પડે ને. એમ કહી સ્વાતિ તેના રૂમમાં જતી રહી.

બીજે દિવસે સ્વાતિ કોલેજમાં અંકિત ને મળતાની સાથે પેલો સવાલ કરે છે. તારા પરિવારે આ વિશે શું વિચાર કર્યો..?

સ્વાતિ અત્યારે નહિ આપણે કોલેજના ક્લાસ પૂરા થયા પછી વાત કરીએ તો..? એમ અંકિતે વાત કરી ક્લાસ તરફ રવાના થયો.
આ જવાબથી સ્વાતિ થોડી તો સમજી ગઈ કે તે પરિવારની ઈચ્છા નહિ હોય. નહિ તો અંકિત ખુશી ખુશી મને ગળે લગાડી લે.

ક્લાસ પૂરો થયો એટલે સ્વાતિ, અંકિત અને વિશાખા ત્રણેય કોલેજ બહાર વાત કરવા બેઠા.
ત્યારે સ્વાતિ એ ફરી સવાલ કર્યો.
અંકિત તારા ઘર નો જે કંઈ નિર્ણય હોય તે વિના સંકોચે મને કહી દે મને ખોટું નહિ લાગે. પણ એક વાત યાદ રાખજે હું તને પ્રેમ કરું છું ને જીવીશ ત્યાં સુધી તને પ્રેમ કરતી રહીશ.

તો સાંભળ સ્વાતિ મારા પપ્પા એવો વિચારવા લાગ્યા કે સ્વાતિ વી આઇ પી જીવન જીવવા વાળી અહી સામાન્ય વાતાવરણમાં તે અનુકૂળ થઈ શકશે નહિ એટલે તેને દુઃખી કરવા હું ઇચ્છતો નથી. અને તેની વાત અમને સાચી લાગી એટલે અમે તેનો નિર્ણય માન્ય કરી લીધો.

ઓકે અંકિત હું સમજી ગઈ. પણ હવે જો હું શું કરું છું. હું આપણા પ્રેમને પામવા કઈ પણ કરીશ.

રવિવારનો દિવસ હતો તો પણ સ્વાતિ વહેલી ઊઠીને એક બેગમાં સામાન પેક કરવા લાગી. સામાન પેક કરી રહેલી પોતાની દીકરીને જોઈ રાજુભાઈ તેમની પાસે આવી કહ્યું બેટા તું ક્યાંક જઈ રહી છે.?

ત્યારે સ્વાતિએ કહ્યું પપ્પા હું મારું ભવિષ્યનું નિર્માણ કરવા જઈ રહી છું. હું અંકિત વગર નહિ રહી શકું એટલે આઠ દિવસ માટે હું અંકિત ની ઘરે વહુ બની રહેવા માંગુ છું ને સાબિત કરવા માંગુ છું કે હુ એમનાં ઘરની વહુ બનવા માટે અને એમનાં ઘરનું વાતાવરણ મારા લાયક જ છે.થોડો સમય હુ એમની જોડે રહીશ એટલે એ લોકો ને મારા વિશેનો ખ્યાલ આવી જશે.પછી તેઓ મને નાં કહી જ નાં શકે.

આવો તારો નિર્ણય હશે તે તો સ્વાતિ મને મનમાં વિચાર પણ હતો નહિ. પણ તારો વિચાર મને ગમ્યો. જ્યાં આજીવન રહેવું હોય તે આપણે જોવું જોઈએ કે ત્યાંનું વાતાવરણ આપણને અનુકૂળ આવશે કે નહીં. બેટી તારા આ પપ્પા તને ત્યાં જવા માટે પરવાનગી આપે છે. કદાચ તું મારી દીકરી કરતા દીકરો હોત તો સારું હોત. જોને તારો ભાઈ નાલાયકને આ ઘરની કે તેની લાઈફની કોઈ પરવા જ નથી. કાશ તારામાં કેમ પરિવર્તન આવ્યું તેમ તેનામાં પરિવર્તન આવે.

રાજુભાઈને સ્વાતિ આશ્વાસન આપતી કહેવા લાગી પપ્પા ચિંતા કરો નહિ મારા જીવનમાં અંકિત આવ્યો ને મારામાં પરિવર્તન આવ્યો તેમ તેના જીવનમાં કોઈ આવશે જે તેનું પરિવર્તન લાવશે. પપ્પા તમે તમારું ધ્યાન રાખજો અને મમ્મી સાથે બહુ ઝગડો કરતા નહિ. ચાલો પપ્પા મને આશીર્વાદ આપો કે હું બધાનું દિલ જીતી લઉ.

રાજુભાઈ સ્વાતિ ને આશીર્વાદ આપીને ગળે લગાડી લઈ રડવા લાગ્યા.
તમે રડશો તો હું ક્યાંય નહિ જાવ. પ્લીઝ ખુશ રહો બધું સારું થઈ જશે. એક દિવસ એવો આવશે કે તમે વિક્રમ પર ગર્વ કરશો. સારું પપ્પા હું જાઉ છું. ફરી કહું છું તમારું ધ્યાન રાખજો કહી તે ઘરેથી થોડા દિવસ માટે વિદાય લીધી.

સવારમાં દરવાજા પાસે સામાન લઈ ઉભેલી સ્વાતિને જોઈ બધા રૂમમાંથી બહાર આવી જોઈ રહ્યા. બધા વિચારવા લાગ્યા કે આ શું સ્વાતિ ક્યાંય જઈ રહી છે કે અહી રહેવા આવી છે.

અંદર આવીને ઘનશ્યામભાઈ ને પગે લાગી કહ્યું પપ્પા મને થોડા દિવસ માટે અહી રહેવાની પરમિશન આપશો.? થોડા નજીક રમીલાબેન આવ્યા એટલે તેમના પણ સ્વાતિએ આશીર્વાદ લીધા. સ્વાતિની વાતથી બધાને થોડી નવાઈ લાગી.

ત્યાં વિશાખા નજીક આવી સ્વાતિનો સામાન લીધો ને તેના પપ્પાને કહ્યું પપ્પા ભલેને થોડા દિવસ રહેતી. આવેલા મહેમાન ને જાકારો આપવો નહિ તે તમે કહેતા હતા ને તો હવે સ્વાતિને અહી થોડા દિવસ રહેવાની પરમિશન આપી દો ને.

ઘનશ્યામભાઈ એ સ્વાતિના માથા પર હાથ મૂક્યો ને કહ્યું બેટી તારે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહી શકે છે. પણ પછી ગંભીર બનીને વાત કરી એક શરત પર અંકિતથી દૂર રહેવું પડશે. મને ખબર પડશે કે અંકિતની નજીક આવી છે તો હું વગર વિચારે ઘરથી બહાર કાઢી મૂકીશ.

પપ્પા મને મંજૂર છે હું આ ઘરમાં દીકરી બનીને રહીશ નહિ કે વહુ એટલે હું તમને કોઈ ઠપકો આપવાનો મોકો પણ નહિ આપુ. આટલું બોલી ત્યાં વિશાખા હાથ પકડીને સ્વાતિ ને રસોડામાં લઈ ગઈ. ને બંને કામ કરવા લાગ્યા.

સ્વાતિ એ જાણે આખું ઘર સાંભળી લીધું હોય તેમ આખો દિવસ કામ કરતી રહેતી. સવારે વિશાખા સાથે કોલેજ જતી. આવીને રસોઈ બનાવતી. જમીને આરામ કરવાને બદલે તે વાંચન કરતી. અને પછી ઘરનું કામ અને સાંજ પડે એટલે ફરી રસોઈ બનાવતી. આવી રીતે પરિવારમાં ભળી ગઈ હતી સ્વાતિ. આ જોઇને ઘનશ્યામભાઈને નવાઈ લાગી કે એક પૈસાદાર ની છોકરી સામાન્ય પરિવારમાં ભળી જઈ શકે.

સ્વાતિ બધા સાથે એવી હળી મળીને રહેતી હતી કે જાણે તે પરિવારની એક સભ્ય જ હોય. અને ઘનશ્યામભાઈનો પરિવાર પણ એમ માનવા લાગ્યો હતો કે સ્વાતિ આપણા પરિવારની સભ્ય જ છે.

હવે આજે સ્વાતિ આ ઘરે આવી તેના આઠ દિવસ થઈ ગયા હતા એટલે સવારે ફ્રેશ થઈ સ્વાતિ તેની બેગ પેક કરવા લાગી. બેગ પેક કરી બધાને આવજો કહેવા લાગી. ત્યાં હોલમાં બેઠેલા ઘનશ્યામભાઈ એ સ્વાતિને બોલાવી કહ્યું બેટી કેમ આ ઘરે હવે ગમતું નથી કે શું.? કે કોઈ કામથી બહાર જવું છે.

ઘનશ્યામભાઈના પાસે આવી નીચે બેસી ગઈ ને કહ્યું. પપ્પા હું અહી આઠ દિવસ રોકાવા આવી હતી ને આજે આઠ દિવસ પૂરા થઈ ગયા એટલે હું ઘરે જાઉ છું. મારે અહી કાયમ આ પરિવાર સાથે રહેવાની ઈચ્છા છે બસ તમે હા કહો તો.
અને સાંભળો પપ્પા હું અહી આવી હતી તે સાબિત કરવા કે એક સુખ સગવડમાં રહેલી એક દીકરી સામાન્ય પરિવારને પણ મેનેજ કરી સારી રીતે કોઈ ફરિયાદ વગર રહી શકે છે. જતી વખતે સ્વાતિ ઘનશ્યામભાઈને પગે લાગી. ને બધાને કહ્યું આવજો.

ત્યાં ઘનશ્યામભાઈએ સ્વાતિને રોકીને કહ્યું બેટી તારા પપ્પા રાજુભાઈને કહેજે અમે અંકિત અને તારી સગાઈની તારીખ લેવા કાલે આવી રહ્યા છીએ. ત્યાં તો સ્વાતિના ચહેરા પર ખુશીનો પાર ન રહ્યો.

ઘરે આવીને સ્વાતિ તેના પપ્પા રાજુભાઈને ખુશી ખુશી ગળે વળગી ગઈ ને કહ્યું પપ્પા અંકિતના ઘરે થી હા આવી છે ને તે કાલે અહી સગાઈની તારીખ નક્કી કરવા આવી રહ્યા છે. મને ખાતરી છે પપ્પા તમે ના નહિ પાડી શકો.

માથા પર ચુંબન કરી રાજુભાઈએ કહ્યું બેટી સ્વાતિ તારી જ્યાં તને ખુશી અને પ્રેમ મળતો હોય તે હું ના કેમ કરી શકું. મને તો તે પરિવાર પહેલેથી પસંદ હતો બસ હું પણ તેઓની હા ની રાહ જોઈ રહ્યો હતો. ભલે બેટી આવવા દે તે લોકોને મારા તરફ થી કોઈ કસાશ નહિ રહે.

પણ પપ્પા મમ્મી અને વિક્રમભાઈ તે આ સંબંધ ને સ્વીકાર કરશે.? તે કાલે અહી હાજર રહેશે.? હાજર રહેશે તો કોઈ બખેડો તો નહિ કરે ને.?

બેટી ને આશ્વાસન આપતાં રાજુભાઈ એ કહ્યું તું ચિંતા કરીશ નહિ હું સમજાવી દઈશ તેને અને જો નહિ મને તો કઈ નહિ બાકી તારા લગ્ન તે ઘરે કરી આપીશ તે જવાબદારી મારી.

થેન્ક યુ પપ્પા કહી ફરી સ્વાતિ રાજુભાઈ ને બેટી પડી.

રાત્રે રાજુભાઈ તેમની પત્ની અમિતાબેન અને દીકરા વિક્રમ ને અંકિત અને સ્વાતિ ની સગાઈ ની વાત કરે છે. વાત પૂરી થયા પહેલા અંકિત આ સંબંધનો અસ્વીકાર કરે છે તેનો સાથ તેના મમ્મી અમિતાબેન પણ આપે છે. અમિતાબેન ચોખ્ખું કહી દે છે કે અમે સગાઈમાં પણ હાજર નહિ રહીએ અને લગ્નમાં પણ તમારે જે કરવું હોય તે કરો. કહી બંને પોત પોતાના રૂમમાં જતા રહ્યા

સવારે સ્વાતિ વહેલી ઊઠીને બધી તૈયારી કરવા લાગી. નોકરો નું કામ આજે સ્વાતિ કરી રહી હતી. આ જોઈ રાજુભાઈ પણ તેની મદદ કરવા લાગ્યા. ને થોડા સમયમાં તો મહેમાન માટે નાસ્તો ને બધું તૈયાર કરી નાખ્યું ને હવે મહેમાનની બંને રાહ જોવા લાગ્યા.

થોડો સમય થયો એટલે વિશાખા અને તેના મમ્મી પપ્પા આવી પહોંચ્યા. રાજુભાઈ એ તેમનું ખુશીથી સ્વાગત કર્યું. અને તેમને આવકાર આપી હોલમાં બેસાડ્યા. ત્યાં સ્વાતિ પાણી લઈને આવી ને પપ્પાની બાજુમાં બેસી ગઈ. રાજુભાઈ એ સગાઈની વાત કરવાની શરૂ કરી ત્યાં ઘનશ્યામભાઈ બોલ્યા તામરી પત્ની અને એક દીકરો છે તે ક્યાં છે.?

આ સવાલ થી એક બાપનું મો નીચે પડી ગયું. પણ જવાબ તો આપવો પડે તેમ હતો એટલે વગર સંકોચે ઘનશ્યામભાઈને કહી દીધું મારી પત્ની અને મારા દીકરા સાથે મારે બનતું નથી. મારા પરિવારમાં કહું તો મારી દીકરી સિવાઈ કોઈ નથી.

રાજુભાઈ નું દુઃખ દૂર કરવા ઘનશ્યામભાઈ તેમની પાસે આવી ખંભા પર હાથ મૂકીને કહ્યું બધાની ઘરે થોડો ઘણો પ્રોબ્લેમસ હોય છે. પણ તેમને કોઈ મુશ્કેલી ન હોય તો આપણે વાત આગળ કરીએ નહિ તો...?

તમે ચિંતા કરો નહિ હું દીકરીનો બાપ છું. તેની બધી જવાબદારી મારી પર છે. મારો જે નિર્ણય હોય તે મારો હોય છે તેઓ કોઈ દખલગીરી ન કરી શકે. તમે આવું વિચારી રહ્યા હોય તો આગળ વાત ચલાવી કે ન ચલાવી તે તમારી પર નિર્ભર છે. આમ કહી રાજુભાઈએ વાત મૂકી.

સારું તો એક દિવસ બ્રાહ્મણને બોલાવી સગાઈ ની તારીખ નક્કી કરી લઈએ.
અરે બ્રાહ્મણ ની શું જરૂર છે આવતી અગિયારસ નું મુહર્ત સારું છે તો કરી નાખીએ આ બંનેની સગાઈ.

ઘનશ્યામભાઈએ રાજુભાઈની હા ની હા મિલાવી. ત્યાં સ્વાતિ મીઠાઈ લઈને આવી ને બધાએ મો મીઠું કરાવ્યું.

સગાઈની તારીખ જેમ નજીક આવી રહી હતી તેમાં સ્વાતિ, અંકિત અને વિશાખા ધૂમ ખરીદી કરવા લાગ્યા હતા. વિશાખા અને અંકિત તેમના બજેટ પ્રમાણે ખરીદી કરી રહ્યા હતા ત્યારે સ્વાતિ ખરીદીમાં પાછું વળીને જોઈ રહી ન હતી. એટલે વિશાખા એ કહ્યું સ્વાતિ હવે તું અમારા પરિવાર સાથે જોડાઈ ગઈ છે એટલે અમારી રીત હોય તે રીતે ચાલવું.

ત્યારે સ્વાતિએ કહ્યું મને ખબર છે વિશાખા પણ આ પળ ને હું બધી રીતે માણવા માંગુ છું. મને આપણા પરિવારના બજેટની ખબર છે પણ અત્યારે હું હજુ ધનવાન રાજુભાઈની દીકરી છું. એટલે તેમને પણ એમ થવું ન જોઈએ કે મારી દીકરી લગ્ન પહેલા પણ કરકસર કરવા લાગી. વિશાખા પાસે આનો જવાબ ન હતો એટલે સ્વાતિ ને કહી દીધું. ભલે સ્વાતિ તને યોગ્ય લાગે તેમ કર.

સગાઈની બધી ખરીદી અને તૈયારી થઈ હતી. રાજુભાઈ એ પણ તેમના બધા સગાવહાલા ને સગાઈમાં આમંત્રણ આપવા માંગતા હતા ત્યારે તેમની દીકરી સ્વાતિ તેમને રોકે છે ને કહે છે. આટલો બધો ઠાઠમાઠ ની જરૂર નથી તે લગ્ન સમયે કરજો.

કેમ બેટી આ બધી મિલકત તારી તો છે અને હું પણ લોકોને બતાવવા માંગુ છું કે જુઓ મારી દીકરી ની સગાઈ કેવી ઠાઠમાઠ થી કરી રહ્યો છું.

પણ પપ્પા આવનાર લોકો પણ એ નોટિસ કરશે કે ક્યાં રાજુભાઈ અને ક્યાં ઘનશ્યામભાઈ.? અને પછી અમુક લોકો લગ્ન પહેલા મેણાં મારશે. એટલે હું નથી ઈચ્છતી કે આવું કંઈ થાય. હા લગ્ન સમયે આખા શહેરને આમંત્રણ આપજો પણ સગાઈમાં નહિ.

ભલે દીકરી કહી રાજુભાઈ તેમની પત્ની અને દીકરા પાસે ગયા ને કહ્યું કાલે સ્વાતિ ની સગાઈ છે ને હાજર રહેજો ને ક્યાંય જતા નહિ.
અપસેટ થયેલા ચહેરાથી અમિતાબેન બોલ્યા દીકરી તમારી મારી નહિ. અત્યાર સુધી મારો પક્ષ લેનાર મારો એક જ દીકરો છે. દીકરી નથી મારે કોઈ અને માં દીકરો કોઈ સગાઈમાં હાજરી નહિ આપીએ તમારે જે કરવું હોય તે કરો.

આ સાંભળી રાજુભાઈનો ગુસ્સો ચાર આસમાને પહોંચી ગયો. એવો વિચાર આવ્યો કે અત્યારે જ આને છૂટાછેડા આપી દઉ પણ પછી વિચાર આવ્યો તો મારી દીકરીની સગાઈ અને લગ્નમાં તેની અસર પડશે. એટલે તે ચૂપ રહી સ્વાતિ પાસે આવીને રડવા લાગ્યા.

પપ્પા આવા શુભ પ્રસંગે આંસુ નહિ હસવાનું હોય. તે લોકો મારી સગાઈમાં આવે કે ન આવે મને કોઈ ફર્ક નથી પડવાનો. તે મારા કોઈ નથી મારા માટે બધું તમે છો.આંસુ લૂછતી બોલતી રહી તમે આવી રીતે રડશો તો હું સગાઈ નહિ કરું.
રાજુભાઈ એ રડવાનું બંધ કર્યું ને કહ્યું થોડું દુઃખ તો થાય ને તારી મમ્મી છે. એમ કહી દે કે સ્વાતિ મારી દીકરી નથી.

તે એમ માની રહ્યા હોય તો માનવા દો પણ એક દિવસ જોજો મને તેમની દીકરી માનવા લાગશે પપ્પા. છોડો પપ્પા આ વાતો ને સગાઈની થોડી તૈયારી રહી છે ચાલો કરીએ.

સવારે થયું ત્યાં સગાઈની બધી તૈયારી થઈ ચુકી હતી. રાજુભાઈ એ બસ થોડા સગાવ્હાલા ને જ આમંત્રણ આપ્યું હતું તેઓ ધીરે ધીરે આવી રહ્યા હતા. સ્વાતિ બ્યુટી પાર્લર જઈને પણ આવી ગઈ હતી હવે બસ મહેમાનો ની રાહ જોવાઇ રહી હતી.

બધા મહેમાન આવી ને સગાઈ નું કરેલું આયોજન બધા જોઈ રહ્યા. ઘનશ્યામભાઈ ને કહેવા લાગ્યા તમે તો ફાવી ગયા ઘનશ્યામભાઈ તમારા વેવાઈ તો બહુ પૈસાદાર છે. પણ ઘનશ્યામભાઈ સરળ જવાબ આપી રહ્યા હતા. આતો અંકિત અને સ્વાતિ ના પ્રેમ નું બડોલત છે નહિ તો હું ક્યાં ને રાજુભાઈ ક્યાં.

સગાઈની રસમ શરૂ થવા જઇ રહી હતી. અંકિત અને સ્વાતિ ઝૂલા પર બેસીને અંગૂઠી પહેવાની રાહ જોઈ રહ્યા હતા. બંને એક બીજા પર સ્માઇલ કરી રહ્યા હતા. ત્યાં મુહર્ત નો સમય આવ્યો એકબીજા એ અંગૂઠી બદલાવીને બધાએ તાળીઓથી આ સગાઈ ને વધાવી લીધી. બધા બહુ ખુશ હતા પણ એક ખૂણા પર અમિતાબેન અને વિક્રમ આ બધું જોઈ રહ્યા હતા. વિશાખાની નજર ત્યાં પડી ને તે સમજી ગઈ. વિશાખા સમજી ગઈ કે વિક્રમ બગડ્યો હોય તો અમિતાબેન ને કારણે. પણ તે બધું મનમાં લીધું નહિ. અને તેણે સગાઈ પર ધ્યાન આપ્યું.

અંગૂઠી બદલાવી પછી આવી કેક કાપવાની રસમ. ટેબલ પર કેક આવી ને અંકિત અને સ્વાતિ એ એક સાથે કેક કાપી ને આ સગાઈ ને યાદગાર બનાવી દીધી. આ યાદગાર સગાઈ ને વિશાખા તેમના ફોનમાં કેદ કરી રહી હતી.

સગાઈ થયા પછી તો સ્વાતિ અંકિતની ઘરે રોજ જવાનું રહેતું. ઘનશ્યામભાઈને હવે લગ્નની ઉતાવળ કરવા લાગ્યા. તે હવે જલ્દી સ્વાતિને પોતાની વહુ બનાવવા માગતા હતા. એટલે એક દિવસ ઘનશ્યામભાઈ રાજુભાઈને મળવા ગયા ને સ્વાતિ અને અંકિત ના લગ્નની વાત કરી ત્યારે રાજુભાઈ એ થોડો સમય માંગ્યો તેની ઈચ્છા હતી કે સ્વાતિ કોલેજ પૂરી કરી લે અને ત્યાં સુધી સ્વાતિ મારી પાસે તો રહે. આ વાતને ઘનશ્યામભાઈ એ માની અને કહ્યું ભલે રાજુભાઈ તમે કહેશો ત્યારે લગ્ન કરાવીશું.

રાત્રે વિશાખાને ઊંઘ આવી રહી ન હતી. તે બસ વિક્રમના વિચારો કરવા લાગી હતી. વિક્રમ બહુ સારો છોકરો છે બસ તેને થોડી લાઈન પર લાવવાની જરૂર છે. તે તેની મમ્મીનો કઠપૂતળી બની ગયો છે. એટલે તે બગડ્યો છે. વિશાખાએ મનમાં વિચાર બનાવ્યો કે થોડી હું ટ્રાય કરું જો તે સુધારી જાય તો ભલે મારે થોડા દિવસ તેની સાથે રહેવું પડે. પણ અંકિત અને સ્વાતિને આ વાત ખબર ન પડે તેમ જો તમને ખબર પડશે તો તે મને વિક્રમને સુધારવાનો મોકો પણ નહિ આપે.

સવારે વિશાખા કોલેજ એકલી જઈ રહી હતી. ત્યારે વિક્રમને ફોન કરી કહ્યું વિક્રમ મારે થોડી કોલેજની વાત કરવી છે. તું આજે મને ક્લાસમાં મળીશ. વિક્રમ પણ ઘરે રહી ને બોર થઈ ગયો હતો એટલે વિશાખાને ના પાડી શક્યો નહિ ને હું થોડી વારમાં આવું કહ્યું. વિક્રમ હજુ સુતો હતો, ફટાફટ તૈયાર થયોને કોલેજ પહોંચ્યો. ક્લાસ શરૂ થઈ ગયો હતો. વિશાખાએ પહેલે થી જ તેની બાજુમાં એક સીટ ખાલી રાખી હતી. વિક્રમ આવ્યો એટલે વિશાખાએ બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. ને વિક્રમ તેની બાજુમાં બેસી ગયો. વિશાખા એ કહ્યું આ લેક્ચર પૂરો થાય એટલે બહાર આપણે મળીએ.

લેક્ચર પૂરો થયો એટલે વિશાખા અને વિક્રમ બહાર ગાર્ડનમાં જઈ બેસ્યા. પહેલા વિશાખા એ વિક્રમ સામે માફી માંગી કહ્યું વિક્રમ મને માફ કર. મારા કારણે તને થોડી માર પડી. ત્યારે તારું વર્તન ઠીક હતું નહિ પણ આજે તું ઘણો બદલાઈ ગયો છે.

હું બદલાયો વિશાખા.?
ના બિલકુલ નહિ પહેલા પણ આવો હતો ને અત્યારે પણ આવો જ છું. ફર્ક તારી નજર પર હશે. ભલે પણ એકવાત ની ખુશી મળી કે તે મને માફ કર્યો. આ વાત પર તો હું કેટલા દિવસ દુઃખી રહ્યો છું. ને વિશાખા તારા કારણે હું કોલેજ આવી રહ્યો ન હતો.

હવે હું કહું છું વિક્રમ તું રોજ કોલેજ આવીશ. અને અભ્યાસ માં પૂરું ધ્યાન આપીશ. હું તારી બધી મદદ કરીશ. તારામાં રહેલ હુનર તું બહાર લાવ અને બતાવી દે દુનિયાને કે આ વિક્રમ પણ કઈક છે.

જરૂર વિશાખા પણ તારે રોજ મારી બાજુની સીટ પર બેસવું પડશે બોલ. અને રોજ મારી સાથે કોલેજ આવવાનું રહેશે.

ઓકે વિક્રમ પણ હું તારી સાથે રોજ કોલેજ આવી જા નહિ શકુ.પણ આપણે ફક્ત ક્લાસ પૂરતા જ બોલીશું એટલે સ્વાતિ અને અંકિત ને જાણ ન થાય તે રીતે. હું નથી ઈચ્છતી કે તે લોકો કઈ બીજું વિચારે. અને આપણી વચ્ચે થઈ રહેલી મદદ તેમને જાણ થાય ને તે આપણ ને નોખા પાડવાની કોશિશ પણ કરે.

ઓકે વિશાખા તો તારે મારી ફ્રેન્ડ બનવું પડશે.? બોલ મારી ફ્રેન્ડ બનીશ.? અને તું કહીશ તેમ કરીશ બસ. પણ હું તારી પર વિશ્વાસ મૂકું છું તે વિશ્વાસ મારો તોડતી નહિ નહિ હું શું થઈ જઈશ તે મને પણ ખબર નહિ રહે.

એવો મોકો હું નહિ આવવા દઉ. વિક્રમ તું પણ મારા પર વિશ્વાસ કર. હું તારી ફ્રેન્ડ બનવા તૈયાર છું. કહી વિશાખાએ હાથ મિલાવી વિક્રમ સાથે દોસ્તી કરી.

વિક્રમની તો નવી જીદગી કેમ શરૂ થઈ રહી હોય તેમ ચહેરા પર ખુશી છવાઈ ગઈ. ને વિશાખા સામે બસ સ્માઇલ જ કરતો રહ્યો. વિશાખા પણ એક સારું કામ કરવા જઈ રહી હોય તેમ તેના ચહેરા પર પણ ખુશી છવાઈ હતી. બંને સાથે ચાલ્યા ને બાકીનો લેક્ચર લેવા ક્લાસ રૂમમાં ગયા.

વિક્રમ હવે વિશાખા સાથે રહીને તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યો હતો. પહેલા કરતા તે સામાન્ય થઈ રહ્યો હતો. રોજ કોલેજમાં વિશાખા અને વિક્રમ છેલ્લો લેક્ચર ક્લાસમાં મિસ કરતા ને ગાર્ડનમાં જઈ વાતો કરતા. વિશાખા તો વધુ વિક્રમને શિખામણ આપતી. વિશાખાએ એક ઉદ્દેશ્ય બનાવી લીધો હતો કે વિક્રમનું જીવન પરિવર્તન કરીને જંપીશ. પણ સ્વાતિ અને અંકિત બંને અજાણ હતા.

વિક્રમ ઘરે શાંત રહેવા લાગ્યો હતો. અને અભ્યાસમાં પણ ધ્યાન આપવા લાગ્યો હતો. વિક્રમનાં જીવનમાં પરિવર્તન જોઇને સ્વાતિ ને નવાઈ લાગી રહી હતી. વધારે તો નવાઈ ત્યારે લાગતી હતી કે રાજુભાઈ અને સ્વાતિ હોલમાં ટીવી જોઈ રહ્યા હોય ત્યારે તે પણ પાસે આવીને ટીવી જોવા બેસી જતો. તે તેની મમ્મી અમિતાબેન સાથે હવે ધીરે ધીરે સમય ઓછો પસાર કરવા લાગ્યો હતો.

આ બાજુ વિશાખા પણ થોડી ખોવાઈ ખોવાઈ રહેવા લાગી હતી. અંકિતે એકવાર પૂછ્યું કે વિશાખા કેમ ક્યાં ખોવાયેલી રહે છે ત્યારે તેનો જવાબ હતો તારી અને સ્વાતિ ની ચિંતા, ઘરનું કામ, કોલેજનો અભ્યાસ આટલુ બધું કરવાનું એટલે ક્યારેક મગજને તો થાક લાગે ને. પણ અંકિતે એ વિચાર્યું નહિ કે ક્લાસમાં તેની સાથે કોણ હોય છે ને એક લેક્ચર કેમ મિસ કરે છે.

ધીરે ધીરે વિક્રમમાં પુરેપુરો બદલાવ આવી ગયો. તે વિશાખાની દરેક વાત માનવા લાગ્યો હતો. વિક્રમ જ્યારે પણ વિશાખા સાથે સમય પસાર કરતો ત્યારે બહુ ખુશ રહેતો હતો. તે હવે તેની મમ્મી અને તેના ફ્રેન્ડને પણ ભૂલવા લાગ્યો. વિશાખાને અનુમાન આવી ગયું હતું કે વિક્રમ હવે સુધરી ગયો છે. હવે જે વિશાખાના મનમાં જે વિચાર્યું હતું તે વિક્રમ પાસે કરાવવાનો સમય આવી ગયો હતો.

એક દિવસ ગાર્ડનમાં બંને બેઠા હતા ત્યારે વિશાખાએ વિક્રમ સામે દોસ્તીનો હાથ લંબાવ્યો. વિક્રમના ચહેરા પર તો રોનક આવી ગઈ ને તે ઉભો થઇ નાચવા લાગ્યો. અરે...વિક્રમ એમાં નાચવાનું ન હોય. અને મારી વાત સાંભળ એમ કહી વિશાખા એ વિક્રમ ને નીચે બેસાડ્યો.

બોલ વિશાખા તું કહીશ તે હું કરીશ. તારા માટે તો હું જીવ આપવા તૈયાર છું. વિક્રમ હવે જીવ આપવા એટલા માટે તૈયાર હતો કે તે વિશાખા ને પ્રેમ કરવા લાગ્યો હતો. તે વિશાખા પાસે રહેતો ત્યારે તે ખુશ રહેતો હતો. તે ખુશી દુનિયાની મોટા માં મોટી ખુશી માની રહ્યો હતો.

વિક્રમ નીચે બેસ્યો ને વિશાખાનો હાથ પકડી કહ્યું. વિશાખા તું કહીશ તે કરીશ. મને ખબર છે તું બધું મારા સારા માટે કરી રહીં છે ને આશા છે કરતી રહીશ.

વિક્રમ આજથી તું સ્વાતિ અને તારા પપ્પા રાજુભાઈ સાથે તું સારું વર્તન કરીશ અને તારા મમ્મી અમિતાબેનથી દુર રહેજે. તારો સમય આવી ગયો છે તું હવે બધા ને બતાવી દે કે હું વિક્રમ પેલા જેવો વિક્રમ નથી, પણ અત્યારે બદલાયેલો વિક્રમ છું. અને પછી જો જીવવાની કેવી મજા આવે છે. પણ જો હજુ આપણી મિત્રતા ગુપ્ત જ રાખવાની છે. માં કેમ દીકરીના માથા પર પાથીએ પાથીએ તેલ નાખતી હોય તેમ વિશાખા વિક્રમ ને શિખામણ આપી રહી હતી.

તે દિવસે વિક્રમ ઘરે પહોંચ્યો તો તેમના પપ્પા રાજુભાઈ અને ઘનશ્યામભાઈ સ્વાતિ અને અંકિતના લગ્ન ની વાત કરી રહ્યા હતા. પહેલા તો વિક્રમ ચૂપચાપ તેના રૂમમાં જઈ કપડાં ચેન્જ કર્યા. પછી તે તેની પાસે જઈ બેસવા જાય છે. ત્યાં તે જુએ છે. પપ્પા રાજુભાઈ અને મમ્મી અમિતાબેન ઝગડો કરી રહ્યા હતા. અમિતાબેન કહી રહ્યા હતા. હું અને વિક્રમ આ લગ્ન માટે રાજી નથી. હું આ કોઈ કાળે લગ્ન કરવા દઈશ નહિ.

વિક્રમ બધા પાસે જઈ પહેલા બધાને પ્રણામ કરે છે ને મમ્મી અમિતાબેન ને કહે છે. મમ્મી હું તારી સાથે નથી, હું પપ્પા સાથે છું. અને રહી વાત સ્વાતિ ના લગ્ન ટાળવાની તો હું છું ત્યાં સુધી તો આ લગ્ન નહિ તળે. ભલે મારે તારી સાથે લડવું પડે. વિક્રમની આ વાત સાંભળીને તો બધા સ્તબ્ધ થઈ ગયા. આઘાતતો અમિતાબેનને લાગ્યો કે વિક્રમ મારાથી વિરુદ્ધ...!!!!

વિક્રમ પપ્પા રાજુભાઈ પાસે આવીને બેસી ગયો. રાજુભાઈ તો સમજી શક્યા નહિ કે વિક્રમ મારા થી દુર ભાગનાર આજે મારી બાજુમાં કેમ બેસી ગયો. હજુ તો રાજુભાઈ વિચારે છે ત્યાં ફરી વિક્રમ ઉભો થયો ને કહ્યું. હું મારી બહેનના લગ્ન ધામધૂમ થી કરવા માંગુ છું. ને એ બીડું હું મારી માથે લઉ છું. હું બધી જવાબદારી લઉ છું. અને મમ્મી તમે પણ સાંભળો હવે તમે પણ સુધરીને અમારી સાથે મળી જાવ નહિ તો મોડું થઈ જશે ને તમે આ મોટા મકાનમાં એકલા રહી જશો.

ત્યાં તો બધાનાં ચહેરા પર ખુશી આવી ગઈ પણ અમિતાબેન પોતાનું મો બગાડી ઊભા રહ્યા. તે પણ કઈક વિચાર કરવા લાગ્યા હતા. તેની ભૂલો તેની નજર સામે આવવા લાગી. તેને લાગ્યું આ જ સમય છે હું મારી ભૂલ સ્વીકારીને બધા સાથે ભળી જાવ જેથી બધાનો પ્રેમ ફરીથી બધાનો પ્રેમ મળે. નહિ તો મારે મારું જીવન એકલતામાં વિતાવવું પડશે. તે સીધા કિચનમાં ગયા ને એક મીઠાઈ પેકેટ લાવ્યા.

બધાને સ્માઇલ આપતા આપતા એક એક મીઠાઈ આપવા લાગ્યા. ત્યાં બેઠેલા બધા ના પાડી શક્યા નહિ. મીઠાઈ આપી અમિતાબેન રડવા લાગ્યા. રડતા રડતા બોલ્યા. મને માફ કરી દો. મે બહુ બધાને હેરાન કર્યા છે. પણ આજે મને મારી ભૂલો નો પસ્તાવો થાય છે. જો મારો નાલાયક દીકરો સુધરી જતો હોય તો હું તો એક માં એક પત્ની છું. અમિતાબેન હાથ જોડી માફી માંગવા લાગ્યા.

રાજુભાઈ ઊભા થયા ને અમિતાબેનના આંસુ લૂછ્યા ત્યાં તો અમિતાબેન રાજુભાઈને ભેટી પડી. રાજુભાઈ પણ અમિતાબેનને પણ અહેસાસ કરાવ્યો કે હજુ હું તને પ્રેમ કરું છું. ત્યાં વિક્રમ પણ મમ્મી પપ્પા ને ભેટી પડ્યો તો હવે સ્વાતિ થોડી બાકી રહે તે પણ આવીને બધાને ભેટી પડી. માહોલ એવો બન્યો કે જાણે ખોવાયેલો પરિવાર આજે મળ્યો હોય.

ઘનશ્યામભાઈ ઊભા થઈ બધાને સોફા પર બેસાડ્યા ને કહ્યું હું ખુશ છું કે તમારો પરિવાર ફરી એક થયો.

બાજુમાં બેઠેલા રાજુભાઈ એ ઘનશ્યામભાઈના હાથમાં હાથ મૂકીને કહ્યું આ બધું તમારા પરિવારના કારણે થયું છે. જો તમારા પરિવાર સાથે અમે ભળ્યા ન હોત તો આજે મારો પરિવાર એકલો અટૂલો ને છૂટો છવાયેલો રહેત. હું બધો શ્રેય તમારા પરિવાર ને જ આપુ છું.

રાજુભાઈ એ બધાની સામે એક સવાલ કર્યો કે મારો દીકરો વિક્રમનું જીવન પરિવર્તન કઈ રીતે થયું તે હજુ હું સમજી શક્યો નહિ.

વિક્રમનું જીવન પરિવર્તન કોણે કર્યું તે મહત્વનું નથી. ખુશી મનાવો કે તે હવે તે સારી જિંદગીની શરૂઆત કરી રહ્યો છે.
વિક્રમ બોલ્યો સાચી વાત છે. કોના થી બધું સારું થઈ રહ્યું છે તે ભૂલી અત્યાર જે થઈ રહ્યું છે તે વધાવી લઈએ.
હા હા વિક્રમ તારી વાત સાચી કહી બધા હસવા લાગ્યા.

ત્યાં રાજુભાઈ જે બ્રાહ્મણ ને કહ્યું હતું તે બ્રાહ્મણ આવી પહોંચ્યા. બધાએ તેનું સ્વાગત કર્યું અને રાજુભાઈ એ કહ્યું બ્રાહ્મણ દેવતા લગ્નની તારીખ આપી દો. જેથી સ્વાતિ અને અંકિત લગ્નના બંધનમાં બંધાઈ જાય.

બ્રાહ્મણ દેવતાએ ચોપડો ખોલ્યો ને આવતા બે મહિના પછી ની અગિયારસ નું મુહર્ત આપ્યું. ને બધાએ આ મુહર્ત સ્વીકાર્યું. ને રાજુભાઈ એ બ્રાહ્મણને એટલી દક્ષિણા આપી કે બ્રાહ્મણ રાજી થઈ બધાને આશીર્વાદ આપ્યા.

ઘનશ્યામભાઈ બધાની રજા લઈ જવા નીકળ્યા ત્યાં બહાર મૂકવા આવેલા રાજુભાઈ એ કહ્યું લગ્ન ની કોઈ ચિંતા કરશો નહિ બધું અમારી પર છોડી દો.

ભલે રાજુભાઈ પણ જોજો સમાજ એમ ન કહે કે દીકરાના બાપે કોઈ ખર્ચ કર્યા વગર તેના દીકરાને પરણાવી દીધો ને બધો ખર્ચો વેવાઈ પર ઢોળી દીધો.

સમાજ જે કહે તે પણ મારી દીકરીના લગ્ન તો આખું શહેર જોતું રહેવું જોઈએ. આખરે મારે એક જ દીકરી છે. અને હું તેના લગ્નમાં કોઈ કચાસ રાખવા નહિ દઉ. હું એવું આયોજન કરીશ કે તમને કોઈ કહેશે નહિ ને બધાને એમ જ લાગશે કે ઘનશ્યામભાઈએ તો જો કેવું લગ્નનું આયોજન કરી દીકરીને ધામધૂમ થી પરણાવી.

હાથ મિલાવી ઘનશ્યામભાઈએ કહ્યું ભલે વેવાઈ તમને જે યોગ્ય લાગે તે કરો. ચાલો વેવાઈ અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ એમ કહી પોતાના ઘર તરફ નીકળ્યા.

ફોનની રીંગ વાગી, ઘનશ્યામભાઈ એ જોયું તો રાજુભાઇનો ફોન હતો. જેવી વાત કરવા ગયા ત્યાં સામેથી રાજુભાઈ શું બોલ્યા કે ઘનશ્યામભાઈ ના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ. વિશાખા ઘનશ્યામભાઈને ચા આપવા આવી રહી હતી. ગમગીન થયેલો ચહેરો જોઈ વિશાખા એ કહ્યું પપ્પા બધું બરાબર તો છે ને.?

વિક્રમ નું એક્સીડન્ટ થઈ ગયું ને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ને તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. આ સાંભળી ને વિશાખાના હાથમાં રહેલી ચા પડી ગઈ ને ઘનશ્યામભાઈ કરતા તેનો ચહેરો ગમગીન થઈ ગયો. બેચેન બનેલી વિશાખા તેના રૂમમાં જઈ રડવા લાગી ને. વિક્રમને ફોન કરવા લાગી. પણ વિક્રમનો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો.

ઘનશ્યામભાઈ ત્યાં જવા બહાર નીકળી પોતાની બાઈક સ્ટાર્ટ કરી ત્યાં વિશાખા આવીને કહ્યું પપ્પા મારે પણ આવવું છે. ઉતાવળમાં ઘનશ્યામભાઈ કઈ બોલ્યા નહિ ને વિશાખા ને કહ્યું બેટી બેસી જા.

ઘનશ્યામભાઈ અને વિશાખા હોસ્પિટલ પહોંચ્યા ને વિક્રમને દાખેલ કરેલ રૂમમાં પહોંચ્યા. રાજુભાઈ અને અમિતાબેન બાજુ બાજુમાં બેઠા હતા. વિક્રમને પગમાં પાટાઓ હતા. વિક્રમની આ હાલત જોઈ વિશાખા દોડી ને તેને ગળે વળગી રહી. વિશાખાનું વિક્રમને ગળે વળગવું બધાને નાવાઇપણું લાગ્યું. કોઈ સમજી શક્યું નહિ કે બધા કરતાં વિશાખા કેમ વિક્રમના એક્સીડન્ટ થી આઘાતમાં છે.

ત્યાં સ્વાતિ દવા લઈને આવીને દવા ટેબલ પર રાખી ને બોલી. હું કહું વિશાખા આટલી બેચેન કેમ થઈ. બધાની નજર સ્વાતિ પર અટકી ગઈ. પણ વિશાખા માથું હલાવી સ્વાતિને ના પાડવા લાગી. વિશાખાનું આમ ના પાડવું બધા થોડું તો સમજી ગયા કે વિક્રમ અને વિશાખા વચ્ચે કઈક તો છે. પણ બધાને જાણવાની ઉત્સુકતા જાગી. બધા કહેવા લાગ્યા હવે સ્વાતિ કહી દે જે હોય તે..

સ્વાતિ એ કહ્યું વિશાખા આજે મોકો છે મને કહી દેવા દે પછી કાલે મોડું ન થઈ જાય. અને થઈ રહ્યું હોય તેનો કોઈ ઉદ્દેશ્ય હોય છે. આ એક્સીડન્ટ એક નિમિત્ત હસે તમને બંને ને મેળવવાનો.

ગોળગોળ વાત ન કર સ્વાતિ સીધે સીધું કહી દે જે હોય તે. એમને બધાને તે જાણવાની ઉત્સુકતા છે.

તો સાંભળો..
વિક્રમ ને સુધારવાનો બધો શ્રેય જાય છે વિશાખા પર. વિક્રમ અને વિશાખા એક સારા ફ્રેન્ડ બની ચૂક્યા છે. ને હવે તમારી પરવાનગી હોય તો તે બંધનમાં બંધાવવા માંગે છે. આ સાંભળી ને બધાના ચહેરા પર રોનક આવી ગઈ.

ત્યાં વિશાખા બોલી પેલા પ્રેમ તો થવા દો પછી આગળ વાત કરજો.
બેટી પ્રેમ તો લગ્ન પછી પણ થઈ શકે જે સાચો પ્રેમ હોય છે. બાકી લગ્ન પહેલાના પ્રેમ તો સ્વાર્થી હોય છે. તેમ રાજુભાઈ બોલ્યા.

ઘનશ્યામભાઈ ઊભા થયા ને વિશાખા નો હાથ વિક્રમ ના હાથમાં મૂકીને રાજુભાઇ ને કહ્યું આજ થી તમારી વહુ.

અમિતાબેન ને બોલવાનો મોકો મળ્યો તો તો હવે એક સાથે બંને ના લગ્ન કરી જ નાખો.
અમિતાબેનની વાત સાંભળી હોસ્પિટલમાં પાર્ટી જેવો માહોલ સર્જાયો બધા નાચવા લાગ્યા.

સમાપ્ત