welwishar books and stories free download online pdf in Gujarati

વેલવિશર

વેલવિશર
એક મંચ પર ઉભેલ અમે બે ખબર નહિ ક્યારે એકબીજાના જીવનભરના દોસ્તીના સગપણમાં પરોવાઈ જઈશું એનો ખ્યાલ જ ના રહ્યો. એ દિવસ હજીય યાદ છે જ્યારે એ મારી ઓફિસમાં નવી નવી જોઈન્ટ થઈ હતી, પહેલાં જ દિવસથી એક અજીબસી છાપ ઉપસાવી દીધી હતી મારા દિલમાં, આમતો ઉંમરમાં મારાથી આઠ દસ વર્ષનો ફરક હતો છતાંય અમારા બેની દોસ્તીનો સંબંધ એવો નિપુણ નીવડ્યો કે અમને કોઈ દિવસ ઉંમરનો બાધ ના રહ્યો.
એનું નામ ખ્યાતિ, એની ખ્યાતિ એવી અનુપમ કે હરહંમેશ મારા દિલમાં ઘર કરી દીધી, અમારા બેનાં ટુનિંગ એટલા સમાન થવા માંડ્યા કે એ અમારી દોસ્તીની મિસાલ બની ગઈ.આમ અમારા બે વચ્ચે સ્વભાવ જુદો હતો પરંતુ અંતની સમજણ સમાન હતી એના કારણથી જ અમારા બેનો સંબંધ નો સેતુ બંધાઈ ગયો.
એનો સ્વભાવ એટલે હંમેશ માટે દરેક પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર, દયાળુ અને આમ કડક સાચું કહેવામાં કોઈની શેહ ના રાખે, સાચા માટે એ કોઈની પણ જોડે લડી લે એનો આ સ્વભાવ મને ખૂબ પસંદ હતો, ઓફિસ એ અમારી દોસ્તીનો અડ્ડો, ઓફિસ જવાનું મન થાય પણ એના કારણે હવે તો, અમે બંને નક્કી કરી લઈએ રાજા પડવાના દિવસો પણ.જોડે જમવાનું, નવરાશના સમયમાં મોકો મળતાની સાથે એકબીજા જોડે બેસીને સુખદુઃખના સહારા બનવું, બોસ જોડે કઈ પ્રોબ્લેમ હોય કે કામમાં થતી ભૂલ હોય, કોઈ અણબનાવ હોય કે ખુશીઓના સંભારણાં માં એનો સાથ હંમેશ સાથે રહેતો.
અમારું ગ્રુપ આમ સરસ પણ સૌથી વધારે નજીક હું ખ્યાતિથી જ. એ હંમેશ માટે મારી હેલ્થની કાળજી એવું રીતે રાખતી કે બસ એ મારી બહેનની જ ગરજ જ ના સારતી હોય, કોઈ વાતમાં હું ખોટી હોવ તો મને સાચી રાહ આપવામાં એ મમ્મીની ગરજ પણ સારી લે, એક સાચા દોસ્તના દરેક વલણો એ એટલી બખૂબીથી નિભાવે કે બસ ઈશ્વરીય શક્તિ જ સાચે મારા જીવનમાં આવી ગઈ હોય!
સાચે દરેક મનુષ્યના જીવનમાં ઈશ્વર ક્યાંકને ક્યાંક એને મદદ કરે છે એની સાબિતી આપતું ઉદાહરણ એટલે મારી ખ્યાતિ જોડેની દોસ્તી! દોસ્તો એ જીવનનો સહારો હોય છે, એકબાજુ બધા સબંધોને જોખું ને એકબાજુ દોસ્તીને જોખુ તો દોસ્તીનું પલ્લું નીચે ઢળી પડે એ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર.
મિત્રો તો જીવનમાં ઘણા મળ્યા, ઘણા જીવનમાં ઘર કરીને રહી ગયા, કોઈ સાથ છોડીને દૂર વસી ગયા મારાથી, તો કોઈ છાપ છોડીને દિલમાં ચિત્રાઈ ગયા, એ બધા ચિત્રો માનું એક ચિત્ર એટલે ખ્યાતિ. દોસ્તીની મિસાલ કાયમ કરનારી એ જ્યારે ઓફીસમાં આવી ત્યારથી મારા ટચમાં.
એની રાહુલભાઇ અને અક્ષયભાઈ જોડે ટ્રેનિંગ પૂરી થઈ તરત જ મારા કામનું હેન્ડઓવર એને અપાયું અને મને નવો ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો, એ વખતે મને મારું કામ આપતા આપતા પણ એની જોડેથી ઘણું શીખવા મળ્યું, ભલે એને મારું કામ લીધું હાથે પરંતુ મને એમાં જે ગેરસમજો હતી એ બધી શીખવાડી દીધી. એ દિવસથી મારા દિલમાં એના પ્રત્યે માન ઉપજ્યું હતું, મારા કામમાં કોઈ પણ ખામી કાઢ્યા વગર મને સાચી સમજ આપીને સ્વીકારવાની એની ભાવના આજેય યાદ છે.
ઓફિસના કામ પ્રત્યેની એની નિષ્ઠા અને દરેક પ્રત્યે ફેમિલ્યર બનીને સંબંધ સાચવવાની પ્રેરણા મને એની જોડે થી જ મળે છે. એનો એને મારો સંબધ એટલો નિખાલસ કે સૌને અંદરખાને એ જોઈને જલન થાય, અમુક તો પાછા અમારા બે વચ્ચે અંતસ પડવાની લાલસા રાખે, પણ અમારા બે વચ્ચે એવી મીલીભગત કે સૌ થાપ ખાઈ જતાં. ઓફિસના મેનેજમેન્ટ સુધી અમારી દોસ્તીની ચર્ચા, ઘણી વાર અમારા સારા વ્યવહારનો દુરુપયોગ કરીને મોકો લેનાર મળી જતા, પણ અમારી નીતિ ભરેલા વ્યવહારો, કંપની પ્રત્યેની અમારી લાગણી, અમારા દોસ્તીના સગપણ અને અમારી સચ્ચાઈ એમને ક્યારેય કોઈની આગળ જુકાવી શકતા નથી, ઉતરોત્તર પ્રગતિ થાય અને નામનાં માં ક્યાંક એકબીજાના પૂરક બની રહીએ છીએ.
સાવ અજાણ એક દિવસ હતા અમે અને જોડે જીવતા થઈ ગયા એક બંધન સાથે. મે સુરત છોડ્યાને પાંચ વર્ષ થઈ ગયા પણ હું મારા સર્કલ ને ભૂલી નહોતી શકી, મને અહી અમદાવાદમાં મારા ફેમિલી સિવાય કોઈ સાચું સગપણ મળ્યું હોય તો એ મારી દોસ્ત ખ્યાતિ જ છે.પિયરથી દૂર પણ પિયરની ઓથ આપનાર વ્યક્તિ એટલે ખ્યાતિ જ!