benno runanubandh books and stories free download online pdf in Gujarati

બેનનો ઋણાનુંબંધ

આજનાં દિવસે નીલુ મને તારી બહુ જ યાદ આવે છે.એક વર્ષ વીતી ગયું નીલુ રક્ષાબંધનને પણ મને તો એમ જ લાગે છે કે હજી કાલે જ રક્ષાબંધન ગઈ. પણ બહેન આજે આ ખાલી હાથ જોઈને તારી યાદ ખૂબ જ આવી રહી છે.બેન આમ તો તને હું ભૂલું એવો એક પણ દિવસ નથી મારા માટે.પણ આજે! આજે તો બહેન ભાઈ બહેનનો દિવસ તો તારી યાદ આવ્યા વિના કેવી રીતે રહે?

બેન મને આજે પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તું આજે અમારી પાસે નથી.આજે બહેન તને કોરોના નામનો રાક્ષસ ખાઈ ગયો અને આ ભાઈ તારી રક્ષા પણ નાં કરી શક્યો.આ ભાઈ તને કોરોનાનાં સકંજામાંથી નાં બચાવી શક્યો.

બે વર્ષ પહેલા બહેન આપણે માં ખોઈ.એ સમય હતો રક્ષા બંધન પછીનો અને આજે સમય છે રક્ષાબંધન પહેલા નો.તું તો બહેન અમારાં માટે અમારી માં સમાન હતી.અમારી બધી જરૂરત તું પુરી કરનારી હતી.બેન મને તારી ખૂબ જ યાદ આવે છે.

મારી ભુલ પર હંમેશા મને સાચું શીખવતી.મમ્મી પપ્પાનાં મારથી અમને તું જ તો બચાવતી.દરેક તકલીફમાં હંમેશા તું જ મને સાથ આપતી.કેમ બેન તું અમારો સાથ છોડીને ચાલી ગઈ બેન કેમ?

સુજલ આજે રક્ષાબંધન નિમિતે મોટી બેન નીલુને ખૂબ જ યાદ કરી રહ્યો હતો.કેમ કે આજે નીલુ બધા જોડે ન હતી.કોરોનાને કારણે એનું થોડા દિવસ પહેલા જ મૃત્યુ થયુ હતુ.એનો દેહ તો ભગવાનને પ્યારો થઈ ગયો હતો પણ એની યાદ તો આજે પણ અકબંધ હતી.

ચાલો થોડુ નીલુ દીદી વિશે જણાવી દઉ.

મારી સૌથી મોટી બહેન નીલુ.ઉંમર પચાસ વર્ષ. હંમેશા હસતું વદન. ગોળ ચહેરો,ગોરો વાન.બધાની જોડે ખુશીથી રહેતી.કોઈ પણ ઘરે આવે ત્યારે એમને જમાડ્યા વગર ન જવા દેતી એવી મારી બહેન હતી.હું પણ કોઈ પણ સમયે એને ત્યાં જાઉ તો મને હંમેશા ગરમ જમવાનું બનાવીને આપતી.આજે એ માત્ર યાદ જ બનીને રહી ગઈ.

વાત જાણે એમ થઈ હતી કે મારા એક જીજાજીનું એક્સિડન્ટ થયુ હતું. તો ત્યાં મારો નાનો ભાઈ મારા જીજાજી હોસ્પિટલમાં જોડે રહેતો.એને કોરોના થઈ ગયો.એને એવા કોઈ લક્ષણ ન હતાં કે એને કોરોના થયો હશે. પણ એને ચેક કરાવતા ખબર પડી કે એને કોરોનાં થઈ ગયો છે.એટલે તરત જ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી.

થોડા દિવસ પછી અમે અમારાં જીજાજીની ખબર પૂછવા એમને ત્યાં ગયા.ત્યારે ત્યાં નીલુબેન પણ આવી હતી.અમે બધા જીજાજીના ખબર અંતર પૂછીને એમને ત્યાંથી અમારાં ઘરે આવવા માટે નીકળ્યા.

એજ રાતે અચાનક નીલુબેનને ખૂબ જ તાવ આવ્યો.
રિપોર્ટ કઢાવતા ખબર પડી કે બેનને કોરોના થઈ ગયો છે.એટલે તરત જ એમને હોસ્પિટલમાં એડમિટ કરી દીધા.

આ બાજું અમે એમનાં સંપર્કમાં આવ્યાં હતાં એટલે ડોક્ટરે અમને ઘરે જ રહેવા કહ્યુ અને કોઇના પણ સંપર્કમાં ન આવવા માટે કહ્યુ.

નીલુબેનનાં હસબન્ડને પણ ડોક્ટરે કોઈના સંપર્કમાં ન આવવા માટેની સલાહ આપી.

હોસ્પિટલમાં બેન પાસે પોતાનુ કહેવાય એવું કોઈ જ ન હતું. એમની પાસે બેનનાં જેઠ અને જેઠનાં દિકરાઓ જ જતા હતાં. બેનનાં બે દિકરાઓ પણ બંને દિકરાઓ ફોરેનમાં. એને કારણે બેન એકલા જ હતાં. બેનનો સંપર્ક બધાં માત્ર ફોનથી જ કરી શકતા હતાં.

જ્યારે બેનને આવું થવાનું હતું એનાં બે કલાક પહેલા જ બેન જોડે મે વિડિઓ કૉલ દ્ધારા બેન જોડે વાત કરી હતી.બે કલાક પછી જે સમાચાર આવ્યાં એ સાંભળી મને મારા પર વિશ્વાસ જ ન થયો.મને એમ જ લાગ્યું કે મે જે સાંભળ્યું એ ખોટુ છે.

મેં ફરી પાછો એમનાં જેઠનાં દિકરાને ફોન કર્યો.ત્યારે એને મને જણાવ્યું કે તમારી જોડે વાત કર્યા પછી અચાનક જ એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. એટલે તરત જ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં.પણ એમને પુરુ ઓક્સિજન ન મળવાને કારણે એ આપણને બધાને છોડીને જતાં રહ્યાં.

કેટલાં કમનસીબ અમે બધાં જે છેલ્લી ઘડી એ માં સમાન મારી બેનને અમે જોઈ પણ ન શક્યા.

છેલ્લી ઘડી એ બેન પાસે ન તો એમનાં દિકરાઓ હતાં.ન તો જીજાજી હતાં કે ન તો એક ભાઈ એમની પાસે હતો.બસ એકલા જ આવ્યાં અને એકલા જ જતાં રહ્યાં.

નીલુ ઘરમાં સૌથી મોટી એટલે હંમેશા દરેક બાબતમાં પહેલા નાના ભાઈ બહેનોનો વિચાર કરતી.મને હંમેશા પપ્પા મમ્મીનાં ગુસ્સાથી બચાવતી.એક માં તરીકે હંમેશા એની દરેક ફરજ નિભાવતી. આજે સાચે જ જ્યારે એને અમારાં બધાની જરૂરત હતી.ત્યારે અમારામાંથી કોઈ એક પણ એમની પાસે ન હતુ.

દુઃખી છું એ વાતથી કે બેનનું ઋણ ન ચૂકવી શક્યો.
હું તો એનો હંમેશા ઋણી રહીશ.ભલે એ મારી પાસે નથી પણ એમનું ઋણ તો હુ ક્યારેય ન ચૂકવી શકુ.

બેન સાચે જ તારી જગ્યા તો કોઈ લઈ ન શકે.

જેટલો સુંદર તારો ચહેરો,
એટલું જ સુંદર તારુ મન,
બેન તારી બહુ યાદ આવે....

હતી ખૂશિયોનો સાગર એ,
હતી વ્હાલનો દરિયો એ,
બેન તારી બહુ યાદ આવે....

આપ્યું તે હંમેશા મોટાને સન્માન,
આપ્યો તે હંમેશા નાનાને વ્હાલ,
બેન તારી બહુ યાદ આવે....

મીસ યુ સો મચ બેન.

રાજેશ્વરી