Manni vaat - 2 books and stories free download online pdf in Gujarati

મનની વાત ભાગ-૨

Competition Always Raise The Standard!
હરિફાઈ કાયમ ગુણવત્તા વધારે છે.આજકાલ દરેક જગ્યાએ ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.હરિફાઈ આપણા જીવનની ગુણવત્તા તો વધારે છે જો તે ખુદની સાથે હોય! હરિફાઈ કાયમ પોતાની સાથે હોવી જોઈએ,અન્ય સાથે નહીં.અન્યની સાથે સ્પર્ધામાં ઉતરવાથી ક્યાંક ને ક્યાંક વ્યક્તિ હતાશા તરફ વળે છે.આપણને હંમેશા એવું શીખવાડે છે આ દુનિયા કે પુુસ્તકીયુ જ્ઞાન મેળવીને આ ગળાકાપ હરીફાાઇમાં ટકી જશું પણ તેઓ વ્યવહારુ કે તાર્કિક જીવન કેવી રીતે જીવવું તે નથી શીખવી શકતા જે ખરેખર અત્યારના સમયમાં જરૂરી છે.હતાશામા નાંખનાર આ દુનિયા હતાશામાાંથી બહાર કેવી રીતે આવવું તે નથી શીખવતા.તે તો આપણે જાતે જ શીખવું પડશે માટે હરિફાઈ ખુદની સાથે રાખો.દરરોજ આપણે શું નવું શીખી શકીએ તે વિચારવાનું છે અને રોજ આપણી અંંદર કંઈક નવીન ફેેર આવી શકે તેેવા પ્રયાસો કરવા જોઈએ અને આમ કરવાથી આપણી ગુણવત્તામાં વધારો થશે અને એક નવા આત્મવિશ્વાસનો સંચાર થશે.
**********

આપણને જિંદગી નિર્વાહ માટે બહુ કંઈ સંશાધનોની જરૂર નથી હોતી.રોટી, કપડા અને મકાન સિવાય જિંદગી જીવવા માટે આવશ્યક છે લાગણી અને સ્નેહ.આપણે કાયમ રોટી, કપડા અને મકાન માટે આખી જિંદગી ખર્ચી નાંખીએ છીએ પણ હવે આપણે એટલા તો મૂડીવાદી થઈ ગયા છીએ કે આપણને સંબંધ બાંધવાની કે નિભાવવાની કોઈ જરૂર નથી લાગતી અને એજ સમય સૌ કોઈ ક્યાંક કોઈ ખૂણે શેર લાગણી ઝંખે છે અને આ જ આપણા બધાની વક્રોક્તિ છે.કાર્ય સ્થળે તો આપણે બહુ વ્યવસાયિક રીતે વર્તીએ જ છીએ પણ તે ધીરે ધીરે સંબંધમાં પણ આવતું જાય છે.દરેક સંબંધમાં આપણને કોઈ નફો કે સ્વાર્થ જ દેખાતો હોય છે.સમય જતા આપણે એ હદે મૂડીવાદી બની ગયા છીએ કે અઢળક પૈસા હોવા છતાં તેનો સંતોષ હોતો નથી અને વધુ ને વધુ આપણને દોલત એકઠી કરવાની ઈચ્છા થાય છે કારણ કે તે અનંત છે.આપણી ઈચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો, જીવનની છેલ્લી પળ સુધી આપણને કોઈ ને કોઈ વસ્તુની ઝંખના હોય જ છે.જે જિંદગી આપણે મિલકત ભેગી કરવા ખર્ચીએ છીએ એ અંતે અહીં જ રહી જવાની છે.આ સનાતન સત્ય જાણતા હોવા છતાં આપણા બધા માટે પૈસો જ સર્વસ્વ છે.જો આપણે સંબંધ નિભાવવા માટે જીવ્યા હોત તો કદાચ વિશ્વમાં હતાશાના કિસ્સા ઓછા હોત.રોટી, કપડા અને મકાન જેટલી જ પ્રાથમિક જરૂરિયાત છે 'પ્રેમ'!
**********

લાગે જ્યારે રોજીંદી જિંદગી કંટાળાજનક ત્યારે દરેક માટે હોય છે એક બ્રેક અનિવાર્ય!
ભારતીય સમાજમાં દરેક જણને ક્યારેક ને ક્યારેક તો રોજીંદા જીવનમાંથી એક બ્રેક જોઈતો હોય છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ.બોરડમનો જેટલો અણગમો એક સ્ત્રીને આવે છે એટલો જ અણગમો ક્યારેક પુરૂષને પણ થતો હશે.આપણા સમાજે પુરૂષોને ટૅકન ફૉર ગ્રાન્ટેડ લ‌ઈ લીધા છે.જ્યારે એક છોકરાનો જન્મ થાય છે ત્યારે આ સમાજ એને એવું શીખવે છે કે રડાય નહીં,આમ ન કરાય ને તેમ ન કરાય,છોકરાએ તો આમ જ વર્તવાનું હોય વગેરે વગેરે.
શું તેમનામાં સ્ત્રીની જેમ લાગણીઓ ન હોય? દેશ પુરુષ પ્રધાન છે તો તેમને આજીવન પથ્થર બનીને જ ફરવાનું? તો પછી આપણે ક્યાં અર્થમાં જાતિય સમાનતા(Gender Equality)ની વાત કરીએ છીએ?
જ્યારે એક સમય પછી જીવનમાં કંટાળો અનુભવાય ત્યારે બ્રેક લેવો જરૂરી છે ખુદની સાથે સમય પસાર કરવા અને થોડીવાર આપણા માટે જીવવા માટે કારણ કે આપણે હંમેશા જવાબદારીના નામે બીજા માટે જ જીવતા હોઈએ છીએ.હુ માનું છું આવા જ કોઇ બ્રેકની જરૂર એક પુરુષ ને પણ હોય છે અને તે બ્રેક લે એમાં કોઈ વાંધો પણ નથી.એક પોતાની નિજી જગા અને સ્વતંત્રતા સૌને જોઈતી જ હોય છે જ્યાં એ પોતાના માટે જીવી શકે થોડું!