DESTINY (PART-21) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-21)


જેમ જેમ સમય વિતવા લાગે છે તેમ તેમ જૈમિક એની તૈયારીમાં વ્યસ્ત થતો જાય છે અને નેત્રિ એની નોકરીમાં વ્યસ્ત થતી જાય છે. એક પળ માટે પણ અલગ ના થનાર બે વ્યક્તિ અલગ અલગ જીવન જીવતાં હોય એવો અનુભવ થવા લાગે છે.

જૈમિક ગ્રંથાલયમાં વાંચતો હોય છે ત્યારે તે બેઠાં બેઠાં વિચાર કરે છે કે આતો કેવી જિંદગી થઈ ગઈ છે. જેની માટે હું બધું કરી રહ્યો છું એને જ સમય નથી આપી રહ્યો. પહેલાં એક સેકંડ માટે પણ એવું નહોતું બનતું કે હું એની સાથે વાત કર્યાં વિના રહું ને આજે ફક્ત ને ફક્ત થોડીક વાત કરીને ચલાવી લેવું પડે છે.

ખરેખર ભગવાન મારી ધીરજની પરીક્ષા લેતાં હોય એવું લાગે છે. તો ભગવાન હું પણ તમને કહી દઉં કે જેટલો સમય હું એનાથી દૂર રહીશ એનાથી હજાર ગણો સમય તમારે એની સાથેનો મને વળતરમાં આપવો પડશે. કેમકે, હું આ જે કાંઈપણ કરી રહ્યો છું એ શા માટે કરી રહ્યો છું એ તારાથી છૂપું નથી.......!

હું નેત્રિને ખુબજ યાદ કરું છું ભગવાન એની સાથે વિતાવેલ હર એક પળ મારી નજર સમક્ષ ફર્યાં કરે છે હું હમેશાં માટે એ પળને મહેસૂસ કરવાં માંગુ છું. આ એની માટેની જ પરીક્ષા છે ભગવાન જે પરીક્ષામાં હું તારા આશિર્વાદથી સફળ થઈને જ રહીશ અને આ દૂર રહેલ હરેક પળનો હિસાબ લઈશ.

આમજ બંને એકબીજાથી દુર થતાં હોય એવો આભાસ થાય છે. થોડાક મહિના પછી અચાનક જૈમિકને નેત્રિને પોતાની દીકરી જેવી રાખતાં એની નોકરીના જ સર મળે છે. સર જૈમિકને ગળે લગાડીને કહે છે કેમ છે બેટા......?

હું ઠીક છું સર.........! તમે કેમ છો......?જૈમિક એમને જવાબ આપતાં જણાવે છે.

બસ બેટા હું એકદમ મજામાં છું......! ને કેમ દેખાતો નથી આજકાલ......? સર પૂછે છે.

બસ સરકારી નોકરીની તૈયારીમાં વ્યસ્ત હોઉં છું તો મોટાભાગે ક્યાંય જવાનું ટાળતા રહેવું પડે છે એવો ઉત્તર આપે છે.

સરસ મહેનત કરો બેટા........! ને જીવનમાં સફળ વ્યક્તિ બની મા-બાપનું નામ રોશન કરો અને પગભર થઈ સમાજમાં તમારું વર્ચસ્વ સ્થાપીત કરો.

હા પૂરેપૂરો પ્રયાસ છે આ વખતે તો જેનાથી નોકરી પાક્કી થઈ જાય ને નોકરીની ચિંતા પતી જાય પછી પરિવારના આશીર્વાદથી જ લગ્ન કરવાના છે જૈમિક આનંદ સાથે જણાવે છે.

લગ્ન..........? ખબર ના પડી બેટા મને.......? સર આશ્ચર્યથી પૂછે છે.

હા સર લગ્ન, મારો પરિવાર માની ગયો છે ને રાજીખુશીથી લગ્ન કરવાના છે એ પણ એના પરિવારને સહમત કરીને જૈમિક જણાવે છે.

તું જેમ કહે છે એ વાત પરથી બેટા મને એવું લાગે છે કે તારે અને નેત્રિને લગ્નના વિષય પર કોઈ ચર્ચા નથી થઈ......! સર આશ્ચર્યજનક થઈને કહે છે.

સાચી વાત સર ચર્ચા નથી કરી મેં હજુ મારો પરિવાર માની ગયો છે એ સરપ્રાઇઝ છે નેત્રિ માટે તો તમે પણ એને કાંઈજ કહેતાં નહીં અત્યારે કે મેં તમને આ બધી વાત કરી છે. જૈમિક ખુશી સાથે વ્યક્ત કરે છે.

પણ બેટા તું લગ્નનું કહે છે અને મને જ્યાં સુધી યાદ છે નેત્રિને મેં ઓફિસમાં ફોન પર વાત કરતાં સાંભળી હતી એ વાત પરથી કહું ત્યાં સુધી એને તો લગ્ન નથી કરવાના એવી વાત કરતી હતી એવું જૈમિકને જણાવે છે.

હસતાં હસતાં શું સર તમે પણ કેવી મજાક કરો છો......! જવાબ આપતા જૈમિક કહે છે.

હું જરાપણ મજાક નથી કરતો બેટા. હું સમજુ છું વાત કેટલી ગંભીર છે માટે આવા સમયમાં મજાક ના હોય સર વળતો જવાબ આપે છે.

શું તમને ખબર છે ફોન પર આવું નેત્રિએ કોને કહ્યું.......?હતાશ થઈને જૈમિક પૂછે છે.

હા નેત્રિએ જેને કહ્યું એને પણ જાણું છું અને એને ત્યાં સુધી પણ કહેતા સાંભળી કે એના પરિવારમાં બધાં નથી માનતાં તો નહીં કરી શકે લગ્ન પ્રશ્નનો જવાબ આપતા સર જણાવે છે.

તે આવું ક્યારેય ના કહે હું સારી રીતે જાણું છું જૈમિક જવાબ આપે છે.

હા મને ખબર છે તને ભરોસો નઈ થાય મારી પર પરંતુ તારા મિત્ર પર તો થશે ને.......?

મારો મિત્ર......? કોણ.......? જૈમિક અચંબામાં મુકાઈને પ્રશ્ન પૂછે છે.

એજ તારો મિત્ર જેને નેત્રિ ભાઈ માનીને રાખડી બાંધે છે એની સાથેજ તો વાત કરતી હતી નેત્રિ. એને તો આ વાતની પહેલાથી ખબર છે તો શું તને કઈ કહ્યું નથી એને હજુ સુધી.....? સર જણાવે છે.

હા ઓળખી ગયો પણ એ મારાથી ક્યારેય કોઈ વાત છુપાવી ના શકે એ હું ભલીભાતી જાણું છું જૈમિક વાતનો જવાબ આપે છે.

માનવું ના માનવું તારા મનની મરજી છે બેટા. મેં તો બસ જે વાત સાંભળી હતી એ તને કહીને છુટ્ટો એમ જણાવીને સર ત્યાથી નીકળી જાય છે.

અચાનક થયેલ આ સરની એક મુલાકાત જૈમિકને હલાવી દે છે અને વિચારવા પર મજબૂર કરી દે છે કે આ બધું શું સાંભળી રહ્યો છું.