Jungle raaz - 3 books and stories free download online pdf in Gujarati

જંગલ રાઝ - ભાગ - ૩

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ અને મેઘના વાતો કરી એમના બીજા ફ્રેન્ડ્સ ના આવવાની ખુશી મા હોસ્ટેલ મા જાય છે. કરણ ના ફ્રેન્ડ્સ આવી જાય છે. મેઘના ની ફ્રેન્ડ્સ હજી સુધી આવી નય એટલે એ એમની રાહ જોવે છે અને કોમલ સાથે મસ્તી મજાક કરે છે હવે જોઈએ આગળ. . . . . . . . . . .
મેઘના અને કોમલ એકબીજા સાથે મસ્તી કરતા હોય છે. એ સમયે અચાનક જ એની ફ્રેન્ડ્સ લોકો આવી ને જોર થી બૂમ પાડે છે. બંન્ને જણ ખુબ જ ગભરાઈ જાય છે. પછી જોવે છે તો એમની ફ્રેન્ડસ હોય છે. (પાયલ અને રચના)
મેઘના : તમને કંઈ ભાન છે કે નય અમે લોકો કેટલા ઘબરાઈ ગયા હતા તમને આવો જ મજાક સુઝ્યો?
પાયલ : ઓહ્ યાર જસ્ટ ફન કર્યુ છે તુ આટલી બધી સિરીયસ કેમ થાય છે?
મેઘના : થવુ જ પડે ને આવો મજાક કરવાનો હોય?
રચના : બસ હવે તુ આટલી બધી સિરીયસ થઈ જઈશ એવી ખબર હોત તો અમે મજાક જ ના કરતા. કંઈ નય આગળ થી અમે તમારી સાથે મજાક નય કરીએ.
કોમલ : એવુ નથી યાર, પણ તને નય ખબર કે કેટલા દિવસ થી મેઘના સાથે અજીબ ઘટના બને છે એના કારણે એ થોડો એવો વ્યવહાર કરે છે.
પાયલ : કેવી ઘટના અમને તો કહો ?
કોમલ બંન્ને ને બધી હકીકત જણાવે છે . રચના અને પાયલ બધુ જાણી ને મેઘના ની માફી માંગે છે. પછી મસ્તી મજાક કરતા બધા જમી ને ઊંઘી જાય છે. એ રાત્રે ફરી મેઘના ને એ જ સપનુ આવે છે. મેઘના ડરી ને જાગી જાય છે. ઊઠી ને સામે જોવે છે તો એને એ જ ઊભેલુ દેખાય છે જે એ સપના મા જોવે છે. એ બૂમ પાડવા જાય છે પણ એનો અવાજ દબાઈ જાય છે. સામે થી એ વ્યક્તિ એની પાસે આવી ને કહે છે કે મેઘના હુ તારી રાહ જોઉ છુ. જલ્દી આવી જા મારી પાસે. મેઘના ખુબ જ ડરી જાય છે બાજુ મા મુકેલો ગ્લાસ જોર થી નીચે ફેંકે છે. એની બધી ફ્રેન્ડ્સ જાગી જાય છે , પેલો વ્યક્તિ ગાયબ થઈ જાય છે. બધા મેઘના ને પુછે છે કે શુ થયુ? મેઘના બધી વાત કરે છે. આ બધુ સાંભળી કોમલ કરણ પાસે જાય છે એને બધી વાત કરે છે. કરણ એના રુમ મા જવાની વાત કરે છે કરણ ની સાથે વિજય અને તેના બે મિત્રો સમીર અને યશ પણ આવે છે. બધા મેઘના પાસે જાય છે મેઘના ખુબ જ ડરેલી હોય છે.
કરણ : મેઘના તુ ચિંતા ના કર તુ એક કામ કર કાલે જ રજા લઈ ને તુ તારા ગામડે નીકળ.
કોમલ : એ એકલી જશે ?
કરણ : અરે ના તમે બધા પણ સાથે જાવ.
કોમલ : તો અમે બધા ત્યા જઈ ને કરીશુ શુ?
કરણ : તમારે કશુ નય કરવાનુ હુ બે દિવસ પછી ત્યા આવીશ ત્યારે હુ બધુ કરીશ.
કોમલ : તો આપણે બધા જ બે દિવસ પછી જઈએ તો?
કરણ : હુ જે કહુ એ કરો ને તમે લોકો સામે સવાલો કેમ પુછો છો?
મેઘના : ભલે કરણ હુ કાલે જ જવા નીકળીશ અને હા કોમલ તમે લોકો પણ કાલે મારી સાથે જ આવશો.
આમ બધા બીજા દિવસે ગામડે જવા તૈયાર થઈ ગયા. કરણે એ લોકો ની સાથે સમીર અને યશ ને પણ જવા કહે છે. એ લોકો પણ જવા તૈયાર થાય છે. પછી બધા ઊંઘી જાય છે સવારે ઊઠી ને ફ્રેશ થઈ ને બધા રજા લઈ ને મેઘના ના ગામડે જવા નીકળે છે. ગામડે પહોંચી ને બસ સ્ટેન્ડે ઊતરે છે. મેઘના પહેલી જ વાર ગામડે આવી હોય છે એટલે એને એના ગામ નો રસ્તો ખબર નય હોતો. બસ સ્ટેન્ડ ની બાજુ મા ચા ની લારી હોય છે બધા ત્યા જઈ ને ગામ મા જવાનો રસ્તો પુછે છે. એ લારીવાળો રસ્તો બતાવે છે કે એક રસ્તો અહી થી જાય છે જે ખુબ લાંબો છે ૧૦ કિમી નો છે અને હમણા જવા માટે વાહન પણ નય મળે. બીજો રસ્તો છે જંગલ મા થઈને જવા નો જે ૩ કિમી નો છે. પછી બધા વિચારે છે કે શુ કરીએ પછી બધા નક્કી કરે છે કે જંગલ ના રસ્તે જ નીકળી જઈ એ આમ પણ સાંજ થવા આવી છે જલ્દી ઘરે પહોંચી જઈશુ. પેલા રસ્તે તો રાત પડી જશે ને ચાલી ચાલી ને થાકી જઈશુ. પછી બધા જંગલ ના રસ્તે નીકળે છે ગામ તરફ જવા. જંગલ ઘણુ વિશાળ અને એકદમ શાંત હતુ બધા ને જંગલ નુ વાતાવરણ ખુબ જ ગમ્યુ. ચાલતા ચાલતા આગળ એક ઝાડ પાસે ૨-૩ છોકરીઓ ઊભેલી દેખાઈ. ગામડા ના સાદા કપડા મા હતી ને મેક અપ ભારે ભરખમ કર્યો હતો. આ બધુ જોઈ મેઘના એની હંસી રોકી ના શકી. મેઘના ને હસતા જોઈ પેલી છોકરીઓ ગુસ્સે થઈ અને મેઘના ને બોલવા લાગી . મેઘના પણ સામે જવાબ આપવા લાગી. મેઘના અને એ છોકરીઓ નો ખુબ જ ઝઘડો થયો પછી મેઘના ના બધા ફ્રેન્ડ્સ વચ્ચે પડી ને બધુ ઠંડુ કર્યુ અને પોતાના રસ્તે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા બધા ગામ સુધી પહોંચ્યા, મેઘના કોઈ દિવસ એના ગામે ગઈ ન હતી એટલે એને પોતાનુ ઘર ખબર ન હતી. ગામ મા એણે પુછ્યુ પછી બધા ઘર બાજુ જાય છે. ઘરે પહોંચે છે, મેઘના ના મમ્મી રમીલાબેન રસોઈ કરતા હોય છે. એ મેઘના ને જોતા જ દોડી ને આવી ને મેઘના ને વળગી પડે છે અને ખુબ જ વ્હાલ કરે છે.
રમીલાબેન : કેમ છે દિકરા બોવ દિવસ પછી તને જોઈ મન ખુશ થઈ ગયુ પણ તુ અચાનક આવી ગઈ કહ્યુ પણ નય બધુ ઠીક ઠાક તો છે ને? તારુ ભણવાનુ કેવુ ચાલે છે?
મેઘના : અરે મમ્મી શાંત થા, અમે બધા બહાર થી ચાલી ને આવ્યા છે થાકી ગયા છે થોડીવાર બેસવા દે પછી શાંતિ થી વાત કરીએ.
રમીલાબેન : અરે હા, એ તો મને ધ્યાન જ રહ્યુ, સારુ તમે બધા અંદર આવો બેસો. અરે સાંભળો છો બહાર આવો જુઓ કોણ આવ્યુ છે?
કાળીદાસ : કોણ આવ્યુ છે હવે, ઊભી રહે આવુ છુ.
કાળીદાસ બહાર આવે છે મેઘના ને જોઈ ને ખુશ તો થાય છે પણ અચાનક એમને ગુસ્સો આવી જાય છે.
કાળીદાસ : તુ કેમ આવી અહી અમને પુછવુ તો જોઈએ આવતા પહેલા, તને નાનપણ થી જ આ ગામ થી દુર રાખી છે ખબર નય તને ?
રમીલાબેન : હવે બસ પણ કરો દિકરી પહેલીવાર એના ઘરે આવી છે બધા ની સામે શુ તમે પણ?
કાળીદાસ થોડા શાંત પડે છે રમીલાબેન મેઘના અને તેના બધા ફ્રેન્ડ્સ ને અંદર લઈ જાય છે. રમીલાબેન બધા ને આરામ કરવાનુ કહી રસોઈ બનાવામા લાગી જાય છે. બધા શાંતિ થી બેસે છે.
કોમલ : મેઘના તારા પપ્પા તારી પર આટલા ગુસ્સે કેમ થયા?
મેઘના : હુ અહી આવી એટલે .
પાયલ : પણ તારા અહી આવવાથી પપ્પા ને ખુશી થવી જોઈએ આ તો ગુસ્સો કરે છે એવુ કેમ?
રચના : હા મેઘના તારા પપ્પા કેમ તને અહી આવવા નથી દેતા
મેઘના : મને નથી ખબર મે નાનપણ થી આજે પહેલીવાર મારુ ગામ અને ઘર જોયુ.
આમ બધા એકબીજા સાથે વાતો કરે છે જમવાનુ તૈયાર થતા જ રમીલાબેન બધા ને જમવા બોલાવે છે. બધા ફ્રેશ થઈને જમવા બેસે છે. જમીને પછી બધા થોડીવાર વાતો કરી ઊંઘી જાય છે. મેઘના ને ફરી એ જ સપનુ આવે છે મેઘના ડરી ને જોર થી ચીસ પાડે છે. બધા જાગી જાય છે રમીલાબેન દોડી ને મેઘના પાસે જાય છે.
રમીલાબેન : શુ થયુ દિકરા તને, અરે તારુ શરીર આટલુ ગરમ કેમ છે.
મેઘના : ખબર નય મમ્મી પણ મારી તબિયત સારી નથી
કાળીદાસ : મે ના જ પાડી છે કે તુ અહી આવીશ નય પણ તો ય તુ અહી આવી હવે જો આ બિમાર પડી ગઈ.
રમીલાબેન : તમે પણ શુ ક્યાર ના એક જ વાત લઈ ને બેઠા છો છોકરી ને ઝપવા જ નય દેતા.
કાળીદાસ શાંત થાય છે. પછી બધા ઊંઘી જાય છે રમીલાબેન મેઘના સાથે જ ઊંઘી જાય છે. સવારે ઊઠી ને બધા ફ્રેશ થઈ ને ચા નાસ્તો કરી મેઘના ને દવાખાને લઈ ગયા. દવા લઈ ને આવ્યા પણ મેઘના ને કંઈ જ ફરક ના પડ્યો એણે ખાવા પીવા નુ પણ બંધ કરી દીધુ. બધા બોવ જ ટેન્શન મા હતા બે દિવસ થઈ ગયા પણ મેઘના ને સારુ ના થયુ . ખાધા પીધા વગર મેઘના સાવ સુકાઈ ગઈ. ત્રીજા દિવસે કરણ અને વિજય મેઘના ના ગામડે પહોંચે છે.
ક્રમશ :. . . . . . . . . . . . . . . . . . . .