Jungle raaz - 5 books and stories free download online pdf in Gujarati

જંગલ રાઝ - ભાગ - ૫

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મેઘના ના મિત્રો અને એના મમ્મી પપ્પા મોડે સુધી વાતો કરી ઊંઘી જાય છે. કરણ અને મેઘના જાગતા હોય છે એ બંન્ને વાતો કરતા કરતા એકબીજા મા ખોવાઈ જાય છે એકબીજા ને વળગી પડે છે અચાનક મેઘના ના કાન મા એક અવાજ સંભળાય છે કે છોડ એને એ તારો નથી, તુ મારી છે મેઘના બીજા કોઈ ની નય હવે જોઈએ આગળ. . .
અવાજ સાંભળતા જ મેઘના ઝાટકા થી કરણ ને દુર કરી દેય છે. કરણ ચોંકી જાય છે કે અચાનક મેઘના એ આવુ કેમ કર્યુ?
કરણ : શુ થયુ મેઘના તુ કેમ અચાનક મારા થી દૂર થઈ ગઈ?
મેઘના : કરણ મને ફરી પેલો અવાજ સંભળાયો જે તે દિવસે આપણે ગાર્ડન મા બેઠા હતા ને આમ જ એકબીજા ની નજીક આવ્યા ત્યારે સંભળાયો હતો.
કરણ : અરે કંઈ નય હુ છુ ને તારી સાથે તુ ચિંતા ના કર તુ આવ મારી પાસે કંઈ નય થાય તને અને હા ફરી થી તને અવાજ સંભળાય તો ગભરાતી નય ને મને છોડતી નય.
કરણ ની વાત સાંભળી બંન્ને ફરી એકબીજા ની નજીક આવી જાય છે. બંન્ને એકબીજા ને જોર થી વળગી પડે છે. હવે અવાજ કરણ ને સંભળાય છે કે મેઘના ને છોડ નહીતર તારુ સારુ નય થાય. કરણ જવાબ આપે છે કે મેઘના મારો પ્રેમ છે એને હુ નય છોડુ. તારા થી થાય એ કરી લે અને તુ છે કોણ મને કહેવાવાળો સામે તો આવ જરા ! કરણ આટલુ કહી અટકે છે અચાનક જોરદાર પવન ફૂંકાય છે. ઘરની લાઈટો ચાલુ બંધ થવા લાગે છે. ઘરના બધા જ ગભરાઈ ને જાગી જાય છે. પણ કોઈ ને સમજાતુ નથી કે આ બધુ શુ થઈ રહ્યુ છે. કરણ બધા ને કહે છે કે તમે લોકો આમ તેમ ના જાવ બધા જ મારી પાછળ રહો કોઈ ને કશુ જ નય થાય. બધા કરણ ની પાછળ આવી જાય છે. કરણ બધા ને જેમ તેમ કરી બહાર માતા ની ચોકી સુધી પહોંચાડે છે પછી બધુ શાંત થાય છે બધા ને રાહત નો અનુભવ થાય છે.
રમીલાબેન : આ બધુ શુ થાય છે, મારો તો બોવ જીવ ગભરાય છે. કોણ જાણે શુ થશે?
કરણ : આન્ટી તમે ચિંતા ના કરો બધુ સારુ થશે. અંકલ તમે શુ કર્યુ જે મે તમને કહ્યુ હતુ એ કામ કર્યુ?
કાળીદાસ : હા એ મને ખબર પડી ગઈ કે ક્યા રહે છે આપણે કાલે જ ત્યા જઈશુ.
કરણ : ભલે હમણા અહી બધા જ સુરક્ષિત છે અહી જ ઊંઘી જાવ સવારે બધા જઈશુ.
બધા ઊંઘી જાય છે પણ મેઘના અને કરણ ને ઊંઘ નય આવતી બંન્ને ના મન મા એક જ સવાલ ફર્યા કરતો હોય છે કે આખરે કોણ છે એ વ્યક્તિ જે આમ બધા ને હેરાન કરે છે રોજ દેખાય છે અને અમે ભેગા થઈએ તો એ વ્યક્તિ કેમ અમને અલગ પાડે છે. આમ વિચાર કરતા કરતા સવાર પડી જાય છે. બધા ઊઠી ને કામ મા લાગી જાય છે. ફ્રેશ થઈને બધા નીકળે છે તાંત્રિક પાસે જવા નીકળે છે, જેમ જેમ એ બધા તાંત્રિક ના ઠેકાણા નજીક આવતા જાય છે તેમ તેમ કરણ ની ઉત્સુક્તા વધતી જાય છે. તાંત્રિક ની ઝૂપડી નજીક બધા પહોંચે છે. ગાડી માથી ઊતરી બધા ઝૂપડી મા પ્રવેશ કરે છે. તાંત્રિક ની નજર સીધી મેઘના પર પડે છે.
તાંત્રિક : આવી ગઈ મનિષા, આખરે એ તને લઈ જ આયો અહી તને અહી આવવા મજબૂર કરી જ દીધી.
કાળીદાસ : બાબા આ તો મારી દિકરી છે એનુ નામ મેઘના છે
તાંત્રિક : એ તો આ જન્મ મા એનુ નામ મેઘના છે પણ પાછલા જન્મ મા એનુ નામ મનિષા હતુ.
કોમલ : આ બધુ શુ પાછલો જન્મ અને આ જન્મ આવુ બધુ કંઈ ના હોય.
તાંત્રિક : મુર્ખ છોકરી તને કંઈ જ ખબર નથી તુ મારી સિધ્ધિ જાણે છે? તુ મને ખોટો કહે છે?
કરણ : બાબા શાંત થઈ જાવ આ બધા વિશે આ છોકરી ને એટલી ખબર નથી, હુ એના તરફ થી આપની માફી માંગુ છુ.
તાંત્રિક : હા ભલે પણ હવે આ છોકરી કંઈ બોલવી ના જોઈએ
કરણ : કંઈ નય બોલે બાબા.
કાળીદાસ : બાબા મારી દિકરી શહેર મા ભણે છે , પણ કેટલાય દિવસ થી એને અજીબ પ્રકાર ના સપના આવે છે એને કોઈ દેખાય છે સપના મા એને પાસે બોલાવે છે. આ બધુ શુ થાય છે મારી દિકરી સાથે?
તાંત્રિક : એણે એની જીદ ચાલુ કરી દીધી એ આ છોકરી ને અહી લઈ જ આવ્યો.
કરણ : કોની વાત કરો છો આપ બાબા કોણ અહી લઈ આવ્યો છે.
તાંત્રિક : એ જ જે એને બેહદ મોહબ્બત કરતો હતો, એની સાથે જીવન વિતાવવા માંગતો હતો પણ લોકો ને એ મંજૂર ન હતુ અને એ બંન્ને વિખુટા પડી ગયા. આ છોકરી ને તો મોક્ષ મળી ગયો અને બીજો જન્મ થઈ ગયો પણ એ પ્રેતયોનિ બની ભટક્યા કરે છે એના પ્રેમ ને શોધ્યા કરે છે અને આખરે એણે એના પ્રેમ ને શોધી લીધો અને અહી લઈ જ આવ્યો.
કરણ : બાબા ખરેખર થયુ શુ હતુ એ લોકો કેમ અલગ પડી ગયા એ જણાવશો.
તાંત્રિક : હા એ તારા કારણે અલગ પડી ગયા.
કરણ : મારા કારણે? એવુ તો શુ થયુ હતુ?
તાંત્રિક : તારો પણ આ બીજો, જન્મ છે , એ જન્મ મા પણ તારા કારણે એનો પ્રેમ અધુરો રહી ગયો અને આ જન્મ મા પણ તુ જ વચ્ચે છે એટલે એ વધારે ઉશ્કેરાયેલો છે. બની શકે કે એ તારી પર જીવ જોખમ હુમલો પણ કરી શકે છે.
કરણ : પણ બાબા એનાથી બચવાનો કોઈ રસ્તો નથી?
તાંત્રિક : રસ્તો તો છે પણ કદાચ એ કામ કરી જાય ને ના પણ કરે કારણ કે એ ઘણા વર્ષો થી પ્રેમ ની આગ મા તપી રહ્યો છે હોઈ શકે કે હમણા એની શક્તિ વધારે હોય જે આપણે કાબુ મા ના કરી શકીએ.
કરણ : બાબા આપ તો બધુ જાણતા જ હશો તો મહેરબાની કરી ખરેખર શુ થયુ હતુ એ જણાવશો.
તાંત્રિક : હા જરુર જણાવીશ પણ હમણા મારી સાધના નો સમય થઈ ગયો છે એટલે હુ હમણા નય કહુ મારી સાધના પુરી થયા પછી કહીશ.
કરણ : પણ બાબા અમે ઘણા દુર થી આવ્યા છે, અને પાછા જઈને ફરી અહી આવીશુ તો વધારે તકલીફ થશે અમને અને કદાચ અમારી પર ફરી કો઼ઈ હુમલો થયો તો અમે લોકો શુ કરીશુ?
તાંત્રિક : તમે એની ચિંતા ના કરો અહી તમે રોકાઈ શકો છો પણ ધ્યાન રહે હુ સાધના પતાવી ને આવુ નહી ત્યા સુધી દરવાજા ની બહાર કોઈ જાય નહી નહીતર કંઈ પણ થઈ શકે છે કોઈ ના પણ જીવ ને જોખમ થઈ શકે છે.
કરણ : સારુ બાબા અમારા માથી કોઈ પણ બહાર નય જાય અમે તમે ના આવો ત્યા સુધી અહી જ રહીશુ.
તાંત્રિક એની સાધના કરવા જાય છે જતા પહેલા ઝૂપડી ની ચારે બાજુ ચોકી કરે છે જેથી કોઈ પણ ખરાબ શક્તિ અંદર પ્રવેશી ના શકે. બધા ના મન મા થોડો ડર પણ હતો ને થોડુ કુતુહલ પણ હતુ કે આ બધુ ચાલી શુ રહ્યુ છે.
કોમલ : અરે યાર આ જન્મ અને પાછલો જન્મ આ બધુ શુ છે મને તો કંઈ સમજાતુ નથી.
પાયલ : હા અને હુ તો માનતી જ નથી કે તમારો બીજો જન્મ હોય ને કોઈ નો પ્રેમ અધુરો રહેલો હોય.
રચના : હા અને હુ પણ નથી માનતી કે આત્મા જેવુ કંઈ હોય
કરણ : અરે તમે લોકો નથી જાણતા એટલે આવુ બધુ કહો છો બાકી ખરેખર આવુ હોય છે.
વિજય : હા મે પણ સાંભળ્યુ છે કે જેમ આપણી દુનિયા છે એમ આ લોકો ની પણ એમની દુનિયા છે.
યશ : હા અને આ ખરાબ શક્તિ ઓ એમના કાળ દરમિયાન જરુર દેખાય છે એ કોઈ ને નુકશાન તો નય કરતી પણ આપણે ડરીએ તો એ વધારે ડરાવશે.
સમીર : અને એ લોકો નુ કશુ અધુરુ રહી ગયુ હોય ત્યારે એ જરુર સામે આવે છે.
કાળીદાસ : તમે બધા શાંત રહો અહી મારી છોકરી ના જીવન નો પ્રશ્ન છે ને તમે બધા આવી વાતો કરી રહ્યા છો.
રમીલાબેન : તમે શાંત રહો ગુસ્સો ના કરો છોકરાઓ છે એ પણ થોડા ડરી ગયા છે.
કરણ : હા અંકલ કશુ જ નય થાય કોઈ ને તમે શાંત રહો બાબા ને આવી જવા દો પછી જોઈએ કે આપણે આગળ શુ કરવુ છે.
બધા શાંત થાય છે સાંજ પડવા આવી હોય છે એટલે બધા જમવાનુ બનાવવાની તૈયારી કરે છે જમવાનુ બનાવી ને જમી લે છે પછી બધા શાંત થઈને બેઠા હોય છે. રાત પડી જાય છે વારાફરતી બધા ઊંઘી જાય છે.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . .