Diary - 7 - last part books and stories free download online pdf in Gujarati

ડાયરી - ભાગ - ૭ - છેલ્લો ભાગ

હા, ચાલો સવારે સ્કુલ જવાનું છે ને ? વએહ્લા ઉઠવાનું છે..નિયતિનાં માથે હાથ ફેરવતા ક્યારે એને ઊંઘ આવી ગઈ ખબર જ નહિ પડી..પપ્પાનાં ખોળામાં જલ્દી સુવાની આદત હતી નિયતિને. રાજેશે નિયતિને બેડ પર બરાબર સુવડાવી અને અને તકિયા નીચેથી એની ડાયરી અડધી બ્હાર દેખાતી ડાયરી પર ધ્યાન ગયું..રાજેશે ડાયરી કાઢી અને વાંચવાની શરૂઆત કરી..
ડાયરી ભાગ - 7
આજે પપ્પા સાથે મંદિરે દર્શન કર્યા , ચોકલેટવાળું દૂધ પીધું...સ્કુલ બસ માં મુકવા આવી...રાજેશ ભાઈએ વાંચતા વાંચતા પાના ઉથલાવવા માંડ્યા..આગળ લખ્યું હતું...આજે મને ક્લાસમાં સરે વેરી ગુડ આપ્યું...વિનીતા નો આજે બર્થડે હતો એને ચોકલેટ આપી , સ્કૂલબસ માં બધી બેનપણીઓ સાથે અંતાક્ષરી રમ્યા હું બસમાં હતી ત્યારે બાબુ અંકલે મને ખોળામાં બેસાડી , મને ઘણી બધી કિસ પણ કરી...અને...આ વાંચતા જ રાજેશ નાં મોઢા ઉપર ટેન્શન...આવી ગયું...એણે ગુસ્સામાં ડાયરી ફેંકી અને ઊંઘમાં ડૂબેલી નિયતિનાં માથે હાથ ફેરવ્યો..પપ્પા લગભગ સમજી ગયા હતા કે દીકરીને શાનું ટેન્શન હતું...ત્યાં નિયતિની આંખો ખુલી ગઈ..
બેટા , બસવાળા બાબુ અંકલે તારી સાથે શું કર્યું..??
પપ્પા...
હા બોલ બેટા, બાબુએ તારી સાથે શું કર્યું..?
પપ્પા બાબુ અંકલે મને ખોળામાં બેસાડી...
અને આગળની દીકરીની વાત સાંભળી પપ્પાની આંખ સામે આખું દ્રશ્ય ખડું થઇ ગયું..
બસમાં સૌથી છેલ્લી રહી જતી નિયતિને ક્લીનર બાબુએ પોતાના ખોળામાં બેસાડી..બસની છેલ્લી સીટ પર લઇ જઈને નાનકડી અબુધ નિયતિને જબરદસ્તી કિસ કરી..
રાજેશનું લોહી ઉકળી રહ્યું હતું...
તે મને કહ્યું કેમ નહિ..?? બોલ...
પપ્પા..પપ્પા બાબુ અંકલે મને કોઈને કહેવાની નાં પાડી હતી..એમણે કહ્યું..હતું કે હું કોઈને કહીશ તો એ મને મારશે..બસમાંથી ફેંકી દેશે..
બાબુ.... હું એ નરાધમ ને નહિ છોડું...
આખરે વાતની વિસ્તારથી જાન સ્કુલના પ્રિન્સીપાલને કરી..જેમની સામે ક્લીનર બાબુને રાજેશભાઈએ એક થપ્પડ મારી અને બોચીથી પકડ્યો..
બોલ..બોલ..નાલાયક આવું તે કેમ કર્યું...??
મને માફ કરી દો..
માફી...?? હવે તો તું જેલના સળીયા પાછળ જઈશ...
એક મિનીટ સર , બાબુએ ગુનો કબુલ કર્યો છે અમે એને સ્કૂલમાંથી કાઢી નાખ્યો છે...પણ જો એને પોલીસમાં આપીશું તો સ્કુલનું નામ ખરાબ થશે...પ્રિન્સીપલ બોલ્યા.
નામ ખરાબ થશે..??? તમને સ્કુલના નામની પડી છે...?? આ નરાધમ જો છુટો રહ્યો તો ન જાણે બીજી કેટલી અણસમજુ દીકરીઓ સાથે....આવી હરકતો કરશે અને એને ડરાવશે , ધમકાવશે મારી નાખવાની ધમકી આપશે..આવા લોકોને તો જેલમાં જ નાખવા જોઈએ...
ત્યાં બીજી મમ્મીઓ અને એમની દીકરીઓ પણ આવે..જેમના હાથમાં ડાયરી હતી..
સરોજ બેન બોલ્યા : અને આ નરાધમ ની સાથે સાથે તમારી શાળાનાં વોચમેન ને પણ સજા મળવી જોઈએ...એ હરામખોરે અમારી દીકરી સાથે...છૂટછાટ લીધી છે...જે શ્વેતાએ આ ડાયરીમાં લખ્યું છે...
અમે પોલીસને ફોન કરીને કહી દીધું છે...
વોચમેન પણ આ બાબુ નાં ગામનો જ છે..બન્ને સાથે મળીને ઘણા પાપ કર્યા છે...
મને માફ કરી દો..બાબુ લગભગ બધાના પગમાં પડી ગયો અને આંસુ સારવા લાગ્યો..
પ્રિન્સીપલે એક પળની રાહ જોયા વિના બાબુને જોરદાર થપ્પડ મારી કહ્યું : માફી ને લાયક તું નથી...તમારા જેવા નરાધમ ને સજા તો મળવી જ જોઈએ
આવા અધમ કૃત્ય માત્ર દીકરીઓ સાથે નહિ કુમળી વયના દીકરા સાથે પણ થાય છે...માણસ નાં વેશમાં આમના જેવા ઘણા દાનવો આપણી આજુબાજુ જીવે છે....દરેક મમ્મીએ પોતાની દીકરીનું ધ્યાન તો રાખવું જ જોઈએ...આપણી આજુ બાજુ બધા જ સારા લોકો છે એવું માની લેવાની કોઈ જરૂર નથી...આપના નાનકડા બાળક પછી ભલે એ દીકરો હોય કે દીકરી એને સારા નરસાની સમજ આપણે જ આપવી પડશે. ડાયરી લખવાની શરૂઆત કરવી પડશે.
અને આપણે જ બાળકોની ભાષા સમજવી પડશે. એ બોલે નહિ પણ એમની આંખો ઘણું કહી જાય.
સમજે તે સમજદાર.
સમાપ્ત