Fari Mohhabat - 20 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 20

“ફરી મોહબ્બત”

ભાગ : ૨૦


એક સેંકેન્ડ માટે તો ઈવાને પણ સમજાયું નહીં કે શું કરવું..!! શું બોલવું...!! અચાનક એનો સ્વભાવ બદલાયો એ થોડી હસી, " અનય...!! માય સ્વીટહાર્ટ...!! બસ મને થોડો સમય આપ." એટલું કહી એ બેડ પર ગોઠવાઈ. ઈવાનો બદલાયેલું રૂપ જોઈને અનય ફરી જાણે બધું જ ભૂલી ગયો હોય તેમ એની નજદીક સરી ગયો, " ઈવા પ્લીઝ એક વાર મને તારી બાહોમાં આવવા દે. હું તારી મોહબ્બત પામવા તડપી રહ્યો છું. ઈવા...!!" કહીને અનયે એનો હાથ પકડી લીધો. એ પોતે જ નાના બાળકની જેમ ઈવાની છાતીએ વળગી પડ્યો તે સાથે જ ઈવાએ જોરથી ધક્કો મારીને હડસેલી દીધો, " શેની જબરજસ્તી છે આ?? દૂર રહે મારાથી... દૂર રહે..!!"

અનયને ગુંજી ઉઠ્યા ઈવાના કઠોર શબ્દો જે સુવાની પહેલા કીધું હતું.. એને પોતાનું કથન પણ યાદ આવી ગયું ડિવોર્સનું...પણ ઈવા પર કશી જાતની અસર ન હતી..!! રહી રહીને મનમાં એક જ સવાલ અનયના મનમાં ચાલતો કે ઈવા શેના માટે મને પોતાનાથી દૂર કરી રહી છે?? એ કેમ આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા નથી માંગતી...!! ઝઘડા પણ તો આ સેક્સ બાબતે જ તો વધી રહ્યા છે. ના તો માનસિક શાંતિ ના શારીરિક સુખ...ના મોહબ્બતનાં બે શબ્દો!! અનય ફક્ત વિચારોના વમળમાં પોતે જ ફસી જતો. દિમાગમાં ફક્ત પ્રશ્ન જ ટકરાતા. ઉત્તર એક પણ દિશાથી મળતો ન હતો..!!

અનય સોફા પરથી ઉઠીને આછા લેમ્પના પ્રકાશમાં ઘસઘસાટ સૂતેલી ઈવાનો ચહેરો નિહાળતો રહ્યો. જાણે ઈવાને તો કશા પણ પ્રકારનું ટેંશન જ ન હોય કે પછી આટલું આટલું થયા બાદ પણ એની લાઈફ નોર્મલ ચાલતી હોય તેમ એ નિરાંતે ઊંઘતી હતી. અનય થોડો આગળ વધ્યો. એનાથી હવે રહેવાતું ન હતું. કેમ જાણે પણ એ પોતાના પરનો કાબૂ ખોઈ બેસવાનો હોય તેવું એને લાગતું હતું. અનય ઈવાને પ્રેમથી નિહાળવા લાગ્યો. ઈવા હતી જ એટલી ખૂબસૂરત...!! લગ્ન બાદનો ઉન્માદ કેવો રહેતો હશે..શારીરિક સુખ પામીને કેવો અહેસાસ થતો હશે...!! વિચારતા જ એનું મન વિચલિત થઈ ઉઠતું!! સૂતેલી ઈવા પર એ અનાયસે જ ઝૂખ્યો. એનું મન ઈવાને લીપ કિસ કરવા માટે થનગની ઉઠ્યું. આતુરતાથી અનયના હોઠ ઈવાના હોઠના નજદીક પહોંચી ગયા. બસ માત્ર એના હોઠ પર એ પોતાના હોઠ ચાપે એટલી જ વાર પરંતુ બીજી જ પળે એના અંદરનો જાગૃત અનય રોકતો હોય તેમ એ ઝટકાથી દૂર ખસી ગયો. એના આંખમાંથી અચાનક આંસુ સરી આવ્યા..!! એને સમજ જ ન પડી કે એ કયા લાગણીથી રડી પડ્યો..!!

એ ઝડપથી ડ્રોઈંગરૂમમાં પહોંચી ગયો. એને ખૂબ રડવું હતું. ચિલ્લાવવું હતું. એક જ પ્રશ્ન.... કેમ??? કેમ એવું કરી રહી છે ઈવા તું...!!

એ સ્વગત જ વાત કરવા લાગ્યો દિલ ચિરાઈ જાય એટલી હદથી, " નહીં ટચ કરું ઈવા તને... નહીં ટચ કરું તારી મરજી વગર.. ભલે તું મારી વાઈફ છે... નહીં કરું ટચ...!! પણ એક દિવસ તું ફરી મોહબ્બત કરતી થઈ જશે મને...!!"

અનયની આખી રાત અફસોસ દુઃખી વેદનાથી ગઈ. એ વેદના જેણે કોઈ જાણતું જ ન હતું કે આ છોકરો લગ્ન બાદ શેનાથી પીડાઈ રહ્યો હતો. એ પોતાને અસહાય મહેસૂસ કરી રહ્યો હતો...!!

***

"ઈવા, હું દર્પણને..." અનય કશું કહે એના પહેલા જ ઈવાએ અધવચ્ચે જ વાતને કાપતા કહ્યું, " અનય મારે પબમાં જવું છે. તું આવીશ..??"

અનય ઊંડા વિચારમાં જ ઈવાને જોતો રહ્યો. પછી જાણે હોશમાં આવ્યો હોય તેમ કહેવા લાગ્યો, " ઈવા હું દર્પણને મળવા જાઉં છું. પછી કહું તને...!!"

"તું મારા માટે ડ્રિંક્સની વ્યવસ્થા કરી શકે છે અત્યારે?? મારે ડ્રિંક કરવું છે." ઈવાએ અનય તરફ નજર ઠેરવીને કહ્યું.

"ઈવા હું બિઝનેસ ઉભો થાય એની મીટિંગ માટે દર્પણને મળવા અત્યારે નીકળી રહ્યો છું." કહીને અનય નીકળવા જ જતો હતો ત્યાં જ ઈવા બરાડી, " તું કંઈ છોકરીને મળવા જઈ રહ્યો છે?? તારું પ્રેમનું લફરું ચાલતું છે એ કહે ને...!!"

અનય ફર્યો, " ઈવા ....!! ઈવા...જસ્ટ સ્ટોપ ઈટ યાર..!! પ્લીઝ મારુ જવાના ટાઈમે મૂડ ખરાબ નહીં કર... તારે પબમાં જવું હોય તો જા... અને તારે ડ્રિંક કરવું છે ને... વેઈટ લઈને આવું છું."

અનય ગુસ્સામાં જ બહાર ગયો. થોડી જ મિનીટમાં એ ઘરે ફર્યો ને ડ્રિંક્સની બે બોટલ મૂકતો ગયો.

***

અનયની દર્પણ સાથેની મીટિંગ સક્સેસ રહી હતી. એ ખુશ થતો ઘરે આવ્યો. અનયના મોમ તો બંનેના ઝગડા સહન ન થતા ગામમાં રહેલા ઘરમાં રહેવા જતા રહ્યાં હતાં. અનયે ખૂશીથી ચાર પાંચ વાર ડોરબેલ વગાડ્યો. પરંતુ ઈવા દરવાજો ખોલવા માટે આવી નહીં. એ ઈવાને ખુશખબરી આપવા માટે એક્સાઈટેડ હતો કે દર્પણ બિઝનેસ માટે જોઈતું ફંડ મદદ કરશે..!!

અનયે ફરી ત્રણ ચાર વાર ડોરબેલ વગાડ્યો. એને હવે ફાળ પડી. ચિંતામાં જ એની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલ્યો. એ અંદર પેઠો..."ઈવા... ઈવા..." કહીને બૂમ મારી. પણ ઘરમાં નીરવ શાંતિ હતી.


(ક્રમશ)