Darek khetrama safdata - 34 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 34

ભાગ 34
હેતુ નક્કી કરવાથી શું થતુ હોય છે ?

હેતુ નક્કી કરવાથી વ્યક્તીના વિચારો અને વર્તનમા પરીવર્તનો આવવાની શરુઆત થતી હોય છે, તે જડમુળથી બદલાવા લાગતો હોય છે, તેનામા એક્ટીવ અને રીઝલ્ટ ઓરીએન્ટેડ થીંકીંગનો વિકાસ થતો હોય છે જેથી તે બુદ્ધીથી નિર્ણયો લઈ શકતો હોય છે, તેના દરેક પ્રકારના સામર્થ્યમા વધારો થવા લાગતો હોય છે અને તે ગતીશીલ બનતો હોય છે.
હેતુ નિર્ધારીત કરવાથી પોતાના સામર્થ્યની જાણ થતી હોય છે, શું કરવુ અને શું ન કરવુ જોઇએ તેની સમજ વિકસતી હોય છે, વ્યક્તી પોતાના વિષય પ્રત્યે વધુ જાગૃત બનતો હોય છે, નવો ઉત્સાહ કે ચેલેંજ અનુભવતો હોય છે, તેના મનમા અનેક પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે, તેને તેઓ મેળવવા પ્રયત્નશીલ બનતા હોય છે જેથી તેઓ રાત દિવસ એક કરીને પણ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવી પોતાનુ ધાર્યુ પરીણામ મેળવી બતાવતા હોય છે.
જ્યારે કોઇ એવરેજ ૪૦-૫૦ % લાવનાર વિદ્યાર્થી ૯૦% લાવવાનુ લક્ષ્ય નિર્ધારીત કરતા હોય છે ત્યારે અચાનકથી તેને સમગ્ર પરિસ્થિતિઓનુ ભાન થતુ હોય છે, પોતે કેટલી મહેનત કરે છે અને હજુ કેટલી મહેનત કરવાની જરૂર છે તે સ્પષ્ટ થતુ હોય છે, નકામી રખડપટ્ટી, ગપ્પાબાજી કે ટાઇમપાસ બંધ કરી એકે એક પળનો ઉપયોગ કરી લેવો જોઇએ તેવી સમજનો વિકાસ થતો હોય છે જેથી વિદ્યાર્થી રાત દિવસ એક કરી ખુબ મહેનત કરવા પ્રેરાતો હોય છે. આવી મહેનતથી ભલે તે ૫૦થી સીધા ૯૦ % ન મેળવી શકે પણ ૭૦-૮૫ ટકાએતો પહોચીજ જતો હોય છે. તો આ રીતે માત્ર એક હેતુ નક્કી કરવાથી પણ વ્યક્તી પોતાના જીવનમા આમુલ પરીવર્તનો લાવી શકતા હોય છે.

હેતુઓ કેવા હોવા જોઇએ ?

હેતુઓ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોઇ શકે.
૧) ટુંકાગાળાના,
૨) મધ્યમ ગાળાના,
૩) લાંબાગાળાના .

દરેક વ્યક્તીના જીવનમા લાંબા ગાળાના હેતુઓ કે જીવન જીવવાનો ઉદ્દેશ હોવો જોઇએ. આ ઉદ્દેશને આધારેજ જીવનના નાના મોટા ગૌણ હેતુઓ નક્કી થતા હોય છે. આવા હેતુઓને કારણેજ જીવનની નાની મોટી પ્રવૃત્તીઓ વચ્ચે એકસુત્રતા જાળવી શકાતી હોય છે.
માત્ર આજ કે કાલ સુધીનુજ વિચારવા વાળા લોકોની બુદ્ધી ખુબ સંકુચીત બની જતી હોય છે. તેઓ લાંબાગાળે સહન કરવી પડતી સમસ્યાઓ, તકલીફો કે અસરોને સમજી શકતા હોતા નથી જેથી ઘણી વખત તેઓ મોટી મુશ્કેલીઓમા મુકાઇ જતા હોય છે. તમે પણ ઘણી વખત આવા આયોજનના અભાવને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ અનુભવીજ હશે. તો આવી પરિસ્થિતિઓનો સામનો ન કરવો પડે તેના માટે સૌ પ્રથમતો જીવનનો કે કોઇ કાર્ય કરવાનો ખાસ હેતુ સ્પષ્ટ કરવો જોઇએ અને ત્યાર બાદ તેને ૧,૨,૩,૫, કે ૧૦ વર્ષના ગાળામા વિભાજીત કરવો જોઇએ. આ રીતે નાના વિભાગોમા હેતુને વહેચવાથી તેને પ્રાપ્ત કરવો સરળ બની જતો હોય છે.
વધુમા હેતુ એ રીતે નક્કી કરવો જોઇએ કે જેથી આપણા જીવનના મોટાભાગના ક્ષેત્રોને પુરતો ન્યાય આપી તે બધા વચ્ચે સમતુલા જાળવી શકાય અને આપણો સર્વાંગી વિકાસ પણ થાય. એવો હેતુ ક્યારેય ન રાખવો જોઇએ કે જેથી વ્યક્તી આર્થીક, પારીવારીક, સામાજીક કે માનસીક રીતે પાયમાલ થઇ જાય. સમાજમા એવા ઘણા લોકોને તમે જોયાજ હશે કે જેઓ ખુબ ઓછા સમયમા વધારે મેળવવાની લાલચમા પોતાના પરીવાર, દેશ, સમાજ કે શરીરનેજ નુક્શાની પહોચાળી બેઠા હોય. ઘણા લોકોતો પાગલ પણ થઈ જતા હોય છે, પછી આવી જીંદગી કશા કામની રહેતી હોતી નથી. માટે કોઇ પણ હેતુ નક્કી કરતી વખતે કે તેને પ્રાપ્ત કરતી વખતે પોતાનુ નાણાકીય હીત, નૈતીક મુલ્યો, પોતાના ઘર, પરીવાર કે સમાજનુ હીત, સુખ શાંતી અને સંતોષનો પણ ખાસ વિચાર કરી લેવો જોઇએ. આમાના કોઇ પણ તત્વની ખામી જીવનમા ખુબ મોટી ઉથલપાથલ મચાવી દેતો હોય છે. તમે ગમે તેટલા રૂપીયા પૈસા કે ખ્યાતી કમાઈ લ્યો પણ તે બધુ ભોગવવા માટે તમારુ સ્વાસ્થ્ય કે પરીવારજનોજ સાથે ન હોય તો અઢળક મીલકતો પણ નકામી થઈ પડતી હોય છે. માટે હેતુ એવો રાખવો જોઇએ કે જેથી આપણા ધાર્યા કામ પણ થાય અને સાથે સાથે સમાજ, પરીવાર, સ્વાસ્થ્ય જાળવીને તેને ભોગવવાનુ સુખ પણ પ્રાપ્ત કરી શકાય.

જીવનમા કેટલા હેતુઓ હોવા જોઇએ ?

કોઇ નાના બાળક પાસે રમકડાનો ઢગલો કરી દો તો એ શું કરે છે ? ક્યારેય ઓબ્ઝર્વ કર્યુ છે ? એ બાળક નક્કીજ નહી કરી શકે કે એણે ક્યુ રમકડુ લેવુ અને ક્યુ નહી. આવી ગડમથલમાજ તે ૨-૩ મીનીટે રમકડા બદલ્યા કરતુ હોય છે અને આખરે કંટાળીને બધાજ રમકડા પડતા મુકી કોઇ બીજીજ પ્રવૃત્તીમા લાગી જતુ હોય છે. આટલા બધા રમકડા આપવાને બદલે તેને પ્રીય થઈ પડે તેવુ એકજ રમકડુ આપ્યુ હોય તો તે આખો દિવસ તેનાથી રમ્યા કરતુ હોય છે અને જીવની જેમ તેને સાચવતુ પણ હોય છે.
આપણી સાથે પણ આવુજ કંઈક થતુ હોય છે, બધુજ મેળવવાની લાલચમા આપણે કોઇ એક બાબત પર પુરતુ ધ્યાન કેન્દ્રીત કરી શકતા હોતા નથી જેથી આખરે બધુજ ગુમાવી બેસતા હોઇએ છીએ. માનવીની શક્તીઓની પણ એક મર્યાદા હોય છે, તેણે અનેક વિકલ્પોમાથી એકની પસંદગી કરવાની હોય છે. આવી પસંદગીઓમા થાપ ખાનાર વ્યક્તીએ ઘણુ બધુ ગુમાવવુ પડતુ હોય છે. એટલા માટેજ એક મહાન હેતુ એવો નક્કી કરવો જોઇએ કે જેથી બીજા તમામ નાના મોટા હેતુઓ આપોઆપ તેમા વણાઇ જાય અને બધાજ ઈચ્છીત પરીણામો પ્રાપ્ત થાય.

ઇચ્છા કે સ્વપ્ન હેતુમા ક્યારે પરીણમે ?

કોઇ કામ કરવાની માત્ર ઇચ્છા કરવી કે તેના સ્વપ્ન જોવા અને તેને પુરા કરી બતાવવા વચ્ચે મોટો તફાવત હોય છે. માત્ર ઇચ્છા કરાવાથી કોઇ કામ થઈ જતા નથી. તેના માટે તો સખત મહેનત કરવી પડતી હોય છે, ત્યાર બાદજ ઇચ્છાને હેતુમા ફેરવી કોઇ પ્રયત્ન કરી શકાતા હોય છે. તો હવે સવાલ એ થાય છે કે ઇચ્છાને હેતુમા કેવી રીતે ફેરવી શકાય ? તો તેના માટે નીચેના સ્ટેપ્સનુ પાલન કરવુ જોઇએ.

૧) સૌ પ્રથમ દ્રઢ નિશ્ચય કરો કે મારે મારી ઇચ્છા કે સ્વપ્નને પુર્ણ કરીનેજ રહેવુ છે. આવો મજબુત ઇરાદો તમારી ઇચ્છાને સુંદર હેતુનુ સ્વરૂપ આપવાની શરુઆત કરશે.

૨) ઇચ્છાને સ્પષ્ટ કરો.
ઇચ્છાને સુસ્પષ્ટ કરવી એટલે તેની બારીકાઇઓ સમજવાનો પ્રયત્ન કરવો. દા.ત. પાસ થવુ પણ ૯૦ % એજ પાસ થવુ અથવાતો ટકાવારી ન આવે તો ચાલશે પણ વિષય પર માસ્ટરીતો આવવીજ જોઇએ તે રીતનુ સ્પષ્ટીકરણ કરવુ જોઈએ. આવા સ્પષ્ટીકરણ કરવાથી કઈ દિશામા કેવી અને કેટલી મહેનત કરવી જોઈએ તે સમજી શકાતુ હોય છે.

૩) આયોજન કરો.
તમારે જે કંઈ પણ મેળવવુ છે તે કેવી રીતે મેળવશુ, તેના માટે કુલ કેટલા કાર્યો કરશુ, ક્યારે કરશુ, કોના દ્વારા કરશુ વગેરે જેવા તમામ પ્રકારના પ્રશ્નોની વિચારણા સતત મનમા ચાલુ રાખો અને તે મુજબનુ ખાસ આયોજન તૈયાર કરતા રહો.

૪) કાર્યપદ્ધત્તી નક્કી કરો.
હું મારી ઇચ્છાઓને આ રીતે પુર્ણ કરીશ અથવતો હું મારા કાર્યોને અમુક રીતે ક્યારેય પુર્ણ નહી કરુ એવી સ્પષ્ટતા કરો. આવી સ્પષ્ટતા એ તમારી કાર્યપદ્ધતી ગણાશે જે તમારા ઇરાદાઓને ખાસ દિશા આપશે.

૫) શીસ્તબદ્ધ બનો.
નક્કી કરેલા કાર્યો કે સ્ટેપ્સને કોઇ પણ પ્રકારના બહાના કે અનિયમીતતા વગર એટલેકે રોજનુ કાર્ય રોજે શીસ્તબદ્ધ રીતે પુર્ણ કરો, પોતાના કાર્ય સાથે કોઇ પણ પ્રકારની બાંધછોળ ન કરો.

૬) સમર્પીત બનો.
એક વખત હેતુ નક્કી થઈ ગયા બાદ તેને કોઇ પણ ભોગે પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરો અને જે કંઈ પણ ભોગ, ત્યાગ કે બલીદાન આપવા પડે તેના માટે તૈયાર રહો.

૭) સમયમર્યાદા બાંધો.
કોઇ પણ કામની સમયમર્યાદા બાંધતા કેટલા સમયમા કેટલુ કામ થવુજ જોઇએ તે નક્કી કરી શકાતુ હોય છે. દા.ત. ૩૦ દિવસમા ૩૦ પાઠ વાંચવાની ઇચ્છા હોય તો તેનો મતલબ એ થયો કે રોજનો ૧ પાઠ તો વંચાવવોજ જોઇએ. આ રીતે હેતુની સ્પષ્ટતા અને સરળતા વધી જવાથી વધુ સમજ પુર્વક કામ કરી શકાતુ હોય છે. વધુમા સમય મર્યાદા બંધાતા વધુ અને જડપથી કામ કરવાનો ઉત્સાહ તેમજ સમય ઓછો છે તેવો ભાસ થતા નકામી બાબતોથી દુર રહેવાની સમજણનો પણ વિકાસ થતો હોય છે. આમ પોતાની શક્તીઓને કોઇ એકજ કેન્દ્રબીંદુ પ્રાપ્ત થતા ઇચ્છાઓ કે સપનાઓ પ્રબળ લક્ષ્યમા પરીણમતા હોય છે.
આમ પોતાની ઇચ્છાઓને આ સાતેય કસોટીઓમા પાર કરવાથી તેને એક મજબુત હેતુનુ સ્વરૂપ આપી શકાતુ હોય છે.