devilry - 6 books and stories free download online pdf in Gujarati

જંતર મંતર - 6


જુલિયટ પોતાનો જાદુઈ ખેલ કરી રહી હતી પણ જુલિયટ પેલા માણસ થી બેખબર હતી ! કેમકે જુલિયટ એ સપના માં પણ વિચાર્યું ના હતું કે કોઈ તેની ઉપર કાળી વિદ્યાનો પ્રયોગ પણ કરી શકે ! જુલિયટ ના જાદુ નો ખેલ પણ ખૂબ સરસ રીતે જામ્યો હતો. જુલિયટ ના પ્રેક્ષકો પણ મનો મન ખુશ હતા, કેમકે આજથી પહેલા એમને ઘણા જાદુગર જોયા હતા; પણ બધા જ જુલિયટ થી નીચે હતા. પ્રેક્ષકો ને પોતાના પૈસા વસૂલ થવાની અને કંઇક નવું જોવાની ખુશી તેમના ચહેરા ઓ ઉપર સાફ દેખાઈ રહી હતી. જુલિયટ પોતાના હાથ ની કરામત નો ઉપયોગ કરી ને એક પછી એક જોરદાર જાદુ કરી રહી હતી. જેને જોઈને ત્યાં બેઠેલા બધા જ પ્રેક્ષકો નો ઉત્સાહ પણ વધી રહ્યો હતો.

“ બોલો મજા આવી રહી છે ને ? મારી પાસે હજુ તમારી માટે બઉ બધું છે! તમે તૈયાર છો ને આગળ ના સફર માં મારો સાથ આપવા માટે ?” જુલિયટ એ ઉત્સાહ માં આવી ને પૂછી લીધું.

“ હા જુલિયટ ! તમારા જાદુ નો કોઈ મુકાબલો નથી ! જુલિયટ…. જુલિયટ…. જુલિયટ…..” પ્રેક્ષકો

જુલિયટ પોતાના નામ ની ચારે બાજુ ચર્ચા સાંભળી ને ખુબ જ ખુશ થઈ રહી હતી. આજથી પહેલા એને આટલો પ્રેમ ક્યારેય પણ ના મળ્યો હતો. પણ આ પ્રેમ માં જુલિયટ ગઈ કાલે જે એની સાથે થયું હતું એને ભૂલી જ ગઈ હતી. જુલિયટ ના શો માં હવે દશ મિનિટ નો વિરામ આવે છે.

જુલિયટ પોતાના રૂમ તરફ જઈ રહી હતી ! જુલિયટ ને ફરીવાર એવી જ બેચેની મહેસૂસ થવા લાગે છે જે પેલા કાળા ધુમાડા ના લીધે એને થઈ રહી હતી ! જુલિયટ ને એ જ સમયે કાલ થયેલી વાત યાદ આવી જાય છે. જુલિયટ એના થી થોડી દુઃખી થઈ જાય છે. પણ જુલિયટ હંમેશા પોઝિટિવ જ રહેતી ! એટલે એ બાબત ભૂલી ને જુલિયટ હવે સારા વિચાર કરવામાં લાગી જાય છે.

“ ગઈ કાલે જે થયું એને મારે ભૂલી જવું જોઈએ ! આજે મારી સાથે મારા શો માં બધું સારું જ થઈ રહ્યું છે. જેની મારે ખુશી મનાવવાની છે. મારે ગયેલા ની જગ્યા એ એવું વિચારવાનું છે કે હું મારા પ્રેક્ષકો ને નવું શું બતાવી શકું ! “ જુલિયટ ની અંતર આત્મા

જુલિયટ પોતાની અંતર આત્મા ની અવાજ સાંભળી ને વિચારવા માં લાગી જાય છે કે આજે શું નવું કરું ? જુલિયટ ના મન માં એક થી એક ચડિયાતા વિચારો આવી રહ્યા છે. એ મનમાં ને મનમાં ઘણું બધું પ્લાનિંગ કરી લે છે કે આમ કરીશ હવે , તેમ કરીશ હવે. જુલિયટ નું મન ખૂબ જ ચંચળ હતું , એટલે રોકાવાનું નામ જ ના લેતુ હતું. જુલિયટ ના દિમાગ માં એટલા બધા ખયાલી ફુલાવ પાકી ગયા હતા કે જુલિયટ આ બધા જાદુ કરી લે તો લગભગ બે થી ત્રણ દિવસ આરામ થી નીકળી જાય. “

જેની ના ચહેરા ઉપર સ્માઈલ હોય છે કેમકે જુલિયટ ખુશ હોય છે. જેની ને ઊંઘ માં પણ જુલિયટ ઉપર હસવાનું આવી રહ્યું હોય છે. જુલિયટ ના દયાળું હ્રદય ઉપર પ્રેમ પણ જેની ને ખૂબ જ આવી રહ્યો છે. કેમકે જેટલું જુલિયટ વિચારતી હતી તેના પ્રેક્ષકો માટે એટલું કોઈ જ વિચારી ન શકે. ને જેની પોતાની પીઠ ફેરવે છે ને તેના ચહેરા ઉપર અચાનક જ ઉદાસી છવાઈ જાય છે. પણ કેમ ???……


“ જુલિયટ શાંતિ થી બેઠી હોય છે! જુલિયટ નવા વિચારો કરી કરીને ખુશ થઈ રહી હોય છે. ને અચાનક જ જુલિયટ ને તેની આસપાસ કોઈક હોવાનો આભાસ થવા લાગે છે. જુલિયટ પોતાનું મોં ફેરવી ને જોવાની કોશિશ કરે છે પણ કોઈ જ તેને દેખાતું નથી. જુલિયટ પછી એમ માની લે છે કે સાયદ આ તેનો ભ્રમ છે. પણ આ જુલિયટ નો ભ્રમ નોહતો! આ શરૂઆત હતી ! કાળા જાદુ નો અસર શરૂ થવાની. જુલિયટ તરફ પેલો માણસ પણ આગળ આવી રહ્યો હતો ! જે જુલિયટ ઉપર આ બધું તંત્ર મંત્ર કરી રહ્યો હતો. ફરીવાર પેલો છાયો જુલિયટ ની આંખો આગળ આવીને ગાયબ થઈ જાય છે પણ જુલિયટ નું ધ્યાન નોતું એટલે તે પેલા છાયા ને જોઈ ન શકી.

જુલિયટ ના રૂમ સુધી પેલો માણસ આવી ચૂક્યો હતો; પણ જુલિયટ ને હજુ સુધી એ માણસ ની આવવાની ભનક સુધી ન હતી. આ એજ માણસ હતો જે જુલિયટ ને બરબાદ કરવા માટે કાળા જાદુ નો સહારો લઇ રહ્યો હતો. પણ આ બધી વાત થી અજાણ જુલિયટ પોતાના ખયાલી ફૂલાવ પકાવામાં જ લાગી હતી.

“ જુલિયટ ! ક્યા ખોવાયેલી છે ? તારો પ્રેમ તારા દરવાજા ની ચોખટ ઉપર આવીને ઊભો છે અને તમને ભનક સુધી પણ નથી? જુલિયટ જાગ યાર! ક્યા ખોવાયેલી છે? “ પેલો માણસ

“ ઓ જેમ્સ તમે ! સોરી બાબુ મારું ધ્યાન નોતું ! પણ જેમ્સ તમે ગુજરાત થી ક્યારે આવ્યા ? અને મને જણાવ્યું પણ નઈ! “ જુલિયટ

“ જુલી ( જુલિયટ ) બેબી હું તો જ્યારથી તું આ દેશ માં આવી છે ત્યારથી હું અહી જ છું ! હું તને આકર્ષક સપ્રાઈઝ આપવાનો હતો આપડા સ્પેશિયલ દિવસ ઉપર ! પણ કાલે તારી સાથે જે પેરુ માં થયું એને લીધે હું મારી જાત ને રોકી ના શક્યો એટલે આવી ગયો તારી પાસે! હવે કોઈ પ્રશ્ન ના કરતી અને આવીને મને હગ કરી લે.”. જેમ્સ


જેમ્સ ને જુલિયટ એક હગ કરી લે છે. પછી જેમ્સ ના ગાલ ઉપર એક ચુંબન કરી લે છે. જેમ્સ ના હાથ માં પોતાનો હાથ પકડીને જુલિયટ જેમ્સ ને સ્ટેજ ઉપર લઇ જાય છે. હવે જુલિયટ ના જાદુ નો સફર ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો હતો. જુલિયટ ના અંદર ખૂબ જ હિંમત ભરેલી હતી કેમકે જુલિયટ નો પ્રેમ જેમ્સ તેની સાથે હતો. જુલિયટ જેમ્સ ને સામે ની તરફ સીટ ઉપર બેસવાનો ઇશારો કરે છે. જેમ્સ જઈને સામે ની સીટ ઉપર બેસી જાય છે. જુલિયટ તેની સામે જોઇને થોડુક મલકાય છે, ને સામે જેમ્સ પણ જુલિયટ ને સ્માઈલ આપે છે.


“ તૈયાર છો ને બધા ફરી એકવાર જુલિયટ ના જાદુઈ સફર માં સફર કરવા માટે ?” જુલિયટ

“ હા… હા… જુલિયટ અમે તૈયાર છીએ ! જુલિયટ.. જુલિયટ…. જુલિયટ…” પ્રેક્ષકો

ચારે બાજુ પોતાનું નામ ગુંજતું સાંભળી ને જુલિયટ ની શક્તિ ઓ આજે વધારે પડતી ઉત્સાહિત થઈ ચૂકી હતી. જુલિયટ નો પ્રેમ જેમ્સ પણ તેની સાથે હતો. જુલિયટ ફરી એકવાર પોતાનો હાથ ઊંચો કરે છે ને તેના હાથ માં પોતાની છડી આવી જાય છે. ચારે બાજુ તાળીઓ પડવાની પણ ચાલુ હતી. જુલિયટ એ પોતાનો હાથ આગળ કર્યો ને “ સિયા તુપા અલીફા” ને જુલિયટ ના હાથ ઉપર થી એક પછી એક રંગબેરંગી પતંગિયા ઉડવા લાગે છે. આ પતંગિયા ખૂબ મોટી સંખ્યા માં હોય છે. જુલિયટ ના આખા સ્ટેજ અને પ્રેક્ષકો ઉપર પણ પતંગિયા ઉડવા લાગે છે. બધા ના ચહેરા ઉપર જુલિયટ ખુશી લાવી ને મૂકી દે છે. ચારે બાજુ જોર જોરથી તાળીઓ પડવા લાગે છે ને એક જ અવાજ હતો “ જુલિયટ…. જુલિયટ….. જુલિયટ….” જુલિયટ એવી છોકરી હતી જેને બીજાને ખુશીયો આપવાથી ખુશી મળતી હતી. “


સવાર ની મીઠી પરોઢ ઉગી નીકળે છે ને જેની ને ફેરી જગાવી દે છે. ફેરી ના ચહેરા ઉપર જેની ને ખુશી સાફ દેખાઈ રહી હતી. આ ખુશી નું કારણ પણ જેની જ હતી. કેમકે જેની થોડા દિવસ થી રોજ ચીખ પાડી ને જાગતી એટલે હેરી અને ફેરી ની ઊંઘ ઉડી જતી હતી! પણ આજે જેની ને જગાડવી પડી. જેની નો મૂડ પણ આજે સારો હતો. જેની ને ખુશ જોઇને જ હેરી અને ફેરી ખુશ થઈ જતા હતા. પણ જેની ના મનમાં સવાલો હતા કે જુલિયટ અને જેમ્સ એક બીજાને પ્રેમ બહુ કરે છે તો જેમ્સ કેમ જુલિયટ પર કાળુ જાદુ કરીને એને બરબાદ કરવા માગે છે? જેમ્સ નો મકસદ શું છે? ઘણા બધા પ્રશ્નો જેની ચંચળ મનમાં દોડી રહ્યા છે. પણ આ પ્રશ્નો નો જવાબ હવે એને આગળ ના સપના માં જ મળી શકે એમ હતો. એટલે જેની વિચારવાનું છોડી ને નાસ્તો કરવા બેસી જાય છે.


ક્રમશ……



સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary