devilry - 9 books and stories free download online pdf in Gujarati

જંતર મંતર - 9



જુલિયટ હિંમત કરી ને પોતાના પ્રેમી જેમ્સ ને પાણી ભરેલી પેટી માં બંધ કરવા જાય છે. જેમ્સ ના હાથ અને પગ સોકળ વડે બાંધી દેવામાં આવે છે. જેમ્સ ને પેટી ની અંદર પૂરવાની તૈયારી હોય છે. જુલિયટ ની આંખો માં જેમ્સ જોઈ રહ્યો હોય છે. આજે જેમ્સ ની આંખો જુલિયટ ને પ્રેરણા આપી રહી હતી. જુલિયટ જેમ્સ ની નજીક જઈને તેને હગ કરી દે છે. જુલિયટ પછી જેમ્સ ના ગાલ ઉપર ચુંબન કરી ને જેમ્સ ને પેટી માં બંધ કરી દે છે. જુલિયટ ના સાથી મિત્રો દ્વારા આ પેટી ઉપર પણ સોકળ લગાવવા માં આવે છે.

જુલિયટ થોડી ગભરાઈ રહી હોય છે ત્યારે તેને જેમ્સ ની એક વાત યાદ આવે છે. “ જુલિયટ જ્યારે પણ તને ડર લાગવા લાગે! ત્યારે તું મારી આ પ્રેરણા ભરી આંખો ને યાદ કરજે. તારા મનમાં રહેલો ડર ક્યાંક દૂર ભાગી જશે.” જેમ્સ ની આ વાત યાદ આવતા જ જુલિયટ ની અંદર હિંમત આવી જાય છે. જુલિયટ ફરી એકવાર પેલી પેટી ઉપર પોતાનો જાદુ શરૂ કરી દે છે. જુલિયટ ના મન માં ફરીવાર આ જાદુ ને સફળ બનાવવાની હિંમત જેમ્સ આપી ને જ પેલી પાણી ભરેલી પેટી માં ગયો હતો.

પેલો માણસ હવે થોડી મુઝવણ માં મુકાયો હતો “ આજે પણ જુલિયટ આ પાણી ભરેલી પેટી માં ગઈ હોત તો ! હું આજે જુલિયટ ને હંમેશા માટે મિટાવી ને ઉપર એના શિવ પાસે મોકલી દોત. પણ આ જેમ્સ ના લીધે એ શક્ય જ નથી. એકવાર જુલિયટ નો અંત થઈ જાય પછી હું આ દુનિયા માં રાજ કરીશ. પછી મારી આ કાળી વિદ્યા અને મારી જાદુઈ દુનિયા ને એટલી ઉપર સુધી લઈ જઈશ કે મારો કોઈ મુકાબલો નઈ હોય! “ પેલો માણસ મનમાં ને મનમાં ખયાલી ખીચડી પકાવી રહ્યો હતો. પણ આજે એની ખીચડી પાકે એમ હતી જ નઈ કેમકે એના ગેસ ના બાટલા માં ગેસ ની જગ્યા એ આજે પાણી હતું. પેલો માણસે કોશિશ તો ઘણી બધી કરી રહ્યો હતો પણ આજે જુલિયટ ઉપર તે કંઈ કરી શકે એમ ન હતો. જુલિયટ પાસે દુનિયાની સૌથી મોટી તાકાત એટલે એનો જેમ્સ ! જ્યાર સુધી જુલિયટ સાથે એનો પ્રેમ હતો ત્યાર સુધી જુલિયટ નો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ ન હતું.

જેમ્સ ને પેટી માં પૂરાયે હવે નવ મિનિટ થઈ ચૂકી હતી. જુલિયટ નો જાદુ અત્યાર સુધી સફળ રીતે ચાલી રહ્યો હતો. હવે આ જાદુ નો આખરી પડાવ જુલિયટ ને પાર કરવાનો હતો. જુલિયટ માટે આ સમય ખૂબ જ અઘરો હતો. કેમકે જુલિયટ ની સામે પોતાનો પ્રેમ જેમ્સ હતો. જેને હર હાલ માં જુલિયટ એ બચાવો જ પડશે. જુલિયટ પોતાની એકાગ્રતા ને મજબૂત કરી રહી હતી; અને જ્યારે પણ એને ડર લાગતો ત્યારે જેમ્સ ના કહ્યા પ્રમાણે તે જેમ્સ ની પ્રેરણા ભરેલી આંખો ને યાદ કરી લેતી. જુલિયટ ને હવે આખરી મંત્ર બોલવાનો હતો, જેના લીધે જેમ્સ ના હાથ અને પગ ઉપર બાંધેલી સોકળ ખુલી જશે.

જુલિયટ પૂરા જોશ અને વિશ્વાસ સાથે “ જીયા કિયા ફિયા ટુ અલિફા “ ને છડી પેલી પાણી ભરેલી પેટી ઉપર ટકાવી દીધી. જુલિયટ ના દિલ ની ધડકન સેકન્ડ સેન્કડ એ વધી રહી હતી. ત્યાં બેઠેલા દરેક પ્રેક્ષક ની નજર પેલી પાણી ભરેલી પેટી ઉપર જ કંડારાયેલી હતી. જુલિયટ ઉપર અહી જેમ્સ સિવાય કોઈને પણ ભરોસો હતો નઈ. જુલિયટ બધા પ્રેક્ષકો આશા ભરેલી આંખો લઈને પેલી પાણી ભરેલી પેટી ને જોઈ રહ્યા હતા. ત્યારે પેલો માણસ….

“ જુલિયટ શું થયું ફરીવાર તારું જાદુ અસફળ ? જલ્દી થી પેટી ખોલી દે નહિતર તું તારા પ્રેમ ને પણ હંમેશા હંમેશા માટે ખોઈ બેસીશ. જુલિયટ જલ્દી કર શું વિચારી રહી છે. પેટી ખોલી દે જુલિયટ! “ પેલો માણસ

એટલા માં પેટી ખુલી રહી હોય તેવો અવાજ આવે છે. એટલે પેલા માણસ નું મોં સિવાય જાય છે. પણ પેલા માણસ ની વાત સાંભળી ને જુલિયટ તો ઘણી જ વ્યતીત થઈ ચૂકી હોય છે. જુલિયટ ને ખુબ જ ડર લાગી રહ્યો હોય છે; એટલે તે પેલી પાણી ભરેલી પેટી ખૂલવાનો અવાજ પણ સાંભળી શકતી નથી. જેમ્સ પેટી માંથી બહાર નીકળી જુલિયટ તરફ આગળ વધી રહ્યો હોય છે. પેલા માણસ ને પોતાની આંખો ઉપર આજે વિશ્વાસ ન થઈ રહ્યો હતો. કેમકે તેને જુલિયટ ના આ જાદુ ને નિષ્ફળ કરવા માટે કોઈ જ કચાશ એને છોડી ન હતી. જુલિયટ ના મન માં હજુ સુધી પણ ડર ભરેલો જ હતો કેમકે તેને એવું જ હતું કે તેને પોતાના પ્રેમ જેમ્સ ને હમેશાં માટે ખોઈ દીધો. જેમ્સ તેની નજીક આવીને……

“ જુલિયટ હું ઠીક છું. તારો જાદુ કામ કરી ગયો. જુલિયટ આપડો પ્રેમ જીતી ગયો. જુલિયટ મારી સામે જો હું એકદમ ઠીક છું. જુલિયટ જો આ લોકો જુલિયટ….. જુલિયટ…. કરી રહ્યા છે. આ એજ લોકો છે જેને તારા ઉપર આજે વિશ્વાસ ન હતો! જુલિયટ જો તે એજ લોકો નો આજે ફરીવાર તે વિશ્વાસ જીતી લીધો. જો એજ તારા પ્રેક્ષકો તારા નામનું રટણ કરી રહ્યા છે. જુલિયટ….. તારી આંખો ખોલ યાર.” જેમ્સ


જુલિયટ ના કાને હવે પોતાના પ્રેમ જેમ્સ નો અવાજ પડી ચૂક્યો હતો. જુલિયટ ની અંદર હવે હિંમત ન હતી કે તે પોતાની આંખો ખોલી શકે. પણ જેમ્સ ના કહેવા થી જુલિયટ ધીરે ધીરે પોતાની બંધ આંખો ને ખોલે છે. જુલિયટ ની નજર સામે પોતાનો પ્રેમ જેમ્સ સહી સલામત હતો. જેને જોઈને જુલિયટ ની આંખો માંથી ધરધર આંસુ વહેવા લાગ્યા. જુલિયટ ની આંખો માં આંસુ જોઈ જેમ્સ એ પોતાના બંને હાથ આગળ કરી જુલિયટ ને પોતાની બાહો માં સમાવી દીધી. થોડા સમય પછી જુલિયટ શાંત થઈ જાય છે. જુલિયટ નો શો પૂરો થઈ ગયો હતો એટલે જુલિયટ તેના પ્રેક્ષકો નો આભાર માની ને શો ની પૂર્ણાહૂતિ કરી દીધી.

જુલિયટ નો શો પૂરો થયા પછી એ જેમ્સ સાથે તેના રૂમ ઉપર જવા માટે નીકળી ગઈ. જુલિયટ ને આજે ખૂબ જ થાક લાગ્યો હતો એટલે તે પોતાનું માથું જેમ્સ ના ખભા ઉપર મૂકીને ગહેરી ઊંઘ માં ઊંધી જાય છે. જુલિયટ ને શાંતિ થી સૂતી જોઇને જેમ્સ નું મન પણ શાંત થઈ જાય છે. જુલિયટ ની સામે જેમ્સ ની નજર હોય છે. જુલિયટ ના માસૂમ ચહેરા ને જોઇને જેમ્સ ને એ દિવસ ની યાદ આવી જાય છે; જે દિવસે જુલિયટ એ જેમ્સ ના અનહદ પ્રેમ નો સ્વીકારી લીધો હતો…


બે વર્ષ પહેલા એટલે કે 23 જૂન 1870 ના દિવસે જેમ્સ એ જુલિયટ ને પોતાના દિલ ની વાત કહી હતી, પણ જુલિયટ એ જેમ્સ પાસે થોડો સમય માગ્યો હતો. આજે ઠીક એક મહિના પછી જુલિયટ એ જેમ્સ ને મળવા માટે બોલાવ્યો હતો. જેમ્સ ના દિલ ની ધડકન પણ હવે તેજ થઈ ચૂકી હતી. જેમ્સ સમય કરતાં વહેલો જ ત્યાં આવી ગયો હતો. સામે ની તરફ થી જુલિયટ જેમ્સ તરફ આવી રહી હતી. જેને જોઈને જેમ્સ ના દિલ ની ધડકન અને તેના ચહેરા ઉપર ખુશી સેકન્ડે વધી રહી હતી. આજે પૂરા એક મહિના પછી જેમ્સ પોતાની જુલિયટ ને મળી રહ્યો હતો એટલે એના મન માં ખુશી તો ખૂબ જ હતી પણ ક્યાંક ને ક્યાંક એના મન માં એ ડર પણ હતો કે જુલિયટ નો જવાબ શું હશે! જેમ્સ ની તરફ જુલિયટ નજીક સુધી આવી ગઈ હતી. એટલે જેમ્સ થોડો અધીરો થઈને જુલિયટ તરફ આગળ જાય છે.

“ જુલિયટ કેમ છે ? હું તરસી ગયો હતો તને જોવા માટે. આ આખા મહિના માં બસ મારા મન માં એક જ પ્રશ્ન હતો કે તારો જવાબ શું હશે. તારો જવાબ જે પણ હોય, પણ હું આખી જિંદગી તારી રાહ જોવા માટે તૈયાર છું. તારી હા હોય કે ના પણ હું તો તને હંમેશા પ્રેમ કરતો જ રહીશ. જુલિયટ તું ચિંતા ના કરતી તારો જવાબ ગમે તે હશે મને મંજૂર છે. જુલિયટ મે તો બધી રાતો એજ વસ્તુ ને વિચારવા માં નીકળી દીધી છે! કે તારો જવાબ શું હશે? પણ તારો જવાબ ગમે તે હોય મને મંજૂર હશે. જુલિયટ હું તારી માટે ગમે તે કરી શકું છું. આખી આ જિંદગી તારી રાહ જોવા માટે પણ હું તૈયાર છું. “ જેમ્સ

“ અરે થોડો શ્વાસ તો લઈ લે યાર ! “ જુલિયટ


ક્રમશ………….






સ્ટોરી લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary