DESTINY (PART-24) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-24)


જ્યારે એક તરફ ફોન બંદ કરીને જૈમિક રડી રહ્યો હોય છે ત્યારે બીજી તરફ નેત્રિ પણ રડતાં રડતાં જૈમિકને ફોન પર ફોન કર્યાં કરે છે અને વિચારે છે આ મારી જ ભૂલ છે. મારે જૈમિકને પહેલાં જ કહી દેવાનું હતું કે હું લગ્ન નહીં કરી શકું આજે એને બીજા વ્યક્તિ દ્વારા જાણીને કેટલું દુ:ખ થયું હશે એની માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.

નેત્રિ ફોન કર્યાં કરે છે અને અચાનક ફોનની રિંગ વાગે છે ટ્રિંગ..... ટ્રિંગ....... ટ્રિંગ.......... ટ્રિંગ..........! જૈમિક ફોન જોવે છે પણ પહેલીવાર નેત્રિનો ફોન જોઈને એના હાથ ધ્રૂજવા લાગે છે એને કાંઈજ સમજાતું નથી શું કરું ઘણું વિચાર્યા પછી એ ફોન ઉઠાવે છે અને કહે છે ફોન ના કરીશ નહિતો હું પાછો ફોન બંદ કરી દઈશ.

નેત્રિ રડતાં રડતાં કહે જૈમિક મારી વાત સાંભળો એકવાર બસ તમે ક્યાં છો એ કહો હું અત્યારે જ આવું છું તમને મળવા. આપણે મળીને વાત કરીએ બધીજ.

જૈમિક હતાશ થઈને કહે વાત........? હવે વાત કરવા માટે કઈ બચ્યું છે ખરું......? અને હું તારી સાથે વાત કરવા પણ કેમ આવું છેલ્લાં ઘણાં દિવસથી તું મારી અવગણના કરતી હતી ત્યારે તને મળવાનો વિચાર ના આવ્યો......?

નેત્રિ કહે હું માફી માંગું છું તમારી અવગણના કરવા બદલ પણ તમે સમજો એની પાછળ કાંઈક કારણ છે જે હું તમને મળીને બધીજ વાત કરવા ઈચ્છું છું.

જૈમિક જણાવે છે મળવાનું કઈ કારણ જ નથી હવે તો મળીને શું કરીશું હવે .....?

છે કારણ અને એ છે પ્રેમ........! આપણા પ્રેમ માટે તમારે મળવું પડશે નેત્રિ જણાવે છે.

પ્રેમ.......? ખરેખર......? તને હવે યાદ આવ્યો પ્રેમ.......? તને યાદ પણ છે કે આપણાં વચ્ચે પ્રેમ છે......! સરસ......! તને યાદ તો છે.....! આભાર તારો યાદ રાખવા બદલ હતાશા સાથે કહે છે.

હું માનું છું મારી ભૂલ છે. તમે મને માફ ના કરો પણ બસ એકવાર કહો તમે ક્યાં છો હું મળવા માટે આવું છું નેત્રિ દુ:ખ સાથે વ્યક્ત કરે છે.

મને માફ કરજે નેત્રિ હું તારા જેટલો કઠોર નઈ થઈ શકું પરંતુ અત્યારે તને મળવા માટે મારામાં હિંમત નથી માટે આપણે કાલે સવારે મળીશું એમ કહી ફોન રાખી દે છે.

નેત્રિના મળવા માટેના પ્રસ્તાવ પર રાજી થઈને સવારે મળવાના વાયદા પછી આખી રાત જાગતાં જૈમિક વિચાર્યા કરે છે કે ભગવાન આ તારો કેવો ન્યાય છે......? જેનાં વિના જીવવાનું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું એજ માણસ મારાથી દૂર રહેવાનું વિચારી શકે છે અને અલગ થવાનો નિર્ણય પણ લઈ લે છે. શું આ પ્રેમ ફક્ત એના સુધી જ સીમિત હતો.....? અને જો એવું નહોતું તો છૂટા પડવાનો નિર્ણય એણે એકલા હાથે કઈ રીતે લઈ લીધો.....?

મેં એની માટે શું શું નથી કર્યું......? મેં એની માટે મારી જાતને બદલી નાખી. પરિવારના દરેક સભ્ય જોડે ઝઘડતો રહ્યો એની માટે જે મને આમ અધ વચ્ચે મૂકીને મારાથી અલગ થવા માંગે છે. એની સાથે રહેવા માટે હું કેટલા પ્રયાસ કરી રહ્યો છું શું એને એ પણ નથી દેખાતું......? મેં એને મારી પ્રેમિકા નઈ પણ મારી જીવનસાથી માનીને જ આજ સુધી એની સાથે સમય વિતાવ્યો છે શું એ બધું જ ભૂલી ગઈ......?

એણે મારા વિશ્વાસની જરા પણ કદર ના કરી.....? જો એણે નહોતું રહેવું મારી સાથે તો પહેલા કેમ મને આટલા બધાં સપનાં બતાવ્યા......? કેમ મારી સાથે લગ્નના વાયદા કર્યા......? એક એક પળ મને કેમ ખાસ છું હું એની માટે એવી અનુભૂતિ કરાવી......? એની સાથે વિતાવેલ હર એક પળ મારી માટે ફક્ત એક પળ નઈ પરંતુ એથી ઘણું વિશેષ છે. એની વિના હું અધૂરો છું શું એને નથી ખબર......?

એના મને આમ અધ વચ્ચે મૂકીને જવાથી શું હું જીવી શકીશ કે મરી જઈશ એનાથી પણ એને કાંઈજ ફરક નથી પડતો.....? જેનાં વિના મારા હૃદયમાં બીજું કાંઈજ ચાલતું ના હોય એજ વ્યક્તિ હવે અચાનક મારા હૃદયમાંથી વિદાય લઈ લેશે.....? મને એકલો ભટકવા માટે તરછોડી દેશે.....? અને એણે જવું જ હતું તો પહેલા કેમ નઈ ને હવે જ કેમ......?

આખી રાત જૈમિક સુવાનો પ્રયાસ કરે છે પણ એની ઊંઘ પણ જાણે એનાથી દૂર નીકળી ગઈ હોય. જ્યારે અહીંયા જૈમિક આટલા બધાં પ્રશ્નો વચ્ચે ગૂંચવાઈ રહ્યો હોય છે ત્યારે બીજી તરફ નેત્રિ પથારીમાં ડાબા પડખેથી જમણે અને જમણેથી ડાબે એમ ફર્યાં કરે છે પરંતુ એને પણ ઊંઘ જાણે એનાથી નિરાશ હોય એવું થાય છે અને રડતાં રડતાં બસ પોતાની જાતની નિંદા કરે છે અને વિચારે છે.

હું ખુબજ સ્વાર્થી છું. હું જાણું છું મારે જૈમિક સાથે આવું ના કરવું જોઈએ પણ હું મજબૂર છું. મેં પહેલાં જ કહ્યું હતું જૈમિકને મારી માટે પપ્પા પછી હવે તમે જ છો. તો પછી હું મારા જીવનના પ્રથમ વ્યક્તિને હતાશ કઈ રીતે કરી શકું. હા હું માનું છું આજે પપ્પા મારી સાથે નથી પણ એમના આપેલા સંસ્કાર અને પ્રેમ હમેશાં મારી સાથે જ છે.

હું મારા સ્વાર્થ માટે એમની ઈજ્જત પર આંચ ના આવવા દઉં ક્યારેય અને જો એવું થાય તો પછી મને એમની દીકરી કહેવડાવવાનો કોઇજ અધિકાર નથી. એ આજે હોત તો હું એમના કહ્યા પ્રમાણે જ કરતી અને મને ભરોસો હતો કે પપ્પા માની જ જશે એજ રીતે પપ્પાને મારી પર ભરોસો હતો કે હું ક્યારેય એમની આબરૂ પર આંગળી નઈ ઉઠવા દઉં તો પછી હું કઈ રીતે સ્વાર્થી થઈ શકું.....?

હા હું જાણું છું જૈમિક અત્યારે મારી ઉપર ખુબજ ગુસ્સે છે અને સ્વાભાવિક પણે હોવા જ જોઈએ. હું માનું છું મારી ભૂલ છે અને એ પણ માફ ના કરી શકાય એવી ભૂલ જેની માટે મને માફી નઈ પણ સજા મળવી જોઈએ ને એ ગમે તે સજા માટે હું તૈયાર છું. એમણે મને હમેશાં એક પત્નીનો જ દરજ્જો આપ્યો હતો મને ક્યારેય એક પ્રેમિકા રીતે રાખી જ નહોતી હું સારી રીતે જાણું અને માનું છું.

હું ખુબજ નસીબદાર છું કે જૈમિક મને આટલો પ્રેમ કરે છે. દરેકના જીવનમાં આટલો પ્રેમ કરનાર વ્યક્તિ નથી હોતા મારા નસીબમાં છે એની મને કદર છે. પણ ફક્ત પ્રેમ મેળવવા માટે હું મને જીવન આપનારની ઈજ્જત પર પાણી ના ફેરવી શકું એ મારે સમજવું જ જોઈએ. હું મારા પપ્પાની આબરૂ પર આંગળી નઈ ઉઠવા દઉં. હું જાણું છું મને જૈમિક જેટલો પ્રેમ ક્યારેય કોઈ નઈ કરી શકે.

પપ્પાના ગયાં પછી જ્યારે કોઈ નહોતું ત્યારે જૈમિકે મને કેટલી સાચવી છે, કેટલો પ્રેમ આપ્યો છે, મને કેટલી ખુશી આપી છે, મારી નાનામાં નાની ખુશી પુરી કરવા માટે જૈમિક એમના જીવને પણ જોખમમાં મૂકી દે એટલો પ્રેમ કરે છે મને હું નથી ભૂલી એમના એ પ્રેમને પણ મારે એમનાથી દૂર જવું જ પડશે ભલે એ આખી જિંદગી મારાથી ઘૃણા કરે પણ આ મારે કરવું જ પડશે હું નઈ રહી શકું એમની સાથે મારે દૂર જાઉં જ પડશે.

હું મારા આખા જીવનમાં જૈમિકને ક્યારેય નઈ ભૂલી શકું. મારી માટે પણ જૈમિકથી દૂર થવું સરળ નથી પણ મારી પાસે બે જ રસ્તા છે કાંતો અમે બંને છૂટા થઈ જઈએ કાંતો હું મારો જીવ દઈ દઉં. પણ હું જાણું છું જીવ દેવાથી વાતનું સમાધાન નહીં થાય કેમકે હું જાણું છું મને આંચ પણ આવશે તો જૈમિક જીવી નહીં શકે અને જીવશે તો પણ હમેશાં એની જાતને દોષી માનશે મારા મૃત્યુ માટે એથી સારું એજ થાય કે અમે અલગ થઈને એક બીજાના હૃદયમાં રહીએ.

આમ જૈમિક વાસ્તવિક વાતથી અજાણ હોવાના લીધે નેત્રિને સમજ્યા વિના એના પર ગુસ્સે થાય છે અને નેત્રિ પોતાની ભૂલ માનીને પોતાની જ નિંદા કરે છે.