Life Partner - 4 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 4

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 4

આપડે આગળ ના ભાગ માં જોયું કે માનવ ને પ્રિયા નો કોલ આવે છે અને તેની સાથેજ માનવ ને ખબર પડી જાય છે કે પ્રિયા કોઈ મોટી મુસીબત માં છે આથી તે ફરી હોટલ વાળી ગલી જવા નીકળે છે હવે આગળ

તમારો ફીડબેક મને 7434039539 પર આપો

*****************

માનવ અને રાજ તે ગલી માં પહોંચે છે અને વ્યાકુળ નજરે પ્રિયા ક્યાં હશે એ શોધવા માટે તે આમ તેમ જોવા લાગ્યા અને બાઈક ત્યાંજ મૂકી બંને અલગ અલગ દિશામાં શોધવા લાગ્યા ત્યાં માનવે જોયું કે તે લગી માં એક જૂનું મકાન હતું તેના ગાર્ડન માં કોઈક લોકો એક છોકરી ને તેની ઇચ્છાવિરુદ્ધ અંદર લઈ જઈ રહ્યા હતા

તે જલ્દી રાજ ને અવાજ લગાવી અંદર તરફ જાય છે.માનવ તે લોકો ની પાસે પહોંચે છે ત્યારે તે જોવે છે કે તે છોકરી બીજું કોઈ નહીં પણ પ્રિયા જ છે અને તેની સાથે બીજા છોકરા ને તો તે નહોતો ઓળખતો પણ તે દેખાવ માં સિંગલ બોડી હતા.માનવ ને જોઈને તેમાંથી એક પ્રિયા ને પકડે છે અને બીજા બે તેને મારવા ના હેતુ થી આગળ આવે છે.માનવ ને ત્યાં જોઈ ને પ્રિયા ના મુખ પર પણ ખુશી છલકાઈ આવે છે અને આટલી વાર માં રાજ પણ ત્યાં આવી પહોંચે છે આથી પેલા બંને રાજ અને માનવ ને મારવા ના હેતુ થી આગળ આવે છે. પણ રાજ નું બોડી એકદમ હુસ્તપૃસ્ટ હતું.જોકે માનવ નું બોડી સામાન્ય હતું પણ તેની પ્રેમ ની તાકાત ના લીધે તે સામે વાળા ને એવો મુક્કો મારે છે કે તે થોડી વાર ઉભો નથી થઈ શકતો.

આમ થોડી વાર ની મારપીટ બાદ તે ત્રણેય જમીનદોસ્ત થઈ ને માફી માંગે છે અને પ્રિયા કહે છે " તમારા લોકો નો ભરોસો કરવો એજ મારી મોટી ભૂલ હતી અને તમે લોકો ખાલી સ્ત્રી -સુખ ઈચ્છો છો. તમે લોકો એ મારી દોસ્તી નો ખોટો ફાયદો લિધો છે અને હવે જો કોઈ દિવસ મારી આસપાસ પણ દેખાણા તો યાદ છે ને મારા પપ્પા કમિશનર છે અને આજે માનવ સમયસર ન આવ્યો હોત તો..."

પ્રિયા ની આંખ માં ઝળઝરીયા આવી જાય છે

તેને શાંત કરતા માનવ તેને પૂછે છે "આ થયું કઇ રીતે ?"

ત્યારે પ્રિયા કહે છે "તમે લોકો હોટેલ થી ગયા પછી હું આ લોકો ને જ મળવાની હતી આ લોકો મને તેમનું જૂનું ઘર દેખાડાવના હતા.પણ આ ગલી માં ખૂબ અંધારું હતું અને આ ઘર પણ મને સુમસાન લાગ્યું એટલે મેં તને કોલ કર્યો પણ આપણી વાત આ લોકો સાંભળતાજ મારા હાથ માંથી મોબાઇલ લઈ લીધો પણ આ ચક્કર માં તેમના હાથમાંથી ચાવી પડી ગઈ અને આ અક્કકલ વગરનાઓ ફ્લેશ લાઈટ ચાલુ કર્યા વગર ચાવી ગોતવા લાગ્યા એટલે મને થોડો ટાઈમ મળી ગયો અને તમે પણ પહોંચી ગયા"

માનવે ક્રોધભર્યા સ્વરે કહ્યું"આમની પર તો કેસ કરવો છે!"

"માનવ જવા દે ને એમ પણ આ લોકો એ મને સ્પર્શ પણ નથી કર્યો અને તે આ લોકો ની ધુલાઈ તો કરીજ નાખી ને" પ્રિયા એ હસતા હસતા કહ્યું

પ્રિયાનો આટલા ખરાબ લોકો પ્રત્યે પણ આટલો દયાળુ સ્વભાવ જોઈ માનવે તેને મનોમન વંદન કરી લીધા અને તેને પ્રિયા પાસે થી પ્રોમિસ પણ લીધું કે તે પુરા જાણ્યા પરખ્યા વગર ગમે તેને મિત્ર નહીં બનાવે અને હવે પ્રિયા પણ માનવ ની આ મદદ ની હંમેશા શુક્રગુજાર રહેવાની હતી!!!!

પછી બધા ઘર તરફ જાય છે

***********************

પછી તો માનવ અને પ્રિયા વચ્ચે ની દોસ્તી ખૂબ મજબૂત થઈ ગઈ હતી બંને એકબીજા સાથે મોબાઈલ પર કલાકો વાતો કરતા. પ્રિયા એ પણ હવે નવા લોકો સાથે જાણ્યા પરખ્યાં વગર જ દોસ્ત બનાવવા ની આદત ધીમે ધીમે કરી ને છોડી દીધી હતી, હા એ વાત અલગ છે કે માનવ ની સાથે દોસ્તી પણ આજ સ્વભાવ ના કારણે થઈ હતી. પ્રિયા ના ગુસ્સો થવાની આદત ને પણ માનવ ધીમે ધીમે છોડાવવા ની કોશિશ કરતો જેમાં થોડા અંશે તે સફળ પણ થયો.પ્રિયા નો એક પણ કોલ તે મિસ નહોતો કરતો ગમે તે કામ માં હોય પણ તે તેનો ફોન અચૂક ઉપાડતો હતો અને જ્યારે પણ તેનો ફોન આવે ત્યારે માનમાં જ કહેતો "અરે! પ્રિયા નો કોલ આવે એમાં લાલ બટન હોવુ જ ના જોઈએ!!!"

હવે આજ રીતે મસ્તી માં મસ્તી માં દોઢ વર્ષ નીકળી ગયા અને તેમની સેકન્ડ વર્ષ ની ન્યૂ યર પાર્ટી આવી રહી હતી. જેમાં માનવ ને થયું કે આ સારો મોકો છે પ્રિયા સાથે ડાન્સ કરવાનો!

અને આથી માનવ પ્રિયા જ્યાં કેન્ટીન માં બેઠી તો તેને ત્યાં પૂછવા ગયો

તેને પૂછવા માં ઘણી ગભરાહટ થઈ પણ તે હિંમત કરી ને પૂછવાનું નક્કી કરી જ લીધું અને તે તૃટક અવાજ માં કહ્યું"પ્રિયા ન્યૂ યર પાર્ટી નજીક આવી રહી છે તો મને ડાન્સ કરવાનું મન છે તો....."

"તો કર ને એમા મારી પરમિશન શુ લેશ"પ્રિયા એ હસતા હસતા કહ્યું

પ્રિયા ના આવો જવાબ સાંભળી ને માનવ થોડો વ્યાકુળ થઈ જાય છે અને કંઈક વિચારવા લગે છે

"અરે! ઇડિયટ મારી સાથે ડાન્સ કરવો છે એમ કે ને"પ્રિયા જોર જોર થી હસવા લાગે છે

"હા પ્રિયા...."આટલું કહેતા માનવ થોડો શરમાઈ જાય છે

"અરે તો આટલો શરમાય કેમ છે તારું મોં જો કેટલો લાલ થઈ ગયું છે"પ્રિયા એ માનવ ના ગાલે ચૂટકી ભરાતા કહ્યું

પરંતુ માનવ ની સાચી હાલત તો એ લોકો સારી રીતે સમજી શકે જે લોકો ને સાચો પ્રેમ થયો હોય અને પોતાનું પ્રિય પાત્ર સામે હોય અને તેની સાથે આવી કોઈ વાત કરવી હોય!

"મારી આંખને તારા પ્રીતથી ભરું છું,

ખુદા પાસે તો ફક્ત તારી આજીજી કરું છું,

સ્વપ્નમાં તો તને લઇ આખી દુનિયા ફરું છું

હકીકતમાં તને ત્રણ શબ્દ કહેતા પણ ડરુ છું"

પ્રિયા અને માનવ બંને ને એટલો સારો ડાન્સ નહોતો આવડતો કે એ બંને પાર્ટી માં કરી શકે આથી તે બંને કોઈ ટ્યૂટર પાસે ડાન્સ પ્રેક્ટિસ કરવાનું નક્કી કરે છે આથી ટ્યૂટર તેમને કોઈ સોન્ગ પસંદ કરવા કહે છે એક કલાક ની ચર્ચા પછી પોતાની પાર્ટી થીમ 'ઓલ્ડ ઇસ ગોલ્ડ' મુજબ મોહમ્મદ રફી સાહેબ નું એક સોન્ગ નક્કી કરે છે

लिखे जो खत तुझे वो तेरी याद में

हज़ारों रंग के नज़ारें बन गए

सँवेरा जब हुआ तो फूल बन गए

जो रात आयी तो सितारे बन गए

लिखे जो खत तुझे...

कोई नग़मा कहीं गूँजा, कहा दिल ने ये तू आयी

कहीं चटकी कली कोई मैं ये समझा तू शरमाई

कोई खुशबू कहीं बिखरी लगा ये ज़ुल्फ़ लहराई

लिखे जो खत तुझे वो तेरी याद में

हज़ारों रंग के नज़ारें बन गए

सँवेरा जब हुआ तो फूल बन गए

जो रात आयी तो सितारे बन गए

लिखे जो खत तुझे...

ક્રમશ:

તમારો ફીડબેક મને 7434039539 પર આપો