Life Partner - 6 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 6

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 6

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

માનવ ત્યાંથી સીધો પોતાની બાઈક પર થી કોલેજ થી દુર નીકળી જાય છે.પ્રિયા એ તેના પ્રેમ નો સ્વીકાર ના કર્યો એ વાત થી માનવ પોતે જેટલો દુઃખી નહોતો એથી વધારે એને એ વાત નું દુઃખ હતું કે તેની અને પ્રિયા સાથેની ફ્રેન્ડશીપ નો અંત થઈ ગયો કારણકે હવે તે પ્રિયા સાથે વાત કરવાની હિંમત કોઈ સંજોગે નહીં કરી શકે...

તે શહેર થી દુર એક નદી અને ઝરણું હતું તેને જ્યારે પોતાની મમ્મી ની યાદ આવતી ત્યારે પણ તે અહીં આવતો હતો.કારણ કે અહીં નું વાતાવરણ ખૂબ ખુશનુમા હતું. ચારેય તરફ વાહન અને કારખાના નહોતા એના લીધે નીરવ શાંતિ હતી, આજુ બાજુ જંગલ હતું ત્યાંથી પક્ષીઓ નો અવાજ આવી રહ્યો હતો,ઝરણાં નો એ ખડખડ નો અવાજ હૃદય ના ધબકારા સાથે લય સ્થાપી રહ્યો હતો આકાશમાંથી સૂર્યદેવ ની કિરણો સીધા પાણી પર પડવાથી પાણી ચમકી રહ્યું હતું કોઈ સ્વર્ગ જેવું વતાવરણ હતું.

માનવ ત્યાં આવે છે અને એક ઝાડ નીચે આવી ને બેસે છે અને આ વાતાવરણ જોવે છે અને પોતાના વિચારો ના વમળ માં ખોવાઈ જાય છે. તે પ્રિયા સાથે ની મુલાકાત થી લઈ ને આજ ના દિવસ એટલે કે દોઢેક વર્ષ ના ગાળા માં દરેક પ્રસંગો તેને યાદ આવવા લાગે છે.આમ તો કોઈ દિવસ ઉદાસ પણ ન થનારા માનવ ની આંખ માં એક આંસુ આવી જાય છે. પોતે આમ તો સ્ટ્રોંગ મગજ નો છોકરો હતો પણ છતાંય આજે ભાવુક બની ગયો હતો.

એટલી વારમાં તેના મોબાઈલની રિંગ વાગે છે.તે મોબાઈલ તરફ નજર કરે છે તેને અશ્રુભીની નજર માંથી જાખું પ્રિયા નું નામ દેખાય છે,અને હંમેશા એ કહેનારો કે આમાં કોઈ લાલ બટન હોવુજ ન જોય એ માનવ આજે પ્રિયા નો ફોન કાપી નાખે છે અને ફોન સ્વીચઓફ કરી દે છે અને તેની સાથે પોતાની આખો બંધ કરી પોતાની દરેક વાત યાદ કરતા તેને નીંદર આવી જાય છે

*************************

તેની આંખ ઉઘડે છે બપોર ચડી ગયા હોય છે પોતે થોડું રિલેક્સ મહેસુસ કરે છે પણ

પ્રિયા ના વિચારો હજી તેના માનસપટલ પરથી દૂર નહોતા થઈ રહ્યા.

પણ તે હવે નવી જિંદગી ની શરૂઆત માટે ઘરે જવાનું નક્કી કરે છે ત્યાં તેના કાને એક અવાજ પડે છે " માનવ.... માનવ"

તે પાછું વળી ને જોવે છે તો પ્રિયા અને રાજ ત્યાં ઉભા હોય છે પહેલા તો તે બંને ને ત્યાં જોઈ ચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે આ બંને ને કઈ રીતે ખબર પડી કે હું અહીયા છું

પ્રિયા દોડી ને માનવ તરફ આવે છે અને ગળે લગાવી ને કહે છે કે "આઈ લવ યુ વેરી મચ માનવ..." માનવ ના હાથ અનાયાસે જ પ્રિયા ને વીંટળાઈ ગયા અને બે મિનિટ માટે એમજ રહ્યા

પછી માનવ પૂછે છે"પ્રિયા પણ આ બધું શુ છે તે પહેલાં મારો પ્રપોઝ ન સ્વીકાર્યો અને હવે અહીં આ રીતે..."

પ્રિયા માનવ ને કહે છે"અરે....બુધુ હું પહેલે થી જ તને પ્રેમ કરતી હતી અને જો તુ ના પ્રપોઝ કરે તો હુંજ પ્રપોઝ કરવાની હતી.." આટલું સાંભળી ને માનવે કહ્યું "પણ તો આટલું મોટું નાટક કેમ કર્યું અને મારી સાથે કેમ આવો મજાક કર્યો"

પ્રિયા એ તેની તરફ જોતા કહ્યું" નાટક તો નાનું જ હતું પણ તે અહીં આવી ને મોટું કરી નાખ્યું હવે મને એ કહે કે આજે કઈ તારીખ છે?"

માનવ થોડું વિચારી ને કહ્યું" ફર્સ્ટ એપ્રિલ"

આટલું બોલતા જ તેને લાઈટ થઈ કે અહીં શુ ચાલી રહયું છે એટલે તે તે મિઠ્ઠા ગુસ્સા સાથે બોલ્યો"ઓહ તો આજે મને એપ્રિલ ફૂલ બનાવ્યો"

આટલું સાંભળી પ્રિયા પોતાના કાન પકડી ને કહે છે"હા સોરી માનવ તે મને જ્યારે પ્રપોઝ કર્યો ત્યારે હું ખૂબ ખુશ હતી પણ મને અચાનક તારી સાથે મજાક કરવાનું મન થયું મને એમ કે હું ના પાડીશ એટલે તું સીધો કોલેજ જતો રહીશ અને હું તને સાચું કહી દઈશ પણ તું સીધો અહીં આવતો રહ્યો......"

"પણ તમે અહીં કઇ રીતે પહોંચ્યા?"મનાવે પ્રિયા ની વાત અડધેથી જ કાપતા કહ્યું

"અરે! એતો મારા પપ્પા ના એક ફ્રેન્ડ છે જે આપણા શહેર ના કંટ્રોલ રૂમ માં છે હું અને રાજ તું ક્યાંય ન મળ્યો એટલે ત્યાં ગયા અને તારો ફોન નંબર આપી લોકેશન ટ્રેસ કરવા કહ્યું કારણ કે મને ખબર હતી કે તું કોઈ ના ફોન નહીં ઉપાડે અને તું અહીં હતો એ અમને ખબર પડી પછી મેં તને ફોન કર્યો પણ મારી પૂર્વધારણા મુજબ તે કાપી જ નાખ્યો એટલે અમે અહીં પહોંચી ગયા.પછી તે બંને એક બીજા ને ફરી એકવાર ગળે લગાવે છે અને તેની સાથેજ દૂર ઉભેલો રાજ પણ એ વાત થી ખુશ હતો કે તેના એક મિત્ર ને તેની લાઈફ પાર્ટનર મળી ગઈ... અને હંમેશા ની જેમ એક દૂરબીન તેમને દૂર થી જોઈ રહ્યું હતું. પછી રાજ આગળ આવ્યો અને તેના હાથ માં એક બોક્સ હતું તે માનવ ને આપતા કહે છે "આ જો પ્રિયા તારા માટે ગિફ્ટ લાવી છે"

"પણ ગિફ્ટ કેમ?"માનવે પૂછ્યું

"અરે બસ એમજ મન થયું એટલે લેતી આવી"પ્રિયા હજુ પણ માનવ ની સામે પ્રેમ ભરી નજરે જોતા-જોતા બોલતી હતી

માનવ તે ગિફ્ટ ખોલે છે તેમા એક કિંમતી ઘડિયાર હોય છે માનવ તેને તરત જ પહેરી લે છે અને તેની સાથે જ તે ઘડિયાર પહેરીલે છે અને પ્રિયા નો આભાર માને છે.

પછી તે ત્રણેય પાછા શહેર તરફ જાય છે.અને પ્રિયા જ્યાં સુધી શહેર ન આવ્યું ત્યાં સુધી માનવ ને વળગી ને બેસી રહી.અને શહેર આવતા જ વ્યવસ્થિત થઈ ને બેસી ગઈ. પ્રિયા એક સંસ્કારી અને હંમેશા શાંત મગજ થી વીચારવા વાળી છોકરી હતી અને કદાચ તેને માનવ ને પસંદ કર્યો એ પણ તેને પોતાનુ અને પોતાના પરિવાર ની માનમર્યાદા ને શોભે એ રીતે વિચારી ને જ પસંદ કર્યો હતો. એમાં કોઈ મીનમેખ નહોતો.

**********************

હવે બાબુરાવ ગાંઠિયાવાળા ને ત્યાં રાજે આજની આખી વાત અનિલ અને જિલ ને કહી સંભળાવી અને આથી બધા હસવા લાગ્યા અને ત્યારબાદ બધા એ તેને મુબારક પણ કહ્યું સાથે એક પાર્ટી પણ માંગી આથી તેમણે બધા ને રવિવાર બપોરે હોટેલ બ્લુ સ્ટાર માં કહી દીધું અને કાલે એટલે કે શનિવારે તે પ્રિયા સાથે રાત્રે હોટેલ સ્કાય માં જાય છે આથી તે કાલે નહીં આવે,એવું કહી દીધું. એમ પણ બધા જાણતા જ હતા કે છોકરીઓને ફરવાનો શોખ વધુ હોય છે અને એમાં પણ પ્રિયા જેવી ફેશનેબલ છોકરીઓ ને ખાસ. એટલે હવે માનવની અઠવાડિયામાં એક રજા તો પાકી.

કહ્યું છે ને કે આ દુનિયા માં ટાઈમ ટ્રાવેલ બીજી કોઈ રીતે શક્ય હોય કે ના હોય પણ મન તમને કોઈક વાર તેનો અનુભવ જરૂર કરાવે છે,જેમકે જયારે તમે ખુશ હોવ ત્યારે કેટલિય કલાક ખૂબ ઝડપી જતી રહે છે ,કોઈ વાર કોઈ બોરિંગ લેકચર હોય તો ચાલીસ મિનિટ નથી જતી,તમે જ્યારે કોઈ ની રાહ જોઈ રહ્યા હોય તો સમય ધીમો ચાલવા લાગે છે.એજ રીતે માનવ ને હવે કોલેજ ના બાકી ના વર્ષો ક્યાં જતા રહેવાના છે એ ખબર નહોતી પડવાની. અને આગળ તેમની લવ સ્ટોરી કઈ રીતે આગળ વધવાની હતી એતો એ પોતે પણ નહોતા જાણતા.

તારા સીવાય બીજે ક્યાં દિલ નમતું હતું,

તેથી જ તારી સાથે જીવવુ મને ગમતું હતું.

પ્રેમમાં તારા હર કોઈ મને પાગલ ગણતું હતું,

ફકત તારું દિલ જ આ પાગલને સમજતું હતું.

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો