Life Partner - 9 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 9

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 9

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

રાતના 11:00 વાગી ગયા હોય છે પણ હજી માનવ ને ઊંઘ નહોતી આવી રહી. કારણ કે કાલે પ્રિયા આવી રહી હતી અને ઘણા સમય પછી તેને મળવાની ખુશીમાં તે સૂઈ નહોતો શકતો. માનવ એ વાતથી બિલકુલ અજાણ હતો કે કાલે દિવ્યા તને પ્રપોઝ કરવાની હતી તે તો ફક્ત પ્રિયાના જ ખયાલો માં ખોવાયેલો હતો પણ કાલે એક બીજો સરપ્રાઈઝ દિવ્યા રૂપે તેની રાહ જોઈ રહ્યું હતું અને બીજી તરફ બન્યું એવું કે રાજને દિવ્યા મનોમન પસંદ આવવા લાગી હતી આથી તે પણ કાલે દિવ્યા ને પ્રપોઝ કરવાનો હતો હવે આ 4 લોકોની વચ્ચે શું થવાનું હતું એ તો કાલ નો સુરજ જ કહેશે

રાતના બે વાગે મહાપરાણે માનવ ની આંખ મીચાઈ છે અને પ્રિયા પણ મહાપરાણે સુવે છે દિવ્યા પોતાના રૂમમાં બેઠી બેઠી એક ગિફ્ટ તૈયાર કરી રહી હોય છે જે કાલે માનવને આપવાની હતી જે વાતથી માનવ અને પ્રિયા બન્ને અજાણ હતા.

*********************

સવારનો સૂરજ ઊગ્યો રસ્તા પર લોકોની ચહલપહલ શરૂ થઇ અને માનવ પણ પોતાની આળસ મરડીને ઊભો થયો આજે માનવ પોતાના નિયત સમય કરતા વહેલો ઉઠી ગયો હતો અને માર્કેટ જઈને પ્રિયા માટે કોઈ ગિફ્ટ ખરીદવા નો હતો જે તેને પહેલેથી જ વિચારી રાખ્યું હતું કે તે પ્રિયાને શું ગિફ્ટ આપશે અને પ્રિયાના આવવાના વિચારથી જ માનવ રોમાંચિત થઇ રહ્યો હતો.

હવે સવારમાં માનવ ફુલ માર્કેટ પહોંચે છે જેની આગળ એક ગિફ્ટ શોપ હોય છે ત્યાં તેને રાજ મળે છે રાજને જોઈને તો થોડીવાર તો ચકિત થઈ જાય છે પછી તે રાજ ની નજીક જાય છે અને કહે છે "એલા રાજીયા અહીં શું કરી રહ્યો છું" રાજ પાછળ ફરીને જોવે છે તો ત્યાં માનવ હોય છે રાજેએ વિચાર્યું હતું કે દિવ્યા એકવાર પોતાના પ્રેમનો સ્વીકાર કરે પછી બધાને એકસાથે કહેવું છે પણ હવે માનવ એ પૂછી જ લીધું હતો આથી તેને જણાવ્યું કે તે પોતે આજે દિવ્યા ને પ્રપોઝ કરવાનો છે

આ સાંભળી માનવ ઉત્સાહિત થઈ જાય છે અને તેને બેસ્ટ ઓફ લક પણ કહે છે અને માનવ થોડી ઉતાવળ માં હોવાથી જલ્દી તેની રજા લે છે જો મોડું કરશે તો ગિફ્ટ લેવામાં મોડું થશે, અને ગિફ્ટ લેવામાં મોડું થશે તો પ્રિયાને મળવા માં મોડું થાય કારણ કે તેને છ વાગે જ પ્રિયા નો મેસેજ આવી ગયો હતો કે તે નીકળી ગઈ છે મતલબ તે હવે પહોંચવા આવી હશે.

માનવ ગિફ્ટ પેક કરાવીને પાછો જતો હોય છે ત્યારે દિવ્યા તેજ ફ્લાવર માર્કેટ પાસે ઉભી હોય છે આથી માનવને નવાઈ લાગે છે કે આજે કેમ બધા અહીં જ ફરે છે આથી તે દિવ્યા નજીક જાય છે અને પૂછે છે "અહીં શું કરે છે" દિવ્યા પોતાની પાછળ માનવને ઊભેલો જોઈને સ્તબ્ધ બની જાય છે. પછી થોડી સ્વસ્થ થઈ અને વિચાર્યું કે અત્યારે તેને આના વિષે કાંઈ નથી કહેવું એટલે તેને કહી દીધું કે "કોઈ ને પ્રપોઝ કરવાનો છે એટલે ફુલ લેવા આવી છું."

માનવ વિચારે છે કે દિવ્યા ને ખબર છે કે હું પ્રિયા ને પ્રપોઝ કરી ચુક્યો છું આથી હવે સૌથી સારી ટ્યુનિંગ તો રાજ સાથે છે તો તે જરૂર રાજ ને જ પ્રપોઝ કરવાની હશે આથી રાજ પણ તેને પ્રપોઝ કરવાનો છે એ વાત કહ્યા વગર માનવ તેને ઓલ ધ બેસ્ટ કહીને નીકળી જાય છે

કિસ્મતે બધા સાથે એવો ખેલ રચ્યો હતો કે બધા એકબીજાની વાતથી અજાણ હતા હવે આગળ શું થવાનું છે એ તો ભવિષ્યના ગર્તમાં છુપાયેલું હતું. કોણ કોનો લાઈફ પાર્ટનર બને છે એ કહેવું આ પરિસ્થિતિ પરથી ખૂબ અઘરુ હતું પણ આ બધા વચ્ચે માનવના મનમાં પ્રિયા સિવાય કોઈના ખ્યાલો નહોતા.જ્યારે બીજી તરફ પ્રિયા ના મનમાં પણ માનવ સિવાય કોઈના ખયાલો નહોતા. જે એકબીજા પ્રત્યેનો શુદ્ધ પ્રેમ દર્શાવતો હતો.

માનવ ત્યાંથી સીધો પોતાના ઘરે જાય છે અને પ્રિયા ને કોલ લગાવે છે.પેલી તરફ પ્રિયા ફોન ઉપાડે છે"હા બોલ મીકુ"

"પ્રિયા ક્યાં પહોંચ્યા"માનવે આતુરતા ભર્યા અવાજે કહ્યું

"અરે! બકા હું છેક ઘરે પહોંચી ગઈ છું એક કલાક માં આપડી જૂની જગ્યા એટલે કે નદી પાસે મળીયે"પ્રિયાએ તેના આગવા અંદાજ માં કહ્યું

માનવે ઓકે કહી ને તેનો ફોન મુક્યો,અને તેને કઈ ખાસ કામ ન હોવાથી અત્યારથીજ નીકળી પડ્યો નદી પાસે આવેલ પોતાની પ્રિય જગ્યાએ અને ત્યાં જઈને નદી ના ખળખળ અવાજ ને સાંભળવા લાગે છે

થોડી વારમાં એક સ્ફુટી નો અવાજ માનવ ના કાને પડે છે તે તે તરફ જુવે છે તો પ્રિયા હોય છે તેને આજે એક પીળા કલર નો ડ્રેસ પહેરેલો હોય છે અને મેકપ વગર પણ ખૂબ સુંદર દેખાઈ રહી હોય છે. માનવ તેને જોતાજ પ્રિયા તરફ દોડે છે અને તેને તેની પાસે જઈને તેને ગળે લગાવી લે છે.પ્રિયા ના હાથ પણ અનાયાસે જ માનવ ના ગળે વિટોળાય જાય છે અને આની સાથે જ બે પ્રેમીનો વિરહ પૂરો થાય છે.

"ભૂખ્યા ને રોટલો મળી ગયો અને તરસ્યા ને કૂવો મળી ગયો,

માનવ ને પોતાનો પ્રેમ અને પ્રિયા ને ભગવાન મળી ગયો."

પછી ઘણા દિવસે મળેલા એ પ્રેમી પંખીઓ પોતાના ત્રણ વર્ષની વાતો એક બીજા ને શેર કરવા લાગ્યા

************************

બીજી તરફ દિવ્યા જાણતી હતી કે માનવ અત્યારે પ્રિયા સાથે શહેર થઈ દૂર આવેલી નદી પાસે હશે અને માનવ પ્રિયા ને ખૂબ પ્રેમ કરે છે એ વાત પણ દિવ્યા જાણતી હતી તેમ છતાં દિવ્યા માનવ પ્રત્યે નું આકર્ષણ એવું હતું કે દિલ તેને હંમેશા માનવ ને પ્રપોઝ કરવાનું કહેતું.બીજી તરફ રાજ પણ સવાર થી દિવ્યા ની પાછળ પણછાયા ની જેમ લાગેલો રહેતો.

માનવ પ્રિયાના ખોળે સૂતો-સૂતો પ્રિયા ની વાતો સાંભળી રહ્યો હતો જ્યારે પ્રિયા માનવ ના વાળ પર ધીમે ધીમે પોતાનો હાથ ફેરવી રહી હતી.બંને એ વાત થી અજાણ હતા કે દિવ્યા અને રાજ ત્યાં એક મુસીબત લઈને આવી રહ્યા છે.

થોડી જ વાર માં ત્યાં એક સ્ફુટી નો અવાજ આવે છે આથી માનવ ચોકી ને પ્રિયાના ખોળા માંથી એ બીકે ઉભો થાય છે કે કદાચ કોઈ ઓળખીતું હશે તો પકડાઈ જવાની ભીતિ છે.કદાચ પકડાઈ જવાના ડર કરતા પ્રિયા વિશે કોઈ ખોટું ન વિચારથથી માનવ વધારે ડરી ગયો.માનવે પાછળ ફરી ને જોયું તો તે બીજું કોઈ નહીં પણ દિવ્યા હતી હજી તે ત્યાં પહોંચીજ હતી ત્યાં રાજ પણ ત્યાં પહોંચી જાય છે

આથી માનવ અને પ્રિયા વધુ કાઈ સમજે એ પહેલાં દિવ્યા દોડી ને માનવ પાસે આવે છે અને માનવ ને ગળે લગાવે છે આ જોઈ પ્રિયા અને રાજ એક ઝાટકો અનુભવે છે અને સાથેજ માનવ તેને પોતાનાથી દુર કરે છે અને કહે છે કે " આ શું કરે છે?"

આથી દિવ્યા થોડી દૂર થઈને પોતાની પાસે રહેલું ગુલાબ કાઢી પોતાનો એક પગ ઘૂંટણથી વાળી ને જમીન ને સમતલ અને બીજો પગ પણ ઘૂંટણ થી વાળી જમીન થી કાટખૂણે ગોઠવી ને માનવ તરફ ગુલાબ કરતા કહે છે "આઈ લવ યુ માનવ"

આ જોઈ માનવ એક દમ રાઘવાઈ જાય છે અને ઘડીક પ્રિયા સામે જુવે છે તો ઘડીક દિવ્યા સામે તો ઘડિક દૂર ઉભેલા રાજ સામે પછી તે પોતાની આખો બંધ કરીને પ્રિયાનું મુખ પોતાના માનસપટલ પર રાખે છે અને કહે છે"સોરી દિવ્યા હું ફક્ત પ્રિયા ને જ પ્રેમ કરું છું અને કરતો રહીશ" આટલું બોલતાજ માનવ નો એક હાથ પ્રિયા ના પીઠના ભાગ ને સ્પર્શ કરી વિરુદ્ધ બાજુ ના ખભા પર આવી જાય છે અને પ્રિયા ના મુખ પર પણ સ્મિત આવી જાય છે.

પણ દિવ્યાના હૃદયમાં એક ઊંડો ઘા લાગે છે અને માનવ ને ખોવાના વિચાર માત્રથી તેની આંખમાં આંસુ આવી જાય છે અને તે ગુલાબ ને પોતાની હથેળી માં જોરથી દબાવે છે આથી તેમાં રહેલા કાંટા દિવ્યાના હાથ માં ખુંપી જતા લોહી ના ટીપાં માનવના બુટ પર પડે છે અને દિવ્યા ખૂબ રડવા લાગે છે અને માનવ ને કહે છે "માનવ ભલે તું મારો લાઈફ પાર્ટનર ના બની શકે તો કાઈ વાંધો નહીં પણ હંમેશા મારો દોસ્ત તો રહીશ ને !!"

પણ માનવ અત્યારે ખૂબ ક્રોધ માં હતો આથી તે દિવ્યા ને એક જોરથી તમાચો મારી દે છે અને કહે છે"દોસ્ત તો શું હું તારી હવે શકલ પણ નથી જોવા માંગતો આજ પછી મને કોલ પણ ના કરતી" માનવ ના આ શબ્દો તેની જિંદગી વેરાન કરી મુકવાના હતા જેની ખબર ત્યારે ન તો માનવ ને હતી કે ન તો પ્રિયા ને!!

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો