Life Partner - 5 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 5

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 5

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

બંને હવે ડાન્સ ના લીધે વધારે એક બીજા સાથે રહેવા લાગ્યા સાથે સાથે માનવ ના મન માં પ્રિયા માટે ની લાગણી વધવા લાગ્યા. ક્લાસ ના બીજા વિદ્યાર્થી પણ હંમેશા તેની ખૂબ ઈર્ષા કરતા જોકે દરેક કોલેજ માં તો આવું ચાલતું જ હોય છે

પાર્ટી વાળી રાત આવી ગઈ બંને ને થોડું નર્વસ ફિલ થતું હતું જે બધા ને પોતાના પહેલા કપલ ડાન્સ માં થાય છે કારણ કે એક બીજા ના શરીર ના સ્પર્શ એ કોઈ ઝટકા થી ઓછો નથી હોતો....

પણ તેમ છતાં તેમનો ડાન્સ ખૂબ સારો રહે છે રાજ અને તેના બીજા કેટકાલ મિત્રોએ તો 'વન્સ મોર' ની બૂમો ચાલુ કરી દીધી અને તે બંને ને બેસ્ટ પર્ફોમાન્સ નું મેડલ પણ મળ્યું પણ માનવ ના મુખ પર તેના કરતાં તો પ્રિયા સાથે ડાન્સ કરવાની તક મળી હતી એની ખુશી હતી.માનવ ને આ બધુ તો હજી એક સપના જેવું લાગી રહ્યું હતું

**********************

માર્ચ મહિનો પૂરો થયો હતો અને એપ્રિલ મહિના નો પ્રથમ દિવસ હતો.રોજ ની જેમ પ્રિયા સાથે મોડે સાથે વાત કરીને સૂતેલો માનવ પરાણે બેડ માંથી ઉભો થયો અને તેની સાથેજ તે ફેશ થવા માટે બાથરૂમ તરફ આગળ વધ્યો.

તે નાસ્તો કરી ને બહાર નીકળી ને કોલેજ જવા માટેની તૈયારી કરતો હતો એટલા માં તેને રાજ નો ફોન આવે છે અને કહે છે "ઘરેજ રહેજે હું ત્યાં આવું છું મારે તારી સાથે એક અરજન્ટ વાત કરવી છે"

થોડી વારમાં રાજ આવે છે.માનવ કાઈ પૂછે એ પહેલાં જ તે વાત ની શરૂઆત કરે છે "જો માનવ હું તને જે કહું એ ધ્યાન થી સાંભળજે,તને તો ખબર છે પ્રિયા ને ઘણા દોસ્તો છે.." પ્રિયા ની વાત આવતા માનવ પણ થોડો ધ્યાન દઈને સાંભળવા લાગ્યો

રાજ આગળ કહેવાનું શરૂ કર્યું ".....પણ અત્યારે તારી સાથે એ રહેવાનું પસંદ કરે છે પણ કાલે મેં તેના બે ફ્રેન્ડ ને વાત કરતા સાંભળ્યા કે તેમાંથી એક તેને પરમ દિવસે એટલે કે કાલે પ્રપોઝ કરવાનો છે તો જો પ્રિયા તેને હા પાડી દેશે તો તું એકેય બાજુ નો નહીં રહે" રાજ ની વાત પૂરી થતાં તો માનવ માં કોઈ પોતાને ખોવાનો ડર સાફ સાફ દેખાઈ રહ્યો હતો

"મને ખબર છે તારી પાછળ હંમેશા કોઈ હોય છે

કારણ કે મારી પસંદ હંમેશા સર્વશ્રેષ્ઠ હોય છે"

"પણ એમ એ ડાયરેક્ટ થોડી હા પાડી દેશે" માનવે કહ્યું

"હા માનવ તારી વાત સાચી પણ તારે રિસ્ક ન લેવું જોઈએ"રાજે કહ્યું

"તો હવે હું શું કરું?"મનાવે ચિંતિત સ્વરે રાજ ને પૂછ્યું

"માનવ આનો એક જ રસ્તો છે તે છે તું એને પ્રપોઝ કર અને એ પણ આજ અને જેમ બને એમ જલ્દી"રાજે થોડા દબાતા સ્વરે કહ્યું

"પણ આમ અચાનક હું એના માટે હજી પ્રીપેર પણ નથી"માનવે કહ્યું

"અરે! ભાઈ પ્રીપેર થવા જઈશ તો બહુ મોડું થઈ જશે અને ગમે ત્યારે પ્રપોઝ તો કરીશ જ ને તો આજે જ કેમ નહીં!"રાજે થોડા કડક સ્વરે કહ્યું

માનવ એક ઊંડા વિચાર માં ખોવાઈ ગયો પાંચેક મિનિટ વિચાર્યા પછી તેને લાગ્યું કે રાજ ની વાત તો સાચી છે પછી તેને મોટેથી કહ્યું"ઓકે રાજ હું પ્રિયા ને આજેજ પ્રપોઝ કરીશ"

હવે જોવાનું એ હતું કે પ્રિયા માનવ વિશે શું વિચારતી હતી.અને એમ પણ છોકરી ની વાત ની રીત અને બે ચાર વાર મજાક માં સ્પર્શ થી કોઈ દિવસ નક્કી ના થઇ શકે કે તે તમને પ્રેમ કરે છે એ વાત સારી રીતે જાણતો માનવ થોડો વ્યાકુળ હતો અને આગળ શું થવાનું છે એ વિચારતો વિચારતો એક રોઝ શોપ પર જઈને ને એક ગુલાબ ખરીદે છે.રાજ પણ તેની સાથે હોય છે પણ તેની માનવ પર વધારે અસર નથી કારણ કે તેને ખબર છે કે પ્રેમ ના રસ્તે તો એકલું જ આગળ વધવાનું છે!!!!

કોલેજ જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ માનવ ના દિલ ની ધડકનો વધુ ને વધુ વેગ પકડી રહી હતી.કોલેજ માં આવી ને તે કોલેજ ની બહાર આવેલા એક મંદિર માં જય છે કારણ કે પ્રિયા ની રોજ ની આદત મુજબ તે કોલેજ શરૂ થાય ત્યાં સુધી તે મંદિર માં જ બેસે છે.આથી તે સીધો મંદિર ની બાજુ માં નાનો બગીચો હતો ત્યાં જાય છે.જોકે મંદિર સાવ નાનું હતું આથી ત્યાં કોઈ વધારે અવરજર રહેતી નહોતી.

માનવ ભગવાન ના દર્શન કરે છે અને બગીચા તરફ અગ્રેસર થાય છે.માનવ ત્યાં જઈને જોવે છે તો પ્રિયા ત્યાં બેસી ને પોતાનીજ ધૂન માં હોય છે આજે સદનસીબે ત્યાં બગીચા માં પ્રિયા એકલીજ હોય છે.આથી તે તે તરફ અગ્રેસર થાય છે અને હંમેશા ની જેમ પ્રિયા નો આકર્ષક દેખાવ,લયબદ્ધ વણાંકો અને તેને પહેરેલા કોઈ હિરોઈન જેવા વસ્ત્રો ને જોતા જોતા તે તરફ જાય છે. તે પ્રિયાની ની એકદમ નજીક આવી જાય છે આથી પ્રિયા નું ધ્યાન તે તરફ જાય છે અને તે કહે છે"અરે ! માનવ આજે આ તરફ કેમ?"પ્રિયા એ તરત પૂછી નાખ્યું

પણ અત્યારે માનવ ના મનમાં તો જે ચક્રવાત ચાલી રહ્યા હતા તેમાં જ ફસાયેલા માનવે ખાલી ગરદન હલાવી ને હા પાડી.પછી તે પ્રિયા ને કઈ રીતે પ્રપોઝ કરવો એના વિચારો માં લાગી ગયો. પણ તેને મનોમન નક્કી કર્યું કે આજ ગમે તે થાય પ્રપોઝ તો કરવો જ છે.

પછી તેને પ્રિયા તરફ જોઈ ને કહ્યું "પ્રિયા હું તને કંઈક કહેવા આવ્યો હતો "

"હા તો બોલ ને !"પ્રિયા એ ધીમેથી કહ્યું

આ બંને વચ્ચે થઈ રહેલો વાર્તા-લાપ રાજ સંતાઈ ને સાંભળી રહ્યો હતો અને આ ઉપરાંત અન્ય કોઈ દૂર થી દૂરબીન વળે આ બંને ને જોઈ રહ્યું હતું

હવે માનવે એક ઊંડો શ્વાસ લીધો અને જે થશે એ જોયું જશે એ વિચારી ને પ્રિયા ના બે હાથ પકડી ને ઉભી કરે અને તેની નજર માં નજર મિલાવે છે અને પછી માનવ તેને પ્રપોઝ કરવા માટે પોતાના ઘૂંટણો પર બેસે છે.આ જોઈ પ્રિયા ને થોડું આશ્ચર્ય થાય છે પણ પછી એ પણ સમજી જાય છે કે માનવ શુ કરવા જઈ રહ્યો છે.

માનવ તેને ગુલાબ આપતા કહે છે "પ્રિયા હું તને આ ઘણા સમય થી કહેવા માંગતો હતો પણ કહી નહોતો શક્યો એટલે આજે હું તને મારા દિલ ની વાત કહું છું પ્રિયા, આઈ લવ યુ આઈ લવ યુ સો મચ"

આથી પ્રિયા થોડી અસ્વસ્થ થઈ જાય છે અને તે માનવ તરફ જોઈ ને કહે છે "જો માનવ હું ખોટું નહીં કહું પણ મેં હજી આના માટે કઈ વિચાર્યું નહીં અને મારા પપ્પા ને પૂછ્યા વગર હું આ વાત નો ફેંસલો ન કરી શકું"

પ્રિયા નું આટલું બોલતા માનવ ઉભો થાય છે અને કહે છે"અરે પણ પ્રિયા તો વીચાર ને અત્યારે નહીં તો ક્યારે વિચારીશ અને આપડી જ્ઞાતિ કોઈ અલગ નથી આથી મને નથી લાગતું કે તારા પેરેન્ટ્સ ને એનાથી કોઈ પ્રોબેલેમ હોય"

આટલું સાંભળી પ્રિયા થોડા કડક સ્વરે કહે છે"જો માનવ તારી વાત સાચી છે પણ મને તારા માટે એવી કોઈ ફીલિંગ્સ જ નથી એનું શુ?"

માનવ આટલું સાંભળી ને એકદમ ઉદાસ થઈ જાય છે અને તેની સાથે જ પોતાના હાથ માં રહેલું ગુલાબ ત્યાંજ નાખી ને ઝડપ થી બગીચા ની બહાર જતો રહે છે. રાજ તેને રોકવાની કોશિશ કરે કરે છે પણ તે ત્યાંથી નીકળી જાય છે

"તારું દરેક સ્મિત મને પુરસ્કાર લાગે છે,

આ દિલ જન્મોજનમ નો સાથ માંગે છે,

તારી યાદ માં આંખ દિવસ-રાત જાગે છે,

પછી થાય છે કે તને પ્રેમ અસ્વીકાર લાગે છે."

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો